મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે અને મહિલાઓનાં સ્ટાર્ટઅપ અંગેના 5 આઇડિયાઝ

મહિલાઓ દ્વારા, મહિલાઓ માટે અને મહિલાઓનાં સ્ટાર્ટઅપ અંગેના 5 આઇડિયાઝ

Monday April 18, 2016,

5 min Read

શો રૂમના ચેન્જિંગ રૂમમાં કે એરપોર્ટના વેઇટિંગ લાઉન્જમાં સ્ત્રીઓ ઘણાં નિસાસા તેમજ દિલગીરી વ્યક્ત કરતી જોવા મળે છે. તેઓ ફોન ઉપર કામવાળી સાથે વાતો કરે છે, પોતાના રસોઈયાને શું ભોજન બનાવવું તેની સૂચના આપે છે, તેમજ કોફી પીતાં પીતાં સ્ત્રીઓ દરેક ક્ષણનો ઉપયોગ કરે છે.

તેમાંનાં કેટલાંક વિચારો આ પ્રમાણેના હોય છે:

મારે ગયા અઠવાડિયે બ્યુટીપાર્લર જઈ શકાયું હોત તો સારું હતું, આશા રાખું કે આજે મારી કામવાળી આવશે, છોકરાઓનું ટિફિન તેમની સ્કૂલબેગમાં ઢોળાઈ ન ગયું હોય તો સારું, મારા પતિનો સફેદશર્ટ ડ્રાઇવરને લોન્ડ્રીમાંથી લઈ આવવાનું યાદ આવે તો સારું, અને મને જુઓ કેવી ગંદી થઈ ગઈ છું, વાળ વીખાઈ ગયાં છે અને પેલી યુવાન છોકરીને જુઓ તેની કમર 26ની છે અને કેવા જલસાથી વડાપાંઉ ઝાપટી રહી છે. મને જુઓ જાડી ગોરીલા જેવી થઈ ગઈ છું અને રોજ અગત્યની મિટિંગ્સ માટેની રાહ જોઉં છું. હજી પણ મારામાંના સ્ત્રીત્વને જગાડવાનો પ્રયાસ કરું છું. અને હા, પેલી વિટામિન ઈ અને ઓમેગા 3-6-9ની ગોળીઓનું શું થયું, ગયા મહિનાની ખલાસ થઈ ગઈ છે. લાવ મને ઓર્ડર આપી દેવા દે.

મનમાં ચાલી રહેલું આ વિચારોનું ધમાસાણ ક્યારેય અટકતું જ નથી. એરપોર્ટ ઉપર દરેક મને કૉફી અને પુસ્તકો વેચવાનો પ્રયાસ કરે છે. તે દુઃખદ બાબતો નથી પરંતુ મારી જરૂરીયાતના પ્રશ્નોનો તેમાં જવાબ પણ રહેલો નથી.

image


તેથી મેં પાંચ એવા બિઝનેસ આઇડિયા આપવાનું નક્કી કર્યું કે જે સ્ત્રીઓને વાંચવા ગમશે. ગ્રાહક તરીકે એરપોર્ટ ઉપરથી જ શરૂ કરીએ.

એમ કહેવાની જરૂર નથી કે આ આઇડિયાનો ઉપયોગ સ્ત્રીઓ અને પુરુષો બંને કરી શકે છે.

