સ્કૂલ વિદ્યાર્થીઓનું અનોખું સ્વચ્છતા અભિયાન: ‘ધ બેગ ઇટ ચેલેન્જ’

સ્કૂલ વિદ્યાર્થીઓનું અનોખું સ્વચ્છતા અભિયાન: ‘ધ બેગ ઇટ ચેલેન્જ’

Saturday December 19, 2015,

4 min Read

ગંદકી વિરુદ્ધ નવું હથિયાર ‘ધ બેગ ઇટ ચેન્જ’

સ્કૂલના વિદ્યાર્થીઓને સફાઇ પ્રત્યે થયા ઉત્સાહિત!

દેશભરની 15 સ્કૂલ્સના વિદ્યાર્થીઓને આમાં સામેલ કરવાની યોજના!

આ અભિયાન દિલ્હીની નજીક આવેલા ઇન્દિરાપુરમની ડીપીએસ સ્કૂલના વિદ્યાર્થી અક્ષત પ્રકાશે કર્યું છે. આ અભિયાનને અક્ષતે નામ આપ્યું છે; 'ધ બેગ ઇટ ચેન્જ'.

સ્વચ્છતાને આપણાં રોજીંદા જીવનનો ભાગ બનાવવા એક સંસ્થાએ બીડું ઉપાડ્યું છે. આ માટે તેણે સ્વચ્છતા પ્રત્યે જાગરૂકતા ફેલાવવા શહેરની વિવિધ સ્કૂલોને એકબીજા સાથે જોડવાનું અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાન દિલ્હીની નજીક આવેલા ઇન્દિરાપુરમની ડીપીએસ સ્કૂલના વિદ્યાર્થી અક્ષત પ્રકાશે કર્યું છે. આ અભિયાનને અક્ષતે નામ આપ્યું છે 'ધ બેગ ઇટ ચેન્જ'. આ અભિયાનમાં વિદ્યાર્થીઓ કોઇ ખાસ જગ્યાની પસંદગી કરે છે અને તે સ્થાનને સ્વચ્છ કરે છે. આ વિદ્યાર્થીઓ કચરાને બેગમાં ભરે છે અને ત્રણ સ્કૂલોના વિદ્યાર્થીઓને આની ચેલેન્જ આપે છે કે તેઓ પોતાની બેગમાં વધુમાં વધુ કચરો ભરે.

image


અક્ષતને આ અભિયાનની પ્રેરણા ‘આઇસ બકેટ ચેલેન્જ’માંથી મળી છે જે ગયા વર્ષે ઇન્ટરનેટ પર ખૂબ વાઇરલ થઇ હતી. આઈસ બકેટેમાં એક વ્યક્તિ ચેલેન્જ પુરી કરે પછી બીજા વ્યક્તિને ચેલેન્જ માટે નોમિનેટ કરતો હતો. અક્ષતનું કહેવું છે કે જ્યારે તે સ્કૂલેથી ઘરે આવે છે ત્યારે રસ્તામાં હિંડન નદી આવે છે. જે ઘણી જ મેલી અને ગંદી થઇ ગઇ છે. "મને આ નદીની સ્થિતિ જોઇને ઘણું દુ:ખ થતું. આપણી નદીઓ મેલી અને ગંદી થતી જઇ રહી છે."

ત્યારે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરી હતી. ત્યારે અક્ષતને લાગ્યું કે નદીઓમાં ગંદીએ આપણા સમાજમાં મોટું દુષણ છે. ત્યારે અક્ષતને આઇડિયા આવ્યો કે જો સફાઇને એક ચેલેન્જ સાથે જોડી દેવામાં આવે તો?

image


અક્ષત પ્રકાશે પોતાના અભિયાનની પહેલ પોતાની સ્કૂલમાંથી શરૂઆત કરી હતી. જ્યારે આજે 18થી વધારે સ્કૂલ્સ ‘ધ બેગ ચેલેન્જ’ પુરી કરી ચુક્યા છે. આ સ્કૂલમાં ડીપીએસ સ્કૂલ ઇન્દિરાપુરમ તો છે જ તેની સાથે કેમ્બ્રિજ સ્કૂલ, જયપુરિયા સ્કૂલ અને બીજી ઘણી સ્કૂલ્સ સામેલ છે. પોતાના અભિયાન વિશે વાત કરતાં કહ્યું, 

"અમે સ્કૂલના વિદ્યાર્થીઓ પોતાના આસપાસ એક વિસ્તારની પસંદગી કરીએ છીએ અને તેને સ્વચ્છ કરીએ છીએ. સફાઇને લઇને સ્કૂલોની વચ્ચે સ્પર્ધા પણ થાય છે. ‘ધ બેગ ઇટ ચેલેન્જ’માં એક સ્કૂલના વિદ્યાર્થીઓ બીજા સ્કૂલના વિદ્યાર્થીઓ સફાઇ માટે ચેલેન્જ આપે છે. જે વધારે સફાઇ કરીને સ્વચ્છતા કરે છે એ સ્કૂલ જીતી છે એને ઇનામ પણ આપવામાં આવે છે."
image


