પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું કરવા ઉદ્યોગસાહસિકો મેદાનમાં ઉતર્યા

વાતાવરણમાં બદલાવ કેવી રીતે લાવવો, એ દુનિયામાં ચર્ચાનો વિષય રહ્યો છે. એક બાજું જ્યાં બધાં દેશો સારા દેખાવા માંગે છે, ત્યાં જ બીજી બાજું, તેઓ તેમના 'વિકાસ'ની કિંમતે યોજનાઓ અપનાવવાં નથી માગતાં!

પર્યાવરણમાં પ્રદૂષણ ઓછું કરવા ઉદ્યોગસાહસિકો મેદાનમાં ઉતર્યા

Friday October 16, 2015,

5 min Read

વાતાવરણમાં બદલાવ કેવી રીતે લાવવો, એ દુનિયામાં ચર્ચાનો વિષય રહ્યો છે. એક બાજું જ્યાં બધાં દેશો સારા દેખાવા માંગે છે, ત્યાં જ બીજી બાજું તેઓ તેમના 'વિકાસ' ની કિંમતે યોજનાઓ અપનાવવાં નથી માંગતાં. આ વિષય પર ગ્લોબલ કોન્ફરેન્સનું આયોજન કરવામાં આવે છે, જેમાં નવી પરિસ્થિતિ પર ચર્ચા પણ કરવામાં આવે છે, છતાંય, તેમાં લીધેલા નિર્ણયો તથા કાર્યપાલન, જેમના તેમ જ રહી જાય છે

આમાં સકારત્મક નિશાની પણ છે. દાખલા તરીકે, ભારત સરકારે પણ તેના ભવિષ્યમાં યોજાનારા કેમ્પેઈન જેમ કે, 'તાજી હવા મારો જન્મસિદ્ધ અધિકાર', 'પાણી બચાવો, ઉર્જા બચાવો', 'વધુ વૃક્ષ વાવો' અને 'શહેરી હરિયાળી' વિશે યોજના બનાવી છે. બીજી બાજું, દેશમાં પ્રાઈવેટ સેક્ટરની શરૂઆત, છેલ્લાં કેટલાક વર્ષોથી સક્રિયપણે, પર્યાવરણ વિશે જવાબદાર અભિગમ અપનાવવા માટે કાર્યરત છે. યોગ્યતાનું આ ક્ષેત્ર, વેસ્ટ મેનેજમેન્ટથી લઈને ઈકોટૂરિઝમ, ઑર્ગેનિક ફાર્મિંગ વગેરે જેવું અલગ-અલગ છે. અહીંયા નીચે લિસ્ટમાં કેટલાક નામ આપેલા છે:

વૈકલ્પિક ઉર્જા

image


નોકોડા: બિહારમાં આવેલી એક સામાજીક એન્ટરપ્રાઈસ છે, જેણે નકામી વસ્તુઓને ઉર્જામાં પરિવર્તિત કરી શકવાની ટેક્નોલોજીની શોધ કરી છે. 

સસ્ટેઈન અર્થ: આ એન્ટરપ્રાઈસે, ગાયના છાણના ખાતરમાંથી ઉર્જા ઉત્પન્ન કરવાની, સસ્તી, પ્રતિરોધક અને વાપરવામાં સહેલી પદ્ધતિનું નિર્માણ કર્યું છે.

ઉર્જા અનલિમિટેડ: "આ એક વ્યંગાત્મક વાત છે કે, શહેરી લોકો કરતા, ગામડાંના ગરીબ લોકોને વીજળીની જરૂર માટે બમણાં પૈસા ચૂકવવા પડે છે", તેવી વિચારણા સાથે શરૂ થયેલા આ એન્ટરપ્રાઈસે, ઉકેલ લાવવા માટે સસ્તાં સોલર સોલ્યુશન્સનો વિકાસ કર્યો છે.

ઓનર્જી: આ એન્ટરપ્રાઈસ, ગામડાંઓને સ્વચ્છ ઉર્જાના ઉકેલ માટે, પૂર્વ ભારતમાં કાર્યરત છે.

વેસ્ટ મેનેજમેન્ટ

image


અગર ગ્રામીણ ક્ષેત્રમાં વૈકલ્પિક ઉર્જાના ઉપયોગ કરનારાઓનો, વ્યાપક વર્ગ મળી ગયો, તો વેસ્ટ મેનેજમેન્ટ, જે પર્યાવરણને પ્રદૂષિત કરે છે, તે મોટેભાગે શહેરી સમસ્યા બની રહેશે.

સંપૂર્ણ અર્થ: આની શરૂઆત મુંબઈમાં થઈ હતી અને તે હવે આખા દેશમાં પ્રસરી ગયું છે, આ સામાજીક એન્ટરપ્રાઈસ, વેસ્ટને રિસાઈકલ કરવાની સાથે-સાથે, કચરો ઉઠાવવાવાળા કર્મચારીઓની પ્રતિષ્ઠાને પણ પ્રોત્સાહન આપે છે.

