વીતેલા જમાનાનો સ્વાદ અને સોડમ તાજી કરવા માટે ત્રણ બહેનોએ શરૂ કર્યું ‘Our Story – Bistro and Tea Room’ કૅફે

વીતેલા જમાનાનો સ્વાદ અને સોડમ તાજી કરવા માટે ત્રણ બહેનોએ શરૂ કર્યું ‘Our Story – Bistro and Tea Room’ કૅફે

Monday December 21, 2015,

4 min Read

આ કૅફે એક એવી જગ્યા છે જ્યાં થોડી વાર માટે સમય જાણે રોકાઈ જાય છે!

આ કૅફે, વૂડ ફાયર કૂકિંગનો કૉન્સેપ્ટ લાવ્યું છે, જેથી તેમની વાનગીઓમાં વિતેલા જમાનાનો સ્વાદ અને સોડમ પાછી લાવી શકે. તેમનું મેન્યૂ વ્યાપક ન હોવા છતાં, ત્રણે બહેનોના ટેસ્ટનું પ્રતિબિંબ તથા સુમેળ દર્શાવતી દુનિયાભરની કેટલીક પસંદગીની આઈટમ્સ ઉમેરવામાં આવી છે. આમ, તેમણે દેશની રાજધાની નવી દિલ્હી શહેરમાં, ‘Our Story - Bistro and Tea Room’ ની હાલમાં જ શરૂઆત કરી.

ત્રણે બહેનો મેઘના રાઠોડ, મોહિતા શાહી અને મૌસમી સિંઘ દ્વારા કલ્પના કરવામાં આવેલા આ કૅફે પાછળનો વિચાર હતો, કે જીવનનાં અનુભવો તથા યાદોને, ભીડભાડથી દૂર, એક ખાસ જગ્યાએ શેયર કરી શકાય.

(ડા-જ) મોહિતા શાહી, મૌસમી સિંઘ અને મેઘના રાઠોડ

(ડા-જ) મોહિતા શાહી, મૌસમી સિંઘ અને મેઘના રાઠોડ


Our Story – Bistro and Tea Roomની ડાયરેક્ટર મેઘના જણાવે છે કે, “તેમાં ભાવનાત્મક અને લાગણીસભર જોડાણ છે. આ, અમારી સ્ટોરી સાથે જોડાયેલું છે. અમે હંમેશથી આને મૂળ સુધી લઈ જવા માંગતાં હતાં, અને માતા-પિતાનાં લેવલ પર જોડવા માંગતા હતાં. તો આ રહ્યાં અમે, Our Story પર – અને અમે એવું કરવામાં સફળ રહ્યાં છે. આનો દેખાવ પણ એવો છે, જેનાથી લોકોને તેમનું બાળપણ યાદ આવી જાય."

આ કૅફે ત્રણ બહેનોની વાર્તા છે, જેઓ લોકોને તેમની વાર્તા શેયર કરવા માટેની એક જગ્યા આપીને, પોતાનાં અનુભવો અને પસંદ પણ દુનિયા સાથે શેયર કરવા માંગે છે.

આ મેઘનાનું સપનું હતું અને મોહિતા તથા મૌસમીએ તેમની સાથે જોડાઈને, તેમના આ સપનાને હકિકતમાં બદલવામાં મદદ કરી છે. મૂળભૂત રીતે આ ત્રણે બહેનો, ભૂલાઈ ગયેલાં વ્યંજનો તથા કન્ટૅમ્પરરી દુનિયાને મિક્સ કરીને વાનગીઓ પ્રત્યેના તેમનાં પ્રેમને શેયર કરવા માટે સાથે આવી છે.

મૌસમી સિંઘ

મૌસમી સિંઘ


મેઘના જણાવે છે, 

"અમે ઈચ્છીએ છીએ કે અન્ય લોકો પણ તેમનાં બાળપણને યાદ કરે. ત્યાં ત્રણ ઝૂલા છે, આંબો પણ છે. જેની સાથે લોકો પોતાના બાળપણને જોડી શકે છે, અને લોકો જેવા તે જગ્યાએ પગ મૂકે છે તેમ તરત જ તેમના બાળપણની યાદો તાજી થઈ જાય છે. તેઓ અનુભવે છે કે તેઓ એ જગ્યાથી પહેલેથી જ પરિચિત છે."