1. એરપોર્ટ ઉપર થ્રેડિંગ અને વેક્સ ડેપો

આ સ્ત્રીઓ માટે ખાસ વિચારવા જેવી વાત છે કારણ કે આપણે બધાં જ તેના વિશે વિચારીએ છી. આ અંગો સ્ત્રીઓનાં એવાં અંગો છે કે જે બહારની દુનિયાને દેખાતાં હોવા છતાં તેના પ્રત્યે દુર્લક્ષ સેવવામાં આવે છે. તે છે આઈબ્રોસ અને અપર લિપ્સ. જો તમે લેસર હેર રિમૂવલની ટ્રિટમેન્ટ ન લીધી હોય તો તમે મારી વાત સમજી શકશો. એરપોર્ટ ઉપર થ્રેડિંગ ને વેકસ ડેપો ઉપર ગ્રાહકોએ માત્ર 10 મિનિટનો જ સમય આપવાનો રહે છે અને તેના બદલામાં તમે તેમની પાસેથી સારાં એવાં નાણાં વસૂલી શકો છો. મટિંગમાં જતાં પહેલાં જો તમે અસ્તવ્યસ્ત દેખાતા હો તો તાલિમબદ્ધ મહિલાને રૂ. 200 આપવાથી તે તમારો દેખાવ બદલી કે છે. આ વ્યવસાય મહિલાઓને ખરા અર્થમાં આકર્ષી શકે છે. ઝડપથી કરવામાં આવતાં અંડર આર્મ વેક્સમાં પણ માત્ર 10 મિનિટનો જ સમય લાગે છે. આ પ્રકારનો વ્યવસાય શરૂ કરવા માટે લોભામણી સ્પા ટ્રિટમેન્ટ આપવાની જરૂર રહેતી નથી કારણ કે એરપોર્ટ ઉપર સિક્યોરિટી ચેક ઇન પછી મુસાફરો પાસે માત્ર 20 મિનિટનો જ સમય હોય છે.

2. મોલમાં અર્થસભર પ્લે એરિયા

મોટાભાગના મોલમાં પ્લે એરિયાનાં નામે સ્લાઇડ્ઝ, કલરૂલ ફોમ, કાર્ટૂન ચેનલ સાથેનાં ટીવી અને વિચિત્ર કદ અને આકારનાં કેટલાક બોલ્સ હોય છે. પરંતુ સાદી રમતો, કેરમ, બ્લોક્સ, ચેસ લુડો, મેચિંગ પઝલ્સ, રૂબિક્સ ક્યુબ, સ્પિનિંગ ટોપ, ડ્રોઇંગ શિટ્સ અને ક્રેયોન્સનું શું. તમારે બાળકને સર્જનાત્મક રીતે વ્યસ્ત રાખીને માતાને શાંતિથી ખરીદી કરવા દેવાની છે. મેં ઘણાં એવાં મા-બાપોને લાઇન લગાવીને ઊભેલાં જાંયાં છે કે જેમાં કેક ઉપર એક કે બે ટોપિંગ્સ લગાવવાની પ્રવૃત્તિ શીખવાડવામાં આવતી હોય. અથવા તો માતા-પિતા બાજીરાવ મસ્તાની જેવી ફિલ્મમાં પણ છ વર્ષનાં બાળકને પરાણે ખેંચીને લઈ જાય કારણ કે તેમણે (માતા-પિતાએ) ફિલ્મ જોવી હોય છે. બાળકોને ઉછેરવા માટે તેમને પ્રોત્સાહન મળે તેવું વાતાવરણ આપવું જરૂરી છે અને તેના માટે શિક્ષણવિદોની સલાહ લેવી જરૂરી છે.

3. ઓનલાઇન મેઇડ બ્યુરોઝ

હા, મને ખબર છે કે એવાં ઘણાં મેઇડ બ્યુરોઝ ચાલે છે. તેઓ તમારી પાસેથી સાઇન અપ રકમ લે છે અને તમારી પાસે એવી વ્યક્તિને મોકલે છે કે જેને પહેલાં તમે ક્યારેય કાંમ ઉપર રાખી ન હોય. આપણે કામવાળી માટે ફ્રી ઓનલાઇન લિસ્ટિંગ સર્વિસની જરૂર જણાઈ રહી છે. કે જેઓ આપણાં ઘરે આવીને આપણે જેની જરૂર હોય તે કામ કરી આપે અ તેમો રેકોર્ડ પોલીસ દ્વારા વેરીફાઈ કરવામાં આવ્યો હોય. તેમની યાદી વિસ્તાર કે સ્થાનિક સોસાયટી અનુસાર બનાવવામાં આવવી જોઇએ અને તેમનાં કામોનું વર્ગીકરણ પણ કરવામાં આવવું જોઇએ જેમ કે 24 કલાક ઘરે રહી શકે તેવી મહિલા, રસોઈ માટે, કપડાં ધોવા, બાળકોની સંભાળ માટે, મસાજ માટે, મોટી ઉંમમરના લોકોની દેખભાળ માટે નર્સ, કચરાં-પોતાં માટે. તેમાં એવી પણ સુવિધા આપવામાં આવવી જોઇએ કે જો તમારી નિયમિત કામવાળી જે દિવસે નહીં આવે તો તેના બદલે બીજું કોઈ આવશે. યાદ રાખો કે એક જમાનામાં સ્ત્રીઓને હીરાઓ આકર્ષતાં હતાં હવે માત્ર અને માત્ર મેઈડ, મેઈડ અને મેઈડ જ. 

4. વિજ્ઞાન પ્રયોગોના ક્લાસિસ

મેં ખૂબ જ તપાસ કરી છે પરંતુ જો કોઈ બાળકે પ્રિઝમમાંથી સૂર્યપ્રકાશ પસાર કરીને ઇલેક્ટ્રો મેગ્નેટિક ફિલ્ડને જોવું હોય તો તેવી કોઈ જ પ્રવૃત્તિ કોઈ સેન્ટરમાં ચાલતી નથી. એ માટે યુટ્યુબનો આભાર માનવો ઘટે કે બાળકોને આકાશગંગા અને અન્ય થોડી ખગોળીય માહિતી મળી શકે છે. તેમ છતાં પણ તેઓ અરીસા, લોહચુંબક, વીજળી સાથે સામાન્ય વિજ્ઞાનના પ્રયોગો નથી કરી શકતાં કે કેલાઇડોસ્કોપ નથી બનાવી શકતા. હા, માધ્યમિક શાળામાં બાળકો માટેની લેબોરેટરી હોય છે પરંતુ 8થી 12 વર્ષના જિજ્ઞાસુ બાળકોનું શું. વિજ્ઞાનના ઘણા એવા સાદા પ્રયોગો છે કે જે તે લોકો કરી શકતા હોય છે.

5. લક્ઝરી બ્રાન્ડ્ઝનો અધિકૃત સેકન્ડ હેન્ડ શો રૂમ

હું એમ નથી કહેવા માગતી કે સ્ત્રીઓ રૂ. 2 લાખની હેન્ડ બેગ ખરીદી ન શકે. પણ મને નવાઈ લાગે છે કે ભારતમાં લક્ઝરી બ્રાન્ડ્ઝના અધિકૃત સેકન્ડ હેન્ડ શો રૂમ નથી. કે જેમાં જે-તે કંપનીની વસ્તુ અંગેની અધિકૃતતાનું પ્રમાણપત્ર તે કંપની દ્વારા આપવામાં આવ્યું હોય અને વસ્તુ ઉપર પ્રોડક્શન યુનિટનો નંબર સ્પષ્ટપણે વાંચી શકાતો હોય. અહીં હું તમને સ્પષ્ટતા કરી દઉં કે પૈસાદાર માણસો એક જ કંપનીના હેન્ડબેગ કે બૂટનો ઉપયોગ અવારનવાર નથી કરતાં. તો પછી તે ઓછી વપરાયેલી વસ્તુને સેકન્ડહેન્ડ તરીકે બીજી વખત બજારમાં શા માટે ન વેચી શકાય. અંતે કોપીરાઇટનો ભંગ કરીને કે ચીનમાં મળે છે તેવી તકલાદી વસ્તુઓને ઉપયોગમાં લેવા કરતાં લોકોને સારી અને ડિઝાઇન્ડ વસ્તુ સેકન્ડ હેન્ડમાં મળે તે માટે પ્રયાસો કરવા જોઇએ કારણ કે ખોટી વસ્તુઓ કરતાં ઓરિજિનલ સેકન્ડ હેન્ડ વસ્તુ ઉપયોગમાં લેવી વધારે સારી.

આ તો માત્ર પાંચ આઇડિયા જ છે. આના કરતાં પણ વધારે આઇડિયા રહેલા છે. મને ખાતરી છે કે તમને તે ગમ્યાં હશે.આમાંના કેટલાક આઇડિયા મોટા ગજાના છે જ્યારે કેટલાક સમાજના લોકો દ્વારા મૂલ્ય કરવામાં આવે તે પ્રકારના છે પરંતુ તે તમામ લોકોની જરૂરીયાત પૂરી કરી શકે તેવા છે.

લેખક – રીટા ગુપ્તા (અંગ્રેજી)

અનુવાદ – અંશુ જોશી (ગુજરાતી)