હજારો બેરોજગારોને રોજગાર પૂરો પાડી, પગભર બનાવે છે 'Helper4U'

હજારો બેરોજગારોને રોજગાર પૂરો પાડી, પગભર બનાવે છે 'Helper4U'

Tuesday December 01, 2015,

5 min Read

નાના નાના ઉદ્યોગો માટે અને કારીગરો માટે સન્માનજનક રોજગાર અપાવતી એક ઉદ્યમી મહિલાની હેલ્પલાઈન જે હજારો બેરોજગારોને રોજગારી અપાવી ચૂકી છે!

कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन।

मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि।

મીનાક્ષી જૈન માટે આ શ્લોક સફળતાનો મૂળ મંત્ર સાબિત થયો છે. અને તે પણ આ જ સિદ્ધાંત મુજબ વર્તીને લોકોને સહાયરૂપ થઈ રહી છે, પડકારોનો સામનો કરી કામયાબ થઇ રહી છે.

5 વર્ષ પહેલાં દિલ્હી છોડી મુંબઈ આવ્યા ત્યારે જ તેમણે સ્વતંત્ર વ્યવસાયનો નિર્ણય લઇ લીધો હતો. તે કહે છે, "દિલ્હીમાં મારો ભાઈ કી-બોર્ડ વગાડવાનું શીખી રહ્યો હતો અને મારા પતિ તબલા શીખતા હતા. બંનેને તાલીમ આપે તેવા શિક્ષક શોધવા પણ મારા માટે મોટો પડકાર હતો. કેમ કે આ શહેર મારા માટે સંપૂર્ણ અજાણ્યું હતું. અને આ જ પડકારે મારા માટે સમાધાનનું પણ કામ કર્યું. બધા જ ક્ષેત્રોના પ્રશિક્ષકોની એક ઓનલાઈન ડિરેક્ટરી બનાવવાનું શરુ કર્યું. જેમાં શિક્ષણ, રમતો, અનેક હોબી, તેમના વર્ગો વગેરે માહિતી ઉપરાંત તેમનો સમય, ફી, સરનામા અને અન્ય માપદંડો બધું જ સામેલ કરવામાં આવ્યું. ઉપયોગકર્તાએ માત્ર લોગઇન કરી જાણકારી પ્રાપ્ત કરી લેવાની રહેતી. આમ આશરે અઢી વર્ષે ClickForCoach (ક્લિક ફોર કૉચ)નો જન્મ થયો. આજે તેમણે પોતાની બધી જ તાકાત પોતાના નવા જ કાર્ય, સ્ટાર્ટઅપ Helper4U પર કેન્દ્રિત કરી છે.

image


આ એક એવું મંચ છે કે જેનો ઉપયોગ ઉદ્યોગના માલિકો પોતાના ઘર, ઓફીસ અને ફેક્ટરી માટે સહાયકો, કર્મચારીઓ અને કારીગરો શોધવામાં મદદ કરે છે. ખાસ કરીને એ,બી,સી,ડી, માટે આ ખૂબ ઉપયોગી છે ! એટલે કે આયા,બાઈ, કુક અને ડ્રાઈવર! આ બધું મોબાઈલના માધ્યમથી સરળ બનાવી દીધું છે. જેનાથી બેરોજગારોને કોઈ પ્રકારના વચેટીયા વિના નોકરી મળી રહી છે.

પ્રારબ્ધ

મીનાક્ષીએ જોયું કે પવઈ જેવા વિસ્તારમાં રહેતા લોકો હંમેશાં ઘર-નોકર કે બાઈની શોધમાં હોય છે, વળી એવી નોકરી શોધનારી બાઈ કે પુરુષ પણ ત્યાંની બિલ્ડીંગોના વોચમેન પર આધારિત રહેતી. તેમના માધ્યમથી નોકરી મળે તો તેમનું કમિશન રહેતું. આ સ્થિતિ મીનાક્ષીને ખટકતી. વચેટીયાઓને દૂર કરવા તેણે મોબાઈલ એપ શરુ કરી અને એક પગલું આગળ વધી Maid4U શરુ કરી! નોકરી ઈચ્છતી મહિલાઓનું રજીસ્ટ્રેશન શરુ કર્યું, તો તેમાં પુરુષો પણ નામ લખાવવા આવવા લાગ્યા. આથી તેણે એ જ પરિકલ્પનાને થોડી બદલીને Helper4Uનું રૂપ આપી દીધું.

