19 વર્ષની ઉંમરે ઘરમાં જાણ કર્યા વગર શરૂ કર્યો વ્યવસાય અને બન્યાં દેશ-વિદેશમાં જાણીતાં!!

0

19 વર્ષની ઉંમરે શરૂ કર્યો પોતાનો વ્યવસાય અને ઈનિકવર્લ્ડનો પાયો નાખ્યો

ઈનિકવર્લ્ડ એક આઈટી બેઝ્ડ કંપની છે

દેશમાં જ નહીં, વિદેશોમાં પણ તેમના ક્લાઈન્ટ્સ છે

આમ તો અનેક લોકો કંઈક કરી બતાવવાના સ્વપ્ન જોતા હોય છે પણ તેમાંના કેટલાક જ હોય છે જે સ્વપ્ન પૂરા કરી બતાવવા પોતાના પ્રાણ તેમાં રેડી દે. આવું જ એક સ્વપ્ન જોયું હતું પ્રાંશુ શ્રીવાસ્તવ અને અભિષેક પ્રતાપ સિંહે જેને પૂરું કરવા માટે તેમણે દિવસ-રાત એક કરી નાખ્યા અને તેમને મોટાભાગે સફળતા મળી પણ ગઈ.

પ્રાંશુ અને અભિષેકે ગ્રેટર નોઈડા ખાતેથી એન્જિનિયરિંગ કર્યું છે. શરૂઆતથી જ બંને ખૂબ જ તેજસ્વી વિદ્યાર્થીઓ હતા અને પોતાનો જ વ્યવસાય શરૂ કરવામાં માનતા હતા. એન્જિનિયરિંગ દરમિયાન પણ બંને કોલેજના વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેતા હતા. બંનેએ એક સાથે ઘણા પ્રોજેક્ટ પર પણ કામ કર્યું છે અને ત્યારથી જ જાણી ગયા હતા કે ભવિષ્યમાં પણ સાથે રહીને સારું કામ કરી શકે છે. પ્રાંશુને ખ્યાલ હતો કે અભિષેકમાં ટેક્નોલોજીનું જ્ઞાન વધારે છે અને અભિષેકને પ્રાંશુની માર્કેટિંગ સ્કિલ પર વિશ્વાસ હતો. બંનેએ વિચાર્યું કે તેઓ પોતાની આવડતનો ફાયદો ઉઠાવે અને સાથે મળીને કંઈક નવું જ કામ કરે. તે સમયે બંનેની ઉંમર માત્ર 19 વર્ષ હતી. પ્રાંશુ તે સમયે પોતાની ઓનલાઈન યૂટ્યૂબ ચેનલ ચલાવતો હતો જેમાં તે વિદ્યાર્થીઓને હિન્દીમાં વીડિયો ટ્યૂટોરિયલ્સ આપતો હતો. તે સમયે તેની ચેનલના ઘણાં વખાણ થતા હતા. અભિષેક પણ તે સમયે ફ્રીલાંસિંગ કરતો હતો.


ઈનિકવર્લ્ડની શરૂઆત

વર્ષ 2013ના મધ્યમાં પ્રાંશુ અને અભિષેકે નક્કી કરી લીધું કે તેઓ એકસાથે કામ કરશે. ત્યારબાદ બંને રિસર્ચ માટે માર્કેટમાં ઉતર્યા. તેમણે ગ્રેટર નોઈડામાં અનેક કંપનીઓની મુલાકાત લીધી. ત્યારબાદ તેમણે નક્કી કર્યું કે તેમણે શું કરવું અને શું નહીં. ત્યારબાદ તેમણે એક નક્કર આયોજન તૈયાર કરી પોતાના કામની શરૂઆત કરી. તેમણે ઈનિકવર્લ્ડ નામની એક આઈટી સર્વિસ બેઝ્ડ કંપની લોન્ચ કરી.

શું કરે છે ઈનિકવર્લ્ડ?

પ્રાંશુ અને અભિષેક વિવિધ કંપનીઓના કામને ખૂબ જ સારી પ્રોફાઈલ તરીકે ડેવલપ કરીને વૈશ્વિક સ્તરે રજૂ કરે છે. તે ઉપરાંત કંપનીની તમામ કામગીરી મેન્યુઅલને બદલે ડિજિટલ કરી નાખી. સરળ ભાષામાં કહીએ તો આ લોકો કોઈપણ કંપનીમાં થનારા નાના નાના કામ પછી ભલેને તે કંપનીની એટેન્ડન્સ શીટ હોય કે લોગ શીટ તેને ડિજિટલ કરી નાખે છે જેથી કંપનીઓને રેકોર્ડ રાખવામાં સરળતા રહે છે. આ રીતે તેઓ તમામ ડેટા સરળતાથી અને ઓનલાઈન શરૂ કરી શકે છે.

