તમારા સ્ટાર્ટઅપને રોકાણ (ફંડ) ન મળવાના 5 કારણો

0

માની લો કે એક વ્યક્તિ છે તેણે પોતાની સાત આંકડાનો પગાર ધરાવતી નોકરી છોડીને એક સ્ટાર્ટઅપનો પાયો નાખ્યો અને છેલ્લાં ત્રણ વર્ષથી તે પોતાની કંપની સ્થાપવા માટે દરેક પ્રકારની મહેનત અને પ્રયાસ કરે છે. તે દરેક ત્રિમાસિક ગાળામાં વિવિધ વેન્ચર કેપિટાલિસ્ટ અને રોકાણકારો પાસે ધક્કા ખાય છે પરંતુ વારંવાર તેને જાકારો આપવામાં આવે છે. હવે તેણે જે નાણાં લોન તરીકે અને પોતાના પરિવારજનો પાસેથી લીધા હતાં તે પણ પૂરાં થઈ જવાં આવ્યાં છે. શું હવે એવો સમય આવી ગયો છે કે તેણે વેપાર છોડી દેવો જોઇએ? કે પછી તેણે હજી પણ પોતાનો વેપાર ચાલુ રાખીને વધારે પ્રયાસ કરવા જોઇએ?

શું આ વાત તમને જાણીતી લાગી રહી છે? શું તમે પણ આવી સ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો? શું તમે પણ રોકાણ મેળવવામાં નિષ્ફળ રહ્યા છો? તેની પાછળનાં શું કારણો હોઈ શકે? આની પાછળ સંભવિત પાંચ કારણો હોઈ શકે છે કે જેના કારણે તમે અથાગ પ્રયાસો છતાં પણ રોકાણ મેળવવામાં સફળ નથી થઈ શકતા.

- આવક

- તમારું સ્ટાર્ટ અપ

- વીસી

- બજાર

- તમારું નસીબ

આવો આપણે એક-એક કરીને આ મુદ્દાઓ ઉપર નજર નાખીએ અને એ જાણવાનો પ્રયાસ કરીએ કે આમાંથી પ્રત્યેક માટે શું કરી શકાય તેમ છે.

કારણ 1 – તમે

તમે તમારા સ્ટાર્ટઅપ માટે રોકાણ મેળવવામાં નિષ્ફળ છો તો તમારી નિષ્ફળતા પાછળ આ કારણો હોઈ શકે.

- અનુભવનો અભાવ

ઉકેલ

- સૌથી પહેલાં તમારા જેવા જ સ્ટાર્ટઅપમાં નોકરી કરીને કામનો અનુભવ મેળવો

- સંબંધિત ક્ષેત્રની ડિગ્રી મેળવો

- જ્યાં સુધી તમે વિશેષજ્ઞ ન બની જાવ ત્યાં સુધી પોતાનાં વર્તમાન સ્ટાર્ટઅપ સાથે વર્ષો સુધી કામ કરવાનું ચાલુ રાખો.

અનેક એવા સ્ટાર્ટઅપ્સ ભંડોળ મેળવવા માટે સફળ થયા છે કે જે આઈઆઈટી અને આઈઆઈએમ દ્વારા સંચાલિત કરવામાં નથી આવતાં. ખરેખર તો તમારા સ્ટાર્ટઅપને ભંડોળ નહીં મળવા પાછળ તે એકમાત્ર કારણ ન માની શકાય. તમે તમારા રસ્તાને રોકી રહેલાં અન્ય કારણોની તપાસ કરવાનો પણ પ્રયાસ કરો.

3બની શકે છે કે તમે આ ખોટા કારણોસર સ્ટાર્ટઅપની સ્થાપના કરી હોય

- શું તમે કોઈ ખોટી હેરાનગતિ કે પડકારના કારણે આ ક્ષેત્રે પગલું ભર્યું?

- શું એક કંપનીની સ્થાપના કરવી તે જ આનો એકમાત્ર ઉપાય હતો?

