મહિલાઓને સ્વસ્થ રાખવા ઉદ્યોગસાહસિક બની રાજલક્ષ્મી! શરૂ કર્યું માત્ર મહિલાઓ માટેનું જીમ!

મહિલાઓને સ્વસ્થ રાખવા ઉદ્યોગસાહસિક બની રાજલક્ષ્મી! શરૂ કર્યું માત્ર મહિલાઓ માટેનું જીમ!

Monday May 09, 2016,

5 min Read

સ્વસ્થ પરિવાર જ સુખી જીવનનો આધાર છે. આમ જોવા જઈએ તો આ પંચ લાઈન આપણને કોઈ જાહેરાત જેવી લાગે છે પણ ખરેખર ઘરના તમામ સભ્યો સ્વસ્થ હશે તો જ જિંદગીનું ગાડું યોગ્ય રીતે ચાલશે. પુરુષોની સાથે સાથે ઘરની મહિલાઓનું પણ સ્વસ્થા રહેવું એટલું જ જરૂરી છે. ઘર અને ઓફિસના કામમાં વ્યસ્ત રહેતી મહિલાઓ પોતાના ફિટનેસ પર ધ્યાન આપી શકતી નથી અથવા તો તેને આ કામ માટે સમય મળતો નથી. કામકાજી મહિલાઓનો સમગ્ર સમય ઘર અને ઓફિસની વચ્ચે તાલમેલ સાધવામાં જ પસાર થઈ જાય છે અને સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું સૌથી અંતિમ તબક્કે જતું રહે છે. આંકડા જોઈએ તો છેલ્લાં કેટલાક વર્ષમાં ડાયાબિટિસ, હાર્ટે એટેક, હાઈપરટેન્શન, કેન્સર જેવી બીમારીઓ ધરાવતી મહિલાઓની સંખ્યા વધતી જાય છે. આવા સંજોગોમાં એ જરૂરી છે કે મહિલાઓ પોતાનું ધ્યાન રાખે. આ ઈચ્છા સાથે જ મુંબઈમાં રહેતી રાજલક્ષ્મીએ 2007માં બી ફિટ ઓન્લી લેડિઝ જીમની શરૂઆત કરી. તેનો એક જ આશય હતો કે, મહિલાઓનું સ્વાસ્થ્ય સુધારવું અને તમામ મુશ્કેલીઓનો અંત લાવવો.

image


રાજલક્ષ્મીએ આ અંગે યોરસ્ટોરીને જણાવ્યું,

"ઘરની સ્ત્રીઓ સ્વસ્થ હશે તો આવનારી પેઢીઓ પણ સ્વસ્થ હશે. મહિલાઓ ઘર ચલાવે છે, તેમનું ફિટ રહેવું વધારે જરૂરી છે, પછી ભલે તે હાઉસ વાઈફ હોય કે કામકાજી મહિલા. મેં મારા ઘરમાં જ મારી માતા અને નાનીને ઘરકામમાં મુશ્કેલીઓનો સામનો કરતા જોયા છે. હું માનું છું કે સ્વસ્થ અને સુખી મહિલા જ સુખી પરિવાર બનાવી શકે છે. આમ તો જીમ ચલાવવું કંઈ મોટી વાત નથી, પણ મારા જીમની ખાસિયત એ છએ કે તે માત્ર મહિલાઓ માટે છે અને તેના કારણે જ કોઈપણ પ્રકારના સંકોચ વગર મહિલાઓ અહીંયા વર્કઆઉટ કરી શકે છે. તે સવારે 6 થી રાત્રે 9 વાગ્યા સુધી ચાલે છે. તેના કારણે કામકાજી મહિલાઓમાં તે ખૂબ જ લોકપ્રિય છે અને મારી સફળતાનું કારણ પણ તે જ છે. આ સફળતાએ જ મને 2012માં પોતાની વધુ એક બ્રાન્ચ શરૂ કરવાની હિંમત આપી. મારું એ માનવું છે કે ઉદ્યોગ સાહસ કરવું તે તરવા જેવું છે... જેટલી ઝડપથી લહેર આવશે તેટલી ઝડપથી તમે હાથપગ ચલાવશો."

