સ્નૅક્સમાં ખાઓ 'યોગા બાર' - પેટને રાખે ખુશ, સ્વાસ્થ્યનું પણ રાખે ધ્યાન

સ્નૅક્સમાં ખાઓ 'યોગા બાર' -  પેટને રાખે ખુશ, સ્વાસ્થ્યનું પણ રાખે ધ્યાન

Friday October 23, 2015,

6 min Read

બે બહેનોએ બનાવેલી આ 'યોગા બાર', ભારે ખોરાકની ગરજ સારે છે, તે પૌષ્ટિક છે તથા પ્રાકૃતિક સામગ્રીથી બનાવવામાં આવી છે

શું તમે ક્યારેય 'યોગા પટ્ટી' અથવા 'યોગા બાર' વિશે સાંભળ્યું છે? આ કોઈ એવી પટ્ટી નથી જે તમને યોગના કેટલાક મુશ્કેલ આસનને સરળતાથી કરવામાં મદદ કરશે. અમે વાત કરી રહ્યાં છે ભારે ખોરાકનો અહેસાસ કરાવતી, કરકરી અને પૌષ્ટિક તેમજ પ્રાકૃતિક સામગ્રીથી બનેલી ખાવાની પટ્ટીની. વર્ષ 2014, ઑગસ્ટ મહીનામાં બે બહેનો, સુહાસિની અને અનિંદિતા સંપત કુમારે એક વિશેષ વૃદ્ધિ પછી આ બાર બનાવવાની શરૂઆત કરી.

image


તે સમયે આ બન્ને બહેનો સુહાસિની અને અનિંદિતા ન્યૂયોર્કમાં કામ કરી રહી હતી, જ્યાં ક્વિક ઉર્જા અને પૌષ્ટિકતાથી ભરપૂર આવી 'સ્નૅક્સ બાર'નું ઘણું વિવિધ અને મોટું બજાર છે. 'યોગા બાર' પહેલાં, અનિંદિતા ‘અર્નૅસ્ટ ઍન્ડ યંગ’ સાથે કામ કરતી હતી, અને સુહાસિની વ્હાર્ટન બિઝનેસ સ્કૂલમાં એક વિનિમય પ્રોગ્રામની અધવચ્ચે હતી. ન્યૂયોર્કમાં રહેતી સુહાસિનીને ભણવા માટે નિયમિતરૂપે ઘર તથા ફિલાડેલ્ફિયાની વચ્ચે લાંબી મુસાફરી કરવી પડતી હતી. સુહાસિની જણાવે છે કે, "મારી બહેન મને મુસાફરી સમયે ખાવા માટે ઉર્જાથી ભરપૂર આ પટ્ટીઓ જાતે બનાવીને આપતી હતી, અને વાસ્તવમાં મુસાફરી દરમ્યાન આ પટ્ટીઓ ઘણી કારગર સાબિત થતી હતી."

અમેરિકામાં થયેલાં આ અનુભવે બન્ને બહેનોને ઉર્જાથી ભરપૂર આ પટ્ટીઓ વિશે ગંભીરતાથી વિચારવા માટે મજબૂર કરી દીધી. એમને લાગ્યું કે ભારતમાં ખાવા માટે આવો કોઈ સ્વસ્થ વિકલ્પ નથી અને આવામાં એમને અહીંયા આ પટ્ટી માટે એક મોટા બજારની ખુલ્લી સંભાવનાઓ દેખાઈ અને એમણે ભારતમાં પોતાનો વ્યવસાયની સ્થાપના કરવાનું નક્કી કર્યું. ન્યૂયોર્કમાં 'હોલ ફૂડ' જેવાં સ્થાનોની મુલાકાત લીધાં પછી એમને અહેસાસ થયો કે ભોજનના કેટલાક એવા સારા વિકલ્પો છે જેમનું ઉત્પાદન ભારતમાં પણ કરી શકાય છે.

