"તમે કોણ છો? શું કરો છો? સ્થાપકો, પોતાની અલગ ઓળખ ઊભી કરો" – શૈલેન્દ્ર સિંહ

"તમે કોણ છો? શું કરો છો? સ્થાપકો, પોતાની અલગ ઓળખ ઊભી કરો" – શૈલેન્દ્ર સિંહ

Thursday November 05, 2015,

6 min Read

સિકોઇયા કેપિટલના એમડી શૈલેન્દ્ર સિંહે ટેકસ્પાર્ક 2015માં જણાવ્યું હતું, "માફ કરજો, પણ તમે કોણ છો? સંભવતઃ આ એક સામાન્ય સવાલ છે કે જેમાં હું એક સ્ટાર્ટઅપના સ્થાપક તરીકે અમેરિકામાં સૌથી વધારે સાંભળતો હતો. કદાચ તે મારા જીવનનો સૌથી વધારે આનંદિત કરનારો અનુભવ હતો."

પોતાની એક આગવી ઓળખ ઊભી કરવી કદાચ એક ઉદ્યોગપતિની સામે આવતો સૌથી મોટો પડકાર છે. બની શકે છે કે એક સ્ટાર્ટઅપના સંસ્થાપક તરીકે દુનિયા તમને ન પણ ઓળખે. પરંતુ તમારી એક આગવી ઓળખ ઊભી કરવી સંપૂર્ણપણે તમારા ઉપર આધારિત છે.. કમનસીબે મોટાભાગના હાર્ડકોર એન્જિનિયર તેને સ્વીકારવા માટે તૈયાર નથી હોતા. શૈલેન્દ્ર જણાવે છે કે મૂળ સંદેશને મજબૂતી અને શક્તિ પ્રદાન કરવામાં સંચાર સૌથી અગત્યની વસ્તુ છે.

image


ઘણા સ્થાપકો એમ માને છે કે વાતચીતનું કામ સંપૂર્ણપણે માર્કેટિંગના લોકોનું છે. અને કેટલાક લોકોનું માનવું છે કે તેમની કંપની આગામી વોટ્સએપ બનવાની છે. કે જેને કોઈ પણ કોમ્યુનિકેશન્સની જરૂર નથી રહેવાની. શૈલેન્દ્ર જણાવે છે કે મારી તમને શુભેચ્છાઓ છે પરંતુ વોટ્સ એપનું નિર્માણ કરનારા લોકો વીરલાઓ જ છે. તેમનું એવું પણ માનવું છે કે સ્થાપકો જો કોમ્યુનિકેશન્સ ઉપર ધ્યાન આપશે તો તે આગામી સમયમાં તેમને મદદરૂપ થશે તેવી આશા છે.

મૂળ સંદેશ (કોર મેસેજિંગ)

શૈલેન્દ્ર વિસ્તારપૂર્વક જણાવે છે, "જોકે, મૂળ સંદેશ ખૂબ જ સરળ છે પરંતુ મોટાભાગના સ્થાપકો નીચેની કેટલીક અગત્યની વાતોને અપનાવવા માટે જરૂરી સમય અને પ્રયાસ નથી કરતા હોતા.

1 મિશન અને વિઝન સ્ટેટમેન્ટ

આ કોઈ પણ વેપાર માટે અગત્યનું અને જરૂરી છે. શૈલેન્દ્ર જણાવે છે કે તે ખૂબ જ જરૂરી છે કારણ કે તમને જ્યારે પણ શંકા થાય ત્યારે તમે તેનો ઉલ્લેખ કરી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો તમે તેનો ઉલ્લેખ કરી શકો છો. બીજા શબ્દોમાં કહીએ તો તે એક પ્રકારે માર્ગદર્શન કરનારા સિદ્ધાંતોનું રૂપ લઈ લે છે.

2 ઈ-મેઇલ કરનારા લોકો માટે મનોબળ વધારતી કેટલીક પંક્તિઓ

શૈલેન્દ્ર જણાવે છે કે ઘણી વખત એવું થાય છે કે જ્યારે સ્થાપક તેમના દ્વારા કરવામાં આવનારા કામની બીજી કે ત્રીજી વખત જાણકારી આપે છે. અને દર વખતે તે પહેલાં કરતાં અલગ હોય છે. તેઓ જણાવે છે કે એક સ્થાપક તરીકે જો તમે તમારી એકરૂપતા કાયમ નથી રાખી શકતા તો તમારી ટીમના સભ્યો પણ તેમ નહીં કરી શકે.

3 દર વખતે વેચતા રહેવું

શૈલેન્દ્ર જણાવે છે કે જો કોઈ ઉદ્યોગસાહસિકે પોતાની અલગ ઓળખ ઊભી કરવી હોય તો દર વખતે વેચાણ કરવા માટે તૈયાર રહેવું પડશે. તમે રોકાણ કરનારા લોકોને તમારા ધંધામાં રોકાણ કરવા માટે, કર્મચારીઓને તમારી સંસ્થાના સભ્ય બનવા માટે, અને ગ્રાહકોને તમારી સાથે વેપાર કરવા માટે વેચાણ જ કરી રહ્યા છો. તેઓ જણાવે છે કે તમારે દર વખતે વેચતા જ રહેવાનું છે. જો તમને તે પસંદ ન હોય તો જો તમને તે પસંદ ન હોય તો તમે એક એવો સ્થાપક શોધો કે જે પોતે વેચતો હોય અથવા તો વેચવાનું શીખવા ઇચ્છતો હોય.