અનુભવ એ જ શિક્ષક

મીનાક્ષીના પિતા આર્મી એન્જિનિયર હતા. જ્યાં તેઓ પરિવાર સાથે રહી શકતા નહીં. આથી મા એ જ ભાઈ અને બહેનનો ઉછેર કર્યો. તે કહે છે કે નાની ઉંમરે જ અમારે ઘરના કામ કરવાના થયાં, દરેક પ્રકારના પડકારોનો સામનો કરવો પડ્યો. જેનાથી અમે વધુ ને વધુ સક્ષમ બન્યા. અમને એવું જ લાગતું કે કોઈ જ કામ એવું નથી કે અમે ના કરી શકીએ !

બદલીઓને કારણે નવાં-નવાં સ્થાનો, લોકો, સ્થિતિઓ સામે આવી. દરેક સાથે સામંજસ્ય સ્થાપવાનું આવડી ગયું હતું. કેન્દ્રીય વિદ્યાલયોમાં જ ભણી, પણ પ્રાઈવેટ સ્કૂલનો સામનો કર્યો ત્યારે તે ધોરણ 8માં હતી.

એ સ્કૂલમાં અમીર પરિવારોના જ બાળકો ખૂબ હતા. મીનાક્ષીએ તેમના અપમાનનો ભોગ બનવું પડ્યું, અંગ્રેજી ન બોલી શકવાને કારણે પણ મશ્કરી વેઠવી પડી. જ્યાં તેના કોઈ જ દોસ્ત ન હતા.

પણ તેણે રમતો, અભ્યાસ અને અન્ય પ્રવૃત્તિઓમાં પોતાની પ્રતિભા બતાવવાની શરુ કરી દીધી. તેણે શાળાની મોખરેની ખેલાડી બની બાસ્કેટબોલ ટીમમાં સ્થાન બનાવી લીધું. આમ લોકપ્રિયતાની સીડીઓ ચડતી ગઈ. પછી તો દરેક વિદ્યાર્થીઓ તેના દોસ્ત થવા ઇચ્છવા લાગ્યા.

"‘હું અભ્યાસમાં શ્રષ્ઠ હતી ,આથી જ મારા દરેક શિક્ષકની લાડકી હતી. આ અનુભવે મને શીખવ્યું કે તમારું કામ જો તમે ઉત્તમ રીતે કરો છો, તો વધુમાં વધુ લોકોનું સમ્માન મેળવવા તમે સફળ રહો છો. આજે પણ આ જ ભાવના અને આ જ ફિલોસોફી અપનાવી હું કાર્યરત રહું છું."

પુરુષાર્થ:અધિકથી પણ અધિક!

માત્ર 3 જ માર્ક્સથી તેને મેડીકલમાં પ્રવેશ ન મળી શક્યો. તેને અહેસાસ થયો કે માત્ર થોડો જ પરિશ્રમ વધારવામાં આવે તો તે કેટલો મહત્વનો બની જાય છે !

તેણે સ્નાતક બાદ દિલ્હીના જવાહરલાલ યુનિ.માંથી ભાષાવિજ્ઞાનમાં એમ.ફિલ. કર્યું. અનેક વર્ષો સુધી દિલ્હીની શાળાઓમાં ભણાવ્યું.પછી કોર્પોરેટ ટ્રેઈનરના રૂપમાં કામ શરુ કર્યું. સમયની સાથે ખુદને પણ ઘડવાનું ચાલુ રાખ્યું. એક સંસ્થા સાથે રહીને બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર તરીકે કામ કર્યું. NIIT સાથે પ્રોજેક્ટ મેનેજર પદે કામ કર્યું. છેલ્લી નોકરી તાતા ઈન્ટરેક્ટીવ સિસ્ટમ સાથે લીડ ઈન્સ્ટરેશનલ ડિઝાઈનર રૂપે કરી. પછી પોતાનું કામ કરવા નોકરી છોડી દીધી.

image


Helper4U

આ સાઈટ પર પેટ્સને ફેરવાનારાઓથી માંડી કેરીઅરબોય અને ઈલેક્ટ્રીશિયન તથા દર્દીઓની સંભાળ રાખનારાઓ વગેરે જેવી અસંખ્ય પ્રકારની નોકરીઓ ઉપલબ્ધ છે.