રાજલક્ષ્મીએ ફૂડ, સાયન્સ એન્ડ ન્યૂટ્રીશનમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે અને 2016માં તેમને એમબીએ ઈન એન્ટરપ્રેન્યોરશીપની ડિગ્રી પણ મળી જશે. તેમણે 1998માં ઘાટકોપરમાં ફિટનેસ વર્લ્ડથી ન્યૂટ્રીશનિસ્ટ તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. અહીંયા ફિટનેસ લેસન્સની સાથે સાથે રાજલક્ષ્મીને વર્કઆઉટની સમજ મળતી ગઈ. અહીંયા કામ કરવા દરમિયાન રાજલક્ષ્મીને પોતાનું જીમ ચાલુ કરવાનો વિચાર આવ્યો. તેણ આ સ્વપ્ન પોતાના મનમાં જ રાખ્યું અને 2000માં મુંબઈના જાણીતા તલવરકર્સ સાથે કામ કરવાનું શરૂ કર્યું. પોતાની મહેનતના જોરે 2014માં તેમને જનરલ મેનેજર બનાવવામાં આવ્યા અને બ્રાન્ચ મેનેજર હોવાના કારણે તેઓ બિઝનેસની મહત્ત્વની બાબતો શીખતા થયા. યોગ્ય સમય આવ્યે રાજલક્ષ્મીએ પોતાના મિત્ર જગજીત સાંધવાલને પોતાના ઈરાદા અંગે જણાવ્યું. તેમણે દરેક તબક્કે રાજલક્ષ્મીને મદદ કરવાનું વચન આપ્યું. 2005માં રાજલક્ષ્મી અને જગજીતે લગ્ન કરી લીધા. ત્યારબાદ રાજલક્ષ્મી પોતાના સ્વપ્નને સાકાર કરવામાં જોડાઈ ગઈ. આસપાસના લોકોએ શરૂઆતમાં તેમને પ્રોત્સાહન આપવાના બદલે તેનાથી થતાં નુકસાન ગણાવીને નિરાશ કર્યા.

image


રાજલક્ષ્મી જણાવે છે,

"અમને એવું સાંભળવા મળતું હતું કે, બિઝનેસ એવા લોકોનું કામ છે જેમના બાપ-દાદા પણ બિઝનેસ કરતા આવ્યા હોય. પોતાનો બિઝનેસ ચલાવવો મિડલ ક્લાસ એટલે કે અમારા જેવા લોકોનું કામ નહીં. મારા માતા-પિતાને પણ થોડી ચિંતા હતા. તે પોતાના અનુભવ, વિશ્વાસ અને મહિલાઓની ફિટનેસના ક્ષેત્રમાં કંઈક કરવા પ્રોત્સાહન આપ્યું અને 2007માં મેં બી ફિટ ઓન્લી લેડિઝ જીમની શરૂઆત કરી. આ સાહસમાં મારા પતિએ 75 ટકા અને પિતાએ 25 ટકા રોકાણ કર્યું. રનિંગ કોસ્ટ હું મારી બચતમાંથી મેનેજ કરતી હતી. એક સારી મહિલાએ ડિપોઝિટ લીધા વગર અમને જગ્યા આપી. શરૂઆતમાં ઈક્વિપમેન્ટ્સની મુશ્કેલીઓ હતી તેથી મોટાભાગની ફિટનેસ ટ્રેનિંગ હું જાતે જ કરતી હતી. પોતાની મહેનત અને ઈરાદા સાથે મેં જીમને નફો રળતા સાહસમાં પરિવર્તિત કર્યું અને 2012માં બીજી બ્રાન્ચ શરૂ કરી."

