WE (વી) – એટલે મહિલા ઉદ્યોગસાહસિકોની સફર અને સંઘર્ષની દાસ્તાન

0

ભારતમાં ઉદ્યોગસાહસિકતા વધી રહી છે અને મહિલા સ્થાપકો દ્વારા સ્થાપિત સ્ટાર્ટઅપ્સની સંખ્યા ઓછી હોવા છતાં સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. હવે વધુને વધુ મહિલાઓ મોટા ઉદ્યોગસાહસોનું સંચાલન કરવા ઉદ્યોગસાહસિકતાના માર્ગે આગળ વધવાનું સાહસ કરી રહી છે. મહિલાઓ સ્વાભાવિક રીતે એકથી વધારે કામ એકસાથે કરવાની અને લોકો સાથે સંબંધો સ્થાપિત કરવાની કળા ધરાવે છે, ત્યારે તેઓ વ્યાવસાયની દુનિયામાં હરણફાળ ભરવા સજ્જ થઈ રહી છે. ભારત સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમ સાથે દુનિયામાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે ત્યારે મહિલાઓને તેમના સુરક્ષિત ઝોનમાંથી બહાર નીકળવા પ્રોત્સાહન અને સાથસહકાર આપવાની જરૂર છે તેમજ દેશમાં અત્યારે જોવા મળતા હકારાત્મક પરિવર્તનનો ભાગ બનાવવાની આવશ્યકતા છે.

દેશમાં કેટલાંક મહિલા સંચાલિત સ્ટાર્ટઅપ્સ કયા છે? આ સફળ મહિલા સ્થાપકો પાસેથી આપણે શું શીખી શકીએ અને આપણે કેવી રીતે વધુ મહિલાઓને સ્ટાર્ટઅપ માટે પ્રેરિત કરવા જાણકારીનો ઉપયોગ કરી શકીએ? ભારતમાં મહિલા ઉદ્યોગસાહસિકોની શ્રેણી પ્રસ્તુત કરતી અને ઘણા પ્રશ્રોનો જવાબ આપતી હેડસ્ટાર્ટની માર્ચ એડિશન સ્ટાર્ટઅપ સેટરડેમાં “મહિલા ઉદ્યોગસાહસિકોના ઉદય” વિશે વિશેષ વાત કરવામાં આવશે. એક કોમન થીમ સાથે અને 10 મોટા શહેરો (બેંગલુરુ, અમદાવાદ, ચેન્નાઈ, દિલ્હી, હૈદરાબાદ, કોલકાતા, જયપુર, મુંબઈ, પૂણે અને કોચી)માં ઇવેન્ટ સાથે આ તમારે અચૂક સામેલ થવું જોઈએ તેવી ઇવેન્ટ બની રહેશે.

અમે મહિલા ઉદ્યોગસાહસિકો હોય તેવું ઇચ્છતાં નથી, પણ ઉદ્યોગસાહસિકતામાં મહિલાઓ અને પુરુષોની સંખ્યા સરખી રહે તેમજ મહિલાઓ પુરુષ સમોવડી બને તેવું ઇચ્છીએ છીએ. ભવિષ્યમાં પ્રગતિ કરવાનો અને સમાનતા સ્થાપિત કરવાનો એક જ માર્ગ છે - સર્વસમાવેશકતા!

તારીખ- 12 માર્ચ

લોકેશન- AMA

એજન્ડા

સાંજે 6 કલાકે -હેડસ્ટાર્ટ નેટવર્ક ફાઉન્ડેશન અને સ્ટાર્ટઅપ સેટરડે વિશે વાત

સાંજે 6:10 કલાકે- કાનન ધ્રુ આરએફજીઆઇથી લોટૂન્સ અને લોફોરમીની સફરના અનુભવો વહેંચશે

સાંજે 6:40 કલાકે- શ્રુતિ, ચાઇપાનીમાં સ્ટોરીટેલર તરીકે પોતાની સ્ટોરી જણાવશે

સાંજે 7:10 કલાકે- હરિપ્રિયા ઇન્ડિયાબિઝફોરસેલની શરૂઆત ક્યારે અને કેવી રીતે થઈ તેના અનુભવો જણાવશે

