દેશના સૌ પ્રથમ ઇન્ડિયા લેંગ્વેજ ડિજિટલ ફેસ્ટિવલ 'ભાષા'નો નવી દિલ્હી ખાતે પ્રારંભ

0

આજે નવી દિલ્હી ખાતે સૌપ્રથમ ઇન્ડિયન લેંગ્વેજ ડિજિટલ ફેસ્ટિવલ 'ભાષા'નો પ્રારંભ કરવામાં આવ્યો. આજના ડિજીટલ સમયની માંગ અને જરૂરિયાત સમજીને યોરસ્ટોરીએ આ પહેલ કરી છે. જેમાં યોરસ્ટોરીને ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલયનો સમર્થન મળ્યું છે. 

સ્પષ્ટ છે કે આગામી સમયમાં ગ્રામીણ ઇન્ટરનેટ યુઝર્સની સંખ્યામાં વધારો થશે અને તેઓ તેમની પોતાની ભાષામાં કન્ટેન્ટ મેળવવા માગશે. અનેક નિષ્ણાતો માને છે કે પ્રાદેશિક ભાષામાં કન્ટેન્ટ પ્રદાન કરવો ખર્ચ નથી, પણ લાંબા ગાળે લાભ મેળવવા માટેનું રોકાણ છે.

ભાષાવિદ્વાનોનું માનવું છે કે, આગામી પાંચ વર્ષમાં કોર્પોરેટ પ્રાદેશિક ભાષાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે. કેટલીયે આંતરરાષ્ટ્રીય કંપનીઓએ ગ્રાહકોના આ નવા સેગમેન્ટને આકર્ષવા મોટા પાયે રોકાણ કર્યું છે. 

તેવામાં ઈન્ટરનેટ પર દરેક ભાષાને મેક્સરખું મહત્તવ મળે અને દેશના કોઈ પણ ખૂણે રહેતી વ્યક્તિને પોતાની ભાષામાં ડિજીટલ કન્ટેન્ટ મળી રહે તે પણ ખૂબ જરૂરી છે. અને આ દિશામાં જ યોરસ્ટોરીએ એક શરૂઆત કરી છે 'ભાષા' ફેસ્ટિવલનું આયોજન કરીને. 

સાંજ સુધી ચાલનારા આ કાર્યક્રમમાં સાંજ સુધી વિવિધ મુદ્દાઓ પર પેનલ ડિસ્કશન કરવામાં આવશે. 

યોરસ્ટોરીના ફાઉન્ડર અને ચીફ એડિટર શ્રદ્ધા શર્મા, યોરસ્ટોરી ઇન્ડિયન લેન્ગવેજીસના મેનેજિંગ એડિટર અરવિંદ યાદવ, રીવેરીના અરવિંદ પાની, ઝીઓમીના માનવેન્દ્રજીએ દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો. 

Related Stories

Stories by YS TeamGujarati