કલાકારો અને ડિઝાઇનર્સને ખીલવા માટેનું પ્લેટફોર્મ - Canvs.in

આઇઆઇટીના ઇજનેરોએ ભારતીય કલાકારો અને ડિઝાઇનર્સને પૂરતી તકો પ્રદાન કરવા એક ઉપયોગી અને અસરકારક પ્લેટફોર્મ ઊભું કર્યું

કલાકારો અને ડિઝાઇનર્સને ખીલવા માટેનું પ્લેટફોર્મ - Canvs.in

Saturday December 05, 2015,

4 min Read

image


આઇઆઇટીના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દેવપ્રતિમ રોય, વિકાસ ચૌધરી અને અંકિત અગ્રવાલે એક ઉદ્દેશ સાથે Canvs.inની સ્થાપના કરી છે – ભારતમાં ડિઝાઇનર્સ અને કલાકારો માટે સક્રિય સમુદાય ઊભો કરવો. તે એક પ્લેટફોર્મ તરીકે કામ કરશે, જ્યાં કલાકારો તેમનું કામ અપલોડ કરી શકશે, ઓનલાઇન વેચાણ કરી શકશે, સાથી કલકારો સાથે ચર્ચા કરી શકશે, રોજગારી અને પ્રોજેક્ટ્સ શોધી શકશે અને ઓફલાઇન એક્ઝિબિશન/કાર્યશાળાઓમાં ભાગ લઈ શકશે. દેવપ્રતિમ કહે છે, 

"Canvs.in અત્યારે જે વિકાસના તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે તેમાં ડિઝાઇન અને કળાને આગળ લાવવાનું કામ કરે છે."

Canvs.in અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન (એનઆઇડી)માંથી સલાહ મેળવે છે અને અત્યારે મુંબઈથી કાર્યરત થાય છે.

તેના સ્થાપકોનું માનવું છે કે, Canvs.inનો ઉદ્દેશ નીચે મુજબ છેઃ

1. ભારતમાં એક જગ્યાએ શ્રેષ્ઠ ડિઝાઇનર્સ અને કલાકારોનો જીવંત સમુદાય ઊભો કરવો અને પછી તમામ માટે સ્પેસ બનાવવી. તે એકબીજાને ઓળખવાની અને એકબીજા સાથે આદાનપ્રદાન કરવા માટે પ્લેટફોર્મ તરીકે પણ કામ કરશે.

2. રચનાત્મક કે સર્જનાત્મક લોકોને ભેગા કરીને ડિઝાઇન અને કળા સમુદાયને મદદ કરવી, વેચાણને સરળ બનાવવું, દરેક માટે રોજગારીનું સર્જન કરવું અને પ્રોજેક્ટ્સ મેળવવા, તેમજ સમુદાયના પ્રશ્રોનું સમાધાન કરીને શંકાઓનું નિવારણ કરવું.

સ્થાપનાના મૂળિયા

Canvs.inના મૂળિયા વ્યવહારિક જરૂરિયાતમાં રહેલા છે. આ સાહસ શરૂ કરતા અગાઉ વિકાસ અને અંકિત બલ્ક પ્રિન્ટિંગ અને મર્ચન્ડાઇઝિંગ બિઝનેસ કરતા હતા, જ્યારે દેવપ્રિતમ તેમના પોતાના પ્રોજેક્ટમાં સંકળાયેલા હતા. આ ત્રણેયને તેમની કામગીરી દરમિયાન અહેસાસ થયો હતો કે તેઓ એક સામાન્ય પડકારનો સામનો કરે છે – ડિઝાઇન પ્રતિમાની ઓછી ઉપલબ્ધતા. જ્યારે ચીજવસ્તુઓના વેચાણના કામ માટે ઘણી ડિઝાઇનની જરૂર છે, જ્યારે દેવપ્રિતમ પ્રોડક્ટ ડિઝાઇનરની શોધ કરતા હતા. આઇઆઇટીમાં અભ્યાસ દરમિયાન ફોટોગ્રાફર્સ અને કલાકારો સાથે સંકળાયેલા દેવપ્રિતમે અનુભવ્યું હતું કે કલાકારોને ફ્રીલાન્સ કામ મેળવવામાં મુશ્કેલી પડતી હતી અને ઘણી વખત તેમના કામને પૂરતી પ્રસિદ્ધિ મળતી નથી.

