હું હજી શીખી રહ્યો છું, હું જોવા માગું છું કે યુવાનો ટેક્નોલોજી સાથે શું કરી શકે છે! : રતન તાતા

હું હજી શીખી રહ્યો છું, હું જોવા માગું છું કે યુવાનો ટેક્નોલોજી સાથે શું કરી શકે છે! : રતન તાતા

Monday February 29, 2016,

8 min Read

કેલ્લારી કેપિટલના કેસ્ટાર્ટ સીડ કાર્યક્રમમાં શ્રોતાઓને વ્યાપાર જગતના દિગ્ગજ રતન તાતાને ખૂબ જ બેફિકરાઈથી વાત કરતા સાંભળવાનો અવસર મળ્યો. કેલ્લારી કેપિટલના મુખ્ય નિર્દેશક વાણી કોલા સાથે એક વાતચીત દરમિયાન વ્યાપાર જગતની આ હસ્તીએ સફળતા, નિષ્ફળતા, સંચાર વગેરેના મહત્વ પર પોતાના અનુભવો રજૂ કર્યા અને સાથે મુક્ત મને એમ પણ જણાવ્યું કે તેઓ 26 વર્ષના હતા ત્યારે શું અલગ કરી શક્યા હોત. આ પ્રસંગે તેમના દ્વારા રજૂ થયેલા રોચક પ્રસંગોએ તમામ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. તેમણે પોતાની સાદગી અને અનોખા અંદાજથી લોકોની દિલ જીતી લીધા હતા.

કેલ્લારી કેપિટલના મુખ્ય નિર્દેશક વાણી કોલા સાથે રતન તાતા 

કેલ્લારી કેપિટલના મુખ્ય નિર્દેશક વાણી કોલા સાથે રતન તાતા 


તેઓ કેવા વિચારોને સમર્થન આપે છે?

જ્યારે હું કોઈ બાબતને સારી રીતે કામ કરતી જોવામાં નિષ્ફળ રહું છું ત્યારે મારા મનમાં અનેક પ્રકારના વિચારો આકાર લેવા માંડે છે. જ્યારે તમારી પાસે સમાધાનના પર્યાપ્ત વિકલ્પ હોય છે ત્યારે તમે આરામથી બેસીને વિચાર કરી શકો છે કે તે કેવી રીતે વધારે સારી રીતે અથવા તો ઝડપી કામ કરી શકે છે. ઘણા લોકો એવા હોય છે જે આવા વિચારોને પોતાને મસ્તિસ્કમાં જ છોડી દે છે અને બીજી તરફ એવા લોકો પણ હોય છે જે આ વિચારોમાંથી કંઈક સકારાત્મક બહાર લાવવા માટે સખત મહેનત કરીને આ વિચારોથી એક સફળ સાહસનું નિર્માણ કરે છે.

કઈ બાબત છે જે તેમને સ્ટાર્ટઅપ તરફ આકર્ષે છે?

મેં 20 થી 30 વર્ષો સુધી ચીમનીથી ચાલતા એવા ઉદ્યોગોમાં કામ કર્યું છે જ્યાં એક નાનકડો પદાર્થ બનાવવા માટે પણ લાખો ડૉલરનો ખર્ચ કરવો પડતો હતો અને ત્યારે સફળતા મળતી હતી. આજના સમયમાં સ્ટાર્ટઅપ જગતની સાથે સૌથી સારી બાબત એ છે કે તમે પોતાના વિચારોને ખૂબ જ ઓછા સમયમાં મૂર્ત રૂપ આપી શકો છો, પછી તે સોફ્ટવેરનું ક્ષેત્ર હોય કે ચિપસેટ ડિઝાઈનનું. તે ઉપરાંત તમે દુનિયાના તે ખાસ ક્ષેત્ર સાથે સંકળાયેલા વિચારો બદલવામાં પણ સફળ થાવ છો. આ ક્ષેત્રની આ જ બાબતો પોતાનામાં એક અદભુત અને સ્ફર્તિદાયક છે.

હું ખૂબ જ વિનમ્રતા સાથે એ સ્વીકાર કરવા માગું છું કે, ઘણી વખત મને એવું લાગ્યું કે, કેટલાક વિચારો કામ નહીં આવે અને પછી તે વિચારો એક મોટી સફળતા બનીને દુનિયાની સામે આવ્યા છે.

