તમારી આસપાસ ક્યાંય ભ્રષ્ટાચાર થઇ રહ્યો છે? આ 'સામાજિક સવાંદદાતાઓ' રેકોર્ડ કરશે તેનો વિડીયો, કરશે તમારી મદદ 

0

ભારત સરકારની મધ્યાહન ભોજન યોજના હેઠળ મધ્ય પ્રદેશના બાકાયન શહેરની શાળામાં 201 વિદ્યાર્થીને મધ્યાહન ભોજન પીરસવાના 40 દિવસ દરમિયાન સ્થાનિક સામાજિક પત્રકાર આરતી બાઈએ દરમિયાનગીરી કરવાનું નક્કી કર્યું. જિલ્લાના વહીવટી તંત્રનું ધ્યાન ખેંચવા માટે વાલીઓ અને વિદ્યાર્થીઓને અપાયેલાં વચનો શૂટ કરીને 3 મિનિટનો એક વીડિયો તેણે તૈયાર કર્યો. તેણે સત્વરે આ કામ શરૂ કર્યું અને મધ્યાહન ભોજન નિયમિત રીતે મળવા લાગ્યું.

એક અન્ય બનાવમાં ઝારખંડના મથુરપુરામાં 4 વર્ષથી અંધારપટ દૂર કરવા માટે ડાયસ્ફંક્શનલ ટ્રાન્સફોર્મર ફીટ કરવા રૂ. 20,000ની લાંચ માગી. સ્થાનિક પત્રકાર મુકેશે આ સમાચારનું રિપોર્ટિંગ કર્યું અને બ્લોક ડેવલપમેન્ટ આફિસમાં બતાવ્યું. જેને પગલે આ અંગે તાકીદે એક તપાસ સમિતિની રચના કરી અને એક મહિનામાં જવાબ આપવા આદેશ કરાયો હતો. વધુમાં 4 વર્ષ પછી ગામમાં અજવાળું થયું.

146 જિલ્લામાંથી આવતા 200 સામાજિક સંવાદદાતાના સમૂહમાંથી આરતીબાઈ અને મુકેશ આવે છે, આ લોકોને વીડિયોની શક્તિના માધ્યમથી સામાજિક પરિવર્તન લાવવા ઇચ્છે છે. ‘જે લોકો જીવી રહ્યા છે, તેમના દ્વારા સમાચાર’ તેમ કહી શકાય. જેસિકા મેબેરીએ વર્ષ 2003માં વીડિયો વોલન્ટિયર્સ (વીવી) શરૂ કર્યું અને તેઓ સ્થાનિક સમાજના પત્રકારોને ઉપેક્ષા, નુકસાન અને ભેદભાવ અંગેની ઘટનાઓને 2થી 5 મિનિટનો વીડિયો તૈયાર કરવાની અને પોતાના હક્કો માટે તેનો ઉપયોગ કરવાની તાલીમ આપે છે.

વીવી કઈ રીતે શરૂ થયું?

ડબલ્યુ. જે. ક્લિન્ટનરના અમેરિકન ઇન્ડિયા ફાઉન્ડેશનના નેજા હેઠળ ન્યૂયોર્કના જેસિકા મેબેરી ભારતની મહિલાઓને ફિલ્મનિર્માણ શીખવવા માટે વર્ષ 2002માં ભારત આવ્યાં. ભારતીયોની પોતાની જાતે જ સમસ્યાઓનો ઉકેલ લાવવાની શક્તિ જોઈને તેમણે ભારતમાં રોકાઈ જવાનું અને અહીંના લોકોને વધુ સશક્ત બનાવવાનો નિર્ણય લીધો. અને આ રીતે, છેવાડાના અને મુખ્ય પ્રવાહના પત્રકારો વચ્ચેનું સંકલન, પછાત લોકોને વાચા આપવી અને તેમના અવાજની યોગ્ય અસર થકી તેમના જીવનમાં સુધારો લાવવાના વીડિયો વોલન્ટિયર્સની શરૂઆત થઈ. 

