11 વર્ષનાં બાળકે લેપટોપની નક્કામી બેટરીથી બનાવી સોલર લાઇટ, ફક્ત 400 રૂપિયામાં રોશન થયું આખું ઘર!

0

કેટલાંક બાળકો ખાસ હોય છે. નાની ઉંમરમાં પણ તેઓ પોતાની અનોખી સમજ અને બુદ્ધિક્ષમતાથી દુનિયાને ચોંકાવી શકે છે. આવો જ એક બાળક છે વેદાંત.

તે તેની ઉંમરના અન્ય બાળકોની સરખામણીએ જરા હટકે છે. તેની ઉંમરનાં બાળકો જે રમકડાંથી રમતા હોય છે, તે તૂટી જાય તો તેને ફેંકી દે. તે તૂટી જાય તો રડવા બેસે. પણ વેદાંત એવો નથી. તે તે તૂટેલાં રમકડાંમાંથી અન્ય વસ્તુઓ બનાવવાનો પ્રયાસ કરે છે. મુંબઇનાં મીરા રોડ સ્થિત શાંતિનગર હાઇસ્કૂલનાં છઠ્ઠા ધોરણમાં વેદાંત ભણે છે. વેદાંતે હાલમાં એવી સોલર લાઇટ વિકસાવી છે જે ખૂબજ ઓછા ખર્ચામાં ન ફક્ત બનાવી શકાય છે પણ જ્યાં વિજળીની સમસ્યા છે ત્યાં બાળકો આ સરળ ઉપાય અને ઓછા ખર્ચાની વિજળી ઉત્ત્પન્ન કરી શકે છે. બાળકો આ વિજળીની મદદથી ભણી શકે છે. અને મહિલાઓ ભોજન બનાવી શકે છે. 11 વર્ષનાં વેદાંતે ફક્ત આ સોલર લાઇટ જ નથી બનાવી પણ પોતાની જરૂરિયાત પ્રમાણે એક એવી 'રિમોટ ડોર અનલોકિંગ સિસ્ટમ' શોધી કાઢી છે જેની મદદથી તમે દૂર બેઠાં બેઠાં પણ દરવાજો ખોલી કે બંધ કરી શકો છો.

"વેદાંતને બાળપણથી જ અલગ અલગ પ્રકારની ચીજવસ્તુઓથી રમવાઅને તેના વિશે વધુ જાણકારી મેળવવાનો શોખ છે. બાળપણથી જ તેને વિજળી ઉત્પન્ન કરવી અને સરળ રીતે વિજળી તૈયાર કરવા અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરવી તેના સ્વભાવમાં છે. પહેલા તો તે સારી સાજી એવી વસ્તુઓને તોડી નાખતો હતો પણ હવે તે તૂટેલી વસ્તુઓ ભેગી કરીને નવું નવું બનાવતો રહેતો છે.' આમ કહેવું છે વેદાંતનાં પિતા ધીરેન ઠક્કરનું. તેઓ પોતે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર છે. તેઓ કહે છે, "એક દિવસ મારું લેપટોપ ખરાબ થઇ ગયું હતું ત્યારે મિકેનિકને બતાવ્યું. જ્યાં મને માલૂમ પડ્યું કે મારા લેપટોપની બેટરીખરાબ થઇ ગઇ છે અને મિકેનિકે તે બેટરીની જગ્યાએ નવી બેટરી લગાવી દીધી હતી. પણ વેદાંતે તે જૂની બેટરીને ફેકવાની જગ્યાએ પોતાની પાસે રાખી લીધી."

વેદાંતે તે ખરાબ બેટરીને ઘરે લાવીને તેને ખોલવાની શરૂઆત કરી હતી. જેમાં તેને છ ઇલેક્ટ્રિક સેલ મળ્યાં હતાં. તેણે મીટરથી તે સેલ ચેક કર્યા, કારણ કે તેને પેહેલેથી જ આ પ્રકારનાં કામ આવડતા હતાં. તેનું મુખ્ય કારણ હતું કે તેનો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જાણવા અંગેનો શોખ અને મારું એટલે કે તેનાં પિતાનું ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હોવું. તેથી જ અમારા ઘરમાં એવાં ઘણા સાધનો હાજર છે. જ્યારે વેદાંતે સેલ ચેક કર્યા તો તેમાં જાણવાં મળ્યું કે બેટરીમાં લાગેલાં 5 સેલ ઠીકછે ફક્ત એક જ સેલ ખરાબ થયો છે. બેટરીમાં આ તમામ સેલ એક લાઇનમાં લાગે છે. તેથી જો કોઇ એકપણ સેલ ખરાબ થઇ જાય તો કરંટ આગળ પાસ થતો નથી. તેથી બેટરી નક્કામી થઇ જાય છે.

