યુવાનોમાં હૉટ ફેવરિટ છે ‘ભક સાલા’!!!

યુવાનોમાં હૉટ ફેવરિટ છે ‘ભક સાલા’!!!

Wednesday October 14, 2015,

3 min Read

દસ વર્ષની ઉંમરે જ રાહુલ રાજ જાણીતું નામ બની ગયું. જો કે તેનું પ્રખ્યાત થવા પાછળનું કારણ પણ કંઈક અજુગતું હતું. રાહુલનું નામ છાપે ચઢ્યું હતું. અને તેનું કારણ હતું તેનું અપહરણ. જી હા, આ ઉંમરે તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. બિહારના પટનામાં જન્મ લેનાર રાહુલના અપહરણ થયા બાદ તે ત્યાંથી ભાગી છૂટવામાં સફળ રહ્યો અને તેને તેની બહાદુરી માટે ગવર્નર્સ એવોર્ડ પણ એનાયત થયો. ત્યારબાદ છઠ્ઠા ધોરણથી રાહુલને સૈનિક સ્કૂલમાં દાખલ કરવામાં આવ્યો. પરંતુ 4 વર્ષ બાદ તેને અંદાજ આવ્યો કે આર્મીમાં ભરતી થવા માટે જે લાયકાત અને શિષ્ત જોઇએ તે તેનામાં દૂર દૂર સુધી નથી. એવુ જ કંઇક ફરી પાછું થયું. IIT-BHUમાં જ્યારે રાહુલ ત્રીજા વર્ષમાં આવ્યો તેને થોડો સમય બ્રેક લઇને સંગીત, વાંચન અને લેખક જેવા ક્ષેત્રે રસ પડવા લાગ્યો.

'ભક સાલા' પેજનું જાણીતું સિમ્બોલ

'ભક સાલા' પેજનું જાણીતું સિમ્બોલ


બસ, આ વાસ્તવિકતાને જ ‘ભક સાલા’ના પાયાના પગથિયારૂપ ગણી શકાય. ફેસબુક પર ‘નોટ સો મોડેસ્ટ’ (વિનમ્ર નહીં તેવું) ભક સાલા ઘણું જ પ્રચલિત છે. ઓક્ટોબર, 2010માં શરૂ થયેલ આ પેજ પર શરૂઆતમાં સાન્તા બાન્તાના જોક પબ્લિશ કરાતા. જોકે ત્યારે તેમને પણ કદાચ ખબર નહીં હોય કે એક દિવસ તેઓ દેશમાં રાજનીતિક પરિસ્થિતિ પર ટિપ્પણી કરવા સક્ષમ બનશે. કોલેજકાળથી જ રાજને લોકોને પરખવાનો એક અનેરો આનંદ આવતો. ગણિત અને સાહિત્ય, કલા અને વિજ્ઞાન જેવા ક્ષેત્રોને સાંકળીને વિચારવાની તેમની આદતે કોલેજના સૌપ્રથમ મેગેઝીન ‘પલ્સ’ને જન્મ આપ્યો.

ભક સાલાની સફળતાની વાત કરીએ તો તેનો ઘણોખરો શ્રેય પેજ પર પોતાની કલાનું પ્રદર્શન કરતા આર્ટીસ્ટસને જાય છે. રાહુલના જણાવ્યા પ્રમાણે આર્ટીસ્ટની પસંદગીની પ્રક્રિયા તેમની વિચારસરણી, કલાકારી અને લખવાની કળા પર આધારિત છે. પસંદગી કરવા માટે કોઇ પણ જાતની લાગણી કે ગુસ્સાને સ્થાન નથી. ભક સાલા આર્ટીસ્ટને પોતાનું કામ લોકો સુધી પહોંચાડવાનું પ્લેટફોર્મ પૂરું પાડી ઘણું ખુશ છે. એટલુ જ નહીં, પરંતુ રાહુલનો ભારત દેશ પ્રત્યેનો પ્રેમ તેમની ખુદની પ્રોફાઇલમાં અને ભક સાલાના પેજ પર છતો થતો નજરે ચઢે છે. આ દેશપ્રેમના પગલે દેશ માટે તર્ક સાથે વિચાર પ્રગટ કરવાનો તેમનો કન્સેપ્ટ લોકોને ગમ્યો છે.

image


ભક સાલાને મુખ્ય સફળતા ત્યારે મળી જ્યારે દેશના વિદ્યાર્થીઓએ તેમની પોસ્ટ ફેલાવવાનું શરૂ કર્યું. હાલની ઇન્ટરનેટની દુનિયા અને સ્ટુડન્ટ્સને રાહુલ કંઇક આવી રીતે જુએ છે-

નકારાત્મક

1. હાલ આપણે બધી જ વાતોને ખૂબ વખોડીએ છીએ.

2. આપણે વિચારીએ છીએ કે સોશિયલ મીડિયા દ્વારા આપણું સશક્તિકરણ થયું છે પણ હકીકત એ પણ છે કે આપણે બેધ્યાન પણ બની ગયા છીએ.

'ભક સાલા' પેજ દ્વવારા શેર કરાયેલું 'વ્યંગચિત્ર'

'ભક સાલા' પેજ દ્વવારા શેર કરાયેલું 'વ્યંગચિત્ર'


સકારાત્મક

1. કોલેજમાં રહીને કે કોલેજની બહાર પણ લોકો પોતાના મનગમતા ક્ષેત્રે કાર્યરત થઇ રહ્યા છે. એવા ક્ષેત્રોમાં લોકો રસ લઇ આગળ વધી રહ્યાં છે જેમાં અત્યાર સુધી ભાગ્યે જ કોઈ કામ કરતું.

2. વિદ્યાર્થીકાળથી જ યુવાનો ઉદ્યોગસાહસિક બની રહ્યાં છે. નવા અને સર્જનાત્મક વિચારો સાથે યુવાનો તૈયાર થઇ રહ્યાં છે અને એ પણ આત્મવિશ્વાસ સાથે.

રાહુલ હાલ એનાલિટીક્સ ક્ષેત્ર સાથે જોડાયેલ છે જે તેનો ગણિત અને આંકડા પ્રત્યેનો પ્રેમ છતો કરે છે. સાથે જ યુવાનોમાં લોકપ્રિય બની ગયેલા રાહુલ કોલેજના વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચન કરી રહ્યાં છે

1. ગ્રેજ્યુએશનને ગંભીરતાથી લો અને શક્ય હોય તો કોઈ સારી કોલેજથી કરો

2. કોઇ પણ બાબતે તમારું મંતવ્ય આપો તે પહેલા તે વિષયનું પૂરતું જ્ઞાન હોય તે પણ જરૂરી છે

3. કામમાં નવીનતા લાવો

4. પહેલું પગથિયું ખૂબ જ મહત્ત્વનું હોય છે કારણ કે તે જ તમારી દિશા નક્કી કરે છે અને સાથે જ તમારી કામ કરવાની ક્ષમતા પણ.

5. એક રાત પહેલાં પણ કામ કરી લઈશું જેવી માનસિકતામાંથી બહાર આવો અને પાયાનું જ્ઞાન મેળવતા રહો.