જેસિકા કહે છે,

“ભારતમાં પ્રચારમાધ્યમોની સ્વતંત્રતા છે અને સાથે જ તે કેટલાક શક્તિશાળી મીડિયા હાઉસનો ગઢ ગણાય છે, આમ છતાં મુખ્ય પ્રવાહના સમાચાર માધ્યમોમાં ગ્રામવિસ્તારોની સમસ્યાઓ અને મુદ્દાને 2 ટકાથી પણ ઓછું સ્થાન અપાય છે. અમલમાં મુકાયેલી યોજનાઓ અને છેવાડાના લાભાર્થી અંગે પત્રકાર વાત કરે છે ત્યારે એ પત્રકાર કે શ્રોતાઓ પૂર્ણપણે એ મુદ્દો સમજી શકતા નથી."

વીવી કઈ રીતે કામ કરે છે?

હાંસિયામાં ધકેલાઈ ગયેલા લોકોનો અવાજ પહોંચાડવામાં મુખ્ય પ્રવાહના સમાચાર માધ્યમો ઊણાં ઊતરે ત્યારે ડિજિટલ ટેકનોલોજી અને સોશિયલ મીડિયા સશક્ત હથિયાર સાબિત થાય છે.

વીવી રસ ધરાવતા સ્થાનિક સામાજિક સભ્યોને ઓછા ખર્ચાળ કેમેરાની મદદથી વીડિયો શૂટિંગ કરતાં શીખવીને ‘વીડિયો વોલન્ટિયર્સ’ બનાવે છે. એટલું જ નહીં, તેઓ સમાચાર શોધતાં, તેને મઠારતાં અને આખરે સમસ્યાને આવરી લઈ શુટિંગ કરવાની પણ તાલિમ આપે છે. સાથેસાથે દરેકનાં મંતવ્યો અને ઇચ્છિત પરિણામનો પણ સમાવેશ કરવામાં આવે છે. ત્યાર પછી આ વીડિયો વીવીની ગોવા સ્થિત ઓફિસે મોકલવામાં આવે છે જ્યારે એક ટીમ તેને એડિટ કરે છે અને ત્યાર પછી અસર ઊભી કરવા માટે તેને પ્રસારિત કરવામાં આવે છે.

દરેક વીવી કોરસ્પોન્ડન્ટને વીડિયો દીઠ રૂ. 1500થી 3500 ચૂકવવામાં આવે છે. અને જો એ વીડિયોથી અસર પેદા કરે તો ‘ઇમ્પેક્ટ વીડિયો’ના નામથી કોરસ્પોન્ડન્ટને રૂ. 5000 ચૂકવવામાં આવે છે. પોતાના સમાજને સુધારવા માટે ખંતથી કામ કરનારા કેટલાક પત્રકારો ફ્રીલાન્સ કામ કરે છે જ્યારે ખેતમજૂરી, શાકભાજી વેચવા જેવી પૂર્ણ સમયની નોકરીની સાથે આ કામ કરનારા કેટલાક કોરસ્પોન્ડન્ટ પણ છે અને 5 વર્ષ સુધી વીવી માટે કામ કરવા નિયમબદ્ધ લોકો પણ છે.

વીવી અલગ રીતે અને સશક્ત રીતે કામ કરે છે. તહેલકા, ન્યૂઝ લોન્ડ્રી, બ્લુમબર્ગ અને રોઇટર્સ જેવી મોટા ગજાની સમાચાર સંસ્થાઓ સાથે ટાઇઅપ કરે છે. તેમની ચેનલ્સના માધ્યમથી તાજા અને સમાજને વિચાર કરવા પ્રેરે તેવા સમાચારો પ્રસારિત કરે છે. વીવી NGO, યુનિવર્સિટીઝ અને આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે પણ ભાગીદાર છે.

આખરે, વીવી પાસે અનેક કંપની છે, જેનો જાગૃતિ લાવવા અને સલાહ આપવા માટે ઉપયોગ કરવામાં આવે છે. ‘આર્ટિકલ 17 – અસ્પૃશ્યતાની ચળવળ’ વિશે જેસિકા વાત કરે છે,

“આ મુદ્દાનો સ્થાનિક કક્ષાએ ઉકેલ લાવવાનું અનુભવ્યું ત્યારે વર્ષ 2012માં અમે આ પ્રોજેક્ટ લોન્ચ કર્યો હતો. આ સમસ્યાઓને જાહેરમાં લાવવા સાથે અમારો મુખ્ય હેતુ એ હતો કે અસ્પૃશ્યતા એ બહુ મોટી સમસ્યા છે અને સરકાર તેમાં સૌથી વધુ જવાબદાર છે, તે સમગ્ર દેશ જાણે.”

