આપની દરેક ઇચ્છા પૂર્ણ કરશે 'વિશિંગ ચેર'

વિશિંગ ચેર એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ છે. જ્યાં ઘરનો બધો જ સામાન અને કંઇક અલગ જ પ્રકારની ગિફ્ટ્સ મળે છે. જે ના ફક્ત રચનાત્મક હોય પણ મહિલાઓની સુંદરતા સાથે પણ જોડાયેલી છે. વિશિંગ ચેર તેનાં ગ્રાહકોની વ્યક્તિગત જરૂરિયાત સાથે જોડાયેલી સંસ્થા છે.

0

ક્યારેય એવું વિચાર્યું છે કે કોઇ એવી વ્યક્તિ હોય જેને તમે જરાં પણ ન ઓળખતા હોવ તેમ છતાં તે તમારી દરેક ઇચ્છા પૂરી કરે. એવી જ બે યુવતીઓ વિશે અમે આપને જણાવવા જઇ રહ્યાં છે જેમણે પોતાનું કરિયર છોડીને એક એવી સંસ્થા શરૂ કરવાનો વિચાર કર્યો જે લોકોને તેમની પસંદગીની વસ્તુઓ અપાવશે. અવનીત માન અને વિવિતા રલિન બંનેનું કરિયર પૂરજોશમાં આગળ વધી રહ્યું હતું. બંને અલગ અલગ ક્ષેત્રમાં કામ કરી રહ્યાં હતાં. અવનીત એમબીએ કર્યા બાદ MNCમાં માર્કેટિંગનું કામ કરી રહ્યી હતી. આશરે 8 વર્ષ કોર્પોરેટ સેક્ટરમાં કામ કર્યા બાદ તેને સમજાયું કે જીવનમાં આના કરતાં પણ બીજું ઘણું બધું કરી શકાય છે. તેનું માનવું હતું કે, મારે એવું કઇક કરવું છે જે કરવાંથી મને ન ફક્ત ખુશી મળે પણ કામ કરવાની મજા પણ આવે. જોકે, આ કામ એટલું સહેલું નહોતું. અંદરની ખુશી અને મજા મેળવવા માટે સૌ પહેલાં અવનિતે એક મોટું પગલું ભરવું પડે તેમ હતું. અને તે છે દર મહિને તેને મળતી મસમોટા પગારની નોકરી છોડવા તૈયાર થવું.

તો બીજી તરફ વિવિતાનો અનુભવ તદ્દન અલગ હતો. તેણે કોર્પોરેટ સેક્ટરમાં હજી તો પાપા પગલી જ માંડી હતી એટલે કે હજી તો તેને નોકરી શરૂ કરે ફક્ત 9 મહિના જ થયા હતાં ત્યાં તે સમજી ગઇ હતી કે તે આ ફિલ્ડનો ભાગ બની શકે તેમ નથી. થોડા સમય બાદ તેને તેની જોબ છોડી દીધી હતી. અને તે નોન-ફિક્શન ક્ષેત્રમાં એટલે કે લેખકનું કામ શરૂ કર્યું હતું. તે એક વેબસાઇટ માટે કન્ટેન્ટ રાઇટિંગનું કામ કરવા લાગી હતી. થોડા સમય બાદ તેણે એક ન્યૂઝપેપર એજન્સીમાં નોકરી કરવાનું શરૂ કર્યુ હતું. અહીં થોડો જ સમય વિતાવ્યાં બાદ હિન્દુસ્તાન ટાઇમ્સમાં તેને નોકરી મળી ગઇ હતી. આ નોકરીમાંથી જ્યારે તેનું મન ભરાઇ ગયું તો તેણે તેનાં એક મિત્ર સાથે મળીને પોતાનું રેસ્ટોરન્ટ ખોલ્યું. વિવિતાનાં જણાવ્યાં પ્રમાણે અવનીત સાથે જ્યારે તેની મુલાકાત થઇ ત્યારે જ તેમણે નક્કી કર્યું કે તેઓ કંઇક અલગ અને સમાજને મદદરૂપ થાય તેવું કામ કરવાં ઇચ્છે છે. જે મજેદાર હોય અને કામ કરવાની મજા પણ આવે. આ રીતે 'વિશિંગ ચેર' સંસ્થાનો જન્મ થયો.


