લોકોએ કહ્યું બેવકૂફ તો ગ્રુપનું નામ રાખ્યું 'બંચ ઓફ ફૂલ્સ', વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી પ્રસંશા

લોકોએ કહ્યું બેવકૂફ તો ગ્રુપનું નામ રાખ્યું 'બંચ ઓફ ફૂલ્સ', વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કરી પ્રસંશા

Tuesday May 10, 2016,

3 min Read

છત્તીસગઢની રાજધાની રાયપુરમાં અઠવાડિક રજાઓના દિવસોમાં જો કોઈ જગ્યાએ ગટર સાફ કરતાં કે ચારરસ્તા પર રંગરોગાન કરતાં કેટલાક યુવાનો દેખાઈ જાય તો સમજી લેજો તે તેઓ 'બંચ ઓફ ફૂલ્સ' છે.

image


2 ઓક્ટોબર 2014એ PM મોદીના સ્વચ્છ ભારત અભિયાને રાયપુરના 8 મિત્રોને એટલા પ્રભાવિત કર્યા કે તેમણે તેમની રજાઓ શહેરને સાફ કરવામાં વિતાવવા એક ગ્રૂપ જ બનાવી લીધું. તેમનું માનવું છે કે ભણેલાગણેલા મૂર્ખાઓ જ વધુ ગંદકી ફેલાવી છે, અને સફાઈ કરનારાઓને બેવકૂફ કહીને મજાક ઉડાવે છે. અને એટલા માટે જ ગ્રૂપનું નામ રાખ્યું ‘બંચ ઓફ ફૂલ્સ.’

image



બંચ ઓફ ફૂલ્સના યુવા સભ્યોનું ગ્રૂપ પહેલાં શહેરનાં ગંદાં સ્થાનોની પસંદગી કરે છે અને પછી તેને સાફ કરવાની યોજના બનાવીને કામ શરૂ કરવામાં આવે છે. રવિવાર તેમજ અન્ય રજાઓના દિવસે સવારે છ વાગ્યાથી ગ્રૂપના લોકો પૂર્વનિશ્ચિત સ્થાને સફાઈ માટે પહોંચી જાય છે. હવે આ ગ્રૂપ સાથે મોટી સંખ્યામાં વડીલો અને મહિલાઓ પણ જોડાઈ ચૂક્યાં છે.

image


મોટી વાત એ છે કે કોઈ પણ જગ્યાને સાફ કર્યા બાદ આ લોકો એ જ જગ્યા પર સ્ટ્રીટ ડ્રામા પ્લે અથવા જાગરૂકતા અભિયાન ચલાવીને લોકોને તેમની ભૂલથી અવગત કરાવવાની સાથે તેને સ્વચ્છ જાળવી રાખવા માટે પ્રેરિત પણ કરે છે. જે જગ્યાએ સફાઈકામ કરવામાં આવે છે તેની તારીખ નોટ કરીને રાખવામાં આવે છે, અને નિયમિત રીતે બંચ ઓફ ફૂલ્સ ગ્રૂપ તે જગ્યાએ નજર પણ રાખે છે. જે લોકો તેમને પહેલાં મૂર્ખા કહીને મજાક ઉડાવતા હતા, એમાંથી અનેક લોકો આજે તેમના ગ્રૂપમાં નજર આવે છે. બંચ ઓફ ફૂલ્સ આજે પણ કોઈ આર્થિક સહાયનો સ્વીકાર નથી કરતા. હા, જો લોકો સાથે મળીને શ્રમદાન કરવા માગે તો તેમનું સ્વાગત છે. હવે આ ગ્રૂપમાં ડૉક્ટર, વકીલ, સી.એ., વેપારીઓ બધા પ્રકારના લોકો સામેલ છે.

image


બંચ ઓફ ફૂલ્સને ક્લિન ઈન્ડિયા કેમ્પેઈન અંતર્ગત 2015માં મુંબઈમાં સ્વચ્છતા સેનાનીનો એવોર્ડ મળી ચૂક્યો છે. તેમના કાર્યની સરાહના કરનારાઓમાં PM નરેન્દ્ર મોદી પોતે પણ સામેલ છે. બંચ ઓફ ફૂલ્સ દ્વારા જ્યારે રાયપુર શહેરમાં ચાર રસ્તાઓ પરની મહાપુરુષોની પ્રતિમાઓને ધોઈને ચમકાવવા અને તે વિસ્તારને સાફ કરવાની શરૂઆત કરી અને ટ્વિટર પર એને પોસ્ટ કરવામાં આવ્યું ત્યારે પ્રધાનમંત્રી દ્ગારા તેને રિટ્વિટ કરવામાં આવ્યું. આ બાદ છત્તીસગઢના મુખ્યમંત્રી ડૉ.રમણસિંહે પણ તેમને મળવા માટે બોલાવ્યા અને અભિયાન માટે તમામ શક્ય મદદ આપવાની ઓફર કરી. તેમણે જ આ ગ્રૂપની વેબસાઈટને પણ લૉન્ચ કરી.

image


છેલ્લા લગભગ 65 અઠવાડિયામાં આ ગ્રૂપે 75 સ્થાનને ચમકાવી દીધાં છે અને ધીરેધીરે આ અભિયાન આગળ વધી રહ્યું છે. વિસ્તારની સફાઈ બાદ તે સ્થાનનો સ્પોર્ટ્સ અથવા પાર્કિંગ જેવી એક્ટિવિટી માટે ઉપયોગ કરવામાં આવે છે, જેથી ત્યાં ગંદકી થવાની આશંકા ઓછી રહે.

image


શહેરમાં સાફસફાઈની સાથે આ લોકોએ બેટી બચાવો, પાણી બચાવો અભિયાનથી પણ તેમના ગ્રૂપને જોડ્યું છે, અને નાના-નાના દુકાનદારોને ડસ્ટબિન આપવાની શરૂઆત કરી છે.

લેખક- રવિ વર્મા

અનુવાદક- બાદલ લખલાણી 

વધુ પ્રેરણાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સંબંધિત સ્ટોરીઝ વાંચો:

સ્કૂલ વિદ્યાર્થીઓનું અનોખું સ્વચ્છતા અભિયાન: ‘ધ બેગ ઇટ ચેલેન્જ’

દેશને સ્વચ્છ રાખવા મોદી જ નહીં, આ યુવાનો પણ ચલાવે છે સ્વચ્છતા અભિયાન!

બાળકોની ‘વાનર સેના’એ ઇન્દોરમાં સીટી વગાડીને ખુલ્લામાં શૌચ કરવાની પ્રવૃત્તિ અટકાવી, ૪ ગામોને કર્યાં ખુલ્લામાં શૌચની સમસ્યાથી મુક્ત