ભારત પાછાં ફર્યા બાદ એમની સામે સૌથી મોટી સમસ્યા હતી વ્યાપાર શરૂ કરવા માટે પ્રારંભિક નિવેશની. એમની આ સમસ્યાનો ઉકેલ તેમની સૌથી મોટી બહેન આરતીએ લાવ્યો. એમને થોડુંક પ્રારંભિક નિવેશ ઉપલબ્ધ કરાવી આરતીએ કરાવી આપ્યું. અને ત્યારબાદ તેમણે આ ક્ષેત્રમાં આગળ વધતાં, વધુમાં વધુ લોકો સુધી પહોંચવાની શરૂઆત કરી અને તેમના અભિપ્રાય અને પ્રતિક્રિયા લેવાની શરૂઆત કરી. સુહાસિની કહે છે કે, "વાસ્તવમાં અમને જે કંઈ પણ મળ્યું એ ઘણું જ મદદગાર પુરવાર થયું. અમારી પ્રથમ રેસિપી અમને એક એવી વ્યક્તિ પાસેથી મળી જેનો અમે ‘લિંક્ડઈન’ દ્વારા સંપર્ક સાધ્યો હતો".

તે આગળ જણાવે છે કે, “કોઈ પણ નવો વ્યાપાર શરૂ કરવા માટે ભારત એક આદર્શ સ્થાન છે, કારણ કે અહીંયા દરેક માટે ઘણું પ્રોત્સાહન અને સમર્થન છે. પછી ભલે વાતો ખરા ઉત્પાદોનોને પસંદ કરવાની હોય કે પછી એક પ્રારંભિક ટીમના નિર્માણની, લોકો તમારું સમર્થન કરવા માટે તૈયાર રહે છે. અમને સરકારી વિભાગોમાંથી ઉત્પાદ યૂનિટ લગાવવા માટે ઘણી સરળતાથી અનુદાન મળી ગયું. સરકાર પાસેથી મેળવેલ અનુદાનનાં આધાર પર વિજયા બૅન્કે પણ અમારા ઋણને જોતજોતામાં મંજૂરી આપી દીધી. અને આ બાબતે મૂળરૂપથી સરકારે અમારા માટે ગૅરેન્ટરના રૂપમાં કામ કર્યું”.

આ પટ્ટીઓને બનાવવાની શરૂઆત કરતાં પહેલાં જ આ બન્ને બહેનોએ ત્રણ મુખ્ય બિન્દુઓ પર સહમતિ સાથે એક નિર્ણય લીધો હતો. પ્રથમ એ હતો કે, તેમના ઉત્પાદન સંપૂર્ણરીતે પ્રાકૃતિક સામગ્રી અને પ્રાકૃતિક પ્રોસેસથી બનાવશે. જેમાં કોઈ પણ પ્રકારના કૃત્રિમ સ્વાદ તથા સામગ્રીનો ઉપયોગ નહી કરવામાં આવે. બીજું એ કે, તેનું ઉત્પાદ સસ્તું અને સૌની પહોંચની અંદર હશે. ત્રીજો નિર્ણય એ લીધો કે તેઓ પોતાના ઉત્પાદોનોને બને તેટલી રીતે ભારતીય સામગ્રીમાંથી જ તૈયાર કરીને સ્વાદિષ્ટ બનાવવાનો પ્રયત્ન કરશે.

આ પટ્ટીઓમાં વપરાતી પ્રત્યેક સામગ્રી દેશના વિભિન્ન ભાગોમાંથી લાવવામાં આવે છે. દાખલા તરીકે, જો દેશનું કોઈ રાજ્ય ઈલાયચી અથવા કોઈ વિશેષ ઘટક માટે પ્રસિદ્ધ છે, તો તે સામગ્રીને જે તે પ્રદેશથી જ મંગાવવામાં આવે છે.

