કોઈ પણ નવી શરૂ થયેલી કંપની એ 'સ્ટાર્ટઅપ' નથી!

કોઈ પણ નવી શરૂ થયેલી કંપની એ 'સ્ટાર્ટઅપ' નથી!

Wednesday April 27, 2016,

4 min Read

બધાં લોકોને ઉડવું તો હોય છે પરંતુ પાંખો અમુક જ લોકો પાસે હોય છે!

ના, આ વાક્ય આપણે વિચારીએ છીએ તેવું જીવન અને મૃત્યુનું દર્શનશાસ્ત્ર નથી પરંતુ મેક ઇન ઇન્ડિયામાં મોટી કંપનીઓને સહન કરવી પડતી વ્યથા છે.

ભારત સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. જેથી કરીને ભારતીય સ્ટાર્ટઅપને વેપાર કરવામાં સરળતા રહે અને તેમને સફળતા મળે. બીજા શબ્દોમાં કહીએ તો તેમને ઉડવા માટે પાંખો મળે.

image


એક અહેવાલ અનુસાર ભારતમાં સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ ખૂબ જ ઝડપથી વિકાસ કરી રહી છે. વર્ષ 2015માં આ ક્ષેત્રે 5 અબજ ડોલરનું રોકાણ આવ્યું છે અને આપણો દેશ સ્ટાર્ટઅપ માટેનું અગ્રગણ્ય કેન્દ્ર બની ગયો છે. પરંતુ સવાલ એ છે કે શું સરકાર આ અંગેના લાભો તમામ લોકોને આપી રહી છે. અથવા તો પછી આ લાભ તમામ લોકોને મળવાને બદલે કેટલાક જ લોકોને મળી રહ્યો છે.

પરંતુ પહેલાં એ જાણો કે બધા લોકો કોણ છે?

આ બધા લોકોમાં સર્જનકારો, સંશોધનકારો, ગેમ ચેન્જર્સ, દીર્ઘદૃષ્ટા લીડર્સ, ડિઝાઇનર્સ, પ્રાઇમ મૂવર્સ અને તે તમામ લોકો કે જે મોટાં સપનાં જુએ છે અને નિષ્ફળ થવાની હિંમત ધરાવે છે. જોકે, આ પાંખો મેળવવા માટે એટલે કે લાભો મેળવવા માટે લાયક બનવા કેટલીક શરતો અને નિયમોનું પાલન કરવું જરૂરી છે.

તો પછી પાંખો કોને મળે છે?

હાલની કંપની અને વ્યાપારી કેટલીક ગેરમાન્યતાઓને કારણે સ્ટાર્ટઅપના પુનરુત્થાનની રાહ જુએ છે. પરંતુ દુઃખદ બાબત એ છે કે આ પાંખો તમામ લોકો પાસે નથી. મને આશા છે કે આ લેખના અંતે સ્ટાર્ટઅપ વિશેની તમારી સમજણ અને દૃષ્ટિકોણ વધુ સારાં બનશે. તેમજ તેના કારણે સ્ટાર્ટઅપ વિશેની તમારી ભ્રમણાઓ અને ગેરમાન્યતાઓ દૂર થશે.

1. દરેક નવી કંપની એ સ્ટાર્ટઅપ છે!

એક એવી ગેરમાન્યતા છે કે કોઈ પણ નવી શરૂ થયેલી કંપની એ સ્ટાર્ટઅપ છે પરંતુ એવું નથી. સરકારે સ્ટાર્ટઅપ કોને કહેવાય તેની સ્પષ્ટ વ્યાખ્યા બાંધી છે.

- કંપની તેની શરૂઆતથી પાંચ વર્ષ કરતાં વધુ જૂની ન હોવી જોઇએ. જો તમે છ વર્ષથી તમારો વ્યાપાર ચલાવી રહ્યા હો તો તમે સ્ટાર્ટઅપની વ્યાખ્યામાં આવતાં નથી.

image


- તમારાં સ્ટાર્ટઅપનું છેલ્લાં પાંચ નાણાકીય વર્ષનું ટર્નઓવર રૂ. 25 કરોડ કરતાં વધારે ન હોવું જોઇએ.

- કંપની ઇનોવેશન, ડેવલપમેન્ટ, અને નવાં ઉત્પાદનનાં વ્યાપારીકરણ માટે, ટેકનોલોજી આધારિક પ્રોસેસ અને સેવા, તેમજ ઇન્ટલેક્ચ્યુઅલ પ્રોપર્ટીનું કામ કરતી હોવી જોઇએ.

- આ ઉપરાંત સ્ટાર્ટઅપ તરીકે ઓળખાવા માટેની અન્ય કેટલીક શરતો પણ છે કે જે નીચે પ્રમાણેની છે.

પાંખો મેળવવા માટે તમારે પક્ષી બનવું પડે છે

2. 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા એપ' કંપનીઓની નોંધણી કરશે

બીજી એક એવી ગેરમાન્યતા છે કે 'સ્ટાર્ટઅપ ઇન્ડિયા એપ' નવાં શરૂ થઈ રહેલાં તમામ વ્યાપારની નોંધણી કરશે. આ એપ માત્ર લાયકાત ધરાવતા સ્ટાર્ટઅપની સ્પષ્ટતા કરે છે અને તેની નોંધણી તેને મળનારા લાભો માટે કરે છે. આ કંપનીની નોંધણી જેવું નથી. સ્ટાર્ટઅપ તરીકેની લાયકાત અને તેને લગતા લાભો મેળવવા માટે કોર્પોરેટ બાબતોનાં મંત્રાલયમાં કંપની તરીકે કે પછી એલએલપી (લિમિટેડ લાયેબિલિટી પાર્ટનરશિપ) એક્ટ અંતર્ગત નોંધણી કરાવવી જરૂરી છે.

