એક પેરાલિમ્પિક સ્વિમર ભારતના સ્પોર્ટ કલ્ચરમાં લાવશે બદલાવ!

'હું તમને ખૂબ જ દુ:ખ સાથે કહું છું,ક્યાંક સદીઓની સદીઓ પસાર થઈ છેજંગલમાં બે રસ્તા અલગ થતાં હતા ત્યારે મેં...મેં ઓછો જાણીતો રસ્તો પસંદ કર્યોઅને તેના કારણે જ હું કંઈક અલગ કરી શક્યો.'

0

શરથે ડાબા હાથમાં જન્મજાત ખોડ હોવા છતાં પોતાનામાં રહેલી ગુઢ શક્તિઓને ઓળખી અને ભારતીય સેનાનો હિસ્સો બન્યો. તેમ છતાં એક રસ્તો એવો હતો જે તેની પ્રતિક્ષા કરી રહ્યો હતો. તેની સ્કૂલમાં સ્વિમિંગ દરેક વિદ્યાર્થી માટે ફરજીયાત કરવામાં આવ્યું હતું. શરથ જણાવે છે, “મેં ઘણી વખત તેમને કહ્યું કે મને તરતા નથી આવડતું પણ તે ફરજીયાત હતું. મારા માતા-પિતા વધારે ચિંતિત હતા કારણે કે તેમને સ્વિમિંગ વિશે ખાસ માહિતી નહોતી. તેમના મતે સામાન્ય વ્યક્તિઓ તરી શકતી નથી તો પછી વિકલાંગો કેવી રીતે તરી શકે?”

તેણે ઉપર મુજબ ઓછો જાણીતો રસ્તો પસંદ કર્યો. તેના જણાવ્યા પ્રમાણે, “હા, તેમાં થોડો વધારે સમય લાગ્યો”, પણ તેને ખુશી છે કે તેણે કરી બતાવ્યું. વર્તમાન સમયમાં શરથ એમ ગાયકવાડ ભારતનો પેરાલિમ્પિક સ્વિમર છે અને તે એકમાત્ર ભારતીય છે જેણે 2014ની એશિયન ગેમ્સમાં બહુવિધ રમતોમાં ભાગ લઈને સૌથી વધુ મેડલ મેળવવાનો પી.ટી ઉષાનો રેકોર્ડ તોડી નાખ્યો.

મહત્વની વાત એ છે કે, તેણે આ માસ્ટરસ્ટ્રોક ત્યારે માર્યો જ્યારે તે બધું જ છોડી દેવાનું નક્કી કરીને બેઠો હતો. 2009માં તેને ખભામાં ઈજા થઈ હતી. તે ઈજા એટલી પીડાદાયક હતી કે તેને દરેક તબક્કે તૈયાર કરવામાં મુશ્કેલી થતી હતી. 2014માં તે પીડામાંથી બહાર આવ્યો અને વહેલી નિવૃત્તિ લઈ લેવાનું વિચારવા લાગ્યો. તેમ છતાં શરથને એમ હતું કે આવી રીતે અધવચ્ચેથી બધું છોડી શકાય નહીં. તે યાદ કરતા જણાવે છે, “હું નવમા ધોરણમાં હતો ત્યારે મારે નક્કી કરવાનું હતું કે મારે શું કરવું અને મેં નક્કી કરી લીધું કે મારે સ્વિમિંગમાં કેરીયર બનાવવાની છે. હું જેમ જેમ સ્વિમિંગ કરતો ગયો તેમ તેમ મારો તેના પ્રત્યેનો પ્રેમ વધતો ગયો. મને ખ્યાલ આવી ગયો કે આ મારા માટે જ છે. તમારા શરીરમાં કઈ ખોડ છે તે મહત્વનું નથી પણ તમારે એક વખત બધી જ વસ્તુઓ અજમાવવી જોઈએ.”

2012માં તેણે પહેલા ભારતીય તરીકે પેરાલિમ્પિકમાં ભાગ લીધો હતો. તેને 2015માં અર્જુન એવોર્ડ પણ એનાયક કરાયો તથા તેનું બેંગલુરું ખાતે પીએમ સ્વિમિંગપુલ ખાતે કોચ બનવાનું સ્વપ્ન પણ પૂરું થઈ ગયું.

તેમની વાત સામાન્ય લોકોને ભલે ઓછી આકર્ષક લાગે પણ આ એક યુગલ કંઈક અલગ કરીને સફળતાના વિશાળ રસ્તાને પસંદ કરી લીધો. સામાન્ય રીતે જ્યારે અન્ય યુગલો પોતાના સંતાનોને એન્જિનિયર કે ડૉક્ટર બનાવવાનું વિચારતા હતા ત્યારે શાન્તલા ભાટ અને સંતોષ પાટિલે તેમના 10 વર્ષના પુત્રની અંદર રહેલી સ્વિમિંગની ઈચ્છાને સ્પર્ધાઓ સુધી લઈ જવાનું નક્કી કર્યું.

