તમારા સ્ટાર્ટઅપને ફાયદો કરાવશે 'Data Ananlysis'

0

કોઈ પણ સ્ટાર્ટઅપ હોય કે મોટો ઉદ્યોગ કે પછી સેવા પૂરી પાડતી કંપની. પોતાના ધંધા, વ્યવસાય કે સ્ટાર્ટઅપ સફળ બને તે માટે તમારી પાસે તમારા ક્ષેત્રની જરૂરી માહિતી (Data) હોય તે જરૂરી છે. ઘણી વખત આપણી પાસે જરૂરી ડેટા તો હોય પરંતુ તેનો યોગ્ય ઉપયોગ અને ફાયદો આપણે નથી લઇ શકતા હોતા. તેવામાં જરૂરી છે કે આપણને આપણી પાસે જે ડેટા ભેગો થયો છે તેનું યોગ્ય એનાલિસિસ (પૃથક્કરણ) કરવામાં આવે. જેથી તેનો સીધો ફાયદો આપણા બિઝનેસને પહોંચે.

Startup Saturdayની આ વખતની ઇવેન્ટની થીમ Think Big, Think Big Data છે. જેમાં આ ક્ષેત્રના એક્સપર્ટસ, ડેટા કલેક્શન અને ડેટા એનાલિસિસથી તમારા બિઝનેસને કેવી રીતે ફાયદો પહોંચશે તે અંગે સમજ આપશે સાથે જ તેમના અનુભવો પણ શેર કરશે.

સ્પીકર્સ:

ધ્રુવ ગોહિલ- સોફ્ટવેર ટેકનોલોજીસમાં 9 વર્ષ જેટલો અનુભવ ધરાવતા ધ્રુવ Huawei અને IBM જેવી કંપનીઓમાં કામ કરી ચૂક્યા છે. સાથે જ તેઓ CEPT યુનિવર્સિટી તેમજ ગુજરાત યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓને ભણાવી ચૂક્યા છે. હાલમાં તેઓ અમદાવાદની Ishi Systemsમાં એનાલિસ્ટ તરીકે કામ કરે છે. ધ્રુવ ડેટા સંભાળવામાં કૌશલ્ય ધરાવે છે જેઓ Startup Saturdayની આ ઇવેન્ટનું સૌથી પહેલું સેશન સંભાળશે.

પ્રણવ શુક્લ-વિશાલ શુક્લ ( Brevitaz Systemsના સંસ્થાપકો)- વિશાલ એક ઉદ્યોગસાહસિક, લેખક તેમજ એક ડેટા એક્સપર્ટ છે. છેલ્લા 10થી વધુ વર્ષોથી તેઓ JVM આધારિત લેન્ગવેજીસનું પ્રોગ્રામિંગ કરે છે. વર્ષ 2014માં તેમણે Brevitaz Systemsની સ્થાપના કરી. પ્રણવ વિવિધ ક્ષેત્રના ઉદ્યોગની કામગીરીને વધુ સરળ બનાવવાનો 12 વર્ષનો બહોળો અનુભવ ધરાવે છે. તેઓ બિગ ડેટા એનાલિટિક્સ દ્વવારા ઘણાં જ નવીન સોલ્યુશન્સ પૂરા પાડે છે.

યશ બેડિયાની- યશ CIGNEX Datamaticsમાં બિગ ડેટા એનાલિટિક્સની આગેવાની સંભાળે છે. યશ છેલ્લા 15 વર્ષોથી સોફ્ટવેર ઇન્ડસ્ટ્રીમાં કાર્યરત છે. તેઓ અત્યાર સુધી ઘણી જાણીતી કંપનીઓમાં કામ કરી ચૂક્યા છે. આ ઇવેન્ટમાં યશ તમણે જણાવશે કે કેવી રીતે બિગ ડેટા અને તેનું એનાલિસિસ તમારા સ્ટાર્ટઅપને વધુ કાર્યક્ષમ બનાવી શકે છે.

તારીખ- 9 જાન્યુઆરી, શનિવાર

સમય- સાંજે 6થી 8

સ્થળ- અમદાવાદ મેનેજમેન્ટ એસો. (AMA)

આ ઇવેન્ટમાં રજિસ્ટ્રેશન કરવા ક્લિક કરો: રજિસ્ટ્રેશન

વધુ માહિતી માટે ફોન અથવા ઈ-મેઈલ કરો : +91 90162 11300

nikunj.thakkar@headstart.in