શરૂઆતમાં બંનેએ પોતાના ઘરમાં પોતાના પ્લાન વિશે જણાવ્યું નહોતું. પ્રાંશુ અને અભિષેક નહોતા ઈચ્છતા કે તેઓ પોતાના કામ માટે ઘરમાંથી મદદ લે, પણ તે પોતાની રીતે જ કમાયેલા પૈસા દ્વારા પોતાનો વ્યવસાય આગળ વધારવા માગતા હતા. થોડા સમયમાં જ તેમને પોતાનો પહેલો ઓર્ડર મળ્યો અને તેમણે ખૂબ જ મહેનતથી અને ડેડલાઈનથી ઘણું પહેલા કામગીરી તૈયાર કરીને પોતાના ક્લાયન્ટને આપી દીધી જે તેમને પસંદ પણ આવી. ધીમે ધીમે તેમનું કામ વધતું ગયું. પહેલા પ્રોજેક્ટ બાદ તેમણે પોતાનું સર્વર ખરીદ્યું અને કામ ઝડપથી થવા લાગ્યું. બંનેએ આગળ વધવાનું પ્લાનિંગ કર્યું અને એ જ દિશામાં આગળ વધવા લાગ્યા.

પ્રાંશુ જણાવે છે કે, અમે અમારી ડેડલાઈનથી ઘણું પહેલાં કામ કરી નાખે છે જેથી ક્લાયન્ટને સંતોષ થાય છે અને જે એક વખત અમારી પાસે આવે છે તે વારંવાર તેમનું કામ અમારી પાસે કરાવે છે.

ઓગસ્ટ 2015માં તેમણે પોતાની કંપનીને રજિસ્ટર કરાવી અને તમામ ઔપચારિકતા પૂરી કરી. તેઓ પોતાના ક્લાયન્ટ્સને તેમની વેબસાઈટ, મોબાઈલએપ વગેરે તૈયાર કરી આપે છે અને તેને મોનિટર પણ કરે છે. તેમની કંપની તેમના ક્લાયન્ટની કોઈપણ ટેકનિકલ ખામીને બે કલાકમાં સુધારી આપવાનો દાવો કરે છે. આટલા ટૂંકા ગાળામાં ઈનિકવર્લ્ડ પાસે 50 જેટલા નિયમિત ક્લાયન્ટ્સ છે અને 60થી વધારે પ્રોજેકટ્સ પર તેઓ કામ કરી ચૂક્યા છે.

તેમના ક્લાયન્ટ્સનું લિસ્ટ લાંબું થતું જાય છે. પ્રાંશુ જણાવે છે કે, હજી સુધી તેમણે માર્કેટિંગમાં રોકાણ નથી કર્યું પણ તે સોશિયલ મીડિયાના માધ્યમથી પોતાના પ્રચાર કરે છે અને મોટાભાગે ક્લાયન્ટ્સ દ્વારા માઉથ ટૂ માઉથ પબ્લિસીટી પણ થઈ જાય છે. તેમના ક્લાયન્ટ્સ માત્ર ભારત જ નહીં વિદેશમાં પણ છે. પ્રાંશુ અને અભિષેક અત્યારે માત્ર 21 વર્ષના છે પણ પોતાને બજારમાં પ્રસ્થાપિત કરી ચૂક્યા છે. કામ વધતા તેમણે નોઈડામાં એક ઓફિસ ખોલી છે અને તેમની પાસે પાંચ લોકોની ટીમ છે તથા તેઓ પોતાની કંપની અને ટીમના વિસ્તરણમાં વ્યસ્ત છે.


સફળતાનું મુખ્ય કારણ અને ભાવિ યોજનાઓ

ઈનિકવર્લ્ડ સફળ થવાનું મુખ્ય કારણ છે તેમનો એકબીજા પરનો વિશ્વાસ. તમામ કર્મચારીઓને એકબીજાની ટેલેન્ટ પર વિશ્વાસ છે અને તેઓ સાથે મળીને જ પ્રોજેક્ટ પર કામ કરે છે. તેમની કંપની ક્વોલિટી સાથે ક્યારેય બાંધછોડ કરતી નથી. અને તેમનો સતત એવો પ્રયાસ હોય છે કે ડેડલાઈન પહેલાં જ પોતાના ક્લાયન્ટને કામ કરીને આપી દેવું.

ભવિષ્યમાં પ્રાંશુ અને અભિષેક એક પ્રોડક્ટ બેઝ કંપની તરીકે પોતાને સ્થાપિત કરવા માગે છે અને ભારતના ડિજિટલ ઈન્ડિયાના સ્વપ્નને આગળ વધારવા માગે છે.

Working as freelance translator for last three years.

Related Stories