દેશનું સૌપ્રથમ 'Social Classifieds' પ્લેટફોર્મ એટલે Fxchng

દેશનું સૌપ્રથમ 'Social Classifieds' પ્લેટફોર્મ એટલે Fxchng

Tuesday November 03, 2015,

5 min Read

હાલ ઑનલાઈન ક્લાસિફાઈડ્સ (વિજ્ઞાપનો) સેગમેન્ટ, વ્યાપક કાયાપલટના યુગમાંથી પસાર થઈ રહ્યું છે, જેમાં ઉદ્યોગનું ધ્યાન C2C થી B2C તરફ જઈ રહ્યું છે. YourStory સાથે પોતાનું મંતવ્ય વયક્ત કરતા, dotConverseનાં સી.ઈ.ઓ સૌરભ પાંડે જણાવે છે કે, આ સેગ્મેન્ટમાં અત્યારે ભારતમાં ઘણાં જ પ્લેયર્સ છે. સાથે તેમાં નવીનતા અને વિવિધતા આવી રહી છે જેથી આ ક્ષેત્ર નવાં વિચાર અને નવાં ખેલાડીઓ માટે પણ દરવાજા ખોલી રહ્યું છે.

image


નવા વિચારો સાથે આવેલાં નવા ખેલાડીઓએ, માર્કેટમાં પગપેસારો કરી દીધો છે. માર્ચ, 2015માં લૉન્ચ થયેલું Fxchng, એક 'સોશિયલ ક્લાસિફાઈડ્સ પ્લેટફોર્મ' છે. અન્ય ઓનલાઈન ક્લાસિફાઈડ્સ પોર્ટલ્સ કરતા Fxchng ખરીદનાર તથા વેચનારને કનેક્ટ કરવા સોશિયલ નેટવર્ક વેબસાઈટ્નો ઉપયોગ કરે છે. સોશિયલ વેબસાઈટના મ્યુચ્યુલ ફ્રેન્ડ્સ દ્વારા કોઈ પણ વસ્તુના ખરીદનાર અને વેચનારનો સંપર્ક કરાવી શકે છે, જેથી કોઈ પણ ડીલ વધુ ભરોસાલાયક બને છે. અને Fxchngનું આ જ ફીચર તેને અન્ય ઓનલાઈન ક્લાસિફાઈડ્સ સાઈટ્સ કરતા અલગ પાડે છે. આજકાલ જ્યારે સૌ કોઈમાં સોશિયલ વેબસાઈટ્સનું ચલન વધ્યું છે ત્યારે તેનો જ ઉપયોગ કરી આ આઈડિયા વિકસાવવો અને સફળતાપૂર્વક કામ કરવું એ એક પ્રશંસનીય બાબત ઘણી શકાય. 

image


Fxchng નાં ફાઉન્ડર રઉફ સૈયદ કહે છે કે, “ઑનલાઈન ક્લાસિફાઈડ્સ સેગમેન્ટમાં, ઘણાં લાંબા સમયથી 'સ્પેમ' અને છેતરપિંડીની પ્રવૃત્તિઓ થઇ રહી છે જેના પર અમે ઘણું રીસર્ચ પણ કર્યું. અને તેથી અમારું લક્ષ્ય એ હતું કે યુઝર્સને આવી કોઈ પરેશાનીથી દૂર રાખીને જ તેમની ડીલ કરાવીએ. અને એવામાં જો કોઈ તમારા અને વેચનાર વચ્ચે જો કોઈ મ્યુચલ ફ્રેન્ડ તો તમારો વિશ્વાસ વધે છે અને નિશ્ચિંતપણે તમે કોઈ વસ્તુ ખરીદી શકો છો. અમે અમારા યૂઝર્સનાં સોશિયલ સાઈટના ફ્રેન્ડ્સ થાકી હજારો લોકો સુધી પહોંચવાનો લક્ષ્યાંક છે."