‘ધ બેગ ઇટ ચેલેન્જ’ પર કામ કરી રહેલો અક્ષત પ્રકાશ 11માં ધોરણમાં ભણતો હતો ત્યારે પોતાના અભિયાનની શરૂઆત કરી હતી. ત્યાર પછી અક્ષતે પોતાના આ આઇડિયાને કેન્દ્રીય માનવ સંસાધન વિકાસમંત્રી સ્મૃતિ ઇરાની સામે રાખ્યો હતો. જેના પછી સ્મૃતિ ઇરાનીએ અક્ષતને પોતાના આઇડિયા માટે પ્રોત્સાહિત કર્યો હતો. જેના પછી અક્ષતને પોતાના આઇડિયા પર વિશ્વાસ આવ્યો હતો. આ સિવાય અક્ષતની સ્કૂલના પ્રિન્સિપાલ પણ તેના આઇડિયાને પ્રોત્સાહિત કર્યો હતો અને દરેક મદદ કરી હતી. અક્ષતના જણાવ્યા પ્રમાણે "અમારા પ્રિન્સિપાલે દરેક અવસર પર અમારું સમર્થન કર્યું એટલું જ નહીં, પણ અમારા કામને લઇને અમારો આત્મવિશ્વાસ પણ વધાર્યો હતો." અક્ષત કહે છે, "અમારા કામને લઇને શરૂઆતમાં ઘણા લોકોને વિશ્વાસ નહોતો, તેઓ અમને કહેતા હતા કે બાળકો થઇને તમે આટલું મોટું કામ કરી શકશો નહીં. અમારા પ્રિન્સિપાલે અમારા પર વિશ્વાસ મુક્યો હતો. આજ કારણે અમે અમારા અભિયાનની શરૂઆત થઇ હતી."

image


અક્ષતનું આ અભિયાન ઇન્દિરાપુરમ, જયપુરિયા માર્કેટ અને બીજા ઘણા સ્થાનો પર સફાઇ કરી ચુક્યા છે અને બીજી ઘણી જગ્યાઓ છે જ્યાં તેમનું આ અભિયાન ચાલી રહ્યું છે. અક્ષત કહે છે કે તેમના આ અભિયાનમાં ડીપીએસ નેટવર્કની ઘણી સ્કૂલ્સ જોડાયેલી છે. હાલમાં જ ડીપીએસ કલ્યાણપુરમાં તેમણે ચેલેન્જનો સ્વીકાર કર્યો હતો. અક્ષતનું કહેવું છે કે જો કોઇ એક સ્કૂલ ત્રણ સ્કૂલને સફાઇનો પડકાર આપ્યો છે તો પોતાની વાતો વધુમાં વધુ સ્કૂલો સુધી પહોંચાડી શકે છે. અત્યાર સુધીમાં આ ચેલેન્જને 18થી પણ વધારે સ્કૂલો પૂરી કરી ચુકી છે.

image


અક્ષતે પોતાના આ અભિયાનનો આઇડિયા સ્વચ્છ ભારત અભિયાનના નિર્દેશકની સામે પણ રજુ કર્યો હતો અને નિર્દેશકને આ આઇડિયા ખૂબ જ પસંદ પણ પડ્યો હતો. આ સિવાય શહેરી વિકાસ મંત્રાલયે તેમને એક પત્ર લખ્યો હતો જેમાં mygov.in પોર્ટલથી આ અભિયાન સાથે જોડાવાની વાત કરી છે. આ સિવાય શહેરી વિકાસમંત્રાલયે એવું આશ્વાસન આપ્યું છે કે જે સ્કૂલ ‘કિંગ બેગર્સ અવોર્ડ’ જીતશે તેને વિભાગ તરફથી સન્માનિત કરવામાં આવશે. હાલમાં ‘ધ બેગ ઇટ ચેલેન્જ’ હેઠળ દેશભરની 15થી વધારે સ્કૂલોને સામેલ કરાશે. જેમાં ઘણી સરકારી સ્કૂલો પણ સામેલ છે. આજે અક્ષત અને તેની ટીમ સફાઇની તમામ જાણકારી રાખે છે. કઇ સ્કૂલે કેટલો કચરો એકઠો કર્યો છે, કચરો ઉઠાવતા સ્કૂલોના વિદ્યાર્થીઓના ફોટો અને વિડિયો પણ ઉતારવામાં આવે છે. અક્ષતે પોતાના આ અભિયાનને સફળ બનાવવા માટે ફેસબુક પેજ અને વેબસાઇટ પણ બનાવી છે.