એક રૂઢિચુસ્ત ઉછેર

ઉત્તર પ્રદેશનાં લખનઉની આ ત્રણેય બહેનો, એક પરંપરાગત રાજપૂત પરિવારમાં જન્મેલી છે. વ્યવસાયે શિક્ષિકા એવી મેઘનાએ, તેમનાં પૂર્વજોનાં ગામમાં, 12 વર્ષની ઉંમરે કૂકિંગની શરૂઆત કરી હતી. તેઓ જણાવે છે કે, “મારા પિતાએ મારી અંદરના કૂકિંગ પ્રત્યેમો પ્રેમ જગાડ્યો. મારા પરિવારને સ્વાદિષ્ટ ભોજન ઘણું ભાવતું હતું અને તેના લીધે, મને નવી રેસિપી બનાવવાનું એક ઉત્તમ કારણ મળી ગયું."

મોહિતા શાહી

મોહિતા શાહી


મેઘના જણાવે છે, "હું હંમેશથી એ સત્ય દ્વારા પ્રોત્સાહિત હતી, કે મારે મારી રેસિપીને પરફેક્ટ બનાવવા તરફ કામ કરવું છે. અમારા કૅફે પર, બધાં મસાલા તાજા હોય છે અને તેમાં વિવિધ ફ્લેવર્સ હોય છે."

બાળપણમાં ત્રણે બહેનોને સાથે મળીને કંઈક કરવાની ઈચ્છા હતી. ખેડૂત પિતા અને ગૃહિણી માતા હોવાનાં લીધે, બાળકોને હંમેશા સ્વતંત્ર રહેવાનું શીખવવામાં આવ્યું હતું. એક રીતે તેમનો આધુનિક ઉછેર થયો છે. ત્રણે બહેનો આશા રાખે છે કે, આવનારા 6 મહિનાથી એક વર્ષ સુધીમાં તેમની આસપાસનાં લોકો સુધી તેમની વાર્તા પહોંચી શકે.

મોહિતા પબ્લિક રિલેશન પ્રોફેશનલ છે, જેઓ તેમના ધ્યેયને પામવા માટે બધી મુસીબતો સામે બાથ ભીડે છે. મૌસમી સકારાત્મક કાર્ય કરવામાં માને છે, અને તેઓ એક બુદ્ધિશાળી વિચારક છે જેમણે, રેસ્ટ્રોરાંનાં ક્રિએટિવ ઝોનમાં રોકાણ કર્યું છે.

ફાઉન્ડર્સ જણાવે છે કે આમાં મોટો પડકાર એ હતો કે ટાઈમલાઈન પર કામ કરવું.

મેઘના રાઠોડ

મેઘના રાઠોડ


આમ કહ્યાં બાદ ફાઉન્ડર્સ ખુશ છે કે તેઓ તેમના ટાઈમફ્રેમને વળગી શક્યાં. તેઓ વિવિધ શહેરોમાં નવાં ફિઝિકલ આઉટલેટ શરૂ કરવાનો વિચાર કરી રહ્યાં છે પણ હાલમાં આ કૅફે પર કામ કરવાથી ખુશ છે.

મેઘના એક વાતથી ઘણી જ ખુશ છે. ઉત્સુક મેઘના જણાવે છે, "એવું લાગે છે કે અમે લોકોને તેમનાં વિતેલા વર્ષો સાથેનું યોગ્ય જોડાણ આપી શક્યાં છે. જે કોઈ પણ અહીંયા આવે છે, તેઓ અમારા કૅફેની એક અથવા બીજી વસ્તુ સાથે જોડાઈ શકે છે."

જેવું કે ફાઉન્ડર્સ કહે છે, "આ કૅફે એક એવી જગ્યા છે જ્યાં સમય રોકાઈ જાય છે, તથા સપનાઓને મૂલ્યવાન પળ અને ભૂતકાળનાં ટકરાવ સાથે ગાળીને, તેને મિત્રો તથા પરિવાર સાથે સમય વિતાવવા માટેની ઉત્તમ જગ્યા બનાવે છે."


લેખક: સાસ્વતી મુખર્જી

અનુવાદક: નિશિતા ચૌઘરી