ઘરેલુ હિંસાનો વિરોધ કરી, ચાલી નીકળી નવી રાહ પર, આજે સફળ ઉદ્યોગસાહસિક છે સ્મિતા ભારતી!

ઘરેલુ હિંસાનો વિરોધ કરી, ચાલી નીકળી નવી રાહ પર, આજે સફળ ઉદ્યોગસાહસિક છે સ્મિતા ભારતી!

Thursday April 28, 2016,

4 min Read

સ્મિતા ભારતીના જીવનમાં વર્ષ 1995 દરમિયાન મોટું પરિવર્તન આવ્યું. ઘરેલુ હિંસાનો ભોગ બન્યા બાદ તેમણે પોતાના પતિનો સાથ છોડી દીધો અને નવા, મુક્ત તથા સ્વતંત્ર અને સુખી જીવન તરફ ડગ માંડ્યા.

બે સંતાનોની માતા સ્મિતાએ શિક્ષક તરીકે કામ શરૂ કર્યું અને સાથે સાથે તેથો ક્રિષ્નામૂર્તિ ફાઉન્ડેશન ઈન્ડિયામાં પણ કામ કરતા હતા. પૂણેની આ સંસ્થા તથા નવી દિલ્હીની વસંત વેલી સ્કૂલમાં 1998 સધી કામ કર્યું. આ દરમિયાન તેમણે નફીસ સાથે ઉદ્યોગસાહસિકતાના પાઠ ભણવાના શરૂ કર્યા જેણે લિનન અને બીન બેગ બનાવતા હતા. 1987માં શરૂ કરેલું આ સાહસ 1998 સુધી ચાલ્યું હતું.

image


સ્મિતાના જીવનમાં ત્યાર પછી એટલે કે 1999માં પરિવર્તન આવ્યું જ્યારે તેમણે સાક્ષી સંસ્થામાં કામ કરવાનું શરૂ કર્યું જ્યાંની મહિલાઓ તેમની જેમ જ ઘરેલુ હિંસાનો ભોગ બનેલી હતી. તેમણે 2004માં અધિકારીક રીતે સાક્ષી સાથે જોડાણ કર્યું. નૈના કપૂર અને જસજિત પુરેવાલ દ્વારા શરૂ કરાયેલું સાક્ષી એનજીઓ 1993માં રજિસ્ટર્ડ કરાવાયું હતું. આ એનજીઓ સમાનતા, જાતિગત ભેદભાવો અને હિંસા, કાયદામાં સુધારા, ન્યાયિક શિક્ષણ અને જાતિગત સમાનતા અંગે કામ કરે છે. તેમણે સાક્ષીમાં 2007 થી 2015 સુધી ટોચના પદે કામ કર્યું.

સ્મિતા જણાવે છે,

"હું ભોગ નહોતી બની પણ બચી ગઈ એવું કહીશ. આ ઘટનાએ જ મને મારા કામ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું છે. 2007થી 2015 સુધીમાં સાક્ષીએ મારા માર્ગદર્શન હેઠળ મુખ્યપ્રવાહ સાથે સંકળાઈને ચર્ચાઓ કરી હતી અને મુખ્ય મુદ્દાને ઉજાગર કર્યા હતા જેના પર આપણે ખાસ ધ્યાન આપતા નહોતા."

જન્મજાત સાહસિક

સારી કોર્પોરેટ જોબ માટે પોતાની અંદર રહેલી કળાને ખોઈ દેવી સ્મિતાને ક્યારેય પસંદ નહોતું અને તેના કારણે જ આજે તે ક્રિએટિવ ડાયરેક્ટર, પ્લેરાઈટર, થિયેટર અને મલ્ટિ-મીડિયા પ્રેક્ટિશનર છે. અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક થયેલા તેમણે પુસ્તકોના અનુવાદ, નાટકોને લગતા વર્કશોપ, નાટકો લખવા, સ્ટોરી ટેલિંગ ઈવન્ટનું આયોજન જેવા ઘણા કામ કર્યા હતા.

2005માં તેમણે હંગ્રી હાર્ટ ફેસ્ટિવલનું સોહૈલા કપૂર, મોનિકા ભાસિન અને લ્યુસિયા કિંગ સાથે આયોજન કર્યું હતું. તેમનો આશય રંગમંચને વધુ લોકો સુધી પહોંચાડવાનો હતો જ્યારે ખરેખર કોમર્શિયલ થિયેટર માત્ર પસંદગીના લોકો સુધી જ સિમિત થઈ ગયું હતું. આ ફેસ્ટિવલ કન્ટેમ્પરરી લાઈફસ્ટાઈલ અને પર્સનલ રિલેશનશિપના માધ્યમને થિયેટર દ્વારા રજૂ કરતો હતો. નવી દિલ્હી ખાતે આવેલા ઈન્ડિયા હેબિટેટ સેન્ટર ખાતે 2005, 2006, 2007માં ત્રણ ફેસ્ટિવલ કરવામાં આવ્યા.

સ્મિતા જણાવે છે, 

"અમે એવું રંગમંચ આપવા માગતા હતા જે આપણી રોજિંદી વાસ્તવિકતાને છતી કરે અને જે નવોદિત તથા પીઢ અભિનેતાઓ, ડાયરેક્ટર અને પ્લેરાઈટર્સને યોગ્ય મંચ પૂરું પાડે. હંગ્રી હાર્ટ ફેસ્ટિવલ હાલમાં નિષ્ક્રિય હાલતમાં છે પણ અમે ચારેય મિત્રોએ તેને ફરીથી જિવંત કરવાનો અને નવી ઉંચાઈએ પહોંચાડવાનો પ્લાન બનાવી દીધો છે."