અવનીતનું કહેવું છે કે, વિશિંગ ચેર એક લાઇફસ્ટાઇલ બ્રાન્ડ છે. જ્યાં ઘરનો બધો જ સામાન અને કંઇક અલગ પ્રકારની ગિફ્ટ્સ મળે છે. જે ન ફક્ત રચનાત્મક હોય પણ મહિલાઓની સુંદરતા સાથે જોડાયેલી છે. વિશિંગ ચેર તેનાં ગ્રાહકોની વ્યક્તિગત જરૂરિયાત સાથે જોડાયેલી સંસ્થા છે. મહિલા હોવાનાં કારણે અવનિત અને વિવિતા જાણે છે બજારમાં મહિલાઓની જરૂરિયાત પ્રમાણે ઘણી એવી વસ્તુઓ છે જેની જરૂરિયાત વધારે છે પણ તે સરળતાથી ઉપલબ્ધ નથી. આ વાતનું ધ્યાન રાખીને બંનેએ દિલ્હી એનસીઆરમાં પોતાનો એક સ્ટોર ખોલ્યો હતો. જોકે હાલમાં તેમના બે સ્ટોર્સ છે. જ્યારે www.wishingchair.in દ્વારા પણ લોકો તેમની પ્રોડક્ટ્સ ખરીદી શકે છે. વિવિતા જણાવે છે કે, તેમની પ્રોડક્ટ ખાસ પ્રકારે ડિઝાઇન કરવામાં આવે છે. આ માટે તેમની પાસે એક ડિઝાઇનર ટીમ પણ છે. તેમણે બનાવેલી ડિઝાઇનમાં જાદુ, કલ્પના, પરી કથા, મહિલાઓની ચંચળતા અને ચમત્કાર જેવી થીમ જોવા મળે છે. તેમનું કહેવું છે કે, તેમને વિશિંગ ચેરનો આઇડિયા બાળકોની બૂકમાંથી આવ્યો છે. જે નાનપણની યાદો તાજા કરે છે.


અવનીતનાં જણાવ્યાં પ્રમાણે, તેમનો પ્રયાસ રહે છે કે, જ્યારે પણ કોઇ વિશિંગ ચેર સ્ટોરમાં આવે તો ત્યાં હાજર સામાન જોઇ તેમને આંતરીક આનંદ મળે. તેમજ તેઓ તે વસ્તુને પસંદ કરે જે તેમનાં બાળપણ સાથે જોડાયેલી હોય. વિશિંગ ચેર કોઇ જાદુ કે કલ્પના સાથે શરૂ કરવામાં આવેલી સંસ્થા નથી. પણ આર્થિક વિકાસને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલી કંપની છે.


અવનીતનું કહેવું છે કે, દેશમાં દરેક પોતાની જાતને સ્ટાઇલિશ અને ફોટોગ્રાફર માનતા હોય છે. કારણ કે દરેકમાં કોઇને કોઇ કલા છુપાયેલી હોય છે અને વિશિંગ ચેર તે કળાને વધુ ખિલવાની તક આપે છે.


કંપનીનાં બનેલી પ્રોડક્ટ્સ લોકોની ભાવનાઓ અને અનુભવનાં આધારે તૈયાર કરવામાં આવે છે. તેથી ગ્રાહક પોતે તેને એક બ્રાન્ડની નજરે જુએ. કંપની ડિરેક્ટરનાં જણાવ્યાં અનુસાર, વિશિંગ ચેર અને અન્ય મોટા ઇ-કોમર્સ વચ્ચે ઘણી મોટી ખાઈ છે. તેમનાં મતે, વિશિંગ ચેર બ્રાન્ડની અલગ છબી સાથે વ્યક્તિગત રીતે પણ લોકોનાં મનનો ભાગ બની રહ્યું છે. જેમાં વસ્તુની સુંદરતાનું ખાસ ધ્યાન રાખવામાં આવે છે. આ વાત કંપનીનાં ગ્રાહક સારી રીતે સમજી લે છે.