- શું તમને નોકરી પ્રત્યે નફરત હોવાને કારણે કે માત્ર પૈસાદાર બનવા માટે આ કંપનીનો પાયો નાખ્યો?

આ વીડિયો તમને સ્ટાર્ટઅપ શરૂ કરવા પાછળના 'શા માટે' વિશે જણાવે છે. જો તેને જોઈને તમને એવો અનુભવ થતો હોય કે તમે ખોટાં કારણોસર કંપનીનો પાયો નાખ્યો છે તો કોઈ પણ જાતના ખચકાટ વિના તેને તરત જ બંધ કરી દો. જે કામ માટે તમે સર્જાયા જ નથી તે ચાલુ રાખીને તમારાં અગત્યનાં વર્ષો બરબાદ કરવાનો કોઈ ફાયદો નથી.

તમે તમારી વાત સંભળાવવામાં ખૂબ જ નબળા છો

ઉકેલ

- તમે એ વાતે એકદમ સ્પષ્ટ રહો કે તમે આ કંપનીની સ્થાપના શા માટે કરી છે. અને એવું કરવામાં તમે સૌથી શ્રેષ્ઠ કેમ છો.

- કંપનીને આગળ લઈ જવા માટેનો તમારો શું ઇરાદો છે, હવાઈ કિલ્લા જેવી વાતો ન કરો જે વાત કરો તે નક્કર વાત કરો.

- સતત અભ્યાસ કરો

કારણ 2 – તમારું સ્ટાર્ટઅપ

તેના માટેના સંભવિત કારણો

1 તમારું સ્ટાર્ટઅપ માત્ર એક સ્ટાર્ટઅપ જ નથી પરંતુ તે એક વિચાર અથવા તો પ્લાન B છે

રોકાણકારોને એ અનુભવ કરાવવો કે તમે ખરેખર કોઈ કામ કર્યું છે. આ કંઈ મોટો પડકાર નથી. તમે તેમના માટે ચપટી વગાડતા કામ કરી શકો છો. તમારાં કામની સાબિતી આપતાં દસ્તાવેજો જરૂરથી તમારી સાથે રાખો.

2 તમે યોગ્ય નાડી (નસ) સુધી નથી પહોંચી શકતા.

આમાં કંઈ વધારે નથી કરવાનું. તેનો માત્ર એક જ ઉકેલ છે. તમે બીજા કોઈ વેપારમાં પ્રયાસ કરો કે જે વાસ્તવિક સમસ્યાનો ઉકેલ લાવતા હોય. જે બિલકુલ વ્યક્તિગત હોય તે આદર્શ હોય. આવી રીતે તમે વાસ્તવિક નસ સુધી પહોંચવામાં સફળ રહેશો.

3 તમારી ટીમ અધૂરી છે

તમે કોઈ પ્યોર પ્લે તકનિકી ઉત્પાદન તૈયાર કરી રહ્યા છો. તમે ઉત્પાદન અને વિકાસને આઉટસોર્સ કર્યો છે? કેટલાક વેપારો માટે તો સીટીઓ વિના જ પ્રારંભ કરવો સરળ બની જાય છે. પરંતુ કેટલાક માટે પહેલા દિવસથી જ તકનિકી વિશેષજ્ઞતા જરૂરી હોય છે. ઉપરાંત એક અધૂરી ટીમ એ પણ હોય છે કે જ્યાં સંસ્થાપક કોઈને ક્યાંક મળ્યા હોય અને કોઈ ઓળખાણ વિના માત્ર પૈસાના જોરે એક સ્ટાર્ટઅપની સ્થાપના કરવામાં આવી હોય. આવા સ્ટાર્ટઅપમાં સંસ્થાપકો વચ્ચે વિવાદ થવાની શક્યતા રહેલી હોય છે. વીસી તેમનાથી દૂર રહેવાનું પસંદ કરે છે. સૌથી પહેલાં તેની ખાતરી કરો કે તમારી ટીમ પૂરી છે કે નહીં. જો તમારી ટીમ અધૂરી હોય તો તેને પૂરી કરો.

4 તમારી ટીમ પૂર્ણકાલિન નથી

શું તમે હજી પણ પૂર્ણ સમયની નોકરી કરીને તમારા સ્ટાર્ટઅપ માટે રોકાણકારની રાહ જોઈ રહ્યા છો? તો તમે રોકાણકારને કેવી રીતે ખાતરી આપી શકશો કે જે વિચારમાં તમને જ વિશ્વાસ નથી.

5 તમે બધા માટે બધું જ કરવાની કોશિશ કરી રહ્યા છો

યાદ રાખો તમે ગમે તે કરી શકો છો, બધું જ નહીં.

ઉકેલ

એક જ મુદ્દે એક સ્પષ્ટ રણનીતિ સાથે પૂરતું ધ્યાન આપો અને તે પછી જ બીજા મુદ્દાઓ સાથે આગળ વધો.

કારણ 3 – વીસી

આ એ કારણ હોઈ શકે છે કે કે જેના કારણે વીસી તમારા સ્ટાર્ટઅપને સમજી નથી શકતા. ક્યારેય નિરાશ ન થાવ એ વાતની તકો હંમેશા હાજર હોય છે કે તેઓ તમારા સ્ટાર્ટઅપનું મૂલ્ય સમજવામાં સફળ રહ્યા.

1 તકવાદી વીસી

સામાન્યત વીસી જે પ્રકારનું રોકાણ કરે છે તેમાં તેઓ તકવાદી બની જાય છે. બની શકે છે કે તેઓ એવાં સફળ મોડલમાં પોતાનાં નાણાં રોકવા માટે ઇચ્છુક હોય કે જે અમેરિકા અને જાપાનમાં સફળ સાબિત થઈ ગયા હોય પરંતુ તેઓ તમારા એકદમ નવા વિચારને એક જ ધડાકે ફગાવી દેશે.

2 તમારી કંપની અને વીસીની આશાઓ વચ્ચે અસંતુલન

જો તમે વીસી કંપનીઓ ઉપર નજર નાખશો તો ખ્યાલ આવશે કે ટોચનાં સ્થાને બિરાજેલી માત્ર 2 ટકા કંપનીઓ જ 98 ટકા ધન પેદા કરે છે. તેવામાં સામાન્યત: વીસી 10 કે 20 ગણું રિટર્ન આપતી તકોમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. બની શકે છે કે તમારો વેપાર ખૂબ સારો હોય પરંતુ માત્ર બે કે ત્રણ ગણો લાભ આપવામાં જ સફળ થાય. આવું હોવું કંઈ ખરાબ વાત નથી. તેનો મતલબ એ થાય કે વીસીના પૈસા તમારા કામના પૈસા નથી.

અહીં એ મહત્વનું છે કે તમે પોતાની જાતમાં અને પોતાની કંપનીમાં વિશ્વાસ ટકાવી રાખો. જો વીસી તમારાં ભવિષ્યનાં ઉત્પાદન અને મૂલ્યને સમજવામાં નિષ્ફળ રહે તો તેમાં તમે વધારે કશું કરી પણ ન શકો. તમારી કંપનીની સફળતામાં ટાઇમિંગ પણ એક મહત્વપૂર્ણ કારક છે. બસ કામ કરતાં રહો એક દિવસ વીસી તમને શોધતા આવી જશે.

આખરે તમારે તમારા સ્ટાર્ટઅપમાં રોકાણ માટે આખી દુનિયાના વીસીની જરૂર નથી. પરંતુ એવા જ સ્ટાર્ટઅપ જોઇએ કે જે તમારી દીર્ઘદ્રષ્ટિ અને વિચારધારાનો ભાગ હોય.

કારણ 4 – બજાર

તેની વ્યાખ્યા અનેક દ્રષ્ટિકોણથી કરી શકાય છે.

1 ધીમી ગતિનું બજાર

બજારમાં ચાલી રહેલી મંદીના દોરને કારણે સ્ટાર્ટઅપ માટે ફંડ મેળવવું એક કપરું કામ બની રહ્યું છે. હકીકતમાં જો આ જ મામલો હોય તો ઇચ્છીને પણ વધુ કશું ન કરી શકો. તમે શાંતિથી બેસીને એ સમયના પસાર થઈ જવાની રાહ જોઈ શકો છો.