સાંજે 7:40 કલાકે- નમ્રતા સીનોવર્જ સાથે પોતાના અનુભવ અને સફર વિશે જણાવશે 

રાત્રે 8:10 કલાક- તમને મૂંઝવતા પ્રશ્નોના જવાબ આપશે આ મહિલા ઉદ્યોગસાહસિકો

આ મહિલા ઉદ્યોગસાહસિકો પોતાના અનુભવો શેર કરશે:

કાનન ધ્રુ- સ્થાપક, રિસર્ચ ફાઉન્ડેશન ફોર ગવર્નન્સ ઇન ઇન્ડિયા, લોટૂન્સ એન્ડ લોફોરમી

પારદર્શક અને જવાબદાર કાયદાકીય વ્યવસ્થા ઊભી કરવાના અને સામાન્ય નાગરિકો માટે કાયદા સરળ બનાવવાના ક્ષેત્રમાં લીગલ ઇન્નોવેટર અને મીડિએટર. કાયદાકીય અને રાજકીય સુધારણા પર સંશોધન પ્રત્યે પ્રતિબદ્ધ સંસ્થા રિસર્ચ ફાઉન્ડેશન ફોર ગવર્નન્સ ઇન ઇન્ડિયાના સ્થાપક તરીકે સંશોધકનો અનુભવ ધરાવે છે.

ખાસિયત- કાયદાકીય અને રાજકીય સુધારણા, કાયદાકીય નવીનતા, સરકારી નીતિ, બંધારણીય કાયદા, કાયદાની રૂપરેખા, લેખન

શ્રુતિ ચતુર્વેદી- સ્થાપક અને એડિટર-ઇન-ચીફ, ચાયપાની

ચાયપાની સ્ટોરી શોધવા અને વહેંચવા માટેનું ઓનલાઇન પ્લેટફોર્મ છે.

તેઓ આપણી દુનિયાને જીવવા માટે વધારે સારું સ્થળ બનાવતા લાખો લોકોના અવાજને અન્ય લોકો સુધી પહોંચાડવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે.

હરિપ્રિયા ભગત- સહ-સ્થાપક, ઇન્ડિયાબિઝફોરસેલ

જાન્યુઆરી, 2013માં સ્થાપિત IndiaBizForSale.com ભારતમાં બિઝનેસ ખરીદવા અને વેચવા ભારત કેન્દ્રિત પ્રીમિયમ ડિસ્કવરી પ્લેટફોર્મ છે.

તેઓ ભારતીય ઉદ્યોગસાહસિકોને તેમના બિઝનેસનું વેચાણ કરવા શ્રેષ્ઠ માધ્યમ બનવાનો સ્પષ્ટ વિઝન ધરાવે છે.

તેમનું મિશન ભારતમાં બિઝનેસ માલિકોને યોગ્ય સમયે અને યોગ્ય કિંમતે બિઝનેસમાંથી બહાર નીકળવામાં મદદ કરવાનું છે.

ઇન્ડિયાબિઝફોરસેલ ગ્રાહકો અને વિક્રેતાઓ માટે ઉપયોગ કરવામાં સરળ ઓનલાઇન પ્લેટફોર્મ છે, જેઓ તેમના બિઝનેસને ખરીદવા કે વેચવા ઇચ્છે છે તથા તેમની વચ્ચે સોદાની પ્રક્રિયાનું વ્યવસ્થાપન કરે છે.

નમ્રતા ગુપ્તા- સહ-સ્થાપક અને સીઓઓ, સીનોવર્જ ટેકનોલોજીસ પ્રાઇવેટ લિમિટેડ

નમ્રતા ટેકનોલોજી પૃષ્ઠભૂમિ ધરાવે છે અને ટેકનોલોજી સોલ્યુશન્સ, ડિલિવરી મેનેજમેન્ટ અને ક્લાયન્ટ રિલેશનશિપ મેનેજમેન્ટમાં 18 વર્ષનો અનુભવ ધરાવે છે. સીનોવર્જમાં તેઓ ઓપરેશન હેડ છે, જેમાં ડિલિવરી, પ્રેક્ટિસ અને એચઆર સામેલ છે. 

રજિસ્ટ્રેશન માટે અહીં ક્લિક કરો