પોતાના ક્રિએટિવ એક્ટિવિઝમના 20 કરતા વધુ અનુભવના આધારે તેમણે ભારતી ક્રિએટિવ્ઝની ઓક્ટોબર 2015માં સ્થાપના કરી જેના દ્વારા લોકોને શહેરમાં થતા વિવિધ કાર્યક્રમોની માહિતી મળતી. ભારતી ક્રિએટિવ્ઝ હાલમાં કોમર્શિયલ વેન્ચર તરીકે ખાસ કામગીરી કરતું નથી અને સોશિયલ મીડિયા પર પણ તેની ખાસ હાજરી નથી. બીજી તરફ તેઓ જણાવે છે કે, તેમણે પોતાના પ્લેટફોર્મ અગનપાકી ડૉટ કૉમની રચના કરી છે જેના દ્વારા લોકોને વિવિધ ઈવેન્ટ્સની માહિતી મળશે. પોતાના આ માધ્યમથી તેઓ ઈવેન્ટ્સની શોધ કરતા લોકો અને દર્શકોની શોધ કરતા આયોજકો વચ્ચે સેતુ સમાન બની રહેશે.

સ્મિતા પોતાના સાહસ અંગે ભંડોળ ભેગું કરવા બાબતે ચિંતિત છે. તે વાસ્તવિકતા સાથે વધુ સંકળાયેલું છે. તેમનું આ સાહસ જાતિગત સમાનતા, અધિકારો અને જાતીય જવાબદારીઓ વગેરે અંગે સમજ અને જાગરૂકતા લાવવાનું કામ કરે છે. તે વધુમાં જણાવે છે કે, 2013માં થયેલા નિર્ભયા કેસે તમામ વાસ્તવિકતાઓને છતી કરી દીધી હતી. સ્મિતાના તમામ સાહસને તેઓ જાતે જ ભંડોળ પૂરું પાડતા આવ્યા છે છતાં તેઓ રોકાણકારની શોધમાં છે જે સારું ભંડોળ આપે અથવા લાવી આપે જેના દ્વારા તેમનો વિકાસ થાય.

સ્મિતા પાસે મોટી સંખ્યામાં આર્ટિસ્ટ, ડિઝાઈનર, રાઈટર્સ, ટેક્નિશિયન, ડાન્સર્સ, મ્યૂઝિશિયન્સ, કમ્પોઝર્સ, સિંગર્સ, કોરિયોગ્રાફર્સ અને પ્રોડ્યુસર્સ છે જેઓ સક્રિય છે અને તેના પ્રોજેક્ટ માટે કામ કરવા તત્પર રહે છે.

કામના સ્થળે જાતીય સતામણી ઓછી થાય તેમ માટે સ્મિતા જાતીય સમાનતાને લગતું કાયદાકીય શિક્ષણ આપતા હોય છે. તેમણે સ્ટોરી ટેલિંગ અને નાટકના માધ્યમથી ઘરેલુ હિંસા અને બાળસતામણીના મુદ્દાને પણ ઉજાગર કર્યા છે. તેમણે જેલમાં રહેતા અને જેલમાંથી બહાર આવેલા લોકોને પણ મનોભાવનાત્મક સાથ પૂરો પડવા વર્ગો લીધા છે. તેમણે પોતાના વર્ગોના માધ્યમથી જેલમાં લોકોને પોતાની જાતને નવા અને યોગ્ય રસ્તે લઈ જવા અંગે તથા સુરક્ષા અંગે વિચારવા પ્રોત્સાહન આપ્યું છે. તેમણે આ લોકોને ભય અને અસુરક્ષામાંથી બહાર આવીને તેમનું જીવન પરિવર્તિત કરવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે.

યુવાન મહિલાઓ માટે તેમનો સંદેશ

તમે જેને લાવી શકો છો તેમાં વિશ્વાસ કરો. મક્કમ રહો. ક્યારેય કોઈ કામ અધુરું છોડશો નહીં અને ધ્યાન પણ ભટકવા દેશો નહીં. આ બધું તમારા કામને પ્રામાણિકતા આપશે. આ દરમિયાન ઘણું કપરું અને મુશ્કેલ કામ જણાશે પણ તેમે તેનો સામનો કરતા થઈ જશો તો સમયાંતરે વિજેતા સિદ્ધ થશો.

લેખક- અપરાજિતા ચૌધરી

ભાવાનુવાદ- YS ટીમ ગુજરાતી

મહિલા ઉદ્યોગસાહસિકોને લગતી અન્ય સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

કચરો વીણીને રોજના માંડ 5 રૂપિયા કમાનાર મહિલા આજે છે 60 લાખ ટર્નઓવર ધરાવતા સંગઠનની પ્રમુખ!

ફેશનની દુનિયામાં દેશી રંગ પૂરતા પાબીબેન રબારી, રબારી ભરતકામને પાબીબેન.કૉમ દ્વારા બનાવ્યું ગ્લોબલ

ગુજરાતની કિંજલનું ફૂડ સ્ટાર્ટઅપ ItsPotluck.com, US અને ઇન્ડિયાના ફૂડ બ્લોગર્સ, હોમ કૂક્સમાં બન્યું લોકપ્રિય