આ રીતે આઇઆઇટીના ત્રણેય ભૂતપૂર્વ ગ્રેજ્યુએટ્સે સમસ્યાને સમજવાનો પ્રયાસ કર્યો હતો અને ભારતના ડિઝાઇનર્સ અને કલાકારો સાથે ચર્ચા કરીને તેમને આ ઓનલાઇન ફોરમમાં સામેલ કર્યા હતા. આ રીતે આ પ્લેટફોર્મ ઊભું થયું હતું.

ભારતમાં કળા અને ડિઝાઇન ક્ષેત્રની સ્થિતિ

ભારતમાં અગાઉ ડિઝાઇન લક્ઝરી ગણાતી હતી, પણ હવે જરૂરિયાત બની ગઈ છે. કળાને વૈશ્વિક સ્તરે સારો અવકાશ મળ્યો છે, ખાસ કરીને વર્ષ 2008ની મંદી પછી. ભારતમાં તે વર્ષોથી સારી સ્થિતિમાં છે. ભારતમાં મોટા ભાગના બૌદ્ધિક સમુદાયોની જેમ ડિઝાઇન અને કળા સમુદાય વિકસી રહ્યો છે, પણ મુખ્ય પ્રવાહથી દૂર રહ્યો છે. મોટા ભાગના સામાન્ય લોકોને સારાં કળાકારોને ક્યાં મળવું તેની ખબર નથી, તેમની સાથે ભાગીદારી કેવી રીતે કરવા કે તેઓ કયા કલાકારના કામના ચાહક છે તેની પણ તેઓને જાણ હોતી નથી.

દેવપ્રિતમનું કહેવું છે, 

“Canvs.in ખાતે અમે નાના અને મોટા બંને શહોરમાંથી યુઝર્સને જોઈ રહ્યાં છીએ, જે મહાનગરોને સમકક્ષ સંભવિતતા ધરાવે છે. બંને વચ્ચે ફરક એ છે કે નાના નગરો કે શહેરોમાં ટેકનિકલ સહકાર વિના કે ઓફલાઇન સમુદાય ઊભો ન થવાથી પૂરતું એક્સપોઝર મળતું નથી, જે મહાનગરોમાં મળી જાય છે. અમે ચાર મહિનામાં ઝડપથી 1,000 યુઝર્સ જોયા છે, જેમણે અમારી આ પ્રકારના પ્લેટફોર્મની જરૂરિયાત હોવાની ધારણાની પુષ્ટિ કરી છે.”

બહુરાષ્ટ્રીય ડિઝાઇન કંપની કેનવાનો પ્રવેશ દેશમાં રહેલી સંભવિતતાનો સ્પષ્ટ સંકેત છે. કેનવા ઓનલાઇન ગ્રાફિક ડિઝાઇનિંગ સોફ્ટવેર છે, જે સામાન્ય યુઝર્સ અને ડિઝાઇનર્સને ઇમેઇલ્સ, બેનર્સ, પોસ્ટર્સ વગેરે જેવા સુંદર ઓનલાઇન કોલેટરલની રચના કરવા સક્ષમ બનાવે છે. તેણે ભારતમાંથી દરરોજ આશરે 2,000 નવા યુઝર્સનો દાવો કર્યો છે અને અત્યારે ભારતમાંથી 1,50,000 યુઝર્સ છે. તેઓ વર્ષ 2016ના અંત સુધીમાં એકલા ભારતમાંથી 10 લાખ ગ્રાફિક ડિઝાઇનર્સ મેળવવાની યોજના ધરાવે છે. કેનવાને તાજેતરમાં ભારતમાં આગમન અગાઉ 15 મિલિયન ડોલરનું પ્રોત્સાહન મળ્યું હતું. રોય કહે છે કે, “કેનવાએ આપેલા આંકડા હાંસલ કરી શકાય છે, અમે Canvs.inની શરૂઆત થઈ ત્યારથી એટલા જ યુઝર્સ મેળવવા પ્રયાસ કરી રહ્યાં છે.”