સુહાસિની આગળ જણાવે છે કે તેઓ બજારમાં પ્રાપ્ય અન્ય પ્રતિસ્પર્ધિઓ 'રાઈટબાઈટ' અને 'નેચર્સ વૅલ્યૂ'ની જેમ પોતાના ઉત્પાદમાં મકાઈનો લોટ, ઍડિટિવ અથવા અતિરિક્ત વિટામિન વગેરે નથી મેળવતાં. જોકે, આ કારણે આમના ઉત્પાદનોનું શેલ્ફ જીવન ઘટીને માત્ર 3 મહીનાનું જ રહી જાય છે, એટલે કે આ તૈયાર થવાનાં માત્ર 3 મહીનાની અંદર જ વાપરવામાં આવે છે. અને આ કારણે તેમના ઘણાં 'બાર' સતત તેમની પાસે પાછા આવતાં રહે છે. આ બધું જોતા, બન્ને બહેનો હવે પ્રાકૃતિક સામગ્રીની સાથે સમાધાન કર્યા વગર એક તક લેવાનો વિચાર કરી રહી છે.

સુહાસિની જણાવે છે કે તે શરૂઆતથી જ પોતાની અલગ પ્રણાલી વિકસિત કરવા ઈચ્છતી હતી. તેને પોતાનો વ્યવસાય સ્થાપિત કરવા માટે તથા ઉત્પાદન માટે આવશ્યક પૂંજીનો બંદોબસ્ત કરવામાં 6 મહીનાનો સમય લાગી ગયા અને ત્યારબાદ તેને પોતાના જેવો જ વિચાર તથા દૃષ્ટિ ધરાવતાં લોકોને શોધવામાં વધુ 6 મહીના વેડફવા પડ્યાં. તેણે બજારમાં વ્યાપારીઓને પોતાની પ્રોડક્ટ વેચવા માટે સમજાવવાં તથા તેમને તૈયાર કરવા માટે સખત મહેનત કરવી પડી.

પોતાની રેસિપીને અંતિમ રૂપ આપીને એને બજારમાં ઉતારતાં પહેલાં તેમણે બે વર્ષો સુધી શહેરના 50થી વધુ બેકરીવાળાઓ સાથે કામ કરવું પડ્યું. આ સિવાય, ઉત્પાદન માટે આવશ્યક જરૂરી મશીનરીને શોધવા અને ખરીદવા માટે તેમણે દેશના વિવિધ ભાગોમાં ચક્કર કાપવાં પડ્યાં.

સુહાસિની કહે છે કે, "ભારતમાં વ્યાપાર કરવું વિશેષ રૂપથી એક અલગ અનુભૂતિ છે. તેમણે વિવિધ પ્રકારનાં લોકોને મળીને એમની સલાહ લેવી પડે છે અને ઘણું બધું જમીની કામ કરવું પડે છે. જોકે, આ ઘણું રોમાંચક પણ છે. તેમાં સખત મહેનત કરવાની જરૂર હોય છે."

બન્ને બહેનોને એક સાફ-સ્વચ્છ જગ્યાં જોઈતી હતી, જે સૌભાગ્યવશ એમને ડોમલુર ઔદ્યોગિક ક્ષેત્રમાં મળી ગઈ.

આ યોગા બાર, મુખ્યત્વે 25 થી 30 વર્ષના વર્ગના લોકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. એવા યુવા, જે વિશેષરૂપે એક સીમા સુધી સક્રિય અને વ્યસ્ત જીવનશૈલીનું પાલન કરતાં હોય અને જે પોતાના સ્વાસ્થ્ય અને ફૂડ પ્રતિ વધુ કાળજી પણ રાખતાં હોય. સુહાસિની અનુસાર, એમના ગ્રાહકો મુખ્યત્વે એવા લોકો છે જેઓ એક સ્વસ્થ અલ્પાહાર અથવા સ્નૅકના અવસરોની શોધમાં હોય છે.

જો તમે સંખ્યાઓ પર ધ્યાન આપશો તો ખબર પડશે કે વર્તમાનમાં ખાવાની આ પટ્ટીઓનું બજાર અને મુખ્યત્વે અનાજ/ગ્રેનોલા અને ઉર્જા/પોષણની ભોજન પટ્ટીઓનું બજાર માત્ર અમેરિકામાં જ વર્ષ 2016નાં અંત સુધી 8.3 બિલિયન ડૉલરને પાર કરવાનું અનુમાન છે.

