હવે ગૂગલ મેપ બતાવશે ટોઇલેટનો રસ્તો!

1

2 ઓક્ટોબરથી દેશના 85 શહેરોના શૌચાલયોના લોકેશન્સ ગૂગલ મેપ પર નાખવામાં આવશે. તેની સાથે જ એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે જેની મદદથી તમારી નજીક આવેલા શૌચાલયને તમે સરળતાથી શોધી શકશો.

બજાર અને ભીડભાડવાળા સ્થળો સિવાયના રસ્તાઓ પર ટોઇલેટ શોધવામાં લોકોને ઘણી મુશ્કેલી પડતી હોય છે. અને સૌથી વધુ પરેશાની તો મહિલાઓને થતી હોય છે.

તેવામાં મિશન ટોઇલેટ લોકેટર અંતર્ગત હાલ આગ્રા, અજમેર, અમદાવાદ, ભિલાઈનગર, ભુવનેશ્વર, ધનબાદ, ગ્રેટર મુંબઈ, ગુવાહાટી, જયપુર, જમ્મૂ, કોચ્ચિ, વિજયવાડા સહિત ગ્રેટર બેન્ગલુરુને સામેલ કરવામાં આવ્યા છે. 

તમે રસ્તામાં ક્યાંય જઈ રહ્યાં છો અને અચાનક ટોઇલેટ લાગે કે પેટ ખરાબ થઇ જાય તો શું કરો છો? સ્વાભાવિક છે કે સ્થાનિક લોકોને શૌચાલય વિશે પૂછશો. એ સિવાય કોઈ વિકલ્પ નહીં હોય. પણ જો તમને સરળતાથી ખબર પડી જાય કે તમે જે જગ્યાએ છો તેની આસપાસ ક્યાં ટોઇલેટ છે તો ઘણી રાહત થઇ જાય. ખરું ને? તેવામાં ભારત સરકારે 'મિશન ટોઇલેટ લોકેટર' નામની એક પહેલ શરૂ કરી છે. જે અંતર્ગત ખૂબ જલ્દી કેન્દ્ર સરકાર ગૂગલ મેપ પર સાર્વજનિક શૌચાલયોના લોકેશન્સ નાખશે. 

2 ઓક્ટોબરથી દેશના 85 શહેરોમાં આવેલા શૌચાલયોના લોકેશન્સ ગૂગલ મેપમાં ફિટ કરવામાં આવશે. તે સાથે એક એપ્લિકેશન પણ લોન્ચ કરવામાં આવશે જેની મદદથી તમે સરળતાથી તમારી નજીક આવેલું શૌચાલય શોધી શકશો. હાલ 'નગર નિગમ' ટોઇલેટના લોકેશન્સ ગૂગલ મેપ પર અપડેટ કરાવશે. આ એપ્લિકેશન પર પબ્લિક ટોઇલેટની સફાઈ રેટિંગની જાણકારીની સાથે ફીડબેક આપવાની પણ સુવિધા હશે.

દિલ્હીમાં પણ આ યોજના લોન્ચ કરાઈ  

આ ફીચરને સૌથી પહેલાં દિલ્હીમાં 23 ઓગસ્ટના રોજ લોન્ચ કરી દેવાઈ જ્યારે કે બાકીના શહેરો માટેની કામગીરી હાલ ચાલી રહી છે. આ પગલું દિલ્હીને સાફ-સુથરું બનાવવા તેમજ સાર્વજનિક જગ્યાઓને શૌચમુક્ત બનાવવાના ઉદ્દેશ્યથી ઉઠાવવામાં આવ્યું છે. ગૂગલ મેપની મદદથી હવે દિલ્હીમાં રહેતા તેમજ દિલ્હી આવતા લોકો ૩૩૧ પબ્લિક ટોઇલેટ શોધી શકશે. યુઝર્સે માત્ર ગૂગલ મેપમાં પબ્લિક ટોઇલેટ કે ટોઇલેટ લખીને સર્ચ કરવાનું રહેશે. ત્યારબાદ ગૂગલ મેપ યુઝર્સને તેમની આસપાસ આવેલા તમામ ટોઇલેટની જાણકારી આપી દેશે.

'સ્વચ્છ ભારત ટોઇલેટ લોકેટર'ની પહેલની મદદથી પબ્લિક ટોઇલેટના લોકેશન્સથી લઈને તેમના ખુલવાનો અને બંધ થવાનો સમય પણ આપવામાં આવશે. સાથે જ લોકો જે તે ટોઇલેટની સફાઈ, સ્ટાફની વર્તણૂંક વિશે જે પ્રતિભાવો આપશે તે ઉપરથી સુવિધાઓમાં સુધારો કરવામાં આવશે.

આ શહેરોના ટોઇલેટ આવશે મેપ પર

મિશન ટોઇલેટ લોકેટર અંતર્ગત આગ્રા, અજમેર, અમદાવાદ, ભિલાઈનગર, ભુવનેશ્વર, ધનબાદ, ગ્રેટર મુંબઈ, ગુવાહાટી, જયપુર, જમ્મૂ, કોચ્ચિ, વિજયવાડા સહિત ગ્રેટર બેન્ગલુરુને સામેલ કરવામાં આવ્યા છે. આ પહેલની શરૂઆત દિલ્હીના નેશનલ કેપિટલ રીજનથી કરવામાં આવી છે. NCRમાં હાલ દરરોજ આશરે 50-60 લોકો ટોઇલેટ લોકેટર એપનો ઉપયોગ કરે છે. તેની સાથે જ ટોઇલેટની સ્થિતિ અને સફાઈને રેટિંગ પણ આપે છે. અત્યાર સુધી કુલ 5,162 શૌચાલયના લોકેશન્સ મેપ પર અપડેટ કરી દેવાયા છે.  


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ... 

Related Stories