આપની સફરને વધુ રોમાંચક અને સુગમ બનાવશે ‘ફ્રોપકોર્ન’

0

બસમાં મુંબઈથી બેંગલુરુનો પ્રવાસ લગભગ 18 કલાકની આસપાસનો હોય છે. આ દરમિયાન બસ ઓપરેટર યાત્રીઓને એક સ્ક્રીન પર પાંચ-છ ફિલ્મો બતાવી દે છે. જરૂરી નથી કે તેમાં ચાલી રહેલી ફિલ્મો દરેક યાત્રીને પસંદ આવે, પણ તે સમયે તેમની પાસે તેવી ફિલ્મો જોયા સિવાય કોઈ વિકલ્પ હોતો નથી. આ બસોને પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટની જેમ એન્ટરટેઈન્મેન્ટ સિસ્ટમથી ભરપૂર બનાવવામાં આવે તો કેવી મજા આવે! એક કંપની છે જે આ કામ કરવા માટે પ્રયાસ કરી રહી છે. આવી જ એક કંપની એકબીજાને છેલ્લાં એક દાયકાથી જાણનારા કાર્તિક પોદ્દાર અને કાર્તિક બંસલ દ્વારા સ્થાપિત કરવામાં આવી છે. તેઓ જણાવે છે કે તેમની વચ્ચે નામ ઉપરાંત ઘણી સમાનતા છે. આ બંને એક જ એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થી હોવા ઉપરાંત કેટલાક સમય માઈક્રોસોફ્ટમાં પણ સાથે જ કામ કરતા હતા. અંતે તેમણે સાથે મળીને પોતાની કંપની શરૂ કરવાનું નક્કી કર્યું અને ગત વર્ષે સપ્ટેમ્બરમાં ફ્રોપકોર્નની સાથે દુનિયા સામે પ્રસ્તુત થયા. કંપનીના સહસ્થાપક અને સીઈઓ કાર્તિક પોદ્દાર કોમલી મીડિયા અને માઈક્રોસોફ્ટ સાથે પ્રોડક્ટ મેનેજમેન્ટ અને માર્કેટિંગના કામ સફળતાપૂર્વક સંભાળી ચૂક્યો છે. બીજી તરફ સહસ્થાપક કાર્તિક બંસલ પણ આ પહેલાં શિનડિગ અને માઈક્રોસોફ્ટ સાથે કામ કરી ચૂક્યો છે પણ તે પોતાના ખૂબ જ અવ્યવસ્થિત માને છે.

કંપનીનું અવલોકન

'બૈનયનપોડ' ટેક્નોલોજીઝ ઓન ડિમાન્ડ એન્ટરટેઈન્મેન્ટના ક્ષેત્રમાં કામ કરતી એક મીડિયા ટેક્નોલોજી કંપની છે. કંપનીનું હાઈપરલોકલ વિતરણ ઉત્પાદન ફ્રોપકોર્ન પોતાના ગ્રાહકોને વાઈફાઈની મદદથી ઉચ્ચ ગુણવત્તાની મનોરંજન સામગ્રી ઉપલબ્ધ કરાવે છે.

ઉત્પાદન અને સેવાનું વિવરણ

ફ્રોપકોર્ન મુખ્યતઃ લોકોની વધુ અવરજવર ધરાવતા સ્થળો પર વાઈફાઈ સક્ષમ મનોરંજન ક્ષેત્રની સ્થાપના કરવાથી સંચાલિત થાય છે. એક વખત ફ્રોપકોર્ન સ્થાપિત થઈ ગયા બાદ લોકો વાઈફાઈના માધ્યમથી પોતાના વ્યક્તિગત સાધનો પર ફિલ્મો, ગીતો, વીડિયો, મ્યૂઝિક, ઈ-પુસ્તકો અને અન્ય પ્રકારની સામગ્રી ડાઉનલોડ કે સ્ટ્રીમ કરી શકાય છે.

વ્યાપાર

ફ્રોપકોર્ને વાયકોમ, યશરાજ, રિલાયન્સ, સન ટીવી સહિત ઘણા મુખ્ય સ્ટૂડિયો સાથે જોડાણ કર્યું છે. હવે ઘણી કંપનીઓ પોતાને ત્યાં વાઈફાઈ સિસ્ટમ લગાવવા માટે તેમનો સંપર્ક કરે છે. તેમની એપ્લિકેશન જે અત્યાર સુધી બીટા અવસ્થામાં છે જે અત્યાર સુધીમાં 500 ડાઉનલોડના આંકડાને પાર કરી ચૂકી છે. વર્તમાન સમયમાં વાઈફાઈ શહેરી ભારતીય જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે.