જો તમારો વ્યાપાર સ્ટાર્ટઅપ તરીકે લાયક હોય અને તમે હજી સુધી નોંધણી ન કરાવી હોય તો પાંખો મેળવવા માટે પહેલાં નોંધણી કરાવો.

પાંખો મેળવવા માટે તમારે તમારા અસ્તિત્વનો અહેસાસ કરાવવો જરૂરી છે.

3. ઇનોવેટિવ ઉત્પાદનો બનાવતી તમામ ક્ષેત્રની કંપનીને સ્ટાર્ટઅપ તરીકેના લાભો મળે છે

અત્યાર સુધી સરકારે આ લાભો ટેકનિકલ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ઇનોવેશન કરતી કંપની તેમજ અથવા તો ઇનોવેશન કરતી કંપની પૂરતાં જ મર્યાદિત રાખ્યા છે કે જો કંપની

- નવું ઉત્પાદન, સેવા કે પ્રોસેસ આપતી હોય

- તે પોતાનાં હાલનાં ઉત્પાદનમાં ભારે ફેરફાર કરે

- કંપની એવી વસ્તુ, સેવા કે પ્રોસેસનું ઉત્પાદન કરે કે જેના કારણે ગ્રાહકો અને કામદારોને લાભ થાય

તેમાંથી નીચેની વસ્તુને બાકાત કરવામાં આવે છે

- એવાં ઉત્પાદનો કે જેમાં કોમર્શિયલાઇઝેશનની ક્ષમતા નથી

- અલાક્ષણિક ઉત્પાદન અને સેવાઓ

- ગ્રાહકો માટે કોઈ મૂલ્ય ન ધરાવતાં સેવા અને ઉત્પાદનો

પાંખો મેળવવા માટે તમારી ઉડાન જરા જુદી હોવી જોઇએ.

4. તમામ કંપનીને એક જ પ્રકારના લાભો મળે છે

કંપનીને આપવામાં આવતાં લાભો તેનાં ઉત્પાદન કે સેવાની ગુણવત્તા અને બજારમાં તેની અસરને આધારે ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન (ડીઆઈપીપી) નક્કી કરે છે. આ ઉપરાંત તેનો આધાર તેનાં મૂલ્ય અને ગ્રાહકો ઉપર પણ રહેલો છે. તેથી તમામ કંપનીને મળતાં લાભો સમાન નથી હોતા.

તેથી તમારી પાંખના કદનો આધાર તમે કેટલા મોટા છો તેના ઉપર રહેલો છે.

તમામ ગેરમાન્યતાનો અંત આણતા અંતે એટલું કહી શકાય કે ભારત સરકારે સ્પષ્ટપણે કહ્યું છે કે એક વખત જો એપ મારફતે (1 એપ્રિલે લોન્ચ કરાયેલી) જો તમારા સ્ટાર્ટઅપની ઓળખ થાય તો તમારા ટર્નઓવરને આધારે કંપનીને કેટલાક લાભો મળે છે. જે ડીઆઈપીપી દ્વારા નક્કી કરવામાં આવે છે. તેમાંના કેટલાક લાભો નીચે પ્રમાણેના છે.

- પહેલાં ત્રણ વર્ષ સુધી કોઈ જ ઇન્કમટેક્સ ભરવાની જરૂર નથી

- પેટન્ટ એપ્લિકેશન ફાઇલિંગની ફીમાં 80 ટકા રાહત

- પેટન્ટ એપ્લિકેશન માટે ફાસ્ટ ટ્રેક મિકેનિઝમ

- કેપિટલ ગેઇન ઉપર કોઈ ટેક્સ નહીં

- સ્વપ્રમાણપત્રને આધારે નિયમોનું પાલન

- ત્રણ વર્ષ સુધી કોઈ જ ઇન્સપેક્શન નહીં

- સ્ટાર્ટઅપ બંધ કરવા માટે 90 દિવસના સરળ નિયમો પરંતુ તે બિલ સંસદમાં રજૂ કરવાનું બાકી છે

- જાહેર વિતરણનાં સ્ટાર્ટઅપ માટે નિયમોમાં હળવાશ કોઈ જ ટર્નઓવર કે અનુભવની જરૂર નથી

- સરકાર શરૂઆતમાં રૂ. 2500 કરોડનું ભંડોળ ઊભું કરશે અને ચાર વર્ષમાં તે રૂ. 10 હજાર કરોડનું થશે. જોકે તેમાંથી કરવામાં આવતાં ખર્ચનો આધાર માત્ર ઉત્પાદન ઉપર રહેશે.

મને ખબર છે કે આ પાંખોને કારણે તમે ઓછી મહેનતે વધુ ઊંચે ઉડી શકશો પરંતુ ફરી એકવાર કહું કે ઉડવું બધાને હોય છે પરંતુ બધા પાસે પાંખો નથી હોતી.

લેખિકા- તિતલી ચેટરજી

અનુવાદક- YS ટીમ ગુજરાતી