રાજલક્ષ્મીનું બી ફિટ જીમ નવી મુંબઈના ઘંસોલીથી એરોલી વચ્ચે ઘણું જાણીતું છે. જીમમાં કાર્ડિયો, ફ્લોર વર્કઆઉટ, પિલાટીઝ, યોગ, થર્મલ સેશન્સ, રેડિયો ફ્રિક્વન્સી ટ્રીટમેન્ટ, પેસિવ સ્લિમિંગ વગેરે સુવિધાઓ આપવામાં આવે છે. અહીંયા આવનારી મહિલાઓની મુશ્કેલીઓ અલગ અલગ હોય છે. કેટલીક મહિલાઓ વજન વધવાથી થતી બીમારીઓથી પરેશાન હોય છે તો કેટલીક પ્રેગ્નેન્સી બાદ પોતાનું વજન ઓછું કરવા માગતી હોય છે. રાજલક્ષ્મી જણાવે છે કે, તેમના જીમમાં એક કેન્સર પેશન્ટ પણ આવતી હતી જેને સામાન્ય અને હળવી કસરત કરવાનું તેને કહેવાયું હતું. સ્પા ટ્રીટમેન્ટ અને પેસિવ સ્લિમિંગ દ્વારા રાજલક્ષ્મીએ વજન ઉતારવા અને સ્ટેમિના વધારવામાં મદદ કરી. તે ઉપરાંત રાજલક્ષ્મી બી ફિટ ટ્રેનિંગ એકેડેમી શરૂ કરવાની છે જેના દ્વારા મહિલાઓને ફિટનેસના ક્ષેત્રમાં પોતાનું સાહસ શરૂ કરવા માટે જરૂરી તાલિમ અને પ્રશિક્ષણ આપી શકાય.

image


રાજલક્ષ્મી જણાવે છે,

"હું ઈચ્છું છું કે વિમેન ફિટનેસમાં પોતાનું સાહસ શરૂ કરવાની ઈચ્છા રાખનારી મહિલાઓને જરૂરી ટ્રેઈનિંગ મળે અને તેઓ આ સાહસમાં સફળ પણ થાય. બી ફિટ ટ્રેનિંગ એકેડમી દ્વારા અમે વધારેમાં વધારે લોકોને ઉદ્યમી બનાવવાનો પ્રયાસ છે. મારી ઈચ્છા છે કે એવી વધુ રાજલક્ષ્મી આગળ આવે જે વિમેન ફિટનેસ ક્ષેત્રે કંઈક સારું કરવા માગે છે."
image


બી ફિટ સભ્યોનું વોટ્સએપ ગ્રૂપ છે સમયાંતરે તેમના માટે પિકનિક, મહિલા દિવસ, હલ્દી કુમકુમ, જેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. બી ફિટ લેડીઝ જીમનો ઉદ્દેશ મહિલાઓની ખુશી અને ફિટનેસ જાળવી રાખવાનો છે. આ વિચાર આપણા બધા માટે જરૂરી છે, કારણ કે સ્વસ્થ અને સુખી મહિલા જ એક સફળ અને સુખી પરિવારનો આધાર હોય છે.

લેખક- શિખા ચૌહાણ

અનુવાદક- મેઘા નિલય શાહ

વધુ હકારાત્મક અને પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

પોતાની હોન્ડા સિટી વેચીને સાઇકલ ખરીદનારાં મહિલા એટલે ગૌરી જયરામ

બિઝનેસ જર્નલિસ્ટથી લઈને બિઝનેસવુમન સુધીની વિશાખાની સાહસિક સફર

આત્મહત્યાનો વિચાર મનમાંથી કાઢી, કપરી પરિસ્થિતિનો અડગપણે સામનો કરી, સફળ ઉદ્યોગસાહસિક બન્યા એચ. સરોજા