"આજે અમે એ વ્યક્તિનું રજીસ્ટ્રેશન કરવા તૈયાર હોઈએ છીએ, જે પોતાનું ગ્રેજ્યુએશન પૂરું ન કરી શક્યા હોય. હા, અમે ભણેલા ગણેલા લોકોના નામ રજીસ્ટ્રેશન કરીને ધ્યાન ભટકાવવા નથી ઈચ્છતા."

નોકરી આપનાર આ વેબસાઈટ પર જઈને નોકરી ઇચ્છતા વ્યક્તિની પ્રોફાઈલ જોઈ શકે છે, જો તે પસંદ આવે તો નિશ્ચિત રકમ ભરી, તે તેનો મોબાઈલ નંબર મેળવી સીધો સંપર્ક કરી શકે છે. આ ફી એક જ વાર લેવામાં આવે છે. અને તે નિશ્ચિત સમયાવધિ માટે જ હોય છે.

આ માટે તેમણે આખા શહેરમાં બેનર લગાવ્યા છે. જેથી રજીસ્ટ્રેશન માટે યુવકો-યુવતીઓ સીધા જ ઓફીસ સુધી પહોંચી શકે ! આ ઉપરાંત તેમણે સ્થાનિક યુવાનોને પોતાની સાથે જોડ્યા છે. તે ઉત્પાદની અવધારણા ઉપરાંત સંચાલન, માર્કેટિંગ અને પ્રમોશનનું કામ પણ સંભાળે છે. તેના પતિ આઇ.આઇ.ટી.- આઈ.આઈ.એફ.ના સ્નાતક છે અને ટીમની રણનીતિ અને માર્ગદર્શનનું કામ સંભાળે છે. અને બાકીની ટીમ ફ્રીલાન્સર્સનાં ભરોસે ચાલે છે, તેમાં નોકરી કરવા ઈચ્છતા લોકો માટેના કૉલ સેન્ટરને સંભાળવાનું કામ કરે છે.

તેઓ કહે છે, 

"નાના નાના અને મધ્યમ ઉદ્યોગો માટે જરૂરિયાત મુજબના કર્મચારીઓના લાભ માટે અમે એવા જ લોકો પસંદ કરીએ છીએ અને બદલામાં નોકરી આપનાર પાસેથી સામાન્ય ફી વસુલ કરીએ છીએ."

પ્રેરણા

એક વ્યવસાયી હોવાને નાતે તેણે વિકાસની ગતિને અવરોધ્યા વિના કિંમતો પર નિયંત્રણ રાખવું, પૈસાની વ્યવસ્થા પોતાના કામ માટેના લોકો શોધવા સુધીની જવાબદારીઓને નિભાવવાની રહે છે. તે મૂળ તો અકુશળ કહેવાતા કારીગરોને સારા, સન્માનજનક રોજગારની તક આપવા ઈચ્છે છે. તેને જે સતત પ્રેરે છે તે છે, નોકરી મેળવી ખુશ થનાર લોકો જ્યારે ખુશ થાય છે ,આભાર માને છે અને ખાસ કરીને તે લોકો કે જેને નોકરી મળવાની પોતાને ઉમ્મીદ ન હોય! અમારી પાસે સફળતાની અનેક કહાનીઓ છે જે અમને વિશ્વાસ આપે છે કે અમે સાચી દિશામાં કામ કરી રહ્યા છીએ.

ભાવિ યોજનાઓ

મીનાક્ષી આ પોર્ટલને એવા લોકો માટે નોકરી ડૉટ કૉમનું રૂપ આપવા માગે છે કે જે લોકો સમાજમાં હાંસિયા પર છે, નોકરી માટે ભટકી રહ્યા છે, કુશળ કે અકુશળ છે.

જેમ જેમ તેની સાઈટની ચર્ચા ફેલાઈ રહી છે તેમ તેમ લોકો મુંબઈ જ નહીં, પૂણે, બેંગલુરુ, દિલ્હી જેવા શહેરોમાંથી પણ સંપર્ક કરી રહ્યા છે. હવે "અમે જલદી જ હૈદરાબાદમાં અમારી સેવાઓ શરુ કરવા આયોજન કરી રહ્યા છીએ."


લેખક- નિશાંત ગોએલ

અનુવાદક- હરિક્રિષ્ના શાસ્ત્રી