"હું હજી પણ શીખવાની જ અવસ્થામાં છું અને જોઈને શીખી રહ્યો છું કે કેવી રીતે યુવાનો અને બુધ્ધિજીવી યુવાનો એક મોટા પરિવર્તન સાથે ઘણું બધું કરી રહ્યા છે અને તે છે ટેક્નોલોજી."

ઉદાહરણ માટે સ્માર્ટફોનને જ જોઈ લો, તે લોકોના જીવનમાં કેટલું મોટું પરિવર્તન લાવવામાં સફળ રહ્યો છે. આજે જો તમારી પાસે સ્માર્ટફોન ન હોત તો અત્યાર સુધી ઘણા વિચારો અકારણ પૂરા થઈ ગયા હોત. આજના સમયમાં ટેક્નોલોજી તમને એવા ઉદ્યોગો સ્થાપિત કરવાનો અવસર આપે છે જેના વિશે આજથી વિસ વર્ષ પહેલાં કોઈને વિચાર પણ નહોતો આવતો.

કોઈપણ વ્યવસાય માટેનો મૂળ સિદ્ધાંત

મારા માટે વ્યક્તિગત રીતે, આંશિક રીતે અને પરોપકારમાં રસ હોવાથી જ્યારે કોઈ વિચાર પરિવર્તક લાગે છે, જે કોઈ સમુદાયના જીવનમાં સમૃદ્ધિ લાવી શકે છે અથવા તો લોકોનું જીવનધોરણ સુધારી શકે છે તો તેમાં મારો રસ વધી જાય છે. બીજી તરફ જ્યારે કોઈ જૂની બાબતોને ધરમૂળથી બદલવાની હિંમત રાખતું હોય અને નવા ઈતિહાસની રચના કરવાનો પ્રયાસ કરતું હોય તો તેનાથી મને ખૂબ જ રોમાંચ અનુભવાય છે.

"જો તમે લોકો રહેણીકરણી, વિચારો અને પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની પ્રકારો બદલી રહ્યા છો તો તે ખૂબ જ ઉત્સાહજનક છે. તમને તેના દ્વારા મળનારા લાભ કરતા પણ વધારે કંઈક પ્રાપ્ત થાય છે."

રોકાણકાર કેવો હોવો જોઈએ?

મને એમ લાગે છે કે એક રોકાણકારે કોઈ સંગીત કંપનીના પ્રતિભા સ્કાઉટ જેવી હોવી જોઈએ, કારણ કે ત્યાં પ્રતિભા સ્કાઉટને પ્રભાવિત કરવા માટે વિવિધ બેન્ડ પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરે છે. તેને એ વાતનો ખ્યાલ નથી હોતો કે કોઈપણ સમૂહ કેટલા નંબર લેવામાં સફળ થશે કે કેવું પ્રદર્શન કરશે. તેને મનમાં એ વાતનો ખ્યાલ હોય છે કે ફલાણું સંગીત સારી અસર ઉપજાવશે અને તે તેના આધારે જ લાઈવ કોન્સર્ટ અથવા તો રેકોર્ડિંગની યોજના બનાવે છે. કોઈપણ રોકાણકાર આ જ રીતે ઉત્સાહ સાથે કંપની તરફ જુએ છે કે, તેની કંપની શું કરવાની તૈયારી કરી રહી છે. કારણ કે તે માત્ર પોતાના પૈસાનું જ જોખમ નથી લેતો પણ તેને સફળ બનાવવા માટે પોતાના તમામ સંપર્કો અને જાણકારીનો ઉપયોગ કરીને આ સફરમાં તેનો સાથી પણ બને છે. અહીંયા માત્ર આંકડાઓનો ખેલ નથી હોતો પણ ગણી વખત આંતરિક બોધ પણ થાય છે જેના તરફ આપણે ધ્યાન જ નથી આપતા. આપણે એ નિષ્કર્ષ પર પહોંચીએ કે આ એક નવું સાહસ છે, આપણે તમામ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

રોકાણ મેળવવા માટે નવા ઉદ્યોગકારોને ઘણા પડકારોનો સામનો કરવો પડે છે – વિકાસ વિરુદ્ધ લાભ