2 કપરું ક્ષેત્ર

બની શકે કે તમારું સ્ટાર્ટઅપ એવા ક્ષેત્રનું હોય કે જે ક્ષેત્રમાં રોકાણ મેળવવું ખૂબ જ અઘરું હોય. ચાહે તે લાંબું ખેંચાય તેવું વેચાણ ચક્ર હોય, ખૂબ જ ઓછો ફાયદો હોય કે અન્ય કોઈ કારણ હોય તે તમામ મળીને તમારા વેપાર સંચાલનને ખૂબ જ દુષ્કર બનાવી નાખે છે. જેમ કે તમે એક શાળા વેચનારા અનુભવહીન સ્ટાર્ટઅપ છો તો વીસી તમને નકારી દેશે.

3 ભરેલું બજાર

બની શકે છે કે તમારું સ્ટાર્ટઅપ જે ક્ષેત્રમાં સંચાલન કરી રહ્યું હોય તેમાં પહેલેથી જ અન્ય કોઈ ખેલાડી મોજુદ હોય. તેવામાં વીસી તમારામાં અને તે ખેલાડી વચ્ચેનો ભેદ પારખવામાં અશક્ત હોઈ શકે છે.

કારણ 5 – તમારી હિંમત

જો તમને એમ લાગતું હોય કે ઉપર જણાવેલા કોઈ કારણો તમને લાગુ નથી પડતાં તો પછી તમારી હિંમત જ ઓછી છે. તેમાં તમે પ્રયાસો જ કર્યા કરો છો અને તમારું નસીબ બદલવાની રાહ જુઓ છો.

જી હા, તક હંમેશા સામે જ હોય છે.

તમારા નસીબને બદલવાની કેટલીક રીતો

1 સામાજિક બનો

મનોવૈજ્ઞાનિક વાઇસમેનના જણાવ્યા અનુસાર કોઈને પણ મળનારા લકી બ્રેક્સનો આધાર એ વાત ઉપર હોય છે કે તે કેટલા સામાજિક છે. અને પોતાની આસપાસના લોકો સાથે કેવો સંબંધ રાખીને રહે છે.

2 મૂર્ખામીભર્યાં કામો કરતાં રહો

વધુમાં વધુ પ્રયોગ કરતાં રહો જે લોકો સમજ્યા વિચાર્યા વિના જોખમ લે છે ભાગ્ય પણ વધુમાં વધુ તેવા લોકોનો જ સાથ આપે છે.

3 તમારા નસીબ ઉપર વિશ્વાસ રાખો

મોટાભાગની સફળ કંપનીઓ બીજા કરતાં એ રીતે જુદી હોય છે કે તમારા સકારાત્મક ભાગ્યને વધુમાં વધુ પ્રયોગ કરે છે. અને નકારાત્મકતાના પાછળ છોડી જાય છે. માર્ક મેન્સનના જણાવ્યા અનુસાર તેઓ નસીબના આધારે વાપસી મેળવે છે.

એ વાતની પૂરતી શક્યતાઓ છે કે જો તમે પ્રયાસ કરતાં રહેશો તો તમે રોકાણ મેળવવામાં સફળ રહેશો. તેનો અર્થ એ પણ નથી કે તમારી સામે આવનારી મુશ્કેલીઓનો અંત આવી જશે. તમારી સામેના પડકારો તો રહેશે જ પણ તેમાંનો એક પડકાર રોકાણ મેળવવું હશે નહીં.

લેખક – અમિત સિંઘ (ગેસ્ટ ઓથર)

અનુવાદ – અંશુ જોશી

(આ આર્ટિકલમાં રજૂ કરાયેલા વિચારો લેખકના અંગત વિચારો છે. જરૂરી નથી કે યોરસ્ટોરીના વિચારોને પણ રજૂ કરે.)

Related Stories