બાળકોને દેશના કાયદાઓ મનોરંજક રીતે સમજાવતી 'લૉટૂન્સ' કૉમિક સીરિઝ

બાળકોને દેશના કાયદાઓ મનોરંજક રીતે સમજાવતી 'લૉટૂન્સ' કૉમિક સીરિઝ

Friday October 16, 2015,

4 min Read

બે લૉયર બહેનોએ એવો માર્ગ શોધી કાઢ્યો જેમાં 'લૉટૂન્સ' દ્વારા કાયદાઓને સરળ અને મનોરંજક રીતે સમજાવવામાં આવે છે.

આ આર્ટિકલ મિલાપ સંસ્થા દ્વારા, 'લૉટૂન્સ' માટેના ફંડરેઈઝિંગ કેમ્પઈન હેઠળ મૂળ અંગ્રેજી ભાષામાં લખવામાં આવ્યો હતો. 

જ્યારે કાનન ધ્રૂ અને તેમની બહેન કૅલી ધ્રૂ એ, ભારતની કાયદા-વ્યવસ્થાને સુધારવા માટેનું મિશન હાથ ધર્યું, તો તેમને એક કડવી વાસ્તવિકતાનો સામનો કરવો પડ્યો જેમાં, સામાન્ય શહેરીજનો, તેમની સાથે સંબંધિત કાયદાઓ તથા નવા ઘડાતાં કાયદાઓ પૂર્ણ રીતે નહોતાં સમજી શકતાં અને તેઓ આ વ્યવસ્થાથી અળગા હતાં. આ પ્રભાવશાળી જોડીએ, એવો માર્ગ શોધી કાઢ્યો જેમાં, 'લૉટૂન્સ' દ્વારા કાયદાઓને સરળ અને મનોરંજક રીતે સમજાવવામાં આવે છે.

image


જ્યારે તેઓએ 'રિસર્ચ ફાઉન્ડેશન ફોર ગવર્નેન્સ ઈન ઈન્ડિયા' (RFGI) શરૂ કર્યું ત્યારે, બન્ને બહેનોએ પાંચ વર્ષ પહેલાં, ભારતના લીગલ રિફોર્મ્સ પર કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. કાનને, પ્રધાનમંત્રીની ઍડ્વાઈઝરી બૉડીમાં, નેશનલ નૉલેજ કમિશન સાથે કામ કર્યું છે. વર્ષ 2013માં, વર્લ્ડ ઈકોનોમિક ફોરમની એક મીટિંગમાં, કાનનને એક આઈડિયા આવ્યો કે, બાળકો માટે એક એવી કૉમિક સીરીઝ બનાવવામાં આવે જના દ્વારા બાળકોને દેશના કાયદાઓ વિશે સરળતાથી સમજાવી શકાય. કાનનની બહેન કૅલી, જે વર્લ્ડ બૅન્ક જેવી સંસ્થા સાથે રિસર્ચ પ્રોજેક્ટ્સ ઉપર કામ કરી ચૂકી છે, તેમને કાનનનો આ પ્રોજેક્ટ અમલ કરવા જેવો લાગ્યો.

બન્નેએ સાથે મળીને, તેમના આ આઈડિયાને વાસ્તવિકતામાં ફેરવી દેવા માટે ટીમ બનાવી.

સ્કૂલમાં નાગરિકશાસ્ત્રના જે પાઠ ભણાવવામાં આવતાં હતાં, તેઓ મોટેભાગે સૈદ્ધાંતિક અને જટિલ હોય છે, નાગરિકોને મૂળ તત્વનું શિક્ષણ આપવાને બદલે તેમને તેનાથી દૂર કરે છે. ધ્રૂ બહેનોએ, સ્કૂલના બાળકોને તેમના વિવિધ કાનૂની હકની માહિતી સાથે ઉછેર કરવા માટે, એક અરસપરસ પદ્ધતિનો વિચાર કર્યો. બાળકોને કાનૂન વ્યવસ્થા સાથે જોડવાનો સૌથી શ્રેષ્ઠ માર્ગ એ છે કે આ વાતને એવી રીતે તેમની સમક્ષ રજૂ કરવામાં આવે જેને તેઓ પસંદ કરી શકે. કાર્ટૂન પ્રત્યે બાળકોના લગાવ તથા તેની અપીલના લીધે આ આઈડિયા આવ્યો. 'લૉટૂન્સ'ને, લૉ અને હકની માહિતી આપતી કૉમિક સીરીઝના રૂપે વિકસાવવામાં આવી.