તેનું કોઈ નક્કી માપદંડ કે સૂત્ર નથી. ગત બે કે ત્રણ વર્ષમાં કેટલીક કંપનીઓ જેમાં મેં રોકાણ કર્યું તે મારી ધારણા કરતા વધારે સફળ રહી છે. સવાલ એ છે કે શું આ વિકાસ દરને આગળ પણ જાણવી શકાશે, કારણ કે શરૂઆતમાં તમારી પાસે ખર્ચ કરવા માટે મૂડી હોય છે જે આગળ જતાં શકંજો બની જાય છે. તેમ છતાં ઘણી એવી કંપનીઓ છે જે પોતાના વિકાસદરને જાળવી શકે છે અને સતત કંઈક નવું કરે છે અને કંઈક એવી કંપનીઓ પણ છે જે કિનારે આવીને તૂટી પડે છે. હું ફરીથી કહેવા માગીશ કે તમારે જાતે નિર્ણય લેવાનો છે કે તમારે શું કરવું છે. આ વિચારો અને જે કંઈપણ થઈ રહ્યું છે તેના પર નજર રાખો.

વિવિધ સીઈઓ દ્વારા વ્યક્તિગત બ્રાન્ડ નિર્માણના મહત્વ અંગે

હું એક શરમાળ વ્યક્તિ છું તેથી હું પોતાને બ્રાન્ડ બનાવવા નથી માગતો. એક કંપનીને બ્રાન્ડ બનાવવાની જરૂરિયાતને મહત્વ આપું છું. ઘણા એવા લોકો છે જે પોતાના દ્વારા તૈયાર કરેલી કંપની પર પોતાની વ્યક્તિગત બ્રાન્ડની અસર ઉપજાવે છે પણ કેટલાક લોકોની વાત છે.

એક વારસાનું નિર્માણ ક્યારે થાય?

હું માત્ર મારું ઉદાહરણ આપી શકું છું. જ્યારે મેં તાતા જૂથનું કામ સંભાળ્યું ત્યારે મીડિયામાં એક જ ચર્ચા હતી કે અમારી પાસે 80 કંપનીઓ છે અને અમારું ધ્યાન અમારા મુખ્ય વ્યવસાય પર નથી. મારે તાતા જૂથની નાની વ્યાપારી કંપનીઓમાં પરિવર્તનનો વિચાર લાવવો પડ્યો અને નકામી કંપનીઓને વેચવાનો નિર્ણય કરાયો. તેમાં એક હતી ટોમકો (ટોયલેટરીઝ બિઝનેસ) જેનો બજારમાં ભાગ 25 ટકા હતો અને યુનિલિવર બજારની આગેવાન હતી. મેં ખૂબ જ વિચાર કરીને તેને સન્માનજનક રીતે યુનિલિવરને વેચવાનો નિર્ણય કર્યો. આ યોજના દ્વારા મારા તમામ શેરહોલ્ડરોને સારી રકમ મળી તથા આગામી ત્રણ વર્ષ સુધી કોઈપણ કર્મચારી અથવા તો વિતરકને નોકરી પણ નહોતી ગુમાવવી પડી. મારા મતે તે એક સારો સોદો હતો છતાં બીજા દિવસે મીડિયા, શેર બજાર, બીજી-ત્રીજી પેઢીના કર્મચારીઓ મારા પર વરસી પડ્યા. આ રીતે મારી યોજના પડી ભાંગી. મારો આત્મવિશ્વાસ ઘટવા લાગ્યો. તેને પાર પાડવાનો બીજો કોઈ સરળ રસ્તો નહોતો. તમે શું કરવા માગો છે તે અંગે તમારે વિસ્તૃત વિચાર કરવો પડશે.

કંપનીઓએ કેવી રીતે પોતાના બોર્ડ અને સલાહકારોની રચના કરવી જોઈએ

સફળ કંપનીઓ પોતાના તમામ હિતધારકોની સાથે સંવાદ સ્થાપિત કરવામાં આકાશ-પાતાળ એક કરી દે છે. આ પ્રક્રિયામાં માત્ર બોર્ડ ઓફ ડિરેક્ટર્સ જ નહીં કંપની સાથે જોડાયેલી દરેક વ્યક્તિ સહભાગી હોય છે.

કોઈને પણ આશ્ચર્ય પસંદ નથી. તમામ હિતધારકો સાથે સંવાદ સ્થાપિત કરવા માટે એક વિવેકપૂર્ણ અને સક્રિય પ્રણાલીની તે વ્યવસ્થા છે જેમાં કોઈપણ સફળ સીઈઓ પારંગત હોય છે અને તેની ખાસિયત જ તેના વ્યક્તિત્વને બદલે છે. તમે પોતાની જાતને દુનિયા સામે કેવી રીતે રજૂ કરો છો અને કેવી રીતે બીજા સાથે સંવાદ કરો છો તેના પર દુનિયાની નજર હોય છે.