વિશિંગ ચેરની સ્થાપનાં ૨૦૧૨માં થઇ હતી. ત્રણ વર્ષમાં ઘણો બદલાવ આવ્યો છે. આ દરમિયાન બજારમાં ઘણો પૈસો આવ્યો છે. આજે એમબીએ અને આઇઆઇટી પાસ કરી ચૂકેલાં લોકોનાં વિચારો પર પૈસો પાણીની જેમ વહેવડાવા હજારો લોકો તૈયાર છે. એટલું જ નહીં બિઝનેસ કરવાં માટે હવે પહેલાંની જેમ વધુ મહેનત કરવી પડતી નથી. તો બીજી તરફ આ લોકોનું માનવું છે કે, કોઇ નવાં બિઝનેસ માટે વધુ રોકડ રકમનો અર્થ છે વધુ તકો. પણ તેનો એક નેગેટિવ પોઇન્ટ પણ છે. વધુ સરળ રોકડ લેવાની ટવને કારણે, તેઓ તેમનાં વાયદાઓ સાબિત કરવા માટે ગજા બહારની લોન પણ લઇ શકે છે.


આ બધી જ મુશ્કેલીઓમાંથી વિશિંગ ચેર પણ પસાર થયું છે. પણ અવનીત અને વિવિતાએ એક મામલે દ્રઢ સંકલ્પ લીધો છે હાલમાં જો વાત ફક્ત ઇન્ડિયન માર્કેટમાં સ્ટાર્ટઅપની હોય તો, મોટાભાગનાં લોકોને સામાન્ય સુવિધાઓ જેવી કે, વીજળી, પાણી, રસ્તો અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જ્યારે બીજી તરફ ઓળખાણ, લાંચ, ભ્રષ્ટાચાર અને નિયમોની ઐસી તૈસી થતી હોય તેવામાં નવા બિઝનેસને શરૂ કરવું ઘણું અઘરું કામ હતું. એટલું જ નહીં, ઉધારની બધી સમસ્યાનું સમાધાન મળે તો સપ્લાયર અને વેન્ડરની મુશ્કેલીઓ તો માથે ઉભી જ છે. એટલું જ નહીં સપ્લાયર અને વેન્ડર સાથે માથાપચ્ચી કરવી પણ સહેલું કામ નથી. કારણકે સામાન્ય રીતે તેઓ કોઇ પણ વાયદાને ખૂબ જ સામાન્ય રીતે લઇ લે છે અને તેને કારણે ઘણી વખતે સામાન સમયસર મળતો નથી.

વિશિંગ ચેરની સંસ્થાપક બંને મહિલાઓનું કહેવું છે કે, કોઇએ પણ આ ક્ષેત્રમાં પગ મૂકતા પહેલાં ઘણું વિચારવું જોઇએ. ક્યારેય આ ક્ષેત્રમાં એવું વિચારીને ન આવવું કે, આમ કરવાથી તમે પૈસાદાર થઇ જશો. કે પછી એવું ન વિચારવું જોઇએ કે કોર્પોરેટ જગતમાં કામ કરતાં બધા જ મેનેજર્સ નોકર જેવાં હોય છે. (મોટાભાગનાં કિસ્સામાં આવું હોતું નથી) જ્યારથી કોઇ આ ક્ષેત્રમાં પાપા.. પગલી.. માંડે છે ત્યારથી જ તેને આવનારી સંભવિત સમસ્યાઓનો ઉકેલ શોધવામાં તેમને મજા આવવી જોઇએ. ત્યારે જ આ લાંબા સમય સુધી ટકી શકે છે.

'વિશિંગ ચેર'ની યોજના આગામી ત્રણ વર્ષમાં દેશમાં ૮ સ્ટોર્સ ખોલવાની છે, તે ઉપરાંત તેમની એક યોજના મોટી ડિઝાઇન લેબ બનાવવાની છે. જ્યાં તેઓ વિવિધ સંસ્કૃતિ અને કેરેક્ટર પ્લે કરી શકે. આ ઉપરાંત, તેઓ શાનદાર રીતે ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ કરાવી રહ્યાં છે.