image


'લૉટૂન્સ' વ્યક્તિગત હક તથા કાયદાઓને કાર્ટૂનના માધ્યમથી સમજાવે છે જેના લીધે તે સમજવામાં વધુ સરળ થઈ જાય છે. બાળકોના મનોચિકિત્સકની સલાહ લીધા પછી તેના વાંચકોને ધયાનમાં રાખીને, લૉટૂન્સના કાર્ટૂન્સને ડિઝાઈન કરવામાં આવ્યાં. જોકે, મનોરંજન તથા શિક્ષણનું સમન્વય હોવાના લીધે, 'લૉટૂન્સ' બધી જ ઉંમરના લોકોને પણ ગમે એવું છે. કાયદા વિશે જાગરૂકતાના અભાવના લીધે, તે વ્યક્તિગત સશક્તિકરણમાં વાંધા ઊભા કરે છે. આપણાં કાયદાઓ વિશે જાગરૂકતા લાવવાના વિષયને સંબોધિત કરતા, 'લૉટૂન્સ' હવે એક શીખવા-શીખવવા માટે શ્રેષ્ઠ સાધન બની ગયું છે, જેનો શિક્ષણ સંસ્થાનો ઉપયોગ કરી શકે છે.

'લૉટૂન્સ'ની ટીમમાં ડિઝાઈનિંગ તથા શિક્ષણના ક્ષેત્રનાં એક્સપર્ટ લોકો છે, જેમણે તેમના સલાહ -સૂચનો દ્વારા, આ કૉમિકને વધુ અસરકારક બનાવવામાં મદદ કરી છે. આ સીરીઝનો ધ્યેય કાનૂની તત્વો જેમ કે, મૂળભૂત તથા માનવ અધિકાર, બાળકોના અધિકાર, નાગરિકોની ફરજ વગેરે પર છે.

image


'લૉટૂન્સ'ના પ્રથમ પ્રોટોટાઈપને, વર્ષ 2014ના જાન્યુઆરી મહીનામાં વિકસાવીને, વિવિધ સામાજીક-આર્થિક જીવનશૈલી ધરાવતાં બાળકોને બતાવવામાં આવ્યાં હતાં. જ્યારે બાળકો પાસેથી મંતવ્યો લઈને એ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો કે બાળકોને આ કૉમિક કેવી લાગી, તો તેમનો જે પ્રતિસાદ મળ્યો તેણે લૉટૂન્સના ફાઉન્ડર તથા શિક્ષકોને પણ આશ્ચર્યમાં મૂકી દીધાં. મોટાભાગના બાળકોને તેમની પુસ્તકોમાં છપાયેલી કાર્ટૂન્સ કરતાં લૉટૂન્સ વધારે પસંદ આવ્યાં. આ બાળકોમાંથી, 70 % બાળકો લૉટૂન્સ પાછળનાં વિચારને સમજી શકવામાં સફળ રહ્યાં. વર્ષ 2014નાં નવેમ્બર મહીનામાં રિલીઝ કરવામાં આવેલાં લૉટૂન્સના પ્રથમ અંકમાં, મૂળભૂત અધિકારો તથા સમાનતાના અધિકાર અને સ્વતંત્રતા તથા અભિવ્યક્તિના અધિકારો આવરી લેવામાં આવ્યાં હતાં. આ કૉમિકના નાયક, 'પુગલૂ' ના કારણે, કાયદા તથા અધિકારો વિશેના ઘણાં વિચારો ઉકેલી શકાયા છે. 'પુગલૂ'એ પહેલેથી જ એના વાંચકો તરફથી પ્રશંસા મેળવી લીધી છે.

પ્રથમ પ્રોટોટાઈપ સમયની ઉત્સુકતાએ, ટીમને લૉટૂન્સની સીરીઝ બનાવવાં માટે પ્રેરણા આપી છે. તેની ફાઉન્ડર બહેનો, સીરીઝના સારને પૂર્ણ કરવા માટે ક્રાઉડફંડિંગ કરી રહી છે. ફેંડ ભેગું થયાં પછી, લૉટૂન્સને ઓનલાઈન તથા ઑફલાઈન પાર્ટનર્સ દ્વારા દેશભરનાં બાળકો સુધી પહોંચાડી દેવામાં આવશે. આ ફંડનો ઉપયોગ, ઈન્ટરૅક્ટિવ વૅબસાઈટ તથા મોબાઈલ ઍપ્લિકેશન બનાવવા માટે કરવામાં આવશે, જે આ કાનૂની નવપ્રયોગને આગળ વધારવામાં મદદ કરશે.

image


બાળકો તથા યુવાનો, જેઓ સૈદ્ધાંતિક રીતે કાયદા તથા કાયદાકિય શુદ્ધ ભાષાથી ડર અનુભવે છે, તેમના માટે લૉટૂન્સ કાયદા પ્રત્યેની જાગરૂકતા તરફ પ્રથમ સરળ પગલું છે. કાનન અને કૅલીના ફંડરેઈઝર કેમ્પેઈન વિશે વધુ જાણકારી મેળવવા માટે અહીંયા ક્લિક કરો: લૉટૂન્સ

લેખક- Athira S.M (ગેસ્ટ ઓથર)

અનુવાદક - નિશિતા ચૌધરી