આય ગૉટ ગાર્બેજ: આ એન્ટરપ્રાઈસ, પુણે, હૈદરાબાદ, વેલ્લોર, વિઝાગ, હુબલી, ધારવાડ, મુંબઈ, કોટ્ટયમ અને પુડુચેરીમાં કાર્યકરત છે. ઉપયોગકર્તાઓને કચરાને છૂટો પાડવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે, અને કચરો ઉઠાવવા માટે એક વ્યક્તિને રાખવામાં આવે છે, જેઓ આ અલગ કરાયેલા કચરાને રિસાઈકલિંગના વિવિધ સેન્ટર્સમાં વેચીને વધુ પૈસા કમાઈ શકે છે.

ગ્રીન નર્ડ્સ: આ એન્ટરપ્રાઈસે, એક એવું ઑટોમૅટિક ગાર્બેજ મશીન તૈયાર કર્યું છે, જે કચરાને અલગ પાડીને, તેનું સરળ સંચાલન કરી શકાય એવાં બ્લોક્સમાં ફેરવી દે છે.

સાહસ: સાહસ એન્ટરપ્રાઈસ બેંગલુરુ સ્થિત કંપની છે, જે વેસ્ટ મેનેજમેન્ટને લોકલ લેવલ પર પ્રોત્સાહન આપે છે.

પેપરવેસ્ટ: આનું મુખ્યાલય હૈદરાબાદમાં આવેલું છે. તેઓ પેપર વેસ્ટને લોકોના ઘર તથા કોર્પોરટમાંથી ભેગું કરીને લેન્ડફિલમાં લઈ જાય છે.

ઈકો ફેમ્મ: એવા સેનિટરી પૅડ બનાવે છે, જે વિશેષ ફેબ્રિકમાંથી બનાવવામાં આવે છે, જે ડિસ્પોઝલના પ્રોબ્લેમને ઓછો કરી દે છે.

એવા ક્ષેત્રો, જ્યાં આઈ.ટી ની તેજી ખાસ કરીને મુખ્ય છે (દક્ષિણ અને પશ્ચિમ ભારત), ત્યાં ઈ-વેસ્ટ મેનેજમેન્ટ એક નવું ચિંતાનુ કારણ બની ગયું છે, સાથે જ વ્યાપાર માટે નવી તક.

બિનબૅગ: બેંગલુરુ સ્થિત એન્ટરપ્રાઈસના આસામીસ ફાઉન્ડર અચિત્ર બોર્ગોહૈન, એ વાત સુનિશ્ચિત કરે છે કે, તેમની કંપની દ્વારા ઈ-વેસ્ટને યોગ્ય રીતે રિસાઈકલ કરવામાં આવે.

ઈકોરેકો: આ એન્ટરપ્રાઈસે એક એવી ટેક્નોલોજી વિકસાવી છે, જે ઈ-વેસ્ટને પ્રોસેસ કરે છે અને તેને એક્સપોર્ટ પણ કરી શકે છે.

રિન્યુંઈટ: આ એન્ટરપ્રાઈસ, કોર્પોરેટ્સ દ્વારા ત્યજી દેવામાં આવેલાં, પણ સારી કંડિશનવાળા કોમ્પ્યુટર્સ તથા અન્ય ઈલેક્ટ્રોનિક સાધનોને ભેગા કરે છે. તેમને રિપેર કર્યાં પછી તેઓ તેમને માર્કેટમાં ઘણા વ્યાજબી ભાવે વેચી દે છે.

ઈકો ટૂરિઝમ

image


ઈકો ટૂરિઝમ સામાન્યપણે ત્રણ 'આર' પર ધ્યાન કેંદ્રિત છે, (રિડ્યૂસ, રિસાઈકલ, રિયૂઝ), જે ટ્યૂરિસ્ટો દ્વારા ફેલાવવામાં આવતા કચરાંને ઘટાડવાનો પ્રયત્ન કરે છે.

ઑર્ગેનિક ફાર્મિંગ

image


દુનિયામાં કાર્બનના ઉત્સર્જનમાં, કૃષિ ક્ષેત્ર 20 ટકાનો ફાળો આપે છે. યુ.એનની ફૂડ અને ઍગ્રિકલચર ઑર્ગનાઈઝેશને જાહેર કર્યું છે કે, "ઑર્ગેનિક ઍગ્રિકલચર દ્વારા ઈકો સિસ્ટમને, પર્યાવરણમાં બદલાવ સાથે વધુ સારી રીતે બંધબેસ્તું કરવાની સાથે, તે ઍગ્રિકલચરલ ગ્રીન હાઉસ ગૅસના ઉત્સર્જનને રોકવામાં પણ ઘણી ક્ષમતા ધરાવે છે. તદુપરાંત, મિક્સડ ફાર્મિંગ અને વિવિધ ઑર્ગેનિક પાકમાં પરિભ્રમણના લીધે, કોમળ જમીનવાળા ભાગને રક્ષા મળે છે, અને તેના દ્વારા પર્યાવરણમાં આવનારા બદલાવને પણ ઑર્ગેનિક મૅટર કન્ટેન્ટ દ્વારા રીસ્ટોર કરી શકે છે".