4 પાવર પોઇન્ટ તૈયાર કરવું

એક તરફ ઘણા સંસ્થાપકો તેને સમયની બરબાદી માને છે ત્યારે શૈલેન્દ્ર જણાવે છે કે પ્રેઝન્ટેશન તૈયાર કરવું તે ખરેખર પાયાની રીતે હાઇજિનિક છે. તેમનું એવું માનવું છે કે સારું પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવાને કારણે તમારા વિચારોને એક નવું રૂપ મળે છે અને ઉપરાંત સ્થાપકને વધારે સ્પષ્ટતા મેળવવામાં મદદ મળે છે.

5 સ્પર્ધાની ઓળખ કરવી

શૈલેન્દ્ર જણાવે છે કે તે વધારે અગત્યનું છે કે તમે એ જાણો કે દુનિયામાં તમે ક્યાં ઊભા છો.

શૈલેન્દ્રના જણાવ્યા અનુસાર વધારે સારો કોર મેસેજ મેળવવાની દિશામાં નિમ્નલિખિત સંકેતો ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે.

1 ધારાના પ્રવાહની સાથે ચાલવું

હાઇપર લોકલ અને ક્લાઉડ આજકાલ ચર્ચાસ્પદ વિષયો છે. જો તમે આ ક્ષેત્રમાં કંઇક કરી રહ્યા છો તો તમારી જાતને તેની સાથે જોડવી ખૂબ જ મદદરૂપ સાબિત થાય છે. આ સંદર્ભને નક્કી કરશો તો ઉત્પાદનને સમજવામાં મદદ મળે છે.

2 સરળ અને સ્પષ્ટ બનો

શૈલેન્દ્રનું કહેવું છે કે આનું સૌથી ઉત્તમ ઉદાહરણ ડ્રોપબોક્સ છે. યોર ફાઇલ્સ એવરી વ્હેર ખૂબ જ સરળ છે. અને તેમાં ક્યાંય કોઈ શબ્દાવલી નથી.

3 પૃથક્કરણથી યોગ્ય સ્તર

તેઓ આગળ જણાવે છે કે ઘણી વખત લોકો પૃથક્કરણ કે સ્પષ્ટતાના એક નિશ્ચિત સ્તર વિશે જાણ્યા વિના એકદમ સીધી રીતે વાતચીત કરે છે. શૈલેન્દ્ર જણાવે છે કે તે વધારે મોકળું મેદાન તમને આપે છે. જો તમે બીજા કરતા વધારે પડતા જુદા લાગો તો બની શકે છે કે કોઈ તમને સમજી ન શકે.

4 ગ્રાહક કેન્દ્રિત મેસેજિંગ

5 તેને યાદગાર બનાવો

6 તેને દસ વખત કરતાં વધારે વખત બેવડાવો

7 ભેદભાવ

શૈલેન્દ્ર જણાવે છે કે એક એવો ભેદભાવ કે જે બિલકુલ પ્રામાણિક હોય અને તમે જેની સાથે ઊભા થઈ શકો ખૂબ જ ફેર પડી શકે છે.

8 સ્પષ્ટતા

તેમનું કહેવું છે કે આ કોમ્યુનિકેશનના સૌથી અગત્યના કારકો પૈકીનું એક છે.

9 પોતાની શબ્દાવલી

જો તમે તમારી પોતાની શબ્દાવલી બનાવવાની રણનીતિમાં સફળ થાવ તો તે ખૂબ જ અગત્યનું સાબિત થાય છે. તમારી પોતાની અંતરદૃષ્ટિ તમારા શબ્દોમાં સમજી શકાય છે.

દર્શકોનું માળખું

મોટાભાગના સંસ્થાપકો માટે પોતાના શેરધારકો સાથે સંવાદ જાળવી રાખવા માટે સતત સંદેશા મોકલવા જરૂરી હોય છે. સંસ્થાપક કેન્દ્રમાં હોય છે અને કર્મચારીઓ, બોર્ડ સલાહકારો, ગ્રાહકો, મીડિયા, રોકાણકારો અને આખી દુનિયા વચ્ચે ઘેરાયેલો છે. તેઓ કહે છે કે કંપનીઓ સતત શ્રેષ્ઠ કરતી રહે છે તેમજ તેઓ આવું કરવામાં એટલા માટે સફળ થાય છે કારણ કે તેઓ પોતાના હિતેચ્છુઓ સાથે સંવાદ જાળવી રાખવામાં વિશ્વાસ રાખે છે. તેના બદલે તેઓ તેમને સંકેતો આપે છે. દરેક હિતેચ્છુ સાથે સંવાદ રાખવો ખૂબ જ જરૂરી છે.