તેઓ સફળતાને કેવી રીતે ઉજવે છે?

તાતા નેનો લોન્ચ કરવી મારા જીવનમાં સફળતાની સૌથી મોટી ક્ષણ હતી, ખાસ કરીને તેનો સકારાત્મક ભાગ. બેંગલુરુમાં આયોજિત એક મોટી બોર્ડ મિટિંગ દરમિયાન નેનોના ઉત્પાદનનો વિચાર સામે આવ્યો. તે પહેલાં હું મારી નજરે એક દુર્ઘટના જોઈ ચૂક્યો હતો જેમાં ચાર લોકોનો એક પરિવાર એક જ સ્કૂટર પર બેસીને જતો હતો અને રસ્તામાં સ્કૂટર સ્લીપ થઈ જતાં ચારેય અકસ્માતનો ભોગ બન્યા હતા. આ ઘટનાએ મને સસ્તી પારિવારિક કાર બનાવવાનો વિચાર આપ્યો. આ વિચારને મેં બોર્ડની બેઠકમાં રજૂ કર્યો. મેં સ્કૂટર કરતા વધારે સુરક્ષિત કાર બનાવવાનો વિચાર બોર્ડ સામે રજૂ કર્યો જે આગળ જતાં સસ્તી પારિવારિક કારના નિર્માણના વિચારમાં પરિણમ્યો. ત્યાંથી આ કારનું નિર્માણ કરવા માટે એક ટીમની રચનાથી શરૂ કરીને તેનું ઉત્પાદન અને દિલ્હી ઓટો એક્સપોમાં હું જાતે તેને લઈને સ્ટેજ પર આવ્યો ત્યાં સુધી તે સ્વપ્ન જીવાયું હતું. હું તેને લઈને જતો હતો ત્યારે મને મુશ્કેલી જણાઈ કે તેમાં લાઈટ તો છે જ નહીં તો મને ખ્યાલ કેવી રીતે આવશે કે સ્ટેજ ક્યાં પૂરું થાય છે અને દર્શકો ક્યાં છે.

મારે કારને મોટરાઈઝ ટર્નટેબલ પર રોકવાની હતી. મારે સંગીત બંધ થયા પહેલાં કારનું એન્જિન બંધ કરવાનુંહ તું કારણ કે તે સરસ સંગીત પહેલાં બંધ થઈ ગતું તો તે દરમિયાન કારના એન્જિનમાંથી આવનારી પુટ-પુટની અવાજ અપમાનજનક લાગતી.

એવી ઘણી બાબતો છે જે તેમને એમ હતું કે તેઓ 26ના હતા ત્યારે ખ્યાલ આવી ગયો હોત

જ્યારે હું જમશેદપુરમાં એક યુવા કર્મચારી તરીકે કામ કરતો હતો ત્યારે મારા મનમાં ઘણા નવા વિચારો આવતા અને હું મારા અધિકારીઓ પાસે જઈને તેની ચર્ચા કરતો તો તેઓ મને ધીરજ રાખવાની સલાહ આપતા અને કહેતા કે આ કામ છેલ્લાં 30 વર્ષથી આ જ રીતે ચાલી રહ્યું છે. હું ચુપચાપ પાછો જતો રહેતો. હું એક એવા વાતાવરણ માટે તરસતો હતો જ્યાં મારા મુક્ત વિચારોને મોકળું મેદાન મળે. મને આશા હતી કે તે સમયે હું વધારે સારી રીતે સંવાદ કરી શકતો હતો.

મહિલાઓના નેતૃત્વ અંગે

ઘણી બાબતેમાં, ખાસ કરીને ભારતમાં, મહિલાઓ અન્ય દેશની સરખામણીએ ઝડપથી આગળ વધી રહી છે. બોર્ડરૂમમાં અને સાહસિકતામાં ઘણી મહિલાઓ સામે આ છે અને સફળતા પ્રાપ્ત કરી છે પણ એ બાબત પણ એટલી જ સાચી છે કે આવી મહિલાઓની સંખ્યા ખૂબ જ ઓછી છે. તેમનામાં કોઈપણ પ્રકારનો અભાવ નથી છતાં મને એમ લાગે છે કે જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ વધારે મહિલા નેતૃત્વનો લાભ મળતો રહેશે.

લેખક- સુમા રામચંદ્રન

અનુવાદક- એકતા રવિ ભટ્ટ