ભારતમાં કેટલીક સંસ્થાઓ ઑર્ગેનિક ફાર્મિંગમાં સામેલ છે:

ઍગસ્રિ: આ સંસ્થા, સસ્ટેનેબલ શૂગરકેન ઈનિશિએટિવ (SSI) ને પ્રમોટ કરે છે. ઍગ્રોનોમિક પ્રૅક્ટિસના સેટ, જેમાં ઓછા બીજ વાપરવા, છોડને નર્સરીમાં ઉછેરવાં અને વધું જગ્યા રાખવાવાળી પ્લાન્ટિંગની નવી ટેક્નિક અપનાવવી, જેમાં શેરડીના પાકને સારું પાણી અને પોષણ મેનેજમેન્ટને વધારવામાં આવે.

ચેતના ઑર્ગેનિક: આ સંસ્થા, કપાસની ખેતીમાં ઑર્ગેનિક પદ્ધતિ અપનાવવા તરફ કામ કરી રહી છે, કેમ કે, હાલમાં આ દુનિયાની સૌથી પ્રદૂષિત પદ્ધતિ છે.

બી ધ ચેનજ: આ સંસ્થા, એ વાતનો લાભ લઈ રહી છે કે, ખેડૂતો ઑર્ગેનિક ખેતી કરે તો જ તેઓ મધમાખીઓ પાડી શકે છે. આના ફાઉન્ડર શ્રિકાંત ગજભિયે, તેમને તેમના ખેતરમાં રંગીન પટાવાળા જંતુ રાખવાનું પ્રોત્સાહન આપે છે. આનાથી મધ અને વૅક્સ વેચીને તેમની આવકમાં વધારો તો થશે જ પણ, વાર્ષિક ઉપજને વધારવામાં પણ મદદ મળશે.

ધ ઍપલ પ્રોજેક્ટ: આ સંસ્થા, સફરજનની ખેતી કરનારા લોકો સાથે, ઉત્તરાખંડ તથા હિમાચલમાં કામ કરે છે, અને તેમને તેમના ઑર્ગેનિક ઉપજના માલિક બનાવામાં પણ મદદ કરે છે.

શહેરમાં શરૂઆત

image


છેવટે, પ્રદૂષણ જ એવી સમસ્યા છે, જે શહેર તથા ગ્રામીણ દુનિયા વચ્ચે યોગ્ય સંચારની ખામીના કારણે પરિણમે છે. અન્ય વાસ્તવિકતાની માહિતીના અભાવે, શહેરી રહેવાસીઓમાં સ્વસ્થ અને કેમિકલ પ્રોડક્ટ્સ વચ્ચે ફરક કરવામાં અસમર્થતા અને ઑર્ગેનિક ખેડૂતો માટે શહેરી માર્કેટનો પ્રવેશ ઓછો કરી દે છે. આ સંસ્થાઓ આ ક્ષેત્રમાં કામ કરે છે.

ધ લિવિંગ ગ્રીન્સ: આ સંસ્થા, શહેરી રહેવાસીઓને, તેમના ધાબા પર જાતે જ શાકભાજી ઉગાડીને, તેમના દ્વારા ખાવામાં આવતાં ભોજન સાથે ફરી સંપર્ક કરવા માટે પ્રોત્સાહન આપે છે.

દાના નેટવર્ક: આ સંસ્થા, ઑર્ગેનિક ખેડૂતોની તમામ કોઓપેરેટિવ્સ સાથે કામ કરે છે, અને તેમને તેમના માલને વેચવા માટેનું યોગ્ય પ્લેટફોર્મ આપે છે. આ સમયે, તેઓ હૈદરાબાદમાં કામ કરે છે, અને આખા દક્ષિણ ભારતમાંથી તેમનો માલ મેળવે છે.

ઑરા હર્બલ: આ સંસ્થાએ, એ એવું ફેશન બ્રાન્ડ બનાવ્યું છે જે, માત્ર હર્બલ ટેક્સટાઈલને જ વેચે છે. તેઓ B2B અને B2C બન્ને ઓપરેશન્સમાં સંકળાયેલા છે.

આઈ સે ઑર્ગેનિક: આ સંસ્થા, ભારતના વિવિધ શહરોમાં, સર્ટિફાઈડ ઑર્ગેનિક પ્રોડક્ટ્સનું વિતરણ કરે છે.