એક સ્પષ્ટ ડેક તૈયાર કરવું

શૈલેન્દ્ર જણાવે છે કે ઘણી કંપનીઓ એક ડેકને રાખવાની અગત્યતાથી અજાણ હોય છે. તે વિશેષરૂપે સ્થાપિત થયેલા સંસ્થાપકોના બાબતે સાચી વાત સાબિત થાય છે. તેઓ જણાવે છે કે આ એક તક છે અને તેવો કોઈ ભાર નથી કે તમે લોકોને સમજાવો કે તમે શું કરી રહ્યા છો. ઉપરાંત એક સ્પષ્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરવું એ પણ ખૂબ જ અગત્યનું છે કારણ કે તે સ્થાપક અને તેની કંપનીનું સીધું વર્ણન કરે છે.

સ્પષ્ટતા તેમજ પ્રમાણિકતા

તમે એક જૂથ તરીકે જે તરફ જઈ રહ્યા છો તે તેના ઉપર વિશ્વાસ અને સમજણ આપવાનું કામ કરે છે. જો તમે કંપનીનાં ભવિષ્ય અંગે તમારી દૃષ્ટિને લોકો સમક્ષ સારી રીતે રજૂ નથી કરી શકતા તો પછી તમારા રોકાણકારો તે તરફ કેવી રીતે આકર્ષિત થશે? ફરી એક વખત તે સ્થાપકના માથા ઉપરનો જો છે. ઉપરાંત ચોક્કસાઇ પણ એટલી જ મહત્વની છે. શૈલેન્દ્ર જણાવે છે કે તમે અતિશયોક્તિ ભરેલી અને ખોટી વાતો કરશો તો તે સ્થાપક અને કંપની બંને માટે વિશ્વાસના સંકટનો મુદ્દો બની જાય છે. પોતાની જાતને મોટી અને અગત્યની સાબિત કરવાના ચક્કરમાં ક્યારેય પોતાની સંખ્યા કે રોકાણ અંગે વધારે પડતું ન બોલશો.

નાની-નાની પત્રકાર પરિષદો બોલાવવી

મોટાભાગની કંપનીઓ પોતાએ કંઈક મોટી જાહેરાત કરવી હોય ત્યારે જ પત્રકાર પરિષદનું આયોજન કરે છે. પરંતુ તમારા માટે પત્રકારોને મળવું અને પોતાની કંપનીનાં કામ વિશે જાણકારી આપવા માટે સમય કાઢવો પણ જરૂરી છે.

લોકોની વચ્ચે પોતાના અવાજમાં ઓળખાણ કરાવવી

જ્યારે પણ તમે લોકો સાથે મુલાકાત કરો તો આમ કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. કારણ કે લોકો પોતાની કંપની વિશે પોતાના અવાજમાં વાત કરે છે. અને પોતાનાં સંસ્મરણો વાગોળે છે. આવામાં બ્લોગ્સ, ટ્વિટર અને અન્ય સોશિયલ મીડિયા માધ્યમો મારફતે બીજા લોકો સુધી તમારી વાત પહોંચાડવી ખૂબ જ જરૂરી છે.

ગ્રાહકો વિવિધ વસ્તુઓ ઉપર ધ્યાન આપે છે

શૈલેન્દ્ર જણાવે છે કે ગ્રાહકો તમારું મૂલ્યાંકન, સંસ્કૃતિ અને ધનની પરવા નથી કરતા પરંતુ તેઓ તમારા મૂલ્યો અને તમે ક્યાં ઊભા છો તે જુએ છે. તેવામાં તમે તમારા ગ્રાહકને જે કંઈ પણ કહો તે તાર્કિક અને મૂલ્યવાન હોવું જોઇએ. તેના થકી તમારી પ્રતિબદ્ધતા દેખાવી જોઇએ. આ સ્થિરતા તમારી ટીમના દરેક સભ્યની તરફથી દેખાવી જોઇએ. તે સમજદારી પૂર્વકની અને યાદગાર હોવી જોઇએ.

કર્મચારીઓની પ્રેરણાના વિવિધ સ્તરોની જરૂર હોય છે

શૈલેન્દ્ર જણાવે છે કે કર્મચારીઓ પડનારા પ્રભાવ, તેમની સામે રહેલી તકો, અને વિકાસ ઉપર ધ્યાન આપે છે. તેમણે પોતાની સંસ્કૃતિને સ્પષ્ટ રીતે સમજવાની જરૂર છે. એક વરિષ્ઠ ટીમ મેનેજમેન્ટની સાથે લયને જાળવી રાખવો તેમજ સંવાદની સ્પષ્ટ લાઇનો તૈયાર કરવી ખૂબ જ જરૂરી છે.

તેવામાં સફળતાની ચાવી સતત સ્પષ્ટ, પ્રમાણિક અને ખુલ્લા કોમ્યુનિકેશનમાં જ રહેલી છે.