ડ્રિબલ અને બેહાન્સ જેવી અન્ય વૈશ્વિક પ્લેટફોર્મ પણ સ્થાનિક કાર્યક્રમો મારફતે ભારતીય બજારમાં હાજરી ધરાવે છે. જ્યારે બેહાન્સ વર્ષ 2006થી કાર્યરત છે અને સમુદાય સર્જનમાં સારાં ધારાધોરણો સ્થાપિત કરે છે, ત્યારે તે કેટલીક હદે પ્રોજેક્ટ્સ અને પોર્ટફોલિયો પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ કામના વેચાણ કે કામનું પોસ્ટિંગ કરવાની છૂટ આપતી નથી.

Canvs.inની વિશિષ્ટતા

Canvs.inની સરખામણી હરિફો સાથે કરવામાં આવે તો તેનો સમુદાય તરીકે ઝડપથી વિકાસ થઈ રહ્યો છે. તે પોર્ટફોલિયો બનાવવા, વહેંચવા, કલાકારોને શોધવા, કાર્યનું વેચાણ કરવા, રોજગારી મેળવવા અને ઓફલાઇન પ્રદર્શન અને કાર્યક્રમો ઓફર કરે છે. તેમાં વિસ્તૃત ડિઝાઇન સામેલ છે, જેને વૈશ્વિક કંપનીઓ અલગથી લક્ષ્યાંક બનાવે છે.

સ્થાનિક રીતે જોઈએ તો Canvs.in તેના ઉત્પાદનો અને પ્રવૃત્તિઓ સાથે અગ્રણી છે. કળા અને ડિઝાઇન બંને પર ધ્યાન કેન્દ્રિત કરીને Canvs.inએ રોજગારી સ્પેસમાં પણ વહેલાસર પ્રવેશી છે, જ્યારે સ્પર્ધા તો તાજેતરમાં શરૂ થઈ છે.

ભવિષ્યની યોજનાઓ

ભવિષ્યની યોજનાઓ વિશે વાત કરતા રોય કહે છે કે, અમે હમણા સુધી કરકસર કરતા હતા, પણ હવે અમને થોડું ભંડોળ મળ્યું છે. અમે વધુ ભંડોળ મેળવવા નજર દોડાવીએ છીએ. અમારી ટીમમાં અત્યારે નવ સભ્યો છે. અમે અમારા સમુદાયને એકત્ર કરવા અને મજબૂત કરવા ઉત્પાદનને વધારવા સક્રિય પ્રયાસ કરીએ છીએ. ઓફલાઇન ચેનલ્સ પર અમે ભૌગોલિક રીતે અમારી કાર્યશાળાઓનું વિસ્તરણ કરવા અને પ્રદર્શન કરવા આતુર છીએ.”

Canvs.in એક સ્ટાર્ટઅપ છે, જે કળા અને ડિઝાઇનના ક્ષેત્રમાં કાર્યરત છે.

વેબસાઈટ 

લેખક- સુશીલ રેડ્ડી

અનુવાદક- કેયૂર કોટક

સ્ટાર્ટઅપ્સને લગતી વધુ સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

કેનવાસમાં રંગો ભરવામાં અને મોબાઈલ ગેમ્સમાં રંગોથી રમવામાં મહારત હાંસલ કરતા ચિત્રકાર ડિમ્પલ મૈસુરિયા

રેલવે સ્ટેશનોને શણગારવા મથી રહ્યા છે એક ઇલેક્ટ્રોનિક એન્જિનિયર!

પોતાના નામને સાર્થક કરતી: અમદાવાદની ‘રચના’

    Share on
    close