વેદાંતે આ છ સેલમાંથી જે સેલ ખરાબ હતો તેને અલગ કરી દીધો અને ઘરમાં એક જૂની સીએફએલ હતી. જે પહેલેથી જ ખરાબ હતી તેને શોધી કાઢી અને લેપટોપનાં 2 સેલ જે ચાલુ હતાં તે તેમાં લગાવ્યા. વેદાંતનો આ આઇડિયા કામ કરી ગયો અને લાઇટ શરૂ થઇ ગઇ. જ્યારે વેદાંતે આ વાત તેના પિતાને કરી તો તેઓ પહેલાં તો આશ્ચર્ય પામી ગયા કે વેદાંતે એક ખરાબ બેટરીથી લાઇટ શરૂ કરી દીધી. તે બાદ વેદાંતે આ તમામ વાત તેમને કહી. જે સાંભળી તેઓ ખુશ થઇ ગયાં. વેદાંતે તેમ પણ જણાવ્યું હતું કે, એક વખત તેનાં સેલ ખરાબ થઇ ગય તો તે લેપટોપમાં ફરી વાપરી શકાતા નથી પણ તેમાં એટલી વિજળી હોય છે કે તેનાંથી કોઇ ઘરમાં લાઇટ ન હોય તો ત્યાં એલઇડી લાઇટ શરૂ થઇ શકે.

વેદાંત વર્ષમાં બે વખત ગામડે જાય છે. જ્યાં તેણે જોયું છે કે રાત્રે ઘણી વખત લાઇટ જતી રહે છે. એવામાં બાળકોને ભણવામાં સમસ્યા આવતી હતી. મહિલાઓને જમવાનું બનાવવામાં સમસ્યાઓ થતી હતી. ત્યારે તેણે વિચાર્યું હતું કે, આવી જગ્યાઓએ મફતમાં વિજળીની વ્યવસ્થા કરી શકાય. તે માટે વેદાંતે તેનાં પિતાની મદદ માંગી અને તેમને કહ્યું કે તેઓ તેને એક એલઇડી લાઇટ અને એક નાની સોલર પેનલ લાવી આપે. જેની મદદથી વેદાંતે સોલર પેનલની ચાર્જિગ સર્કિટ તૈયાર કરી. જે બાદ તેણે એવી લાઇટ બનાવી જે 5 કલાકથી 48 કલાક સુધી સૌર ઉર્જા દ્વારા ચાલુ રહે છે. ખાસ વાત તો એ છે કે તે બનાવવા માટે ફક્ત 400 રૂપિયાનો ખર્ચ થયો. વેદાંતનાં પિતાનું કહેવું છે, "અમારો ઉદ્દેશ્ય છે કે બાળકો રાત્રે ભણી શકે અને આ માટે મફતમાં વિજળીનું ઉત્પાદન કરવું છે."

ખાસ વાત તોએ છે કે લેપટોપની બેટરીમાં લિથિયમ આયન હોય છે જે પર્યાવરણ માટે ઘણી ખતરનાક હોય છે. તેમાં પણ આપણાં દેશમાં ઇ-વેસ્ટના નાશ માટે કોઇ યોગ્ય ઉપાય નથી. એવામાં જો વેદાંતનાં આ પ્રયાસને વધુમાં વધુ લોકો વાપરે તો તેનાથી ન ફક્ત પર્યાવરણની જાણવણી થાય પણ જરૂરિયાતવાળા લોકોને મફતમાં વિજળી પણ મળે. આ બાબતોનું ધ્યાન રાખીને વેદાંતનાં પિતાએ પેટન્ટ માટે આવેદન પણ કર્યું છે. વેદાંતનાં પિતા ધીરેનનું કહેવું છે, 

"તેનું ધ્યાન ભણવામાં ઓછું અને પ્રયોગો કરવામાં વધારે છે. જોકે તેનો પસંદગીનો વિષય સાયન્સ છે તેની મને ખુશી છે."

વેદાંતે ફક્ત આ જ નહીં, પણ અન્ય ઘણી વસ્તુઓ બનાવી છે જે રોજીંદા જીવનમાં ઘણી કારગાર સાબિત થાય છે. વેદાંતનાં પિતા કહે છે, 

"અમારા ઘરમાં મહેમાનોની અવરજવર વધુ છે એવામાં ઘરનો દરવાજો ખોલ બંધ કરવા વેદાંતની માતાએ તેનું કામ છોડીને વારંવાર અવર જવર કરવી પડે છે. આ જોઇ વેદાંતે નિર્ણય લીધો હતો કે તે કંઇક એવું બનાવશે જે તેની માતાની થોડી પરેશાની ઓછી કરી દે. તે બાદ તેણે ઘરનો મુખ્ય દરવાજો ખોલવા માટે રિમોટ કંટ્રોલથી ચાલતું લોક બનાવ્યું હતું. જે બાદ દરવાજો રિમોટ કંટ્રોલથી જ ખુલી જતો હતો. તેથી હવે દરવાજો ખોલવા વારંવાર જવાની જરૂર પડતી નથી. આ રિમોટ ઘરમાં 25 મીટરના અંતરથી કામ કરી શકે છે. વેદાંતની ઇચ્છા છે કે તે મોટો થઇને એન્જિનિયર બને અને દેશને વિજળી ક્ષેત્રે આત્મનિર્ભર બનાવી શકે."

Related Stories