વર્તમાન સમયમાં તેમના સિવાય, રાઈટબાઈટ અને નેચર્સ વૅલ્યૂએ પણ હવે ભારતમાં લોકપ્રિયતા હાંસલ કરવાનું શરૂ કરી દીધી છે. આ બ્રાન્ડ ભારતમાં વર્ષ 2005-2006માં પ્રવેશી હતી જ્યારે ભારતીય માર્કેટ તે મોટાભાગે અજાણ હતું. આ જોડીએ ભારતમાં 'યોગા બાર'ને એકદમ ઉચિત સમય પર શરૂ કર્યું. આજનાં સમયમાં કે જ્યારે 40% થી વધુ ભારતીયો સ્વાસ્થ્ય અને ફિટનેસ સંબંધિત ફૂડ કે સ્નૅક શોધમાં છે અને ફિટનેસ સતત વધી રહેલું બજાર છે, એવામાં 'યોગા બાર્સ' પોતાના નિશાના પર એકદમ યોગ્ય બેસે છે.

સુહાસિનીના કહેવા અનુસાર, ભારતમાં વિશેષ કરીને હેલ્થ ફૂડનું ક્ષેત્ર સતત નવી ગતિ સાથે આગળ વધી રહ્યું છે. તેમને વિશ્વાસ છે કે જેવી રીતે ઝડપથી દેશમાં ખાદ્ય ટેક્નિકનાં ક્ષેત્રમાં રોકાણ થઈ રહ્યું છે અને દરરોજ નવા-નવા ખેલાડી તેમાં પ્રવેશ કરી રહ્યાં છે, તેનાથી ભારતીય ગ્રાહકોને એક સ્વસ્થ ખાવાની સંસ્કૃતિથી રૂબરૂ થવાની તક મળી રહી છે અને તે લોકો આનો ભરપૂર ફાયદો પણ ઉઠાવી રહ્યાં છે. સુહાસિની કહે છે કે, "અમારું મુખ્ય લક્ષ્ય FMCG બજાર છે, પણ નિશ્ચિતરૂપે અમે કન્ફૅક્શનરી અને બિસ્કિટ બજારનાં એક મોટા ભાગ ઉપર પણ કબ્જો કરી શકીએ છીએ".

હાલમાં 'યોગા બાર' બેંગલૂરુના કેટલાક વિશેષ હેલ્થકાર્ટ, બિગ બાસ્કેટ, ગોદરેજ અને નામધારી જેવાં રિટેઈલ આઉટલેટ પર જ ઉપલબ્ધ છે. આ સિવાય, તે ગૂગલ, લિંક્ડઈન અને ઈનમોગી જેવી મોટી કંપનીઓના કાર્યાલયોમાં પણ ઉપલબ્ધ છે.

સુહાસિની કહે છે કે, "ઑગસ્ટમાં પોતાના પ્રારંભિક દિવસોમાં અમે બે હજાર પટ્ટીઓ વેચી રહ્યાં હતાં. હવે અમે માત્ર બેંગલૂરુના જ બજારમાં લગભગ 20 થી 30 હજાર પટ્ટીઓ વેચી રહ્યાં છે. આમાંથી 30% થી 40% અમારી વૅબસાઈટ મારફતે ઑનલાઈન વેચાઈ રહી છે અને બાકી ખુલ્લાં બજારમાં."

પોતાના પ્રારંભિક દિવસોમાં 'યોગા બાર' આઉટસોર્સ કરવામાં આવેલાં પૅકેજીંગ ડિઝાઈનની સાથે બજારમાં ઉતરી. તેમને હજી પણ લાગે છે કે તે એક સારી ડિઝાઈન છે પણ, તેઓ સુધારાની ઘણી સંભાવનાઓને જોતાં તેમાં ઘણું ખરું જોડવાની ઈચ્છા રાખે છે. તે દુનિયાને બતાવવા માંગે છે કે ‘યોગા બાર’ ઉર્જા, શાંતિ, પ્રેમ અને સારા સ્વાદનું બીજું નામ છે.