અમદાવાદનું સ્ટાર્ટઅપ સીટીશોર હવે દેશના બીજા શહેરોમાં પણ કરશે શોર, મેળવ્યું એન્જલ ફંડિંગ

અમદાવાદનું સ્ટાર્ટઅપ સીટીશોર હવે દેશના બીજા શહેરોમાં પણ કરશે શોર, મેળવ્યું એન્જલ ફંડિંગ

Thursday March 31, 2016,

2 min Read

અમદાવાદનું લાઈફસ્ટાઈલ પોર્ટલ સીટીશોર હવે દેશના અન્ય શહેરોમાં પણ શોર મચાવી શકશે. સીટીશોર એન્જલ ફંડિંગ મેળવવામાં સફળ રહ્યું છે, જેના થકી હવે સીટીશોર અન્ય શહેરોમાં પણ પોતાનું વિસ્તરણ કરશે. 'ગુજરાત એન્જલ ઇન્વેસ્ટર્સ નેટવર્ક' (GAIN) તરફથી આ ફંડિંગ કરવામાં આવ્યું છે. વર્ષ 2013માં પલ્લવ પરીખ અને પંકજ પાઠક દ્વારા સીટીશોરની સ્થાપના કરવામાં આવી હતી. 

image


એન્જલ ઇન્વેસ્ટર તરફથી મળેલા ફંડિંગને લઈને સીટીશોરના કૉ-ફાઉન્ડર પલ્લવ પરીખ જણાવે છે,

"આ વખતે મેળવેલા ફંડિંગથી અમે મુખ્યત્વે ત્રણેય શહેરોમાં (અમદાવાદ, પૂણે, બેંગલુરુ) અમારી ટીમનું વિસ્તરણ કરીશું. સાથે જ બેંગલુરુ ખાતે હવે અમારી કામગીરી શરૂ કરીશું. સાથે જ ખૂબ ટૂંક સમયમાં ios પર સીટીશોર મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરીશું."

કૉ-ફાઉન્ડર પંકજ પાઠક આ અંગે જણાવે છે,

"અમારું એક સપનું જે અમદાવાદ શહેરમાં આકાર પામ્યું, તે હવે વિસ્તરી રહ્યું છે. અમારો ઉદ્દેશ્ય શહેરલક્ષી ઈવેન્ટ્સની જાણકારી આપવાનો તેમજ અમદાવાદ અને પૂણેના સ્થાનિક લોકોની માગ સંતોષવાનો છે. અમારી વર્તમાન સર્વિસ હવે બેંગલુરુમાં ઓફર કરી રહ્યાં છીએ."
image


સીટીશોર ફૂડ, ફેશન, ટ્રાવેલ, હોમ ડેકોર અને વિવિધ કેટેગરીઝમાં સામેલ બિઝનેસીસના પ્રચારનું કામ કરે છે. સાથે જ શહેરમાં યોજાતી લાઈફસ્ટાઈલને લગતી ઈવેન્ટ્સની અપડેટ્સ લોકો સુધી પહોંચાડે છે. સીટીશોર આગામી વર્ષે રૂપિયા ૨ કરોડથી વધુની આવક હાંસલ કરવાની સ્થિતિમાં છે. 

એન્જલ ઇન્વેસ્ટર GAINના પિયુષ અગરવાલ જણાવે છે,

"અત્યાર સુધીમાં સીટીશોર 600થી વધુ કલાઈન્ટ્સ મેળવીને એક મોટી બ્રાંડ બની ચૂકી છે. સ્વયં તાકી શકે તેવો બિઝનેસ છે સાથે જ તેને હાલ નહીવત સ્પર્ધાનો સામનો કરવો પડે છે."
સીટીશોરના ફાઉન્ડર્સ

સીટીશોરના ફાઉન્ડર્સ


ગેઇન (GAIN) એ વડોદરા સ્થિત એન્જલ નેટવર્ક છે, જે ટીઅર-2 અને ટીઅર-૩ શહેરોના સ્ટાર્ટઅપ્સમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. તે આ શહેરોમાં સ્ટાર્ટઅપ્સને પારખીને જ ફંડિંગ કરે છે.