શાન્તલા અને સંતોષે તેમના 10 વર્ષના પુત્ર ઉત્કર્ષને જયનગર ખાતે આવેલા પીએમ સ્વિમિંગપૂલમાં શરથના કોચિંગ હેઠળ સ્વિમિંગ કરવા મોકલ્યો. ટ્રેનિંગ પછી શું કરવું તે અંગે જાત જાતના વિચારો ચર્ચાવા લાગ્યા. આ વિચારોના અંતે પીએમ સ્વિમિંગપુલ ખાતે તમામ એથ્લિટ, માતા-પિતા અને કોચ દ્વારા કંઈક નવું જ પ્રયોજન કરાયું. તેના કારણે Gamatics.inનો આરંભ થયો. શરથ , સંતોષ, શાન્તલા અને માર્ગરેટ જ્હોન ક્રિસ્ટોફર આ અભિયાનના સ્થાપક બની ગયા.

3...2...1... ગો

વર્તમાન સમયમાં બજારમાં મળતા ઉત્તમ કક્ષાના સાધનો લાવીને સ્વિમર્સને ઉચ્ચકક્ષાની સુવિધા અને તાલિમ આપવા પર ધ્યાન કેન્દ્રિત કરાયું છે. આ જ માધ્યમથી ન્યુટ્રિશનિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટને પણ જોડવામાં આવ્યા છે જેથી બાળકોમાં રહેલી ક્ષમતાને બહાર લાવીને ઉત્તમ કક્ષા સુધી પહોંચાડી શકાય.

નવેમ્બર 2014માં તેમણે NSRCEL ખાતે પોતાના આ વિચારોને રજૂ કર્યા અને ફેબ્રુઆરી 2015માં તેમને માન્યતા મળી ગઈ.

સહસ્થાપકોના મતે,

Gamatics.in દ્વારા અમે એથ્લિટ્સને ઉત્તમ કક્ષાના સાધનો આપવા માગીએ છીએ જેની તેમને જરૂર છે. જે એથ્લિટ દેશનું સન્માન વધારવા માટે દિવસ રાત એક કરે છે તેને કોઈ વાતની અછત ન રહેવી જોઈએ. તેથી જ અમે કોમ્પિટિશનની તૈયારી માટેના યોગ્ય સાધનો, યોગ્ય માર્ગદર્શન, સ્પોર્ટ ન્યૂટ્રિશનિસ્ટ અને ફિઝિયોથેરાપિસ્ટની સુવિધા ઉપલબ્ધ કરાવી છે. અમારી પ્રાથમિકતા એટલી જ છે કે અમે અમારી ક્ષમતા સિદ્ધ કરીએ તે પહેલાં વધારેમાં વધારે લોકો અમારી સાથે જોડાય.

આ એનાલિટિક્સ પ્લેટફોર્મ માત્ર પ્રાથમિક તબક્કો હતો જેના દ્વારા આ ક્ષેત્રમાં આવતા એથ્લિટનું પરિક્ષણ થઈ શકે અને તેની ક્ષમતાને જાણી શકાય. એનાલિટિક્સનો વિચાર અમલમાં મૂકવા અંગે શરથ જણાવે છે, “ભારતમાં મોટાભાગના કોચ ખેલાડીની ક્ષમતાને મેન્યુઅલી જ માપે છે. એથ્લિટ દ્વારા કેટલા લેપ પૂરા કરાયા અને કેવો દેખાવ કરાયો તે દિવસના અંતે કોચ દ્વારા નોંધાય છે. તેના કારણે જ ખેલાડીની ક્ષમતાને વધારવાનો કોઈ નવો રસ્તો જ નહોતો.”

એનાલિટિક્સ પ્લેટફોર્મ Gamatics.in દ્વારા અમે તમામ ડેટા ઓનલાઈન રાખવામાં મદદ કરીએ છીએ. એક વખત સ્પર્ધા પૂરી થઈ જાય પછી દરેક એથ્લિટનો લેપ ટાઈમિંગ અને બાકીની માહિતી અપડેટ કરવામાં આવે છે તથા તેને ગ્રાફની મદદથી તુલનાત્મક રીતે સમજાવવામાં આવે છે.

