ફૂટવેયર બ્રાન્ડ ‘કેનેબિસ’ દ્વારા પોતાના બાળપણનું સપનુ સાકાર કરતી દેવિકા સિમરાલ

હાલમાં વિવિધ શહેરો જેમ કે મુંબઈ, પૂણે, ચેન્નઈ અને જયપુરના ઘણાં મલ્ટી-બ્રાન્ડ સ્ટોર્સ તથા બુટિક્સ પર કેનેબિસનાં શૂઝ ઉપલબ્ધ છે!

ફૂટવેયર બ્રાન્ડ ‘કેનેબિસ’ દ્વારા પોતાના બાળપણનું સપનુ સાકાર કરતી દેવિકા સિમરાલ

Friday January 15, 2016,

4 min Read

દેવિકા નાની હતી ત્યારથી જ તેને પોતાનો બિઝનેસ શરૂ કરવાની ઈચ્છા હતી. તે જ્યારે માત્ર સાત વર્ષની હતી ત્યારે તેણે સ્કૂલના નિબંધમાં લખ્યું હતું કે, તે મોટી થઈને પોતાની 'ચેઈન ઑફ સ્ટોર્સ' શરૂ કરવા માગે છે જેનું નામ હશે ‘દેવિકા ઍન્ડ સ્પેન્સર’ (સ્વાભાવિક રીતે માર્ક્સ ઍન્ડ સ્પેન્સરથી પ્રભાવિત).

દેવિકા સિમરાલ

દેવિકા સિમરાલ


તે વધુ ભણવા માટે US જતી રહી અને ત્યાંની વૉરવિક યુનિવર્સિટીમાંથી તેણે સ્નાતકની ડિગ્રી મેળવી. વિદેશમાં ભણીને નોકરી કર્યા બાદ, તે ભારત પાછી આવી અને તેને લેધર (ચામડું)ના બનેલા સ્ટાઈલિશ શૂઝ શોધવા છતાંય નહોતા મળ્યાં. તેને અહેસાસ થયો કે, આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ મુખ્યત્વે લેધર વેચી રહ્યાં હતાં, અને એવી કેટલીક ચાલુ બ્રાન્ડ્સ હતી, જેઓ નોન-લેધર શૂઝ વેચતા હતાં.

દેવિકા જણાવે છે,

"હું USથી કેનવાસનાં બનેલા પ્રિંટેડ શૂઝ લાવી હતી પણ ઉનાળાનાં સમયે દિલ્હીમાં આખો દિવસ પહેરવાથી ઘણી ગરમી લાગવા માડી કારણ કે તે બંધ શૂઝ હતાં. અને મારી ઉંચાઈ ઓછી હોવાનાં લીધે મને હીલ પહેરવી જ ગમે. તે જ બધું મારા વિચારોમાં ચાલવા લાગ્યું- મને કેનવાસ પસંદ હતું, પણ ભારતના ગરમ વાતાવરણ માટે, હું પંજા પાસે અથવા એડી પાસે ખુલ્લાં હોય એવાં શૂઝ બનાવવા માગતી હતી, અને તેમાં હીલ્સ પણ ઉમેરવા માગતી હતી."

ચામડાના બનેલા ન હોય તેવાં ફૂટવેયરમાં, આરામ અને સ્ટાઈલની ઈચ્છાનાં લીધે ‘કેનેબિસ’ નો જન્મ થયો, અને દેવિકાનું ઉદ્યોગસાહસિક બનવાનું સપનું હકીકતમાં બદલાયું. એપ્રિલ 2015માં લૉન્ચ થનાર કેનેબિસ, મહિલાઓ માટેની એક નોન-લેધર, પ્રાણીપ્રેમી, આરામદાયક અને ફેશનેબલ બ્રાન્ડ છે.

આકર્ષક કેનેબિસ!

ઐતિહાસિક રીતે, કેનવાસને કેનેબિસ નામનાં છોડમાંથી બનાવવામાં આવે છે (હા, તેમાંથી જ ગાંજો મળે છે). શબ્દો સાથે થોડી સર્જનાત્મકતા બાદ, એક આકર્ષક તથા વિવાદાસ્પદ ન હોય એવું નામ રાખવામાં આવ્યું: ‘કેનેબિસ’

image


કેનેબિસને નવી દિલ્હીની હોટલ અશોકમાં, લંડન માર્કેટ એક્ઝિબિશનમાં લૉન્ચ કરવામાં આવ્યું. તેનાં સેલ્સ અને માર્કેટિંગને હાલમાં સોશિયલ મીડિયા દ્વારા કરવામાં આવે છે. કેનેબિસ દ્વારા કેટલાક મનોરંજક સ્પર્ધાઓ પણ યોજવામાં આવે છે, જેમ કે, ‘કેનેબિસ શૂ પાર્ટી’, જ્યાં સ્ત્રીઓ ભેગી મળીને મોજ-મજા કરે છે, કેનેબિસનાં વિવિધ પ્રકારનાં શૂઝ ટ્રાય કરે છે અને તેમને જે ગમે તે શૂઝ ખરીદે છે. આવી પાર્ટીઓ અત્યાર સુધી ઘણી હિટ સાબિત થઈ છે, અને દેવિકા પાસે આવનારા મહીનાઓમાં વિવિધ શહેરો માટે, આવી વધુ ઈવેન્ટ્સના આયોજનની યોજના છે. 

ફાઈનાન્સથી ફૂટવેયર સુધી

તો UK ની એક ચાર્ટર્ડ અકાઉન્ટેન્ટ, જેણે લંડનની EY અને ગુડગાંવનાં ડેલોઈટમાં કામ કર્યું હોય, એણે શૂઝની લાઈન કેવી રીતે લૉન્ચ કરી? ફૂટવેયર ડિઝાઈનર અન્શૂલ ત્યાગી, જેઓ કેનેબિસનાં ક્રિએટિવ હૅડ છે, તેમને મળતાં પહેલાં, દેવિકાએ આ બિઝનેસનાં ફાયદા-નુકસાન બધા પર રિસર્ચ કરી લીધું હતું. તેણે કેનેબિસનો કોન્સૅપ્ટ વ્યવસ્થિત તૈયાર કરતા પહેલાં તેના આઈડિયાની અન્શૂલ સાથે ચિવટપૂર્વક ચર્ચા કરી હતી. તેમની શરૂઆતી મૂડી હતી રૂપિયા 15 લાખનું, જે તેણે પોતાની બચત તથા પરિવારની બચતમાંથી મેળવ્યાં હતાં.

પ્રોડક્ટને ડિઝાઈન કરવાથી લઈને, તેના સેમપલ્સ લાવવા સુધી અને પછી તેનાં પ્રોડક્શનને યોગ્ય રીતે તૈયાર કરવું, તેની સેલ્સ ચેનલને બનાવવી, વેરહાઉસિંગ અને લૉજીસ્ટિક્સ બધાની શૂન્યથી શરૂઆત કરવાની હતી.આ બધાને ભેગાં કરવામાં મને ઊભા પગે કામ કરવું પડ્યું.

image


દેવિકા કબૂલે છે કે, તેની એક વર્ષની ઉદ્યોગસાહસિક તરીકેની યાત્રાએ, તેને તેના સાત વર્ષનાં કોર્પોરટ કરિયર કરતાં વધારે શીખવ્યું છે. દરરોજ નવું કંઈક શીખવા મળે છે, પછી તે શૂ ડિઝાઈનિંગ હોય, માર્કેટિંગ હોય, કે પછી પોતાનાં પ્રોડક્ટને ઑનલાઈન અથવા ઑફલાઈન વેચવાની હોય.

જ્યારે દેવિકાને પૂછવામાં આવ્યું કે સ્ટાઈલની વાત કરીએ તો કેનેબિસ ક્યાં ફિટ થાય છે, તો દેવિકા કહે છે:

"અમે અમારી બ્રાન્ડને ફન, કેઝ્યુઅલ અને હાઈ ક્વોલિટીનાં રૂપમાં પ્રસ્તુત કરી રહ્યાં છીએ પણ, ગ્રાહકોનો સંતોષ અમારા માટે એટલો જ મહત્વપૂર્ણ છે. અમે ઉત્તમ કક્ષાની સર્વિસ આપીએ છીએ, પછી તે ગ્રાહકના કોઈ સવાલનો જવાબ આપવાની હોય, કે પછી આફ્ટર સેલ્સ ફીડબૅક આપવાની હોય. અમે, અમારા ગ્રાહકો સાથે સતત પ્રવૃત્ત હોઈએ છીએ."

કિંમત, ગુણવત્તા, સ્ટાઈલ તથા અન્ય વિગતો

કેનેબિસ પ્રોડક્ટ્સની કિંમત રૂ.1,700-2,800 સુધીની છે, અને દેવિકા ગર્વ સાથે કહે છે કે, તેની બ્રાન્ડ અનન્ય હાઈ-ક્વોલિટી પ્રોડક્ટ્સ ઑફર કરે છે, જે આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ કરતાં 30-40 ટકા સસ્તાં છે. તેમની પ્રોડક્ટ્સ હાલમાં તેમની વૅબસાઈટ www.kanabis.in પર ઉપલબ્ધ છે, અને તેમનાં દિલ્હી સિવાય, મુંબઈ, પૂણે, ચેન્નઈ અને જયપુરના ઘણાં મલ્ટી-બ્રાન્ડ સ્ટોર્સ તથાં બુટિક્સ પર ઉપલબ્ધ છે.

કેનેબિસ ટીમ

કેનેબિસ ટીમ


આ એક લાંબી યાત્રા છે, પણ એના માટે દેવિકા સુસજ્જ છે!

દેવિકા માટે, આ યાત્રા શરૂ જ થઈ છે અને તેને ખબર છે કે, બ્રાન્ડને લોકપ્રિય થવામાં થોડી વાર લાગશે. મોડી રાત સુધી કામ કરવું અને રજા નહીં રાખવાનાં માપદંડ છે (દેવિકા ડ્યૂક યૂનિવર્સિટીમાંથી MBA પણ કરી રહી છે), પણ દેવિકાને લાગે છે કે, તે યોગ્ય દિશામાં આગળ વધી રહી છે અને આ યાત્રાનો આનંદ પણ માણી રહી છે. તેમનાં ગ્રાહકો તરફથી દરરોજ મળતાં સકારાત્મક પ્રતિભાવ, રોજ તેમને સખત મહેનત કરવા માટે પ્રોત્સાહન આપે છે. તે કહે છે કે, “કોઈ પણ બિઝનેસની ચડતી-પડતી તો આવે જ છે, પણ આ અનુભવનો અક ભાગ છે”.

તેને જ્યારે તેના ભવિષ્યની યોજનાઓ વિશે પૂછવામાં આવ્યું, તો તે કહે છે,

"અમે હાલમાં સ્થાનિક માર્કેટ પર ધ્યાન આપી રહ્યાં છીએ, પણ ભવિષ્યમાં અમે ગ્લોબલ ડિલિવરી શરૂ કરવાની યોજના બનાવીએ છીએ. માત્ર સાત મહીનામાં, અમે અમારા વેચાણને દર મહીને બમણો થતો જોયો છે."

Kanabis

લેખક- અપરાજીતા ચૌધરી

અનુવાદક- YS ટીમ ગુજરાતી

મહિલા ઉદ્યોગસાહસિકોને લગતી અન્ય સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો