ચાર યુવાનોની મહેનત રંગ લાવી, સુવિધાથી વંચિત ગામડાંઓમાં પહોંચાડી વાઇ-ફાઇ સેવા!

ચાર યુવાનોની મહેનત રંગ લાવી, સુવિધાથી વંચિત ગામડાંઓમાં પહોંચાડી વાઇ-ફાઇ સેવા!

Tuesday January 19, 2016,

3 min Read

યુવાનોએ પોતાની પોકેટમનીમાંથી ગામડાંઓમાં પહોંચાડી વાઇ-ફાઇ સેવા

મધ્ય પ્રદેશના રાજગઢ જિલ્લાના ત્રણ ગામોમાં વાઇ-ફાઇ ફ્રી!

શકીલ અંજુમ, તુષાર ભરથરે, ભાનૂ યાદવ અને અભિષેક ભરથરેએ ડિજિટલ ઇન્ડિયાથી પ્રભાવતિ થઇને પોતાના ખિસ્સામાંથી બે લાખ રૂપિયાના કાઢી દૂરવાસના સુવિધાથી વચિંત ત્રણ ગામો માટે શરૂ કરી વાઇ-ફાઇ સેવા

'ડિજિટલ ઇન્ડિયા'ની પહેલથી પ્રેરિત થઇને મધ્યપ્રદેશના રાજગઢ જિલ્લાના ચાર પ્રતિભાશાળી આઇટી તજજ્ઞ યુવાનોએ દૂરના ત્રણ ગામડાંઓમાં ફ્રી વાઇ- ફાઇ સુવિધાઓ શરૂ કરી દીધી. શકીલ અંજુમ, તુષાર ભરથરે, ભાનૂ યાદવ અને અભિષેક ભરથરેએ પોતાના પૈસા ખર્ચીને આ વાઇ-ફાઇ સેવા શરૂ કરી હતી.

આઇટી તજજ્ઞ શકીલ અંજુમ જણાવે છે,

"ડિજિટલ ઇન્ડિયાના વિચારથી પ્રેરણા લઇને અમે સૂચના પૌદ્યોગિકી ક્રાંન્તિના ફાયદા ગ્રામીણ વિસ્તારમાં પહોંચાડવા માટે અમે બવાડીખેડા જાગીર, શિવનાથપુરા અને દેવરિયા નામના ગામડાંમાં ફ્રી વાઇ-ફાઇ સુવિધા ઉપલબ્ધ કરાવી છે. આ કાર્ય અમે કોઇ પણ પ્રકારની સરકારી મદદ વગર કર્યું છે અને અમે ચારેય મિત્રોએ ભેગા મળીને આ પ્રોજેક્ટ પાછળ બે લાખ રૂપિયાનો ખર્ચ કર્યો છે."
image


કેવી રીતે લાગ્યું ફ્રી વાઇ-ફાઇ?

આ ગામડાંઓમાં ફ્રી વાઇ-ફાઇ ઇન્ટરનેટ સેવાઓ ઉપલબ્ધ થવાથી આ ગામડાંઓમાં લગભગ 100 જેટલા સ્માર્ટ ફોનનો ઉપયોગ કરવામાં આવે છે. આ ફોનમાં ઇન્ટરનેટ સેવાઓ પણ ઉપલબ્ધ છે. આ ઉપરાંત આ ગામડાંઓમાં વીજળીની સમસ્યા હોવાના કારણે ઇન્ટરનેટ સુવિધા કાયમી ધોરણે રહે તે માટે 200 એમ્પીયર પાવરની ક્ષમતા ધરાવતું ઇન્વર્ટર પણ સ્થાપિત કરવામાં આવ્યું છે.

અજુંમ જણાવે છે,

"ફ્રી વાઇ-ફાઇના કારણે અહીંના ચાર યુવાનો લેપટોપનો પણ ઉપયોગ કરે છે. આ ઉપરાંત બેંક ઓફ બરોડાનો એક કર્મચારી પણ આ સુવિધાનો ઉપયોગ કરીને પોતાનું કામકાજ કરી રહ્યો છે."

વાઇ-ફાઇ ઝોન તૈયાર કરવા માટે શકીલ, તુષાર, ભાનૂ અને અભિષેકે સૌથી પહેલા 80 ફૂટ ઊંચો લોખંડનો ટાવર લગાવ્યો. ત્યારબાદ તેઓએ એક પ્રાઇવેટ કંપની પાસેથી સર્વર અને લીઝલાઇન લીધી. ત્યારબાદ એક્સેસ પોઇન્ટ, એક્સટેન્શન અને ટાવર તૈયાર કરવામાં આવ્યું, જેમાં ઇનવર્ટર પણ લગાવવામાં આવ્યું. જેથી વીજળી જતી રહે તો પણ લોકો વાઇ-ફાઇની મદદથી ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકે. આ પૂરા પ્રોજેક્ટમાં તેમને બે લાખનો ખર્ચ થયો અને આ તમામ ખર્ચ ચારેય મિત્રોએ ભેગા થઇને ઉપાડી લીધો.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું કે કોઇ પણ પ્રકારની મદદ વગર આ યુવાનોએ ખરેખર ખૂબ જ સારૂ કાર્ય કર્યું છે. તેઓ વધુમાં જણાવે છે કે, યુવાનોએ આ કાર્ય દ્વારા અન્યો માટે એક ઉદાહરણ રજૂ કર્યું છે. યુવાનો અંગે આ જાણકારી મળતાની સાથે જ શિવરાજસિંહ ચૌહાણે સતત ટ્વીટ કરતા જણાવ્યું કે,

"આપણા ચાર પ્રતિભાશાળી યુવાનો દ્વારા રાજગઢ જીલ્લાના ત્રણ ગામડાંઓને ભારતની પ્રથમ ફ્રી વાઇ- ફાઇ સુવિધા પૂરી પાડવામાં આવી છે, જેથી હવે આ ગામોની ગણતરી સુવિધાવાળા ગામોમાં કરવામાં આવે છે તે ખરેખર ખુશીની વાત છે."

ચૌહાણ વધુમાં જણાવે છે કે, 

“શકીલ, તુષાર, ભાનૂ અને અભિષેક દ્વારા ઇ- ગવર્નન્સની તાકતને દૂરના ગામો સુધી સૌથી પહેલા પહોંચાડવાની એક અનોખી અને પ્રશંસનીય પહેલ છે. તેમના આ કાર્ય દ્વારા અન્ય યુવાનો પણ પ્રેરિત થાય તેવું કાર્ય તેઓએ કર્યું છે."

મુખ્યમંત્રીએ આ ઉપરાંત એવું પણ જણાવ્યું કે સરકાર દ્વારા યુવાનોની આ પહેલને આવકારવામાં આવી છે. તેઓએ તેમના અધિકારીઓને આદેશ પણ આપ્યો કે આ યુવાનોને મળીને તેમની આગળની યોજના અંગે જાણે અને તેમને બને તેટલી આર્થિક સહાય પણ નવી યોજનામાં કરે.


PTI

અનુવાદક – શેફાલી કે. કલેર