અમદાવાદ ખાતે એક એવી ઇવેન્ટ થવા જઈ રહી છે જેમાં વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રોના લીડર્સ, નીતિનિર્માતાઓ, સફળ ઉદ્યોગસાહસિકો, શિક્ષણશાસ્ત્રીઓ અને અગ્રણી રોકાણકારો ભેગા થશે અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ ભારતમાં ઊભી કરવા માટે પોતાના અનુભવો અને વિચારો વ્યક્ત કરશે.
આ ઇવેન્ટ છે whatnext 2016 જેનું આયોજન icreate દ્વારા કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટની થીમ 'સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ્સ – લર્ન, શેપ એન્ડ બેનિફિટ' છે. અમેરિકા, ઇઝરાયેલ અને ભારતના નિષ્ણાતો તેમના પોતાના દેશમાં ઇકોસિસ્ટમ કેવી રીતે ઊભી થઈ તેના પર પ્રકાશ ફેંકશે તથા ભારતે મોટી સંખ્યામાં ઉદ્યોગસાહસિકોની ટેકો આપવા નિશ્ચિત સમયમાં પોતાની ઇકોસિસ્ટમ ઊભી કરવા ભારતે શું કરવું જોઈએ તેના પર તેમના વિચારો વ્યક્ત કરશે.
કીનોટ સ્પીકર પૈકીના એક પાબ્લો બ્રેનેર અમેરિકા અને ઇઝરાયેલમાં ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમમાં બહોળો અનુભવ ધરાવે છે તથા અત્યારે ઉરેગ્વે સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે સંકળાયેલા છે. તેઓ આ કોન્ફરન્સમાં પોતાના અનુભવો જણાવશે.
પ્રોફેસર યુજીન કેન્ડલ અને ડો. હેરી યુક્લીયા ઇઝરાયેલની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમના વિવિધ પાસાં વિશે જણાવશે તથા ભારતીય ઉદ્યોગસાહસિકો તેમાંથી શીખી શકે છે અને લાભ ઉઠાવી શકે છે.
એચ કે મિત્તલ ઇમર્જિંગ ઇન્ડિયન સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમમાં હાજર રહેશે અને અમેરિકા અને ઇઝરાયેલની જેમ તેને સફળ ઇકોસિસ્ટમમાં કેવી રીતે બદલી શકાશે તેના વિશે જણાવશે.
અરવિંદ અગ્રવાલ ગુજરાતની સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ પર જાણકારી આપશે.
આ ઇવેન્ટને મહત્ત્વ આપીને ગુજરાત સરકારના નાણાંપ્રધાન સૌરભ પટેલ અને શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ જોડાશે.
સમગ્ર ભારતમાં ઉદ્યોગસાહસિકતાનું મહત્ત્વ વધી રહ્યું છે ત્યારે icreate ભારતીય ઉદ્યોગસાહસિકતાની ઇકોસિસ્ટમને ઊભી કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવવા પ્રતિબદ્ધ છે જેને ધ્યાનમાં રાખીને આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઇવેન્ટ ૧૮ માર્ચના દિવસે યોજાશે. જે સવારે ૮.૩૦ વાગ્યાથી સાંજે ૫ વાગ્યા સુધી ચાલશે.
Related Stories
March 14, 2017
March 14, 2017
Stories by Khushbu Majithia