મળો એક IIT પ્રોફેસરને જેઓ એક સમયે ભણાવતા રઘુરામ રાજનને, આજે વર્ષોથી કરે છે આદિવાસી સમાજની સેવા!

મળો એક IIT પ્રોફેસરને જેઓ એક સમયે ભણાવતા રઘુરામ રાજનને, આજે વર્ષોથી કરે છે આદિવાસી સમાજની સેવા!

Tuesday September 13, 2016,

2 min Read

IIT દિલ્હીમાંથી એન્જીનિયરિંગ ડીગ્રી, માસ્ટર્સ ડીગ્રી અને હોસ્ટોનથી PhD ડીગ્રી. અહીં વાત થઇ રહી છે IITના એક પૂર્વ પ્રોફેસર આલોક સાગરની. છેલ્લા ૩૨ વર્ષોથી આલોક મધ્ય પ્રદેશના એક દૂરના આદિવાસી ગામમાં રહે છે અને ત્યાંના સ્થાનિકોની સેવામાં પોતાનું જીવન સમર્પિત કરી રહ્યાં છે.

Images- <a href=

Images-

Patrikaa12bc34de56fgmedium"/>

Speaking Treeના એક રીપોર્ટ પ્રમાણે, IIT દિલ્હીમાં ભણાવતી વખતે આલોકે કેટલાંયે વિદ્યાર્થીઓને તૈયાર કર્યા છે, જેમાંના એક વિદ્યાર્થી છે RBIના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન. આલોકે પોતાના કામને તિલાંજલિ આપી ત્યારબાદ તેમણે મધ્યપ્રદેશના બે જિલ્લાઓના આદિવાસી લોકો માટે કામ કરવાનું શરૂ કર્યું. જ્યારે કે છેલ્લા 26 વર્ષોથી તેઓ, એક નાનકડા આદિવાસી ગામ 'કોચામુ'માં રહે છે, કે જ્યાં 750 આદિવાસી લોકો રહે છે અને ત્યાં પાકા રસ્તાઓ કે વીજળી પણ નથી, અને માત્ર એક પ્રાઈમરી સ્કૂલ છે!

આલોકે અત્યાર સુધી આ પ્રદેશમાં 50 હજારથી વધુ વૃક્ષો વાવ્યા છે અને તેમનું માનવું છે કે આ સ્તરે કામ કરીને લોકો દેશની સેવા વધુ સારી રીતે કરી શકે છે. હિન્દુતાન ટાઈમ્સને આપેલા ઇન્ટરવ્યૂમાં આલોક કહે છે,

"ભારતમાં લોકો ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. પરંતુ એ સમસ્યાઓનો ખરો ઉકેલ લાવવાની જગ્યાએ લોકો પોતાની ડીગ્રીઓનો દેખાડો કરી રહ્યાં છે. પોતે કેટલા બુદ્ધિશાળી છે તે સાબિત કરવામાં લાગ્યા છે પણ હકીકતમાં લોકોની સેવા કરીને દેશ માટે કંઇક કરી શકો છો."

આલોક હંમેશાં પાયાના સ્તરે રહેવાનું અને કામગીરી કરવાનું પસંદ કરે છે. જોકે હાલમાં જ બેતુલમાં થયેલી જીલ્લા ચૂંટણી વખતે, સ્થાનિક પ્રશાસને કોઈ પ્રકારે શંકા જતા, તેમને જગ્યા છોડવાનો આદેશ કર્યો હતો. જોકે, પત્રિકાના એક અહેવાલ પ્રમાણે, આલોકે જિલ્લા પ્રશાસનને તેમનું ભણતર અને કામગીરી વિશે જાણ કરી, જેની ચકાસણી કરતાં તે યોગ્ય માલૂમ પડ્યું હતું જેનાથી સૌ કોઈ આશ્ચર્યમાં પડ્યા હતાં.

આલોકના જીવનની સફરને પ્રેરણાદાયી બનાવે છે તેમની સાદગી. તેમની પાસે પહેરવા માત્ર ૩ કૂર્તા-પાયજામાની જોડી છે અને એક સાઈકલ. તેમનો આખો દિવસ પસાર થાય છે આદિવાસી લોકોને રોપાના બીજ વહેંચવામાં અને તેનો સંગ્રહ કરવામાં. આલોક ઘણી ભાષાઓ બોલી શકે છે અને તે પ્રદેશના લોકોની વિશિષ્ટ બોલી પણ આલોક જાણે છે.

આલોક 'શ્રમિક આદિવાસી સંગઠન' સાથે ખૂબ નજીકથી જોડાયેલા છે. તેમનો મોટા ભાગનો સમય આ સંગઠનના લોકોના ઉદ્ધાર માટેના કાર્યો કરવામાં જ પસાર થાય છે.

અન્ય પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો