જે બસ સ્ટોપ પર માગતા હતાં ભીખ, આજે એ જ વિસ્તારના છે જજ!

0

મંડલા દેશના સૌથી પહેલા મહિલા ટ્રાંસજેન્ડર છે જેમણે રાષ્ટ્રીય લોક અદાલત સુધીની સફર કાપી છે. આપણા દેશ માટે તે ગર્વની વાત છે કે એક ટ્રાંસજેન્ડર રાષ્ટ્રીય લોક અદાલતના ન્યાયાધીશ છે! 

જ્યાં દુનિયા હજી પણ ટ્રાંસજેન્ડરને લઈને સંકોચમાં છે ત્યાં બીજી બાજુ જોયિતા એવા લોકો માટેનો એક સાર્થક જવાબ છે જે લોકો હજી પણ પોતાની માનસિકતામાં બદલાવ નથી લાવી શકતા! 

કહેવાય છે કે કોશિષ કરનારની હાર નથી થતી અને જેણે દ્રઢ નિશ્ચય કરી લીધો તેમના માટે તો પોતાના લક્ષ્યને હાંસલ કરવું ઘણું સરળ બની જાય છે. આવું જ કંઇક જોયિતા મંડલ પણ અનુભવી રહી છે. જોયિતા દેશના સૌપ્રથમ મહિલા ટ્રાંસજેન્ડર છે જેમને રાષ્ટ્રીય લોકઅદાલત સુધીની સફર કાપી છે. આપણા દેશ માટે આ એક ગર્વની બાબત છે. એક ટ્રાંસજેન્ડર હોવાથી જોયિતા માટે આ બિલકુલ સરળ ન હતું. 

એક બાજુ ટ્રાંસજેન્ડર્સને આગળ વધારવા સમગ્ર દેશમાં ગર્વ પરેડનું આયોજન કરવામાં આવે છે તો બીજી બાજુ કેટલાંયે શહેર અને ગ્રામીણ ભાગ એવા છે જેઓ હજી પણ સંકુચિત માનસિકતામાં ફસાયેલા છે. એમ કહેવું બિલકુલ ખોટું નથી કે તેમને પ્રકાશની જરૂરીયાત છે. આવી જ એક જગ્યા છે પશ્ચિમ બંગાળનો એક નાનકડો જીલ્લો ઈસ્લામપુર. જે હાલ જોયિતા મંડલની ચમકથી ઝગમગી ઉઠ્યું છે. 

એક એવો સમય હતો કે જયારે જોયિતાને પેટ ભરવા ભીખ માગવાની સાથે સાથે લોકોના ઘરે નાચવું પણ પડતું હતું!

પહેલા જોયિતાની ઓળખ માત્ર એક ટ્રાંસજેન્ડર તરીકે હતી. જોયિતાને 2010માં બસ સ્ટોપ પર સુવાની ફરજ પડી હતી કારણ કે તેમને હોટલમાં ઘુસવા નહોતા દીધા. તેઓ એક ટ્રાંસજેન્ડર હોવાના કારણે હોટલ સ્ટાફે તેમની સાથે ગેરવર્તણૂંક કરી. આજે જે અદાલતમાં તેઓ જજ છે તે એ જગ્યાથી માત્ર 5 મિનીટના અંતર પર છે જ્યાં તેઓ ભીખ માગતા હતાં. વિચારો, કેટલા ગર્વની વાત છે કે એક એ દિવસ હતો અને એક આજનો દિવસ છે કે જયારે જોયિતા એજ જગ્યાએ એક ન્યાયાધીશ તરીકે ફરજ બજાવી રહ્યાં છે.

જ્યારે પણ તેઓ તેમના સંઘર્ષની વાત કરે છે ત્યારે વિશ્વાસ નહીં કરો, પણ રૂવાડા ઉભા થઇ જાય. એક સમય એવો હતો જ્યારે જોયિતાને પેટ ભરવા ભીખ માગવાની સાથે સાથે લોકોના ઘરે નાચવું પણ પડતું હતું. આ બધું કરવું તેમની મજબૂરી હતી કારણ કે એ સમયે કોઈ તેમને કામ આપવા તૈયાર ન હતું.

જોયિતાની નિયુક્તિ ઈસ્લામપુરના સબ ડિવિઝનલ કાનૂની કમિટીમાં થઇ છે. જ્યારે લાલ પટ્ટી લાગેલી સફેદ કારમાંથી જજ તરીકે ઉતરીને જોયિતા રાષ્ટ્રીય લોક અદાલતમાં પોતાની ખુરશી સુધી પહોંચે ત્યારે આ સફળતાની ક્ષણ જોયિતાને ગર્વથી ભરી દે છે! 

જોયિતાને તેમના જેન્ડરના કારણે ઘણાં પૂર્વગ્રહોનો સામનો કરવો પડ્યો. જે સ્કૂલમાં તેઓ ભણતાં હતાં ત્યાં પણ લોકોનો વ્યવહાર યોગ્ય ન હતો. ઘણું સહન કર્યા બાદ પણ વર્ષ 2010માં તેમણે પોતાના માટે ઉભું થવાનો નિર્ણય કર્યો. અથાગ પરિશ્રમ અને અન્યોની સહાયતા માટે તેમણે સામાજિક સેવા પણ શરૂ કરી.

જોયિતાની નિયુક્તિ ઇસ્લામપુરના સબ ડિવિઝનલ કાનૂની સેવા કમિટીમાં થઇ છે. તેમની આ સફળતા પર માત્ર જોયિતાનું માથું જ ગર્વથી ઊંચું નથી થયું પરંતુ સમગ્ર LGBT સમુદાય ગર્વ અનુભવી રહ્યો છે. ટ્રાંસ વેલફેર ઇક્વિટી તેમજ એમ્પાવરમેન્ટ ટ્રસ્ટના સંસ્થાપક અભિના અહિર કહે છે,

"આવું પહેલી વાર છે કે આ સમુદાયની કોઈ વ્યક્તિને આવો મોકો મળ્યો છે. આ માત્ર સમુદાયના સશક્તિકારણ માટે નથી, આ સિસ્ટમમાં આવવા અને એક અધિકાર બનાવવા અંગે છે."


જો આપની પાસે પણ કોઈ વ્યક્તિની રસપ્રદ સફરની વાત છે જે અન્યો સુધી પહોંચવી જોઈએ, તો અમને લખી મોકલાવો khushbu@yourstory.com પર. સાથે જ આવી અન્ય સકારાત્મક, રસપ્રદ અને પ્રેરણાત્મક સફર માટે દ્વારા અમારી સાથે Facebook અને Twitter પર જોડાઓ...

Related Stories