સંતોષે જણાવ્યું કે, આ સાહસ એટલા માટે પણ કરવામાં આવ્યું છે કે, એથ્લિટની દરેક મૂવમેન્ટનું વીડિયો રેકોર્ડિંગ થાય તથા તેની સાથે બાયોમિકેનિક્સની મદદથી ખેલાડીની તમામ માહિતીનું યોગ્ય રીતે પૃથ્થકરણ કરી શકાય. આ રીતે કોચને પણ ખ્યાલ આવે કે દરેક ખેલાડીનો કેવો દેખાવ છે અને તેમાં કેવી રીતે અને કેટલો સુધારો કરી શકાય. મોબાઈલ ફોન પરથી જ કામ કરી શકાય તેવા અને પહેરી શકાય તેવા ઈક્વિપમેન્ટ્સ અંગે તેઓ વિચારી રહ્યા છે.

વર્તમાન સમયમાં આ છ લોકોની ટીમ, પાંચ સ્વિમિંગ કોચ અને 100 અસાધારણ એથ્લિટ પર કામ કરી રહ્યા છે અને તેમને એનાલિટિક્સ પ્લેટફોર્મ પૂરું પાડી રહ્યા છે જે આવતા વર્ષના અંત સુધી સાર્વજનિક કરી દેવાશે. સ્થાપકો એવું પણ વિચારી રહ્યા છે કે તેઓ એવી સુવિધા આપે જેમાં ખેલાડીઓને કોચિંગની સાથે યોગ્ય વર્કઆઉટ અને ન્યૂટ્રિશનની પણ માહિતી મળતી રહે.

વિકાસનો તબક્કો

વર્તમાન સમયમાં આવક માટે આ લોકોએ કોઈ પણ વસ્તુના વેચાણ પર ચોક્કસ ટકાવારી નક્કી કરી છે જે Gamatics.in અને વેપારી વચ્ચે વહેંચાઈ જાય છે. આ મોડેલ દ્વારા તેમની સંસ્થા દર મહિને 4 થી 5 લાખ કમાણી કરે છે.

તેમણે હાલ પૂરતી તેમની કમાણી એનાલિટિક્સ એન્જિનને આપવાની મનાઈ કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, ભવિષ્યમાં તેઓ તમામ સ્વિમર્સનો ડેટા તૈયાર કરીને રોકાણકારોને વેચી દેશે જે ભારતના સારા ખેલાડીઓ પર રોકાણ કરવા તૈયાર હોય છે.

એપ્રિલ 2015માં તેમની સંસ્થા લોન્ચ થયા બાદ અત્યાર સુધીમાં 400 જેટલા એથ્લિટે તેમની પાસેથી સાધનોની ખરીદી કરી અને હજી પણ તેમાના 15 થી 20 ટકા લોકો તેમની સાથે સતત જોડાયેલા છે. ઓર્ડર મળવાની વાત કરીએ તો તેમને પહેલા મહિને 30 ઓર્ડર મળ્યા હતા જે ઓગસ્ટ 2015માં વધીને 85 થઈ ગયા હતા.

પ્રેરણા અને બોધપાઠ

આ સંસ્થાના સ્થાપકો જણાવે છે કે, કેવી રીતે તેમની સકારાત્મકતાએ રમતગમતના ક્ષેત્રના લોકોને વિશ્વાસમાં લીધા છે. આ સંસ્થાની એક જ માન્યતા છે કે જ્યારે કોઈ એથ્લિટ પોતાના દેશ માટે મહેનત કરતો હોય તે તેને યોગ્ય સાધનો અને સુવિધા પૂરા પાડવા જોઈએ જેથી તેઓ વિકસી શકે અને વિશાળ ફલક પર પહોંચી શકે.

તેમના અનુભવો વિશે વાત કરતા સ્થાપકો અંતે કહે છે કે,

“જ્યારે કોઈ વ્યક્તિ કંઈ પરિવર્તન લાવવા મક્કમ હોય છે ત્યારે તમામ બાબતો આપોઆપ ગોઠવાઈ જાય છે. અમને ક્યારેય કલ્પના નહોતી કે Gamatics.in ખરેખર વાસ્તવિકતા બનશે. લોકોની સૌથી મોટી ભૂલ એ છે કે તેઓ રમતજગતના લોકોને કોર્પોરેટ સેક્ટર સાથે સાંકળી લે છે. રમતના ક્ષેત્રમાં એવા ઘણા લોકો છે જેમના માટે અર્થોપાર્જન પ્રાથમિકતા હોતી જ નથી. અમારો સૌથી મોટો ધ્યેય એક જ છે કે રમતગમતને મુખ્ય ધારા સાથે સાંકળીને શાળા અને કોલેજોમાં એકેડેમી શરૂ કરવી.”

Khushbu is the Deputy Editor at YourStory Gujarati. You can reach her at khushbu@yourstory.com

Related Stories

Stories by Khushbu Majithia