ફ્રોપકોર્નની પાસે એરપોર્ટ, મોલ, હોટેલ વગેરે જેવા અત્યંત ભીડ ધરાવતા સાર્વજનિક સ્થળો માટે એક મજબૂત પ્રસ્તાવ છે. તેમની સંસ્થાપક ટીમ પાસે આ કામને પૂરું કરવા માટે જરૂરી અનુભવ છે અને હજી સુધી તે મીડિયાની દુનિયામાં કેટલાક મોટા નામમાં સ્થાન ધરાવવામાં સફળ રહ્યા છે. હાલમાં ફ્રોપકોર્ન મુંબઈ, બેંગલુરુ અને હૈદારાબાદમાં ઉપલબ્ધ છે.

સહસ્થાપક અને સીઈઓ કાર્તિક પોદ્દાર જણાવે છે કે, ફ્રોપકોર્ન પર અમેજે પણ કામ કરીએ છીએ તેની પાછળ ગ્રાહકો કેન્દ્રમાં છે. સાથે જ, વિનમ્રતા અને તેનો આનંદ લેવો તે અમારા મુખ્ય સિદ્ધાંતો છે.

ફ્રોપકોર્નની ટીમ

આ એક 20 સભ્યોની ટીમ છે જે બિઝનેસ ડેવલપમેન્ટ, સંચાલન અને એન્જિનિયરિંગના ક્ષેત્રમાં વહેંચાયેલી છે.

કાર્તિક પોદ્દાર જણાવે છે કે, દિલથી અમે લોકો એક પ્રોડક્ટ ટેક્નોલોજી કંપની છીએ અને અમારી ટીમના મોટાભાગના સભ્યો એન્જિનિયરિંગનું બેકગ્રાઉન્ડ ધરાવે છે.

ભવિષ્ય પર નજર

તે વધુમાં જણાવે છે કે, અમે ઘણા સ્થળોએ પોતાની સેવાની શરૂઆત કરી દીધી છે અને તેના ઉપરાંત અમે ઘણા કાર્યક્ષેત્રોનો વિસ્તાર કરવા પણ પ્રયાસ કરી રહ્યા છીએ. બસોમાં તેના સંચાલનની પ્રારંભિક પ્રતિક્રિયા ખૂબ જ સરસ રહી અને અમારું માનવું છે કે, કોઈપણ સ્થાન જ્યાં યાત્રા અથવા કોઈપણ કારણોસર ખાલી સમય મળી રહે છે ત્યાં ફ્રોપકોર્નની આવશ્યકતા છે. ઉપયોગકર્તા માટે પોતાની સેવાઓને વધારે રોમાંચક બનાવવાના ક્રમમાં અમે કંઈક નવી સામગ્રી માટે અમારા ભાગીદારો સાથે પણ ચર્ચા કરી રહ્યા છીએ જેથી અમે અમારા ગ્રાહકોને વધુ સારી અને વિવિધ સેવાઓ ઉપલબ્ધ કરાવી શકીએ.

ટેક 30 દ્વારા સન્માનિત કરાયા મુદ્દે

કાર્તિક પોદ્દાર જણાવે છે, 

"ટેક 30ના સન્માને અમારી સાખમાં ઘણા વધારો કર્યો છે અને તેના કારણે અમારી સામે ઘણા નવા રસ્તા ખુલ્યા છે. ટેક30ની જાહેરાત થવાની સાથે જ અમને ભાગીદારો તરફથી સકારાત્ક પ્રતિક્રિયા મળી રહી છે. ટેક30 પુરસ્કાર જીતવો અમારી ટીમના આત્મવિશ્વાસમાં વધારો કરનાર સાબિત થયો કારણ કે તેનાથી જ લોકોમાં અમારી પ્રોડક્ટ અંગે વિશ્વાસ વધ્યો."

યોરસ્ટોરીનું તારણ

આજના સમયમાં વાઈફાઈ શહેરી ભારતીય જીવનનું એક અભિન્ન અંગ બની ગયું છે. ફ્રોપકોર્નની પાસે એરપોર્ટ, મોલ, હોટેલ વગેરે જેવા અત્યંત ભીડવાળા સાર્વજનિક સ્થળો માટે અત્યંત નક્કર પ્રસ્તાવ છે. તેમની સ્થાપક ટીમ પાસે આ કામને પૂરું કરવા માટે જરૂરી અનુભવ છે અને અત્યાર સુધીમાં તે દુનિયામાં કેટલાક ટોચના મોટા નામની હરોળમાં આવવામાં સફળ રહ્યા છે.

લેખક- ડૉલા સમાંતા

અનુવાદ- એકતા રવિ ભટ્ટ

Related Stories