એક સમયે ધોરણ 6માં નાપાસ થયેલી રૂકમણી રિઆર, એક IAS ટૉપર છે!

એક સમયે ધોરણ 6માં નાપાસ થયેલી રૂકમણી રિઆર, એક IAS ટૉપર છે!

Wednesday January 27, 2016,

2 min Read

એક સમય હતો, જયારે રૂકમણી રિઆરે બોર્ડિંગ સ્કૂલમાં જવું પડ્યું હતું, અને તેઓ ત્યાંનાં દબાવને નહોતાં સહી શક્યાં. ડેલ્હાઉઝીની સેક્રેડ હાર્ટ સ્કૂલનાં છઠ્ઠાં ધોરણમાં નાપાસ થયાં બાદ, તેમની ધગશનાં કારણે જ તેમણે બાઉન્સ બૅક કર્યું, અને 2011ની ઑલ-ઈન્ડિયા UPSC ની બૅચનાં સેકેન્ડ ટૉપર રહ્યાં. તેમણે સિવિલ સર્વિસિસની પરિક્ષાને, પ્રથમ પ્રયાસમાં પાસ કરી લીધી.

image


ચંદીગઢમાં જન્મીને ઉછરેલી 29 વર્ષની રૂકમણી, મુંબઈની ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઑફ સોશિઅલ સાયન્સિસમાંથી, સોશિયલ આંત્રપ્રન્યોરની માસ્ટર્સ ડિગ્રી ધરાવે છે. તેઓ અહીં અભ્યાસ દરમિયાન, સતત ટૉપર રહ્યાં હતાં. રૂકમણીએ Rediff નાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું, "હું જ્યારથી છઠ્ઠાં ધોરણમાં નાપાસ થઈ છું, ત્યારથી મને નિષ્ફળતાનો ભય રહે છે. એ અત્યંત તણાવપૂર્ણ હોઈ શકે છે. પણ તે બનાવ બાદ, મેં નિશ્ચય કર્યો કે, 

"હું ક્યારેય અટકીને ફરિયાદ નહી કરું. હું ખૂબ મહેનત કરીશ અને દરેક વસ્તુને ઉત્તમ રીતે કરીશ. હું માનું છું કે, અગર કોઈ વ્યક્તિ તેવા તબક્કામાંથી બહાર આવવાનો નિશ્ચય કરી લે, તો તમને સફળ થવાથી કોઈ રોકી ન શકે."

રૂકમણીને કવિતા લખવી ગમે છે, અને તેઓ અથાગ પરિશ્રમ તથા સમર્પણમાં વિશ્વાસ ધરાવે છે. તેમણે પૉલિટિકલ સાયન્સ અને સોશિયોલૉજી જેવા મુખ્ય વિષયો સાથે, સિવિલ સર્વિસિસની પરિક્ષા પાસ કરી છે. IBN Live ને આપેલા તેમનાં ઈન્ટરવ્યૂમાં, રૂકમણીએ જણાવ્યું, 

"મારી મહેનત રંગ લાવી છે, અને હું ખૂબ ખુશ છું. હું મારી સફળતાનો શ્રેય, મારા માતા-પિતા, શિક્ષકો, મિત્રો તથા સૌથી વધુ ભગવાનને આપવા માગુ છું." 

વધુમાં તે જણાવે છે,

"મહત્વાકાંક્ષી ઉમેદવારોને મારો સંદેશ છે કે, કન્સિસ્ટૅન્સી, હાર્ડ વર્ક અને પરસિસ્ટૅન્સ, સફળતાની ચાવી છે. જાઓ મેળવી લો એને. અગર હું એવું કરી શકું છું, તો અન્ય કોઈ પણ વ્યક્તિ આવું કરી શકે છે, અને કોઈ વસ્તુ તમને નહીં રોકી શકે."

આ આર્ટિકલ, THINK CHANGE INDIA માંથી લેવામાં આવ્યું છે.

અનુવાદક- નિશિતા ચૌધરી