તેઓ વધુમાં જણાવે છે, "અમે Fxchng ઍપને 2015ના ઑગસ્ટ મહિનામાં લૉન્ચ કરી હતી, અને અત્યાર સુધી અમને 9500થી વધુ ડાઉનલોડ્સ તથા 7000 થી વધુ રજીસ્ટર્ડ યૂર્ઝસ મળ્યાં છે. અમારા માટે આ એક ખૂબ જ સારી સફળતા છે અને અમે આવનારા સમયમાં 10,000ના આંકડાને પાર કરી જવાની આશા રાખીએ છીએ." 

image


રઉફ જણાવે છે કે, “Fxchng દ્વારા થતાં વ્યવહારો એકદમ ઓર્ગેનિક છે જેમાં માર્કેટિંગ માટે એક પણ રૂપિયો ખર્ચવાની જરૂર નથી રહેતી.ભારતભરમાં અમારી ઍપને પ્રમોટ કરવા માટે અમે હાલમાં જ બહુવિધ અભિયાનો લોન્ચ કર્યા છે." તેમણે હાલમાં જ 'ઉબર કૅબ'નાં ગુજરાત સંચાલન સાથે ટાઈ-અપ કર્યું છે, જ્યાં તેઓ તેમની વિવિધ કૂપન્સ દ્વારા તેમની ઍપને પ્રમોટ કરી રહ્યાં છે. 

બિઝનેસ મૉડલ

ક્લાસિફાઈડ્સ પોસ્ટ કરવી, લિસ્ટ પ્રમાણે બ્રાઉઝીંગ એ તમામ યૂઝર્સ માટે ફ્રી જ હોય છે. જોકે, તેમની મુખ્ય રેવેન્યૂ ચેનલ, વેબસાઈટ તથા મોબાઈલ ઍપ પર 'ઍડ' માટે સ્પેસ વેચવાની છે. યૂઝર્સ તેમની ઍડ હાઈલાઈટ કરાવવા માટે, 'પ્રિમિયમ ઍડ્સ'નો વિકલ્પ પસંદ કરી શકે છે. તો સાથે જ મોટા એન્ટરપ્રાઈસ માટે કસ્ટમ સોલ્યુશનની, સાથે Fxchngના યૂઝર્સ તે અન્ય કંપનીઓની સર્વિસનો પણ ઉપયોગ કરે તે માટે વેબસાઈટ અને મોબાઈલ ઍપ પર જે તે કંપનીઓને જાહેરાત માટે સ્પેસ પણ આપવામાં આવે છે જેના દ્વારા રેવેન્યૂ જનરેટ કરાય છે.

પ્રોડક્ટ રોડમૅપ

ઑનલાઈન ક્લાસિફાઈડ્સ સેગમેન્ટ ગ્લોબલ ટ્રેન્ડસને ફોલો કરી રહ્યું છે. જેમાં હજી પણ જબરદસ્ત વૃદ્ધિની તકો રહેલી છે.

આ પ્લેટફોર્મે, મોબાઈલ ઍપ તથા ટેક્નિકલ વિકાસ માટે 5 લાખ રૂપિયા ખર્ચ કર્યા છે. અને તેને તેના પ્રારંભિક યૂઝર્સ પાસેથી ચૂચનો તથા પ્રતિસાદ પણ મળી રહ્યાં છે, અને તેઓ જરૂરી ચેન્જીસ પણ કરી રહ્યાં છે. તેમની ટાર્ગેટ ઑડિયન્સ સુધી પહોંચવા માટે, કંપની પ્રમોશન્સ અને માર્કેટિંગ પ્રવૃત્તિઓ પર ખૂબ મહેનત કરી રહી છે. રઉફ કહે છે કે, “અમારી મોટા ભાગની આવક માર્કેટિંગ તથા આ કન્સેપ્ટ વિશે અવેરનેસ લાવવામાં જ વપરાશે."