દલિત વિદ્યાર્થીને શાળામાં અલગ બેસવા તથા ઉજળિયાત કોમના લોકોનો રસ્તો ન ઓળંગવા માટે દબાણ કરવા સહિતના મુદ્દે અમે 60 જેટલા વીડિયો એકઠા કર્યા અને હજી પણ કરી રહ્યા છીએ.

આ ઉપરાંત હજી ઘણાં કાર્યો છે. જેમ કે, ‘રાઇટ ટુ એજ્યુકેશન – પાસ યા ફેલ?’, જેમાં દેશભરની 100 શાળાની આરટીઈ અંગેની ફરિયાદો સમજવા અને ‘મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરેન્ટી એક્ટ (MGNREGA) કેમ્પેઇન’નો સમાવેશ થાય છે. જેમાં સામાજિક પત્રકારોએ સાંપ્રત સમસ્યાઓને કેન્દ્રમાં રાખવા સાથે MGNREGAના અમલીકરણને લગતા 120થી વધુ વીડિયો બનાવ્યા છે.

પરિવર્તન આવ્યું?

એક શબ્દમાં કહી શકાય, હા. જેસિકા કહે છે,

“5 વર્ષમાં વીવીએ 3000 વીડિયો પ્રસિદ્ધ કર્યા, તેમાંથી 617 વીડિયોથી પરિવર્તન આવ્યું.”

આર્ટિકલ-17 – અસ્પૃશ્યતાની ચળવળની સફળતા અંગે તે ઉમેરે છે, “રાજસ્થાનના એક અંતરિયાળ નગરમાં ઉચ્ચ જાતિના લોકોના વિસ્તારમાંથી નિમ્ન જાતિના લોકોને ખુલ્લા પગે ચાલવું પડે છે. નિમ્ન જાતિના લોકોને આ રીતે ઓળખવામાં આવે છે અને એ રીતે વર્તવામાં આવે છે. વીવી કોમ્યુનિટી કોરસ્પોન્ડન્ટે આ ઘટનાનું શૂટિંગ કર્યું અને જિલ્લાના અધિકારીઓને બતાવ્યું ત્યારે તેમણે આ વલણ અટકાવ્યું. હવે, ત્યાં આવું કૃત્ય સંપૂર્ણપણે બંધ છે.”

હવે શું?

“અમે મોટા પાયે ડેટાનો ઉપયોગ શરૂ કરીશું,” તેમ કહેતાં જેસિકા ઉમેરે છે કે ફોન સરવે કરવાનો વીવીની યોજના છે. તે ઉમેરે છે,

“ભારતમાં સરકારી યોજનાઓની વાસ્તવિક સ્થિતિનું ચિત્ર રજૂ કરવા માટે ચોક્કસ ડેટાની જરૂરિયાત છે. દાખલા તરીકે, રાજ્ય સરકાર કોઈ જિલ્લામાં 50 ટોઇલેટ બનાવવાની જાહેરાત કરે, પરંતુ વાસ્તવમાં માત્ર 5 ટોઇલેટ જ બન્યાં હોય છે. લોકો આ વાત કઈ રીતે જાણી શકે અને ફરિયાદ કરી શકે? પોતાના હક્ક માટે તેઓ કઈ રીતે લડી શકે? દરેક સરકારી કાર્યક્રમોનું નિરીક્ષણ અને મૂલ્યાંકન થતું હોય છે, તે આપણે ન ભૂલવું જોઈએ. વીવી કામ દર્શાવવા અને પરિણામ મેળવવા માટે અહીં છે. હું માનું છું કે ભ્રષ્ટાચારના અંતની દિશામાં આ એક પગલું છે.”

એક સામાજિક આંત્રપ્રિન્યોર તરીકેના ભારતમાં થયેલા અનુભવ અંગે તે કહે છે,

“ભારતમાં સમસ્યાનાં સમાધાનની પાયાગત પદ્ધતિઓ પહેલેથી છે. વીવી દ્વારા અમે માત્ર લોકોને પોતાની લડત માટે પ્રોત્સાહિત જ કરીએ છીએ, કારણ કે, તમારી સિવાય બીજું કોઈ તમારા માટે લડી ન શકે.”

વેબસાઈટ

લેખક- શ્વેતા વિટ્ટા

અનુવાદક- YS ટીમ ગુજરાતી

આવી જ અન્ય સ્ટોરીઝ વિશે જાણવા અમારું Facebook Page લાઈક કરો

Related Stories