21 નવેમ્બરે 'Startup Saturday'નો માસ્ટર ક્લાસ

21 નવેમ્બરે 'Startup Saturday'નો માસ્ટર ક્લાસ

Thursday November 19, 2015,

2 min Read

અમદાવાદની લોકલ સ્ટાર્ટઅપ કમ્યુનિટીને વેગ આપવા વર્ષ 2009માં 'હેડસ્ટાર્ટ' લૉન્ચ કરવામાં આવ્યું. અમદાવાદીઓમાં રહેલા ઉદ્યોગસાહસિકતાના ગુણોનો લાભ સ્ટાર્ટઅપ્સને મળે તેવા આશયથી હેડસ્ટાર્ટની શરૂઆત કરવામાં આવી. હેડસ્ટાર્ટની શરૂઆતથી જ તેમની 'સ્ટાર્ટઅપ સેટરડે' ઇવેન્ટ દ્વારા એવા પ્રયાસો કરવામાં આવે છે કે જેથી કોઈ નાના વેન્ચરને પણ એક મોટી કંપની બનવાની તક મળે. જેના માટે દર મહિનાના બીજા શનિવારે 'Startup Saturday'નું આયોજન કરાય છે જેમાં વિવિધ ફીલ્ડ્સના એકસપર્ટ્સ પોતપોતાના અનુભવો તો શેર કરે જ છે સાથે સાથે સ્ટાર્ટઅપ કમ્યુનિટીને વિવિધ મુદ્દાઓથી માહિતગાર કરી માર્ગદર્શન પણ પૂરું પાડે છે.

ત્યારે 'Startup Saturday'ની નવેમ્બર એડિશનની થીમ છે 'Startup MasterClass on Taxes, Legal and Company Formation'.

image


આઈડિયા અને તેને અમલમાં મૂકવા સિવાય કોઈ સ્ટાર્ટઅપ રજીસ્ટ્રેશન વગર કાર્યરાત નથી બની શકતું. સાથે જ કેટલીક કાયદાકીય પ્રક્રિયા પણ અનુસરવી પડે છે. ઘણી વખત કોઈ ધંધાની નોંધણી કરાવવી અને કાયદાકીય પ્રક્રિયાઓ પૂરી કરવી તે ચિંતાજનક બનતું હોય છે. પણ જો એ સમયે તમને તે અંગેનું જરૂરી જ્ઞાન અને માહિતી હોય તો સરળતાથી તે સ્ટેપ પણ પસાર કરી શકો છો. 'સ્ટાર્ટઅપ સેટરડે'ના આ સેશનમાં તમારા ધંધાને લગતી કાયદાકીય પ્રક્રિયાઓ તેમજ બેઝીક ટેક્સ અને અકાઉન્ટિંગને લગતી જરૂરી માહિતી આપવામાં આવશે.

'Startup Saturday'ની આ ઇવેન્ટનું આયોજન AMA, અમદાવાદ ખાતે 21 નવેમ્બરના રોજ સાંજે 5થી 7.30 દરમિયાન રાખવામાં આવ્યું છે.

સ્પીકર્સ:

1. મનસ્વી થાપર- Founder of Candour Legal

નિરમા યૂનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ થયેલ મનસ્વી વિવિધ સ્ટાર્ટઅપ્સ અને સંસ્થાઓને કાયદાકીય માર્ગદર્શન આપી ચૂક્યા છે. તેઓ GCCI યુથ વિંગના પણ તેઓ કૉર મેમ્બર છે.

2. પ્રીત દીપ સિંઘ- Founder Aperio Management LLP

IIM-અમદાવાદના ડૉક્ટરલ સ્કોલર પ્રીત KPMGમાં પણ કામ કરી ચૂક્યા છે અને હાલ સંપૂર્ણ સમય તેમના વેન્ચરને આપી રહ્યાં છે. સ્ટાર્ટઅપ્સને વિવિધ સર્વિસીસ પૂરી પાડવાનું કામ હાલ તેઓ કરી રહ્યાં છે જે અમદાવાદની સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ માટે ઘણું ફાયદાકારક છે.

AGENDA :

17:00 - 17:15 - Registration and Introductions

17:15 - 18:15 - Manasvi Thapar of Candour Legal

18:15 - 19:15 - Preet Deep Singh of Aperio LLP

19:15 - 19:30 - Tea and Networking

રજિસ્ટ્રેશન માટે ક્લિક કરો : http://www.meraevents.com/event/ssahdnovember

વધુ માહિતી માટે કૉલ કરો:

મૌલિક મસરાની - +91 99983 72628