"અમે iOS ઍપ પણ લૉન્ચ કરી છે, અને દિવાળી પછી યૂઝર્સનાં સારા અનુભવ માટે, અમે તેમાં ચૅટ ફિચર પણ લૉન્ચ કરીશું." તેઓ યૂઝર્સના પ્રતિભાવોને માપવા તથા ભવિષ્યમાં ગ્લોબલ થવાની યોજના ઘડવા માટે, દક્ષિણ-પૂર્વ એશિયા અને મધ્ય-પૂર્વ દેશોમાં, તેમનું બીટા વર્ઝન પણ લૉન્ચ કરશે. તેઓ 2016નાં પ્રથમ 3 મહિનામાં, યુ.એસ, કૅનેડા, યુ.એ.ઈ અને સિંગાપૂરમાં, Fxchng ઍપને લૉન્ચ કરવાની દિશામાં પણ કામ કરી રહ્યાં છીએ.

image


સ્પર્ધાત્મક સેગમેન્ટ

Deutsche બૅન્કના રિપોર્ટ અનુસાર, વર્ષ 2013માં ભારતનો ઑનલાઈન ક્લાસિફાઈડ્સ સેગમેન્ટનો ઉદ્યોગ 1,800 કરોડ રૂપિયાનો હતો, જે વર્ષ 2018 સુધી 4,500 કરોડનો થવાની સંભાવના છે, જેમાં CAGR 20% નો હશે. OLX નાં 2014-2015નાં સર્વે-CRUST-અનુસાર, માત્ર 16 શહેરોમાં જ રૂપિયા 56,200 કરોડનો વપરાયેલો માલ-સામાન નિષ્ક્રિય પડી રહ્યો છે. જો આખા દેશને આવરી લેવામાં આવે, તો આ માર્કેટ ઘણું મોટું થઈ શકે છે.

સમસ્તર સેગમેન્ટમાં, Quikr અને OLX જેવાં મોટા ખેલાડીઓ ઑનલાઈન ક્લાસિફાઈડ્સ સેગમેન્ટમાં સૌ ભેગા થઈને 60% માર્કેટ શેર ધરાવે છે. અત્યાર સુધી તેમના માર્કેટને કોઈ નથી તોડી શકયું.

તે સિવાય, કાર ક્લાસિફાઈડ્સ સેગમેન્ટમાં, Gaadi.com, cardekho.com અને carwale.com જેવા પ્લેયર્સથી લઇને રિયલ ઍસ્ટેટનાં ઍડ પ્લેટફોર્મ, Fxchngને સ્પર્ધા આપે છે.

સ્પર્ધા વિશે રઉફ કહે છે કે, માર્કેટ પર આટલું નિયંત્રણ હોવા છતાં, Quikr અને OLX ભારતના ઈન્ટરનેટ વપરાશકર્તાઓના માત્ર 8 થી 10% લોકોને જ જોડી શક્ય છે હજી પણ મોટા ભાગના લોકો ક્લાસિફાઈડ્સ સાઈટ્સનો ઉપયોગ નથી કરી રહ્યાં જ્યાં ઘણી બધી તકો રહેલી છે.

image


રઉફ કહે છે, “સ્ટાર્ટઅપ હોવાનાં કારણે, માર્કેટ તોડીને હાલનાં મોટા ખેલાડી સામે ઊભા થવાનું અમારા માટે અત્યંત મુશ્કેલ છે. અમારા માટે સારા સમાચાર તો એ છે કે, ટાઈર-2 અને ટાઈર-3 શહેરો પણ હવે ઑનલાઈન ક્લાસિફાઈડ્સ સાઈટ્સનો ઉપયોગ કરતા થયા છે જેથી લોકોને તેના ફાયદાઓ વિષે સમજાવવું અને તેને સોશિયલ સાઈટ્સ સાથે જોડી તેને વધુ ફાયદાકારક અને સુરક્ષિત બનાવવાના કન્સેપ્ટ વિશે સમજાવવું પણ સરળ થઈ ગયું છે."

તેઓ વધુમાં જણાવે છે કે, “ફેસબૂકનાં FBStart પ્રોગ્રામમાં પણ અમારી પસંદગી કરવામાં આવી છે જેમાં ફેસબૂક દ્વારા અમને 30,000 ડૉલર સુધીનાં વિવિધ લાભ આપવામાં આવશે. FBStart દ્વારા, ભારતમાંથી પસંદ કરવામાં આવેલાં ઘણાં ઓછા સ્ટાર્ટઅપ્સમાંથી અમે એક છીએ. અમને ફેસબૂકનાં ટોચના માર્કેટિંગ પાર્ટનર્સ તથા ફેસબૂકની કોર ટીમ પાસેથી સક્રિય માર્ગદર્શન તથા જોડાણ મળશે."

Facebook Page of Fxchng