113 રોકાણકારોની ‘ના’ સાંભળ્યા બાદ પણ હિંમત ના હારી, આખરે રતન ટાટાએ ‘કાર્ય’ માટે પાડી ‘હા’

113 રોકાણકારોની ‘ના’ સાંભળ્યા બાદ પણ હિંમત ના હારી, આખરે રતન ટાટાએ ‘કાર્ય’ માટે પાડી ‘હા’

Tuesday October 13, 2015,

3 min Read

કહેવાય છે કે મહેનત કરનારને સફળતા મળીને જ રહે છે. હજાર ખરાબ દિવસ પર એક સારો દિવસ આવે જ છે. 113 રોકાણકારોએ તેના સ્ટાર્ટઅપને ફંડિંગ માટે ના પાડી દીધી. પણ નિધિ અગ્રવાલે હાર ના માની. અને આખરે તેમને રતન ટાટા જેવા દિગ્ગજ રોકાણકારનો સહકાર મળ્યો. ‘કાર્ય’ બ્રાન્ડને ઉભી કરવા પાછળની નિધીની અથાગ મહેનતની જ આ એક વાત છે.

‘કાર્ય’ એ ભારતીય મહિલાઓને પશ્ચિમી અને અનૌપચારીક પહેરવેશ ઉપ્લબ્ધ કરાવવાનો પ્રયાસ કરનારી બ્રાન્ડ છે જે મહિલાઓ માટે લગભગ 18 જેટલી સાઇઝની શ્રેણી ધરાવે છે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પશ્ચિમી અને ભારતીય પહેરવેશ વચ્ચેનું અંતર દૂર કરવાનો છે.

image


નિધિ કહે છે કે, “ઘણાં વર્ષો સુધી હનીવેલ અને કેપીએમજી સાથે કામ કર્યા બાદ વર્ષ 2010માં બ્રેઈન કન્સલ્ટિંગની સાથે એક રણનિતી સલાહકાર તરીકે પણ કાર્યરત હતી. એ સમયે એક ક્લાયન્ટને મળવા જવાનું હતું અને ત્યારે એરપોર્ટ જતી વખતે મારા કપડાં પર કોફી પડી. અને ત્યારે રસ્તામાં આવતા મોલમાં જઇને મેં સફેદ કુર્તી ખરીદી. પરંતુ ફિટીંગ યોગ્ય નહીં હોવાને કારણે હું વિચારવા લાગી કે આ સમસ્યા માત્ર મને જ થાય છે કે પછી બધી જ મહિલાઓને. આ જાણવા માટે તેમણે 250 મહિલાઓનો એક સર્વે કર્યો જેમાં લગભગ 80% મહિલાઓએ આ પ્રકારની સમસ્યાનો સામનો કરતી હોવાનું કબુલ્યું.”

કોઇ પણ અનુભવ વગર એક સફળ બિઝનેસનું સંચાલન કરતી નિધિ કહે છે કે, “મેં ગ્રેટર નોઇડાના એક એક્સપોર્ટ હાઉસમાં કામ કરવાનું શરૂ કર્યું અને વેપારને લગતી નાની મોટી બધી વાતો જાણી અને સમજી. આ અગાઉ પણ મેં સેવાઉદ્યોગમાં કામ કર્યું હતું એટલે બધું સમજવામાં મને ઘણી સરળતા રહી.”

‘કાર્ય’ બ્રાન્ડને અન્યો કરતા અલગ તારવતા નિધિ કહે છે કે, “જ્યાં બજારમાં અન્ય બ્રાન્ડની ફક્ત 6 સાઇઝ ઉપ્લબ્ધ છે ત્યાં અમારી બ્રાન્ડની 18 સાઇઝ ઉપ્લબ્ધ છે. આ સિવાય અમે લોકો દર મહીને 150 જેટલી નવી ડિઝાઇન્સ પણ બજારમાં લૉન્ચ કરીએ છીએ. અમારી કાર્યપ્રણાલી અદ્યતન ટેક્નલોજીની મદદથી કામ કરે છે જેથી અમને ઘણી સરળતા પણ રહે છે. અમે કામ યોગ્ય સમયે પૂર્ણ થઇ શકે તે પ્રમાણે કામ કરીએ છીએ.”

image


નિધીનું સપનું પશ્ચિમી ઔપચારીક વસ્ત્રોની દુનિયામાં પોતાની બ્રાન્ડને ખૂબ મોટા સ્તરે સ્થાપિત કરવાનું છે જેના માટે તેમને ઘણાં મોટા રોકાણની જરૂર છે માટે જ તેમણે ફ્લિપકાર્ટની બ્રાન્ડ રણનિતી તૈયાર કરનાર એસબીજી સાથે ‘કાર્ય’ના બ્રાન્ડિંગની રણનિતી તૈયાર કરી છે.

પડકારોની વાત કરતા તેઓ કહે છે કે, “હું આ કંપનીમાં સૌથી ઉચ્ચ હોદ્દો સંભાળુ છું અને માટે મારે ઘણાં મોટા અને અઘરા નિર્ણયો જાતે જ કરવા પડે છે. વ્યવસાયમાં સૌથી મોટો પડકાર નાણાં એકઠા કરવાનો છે, જો કે 113 રોકાણકારો પાસે ના સાંભળીને 365માં દિવસે રોકાણ મળવું એ ઘણી સફળતાની વાત છે અને હું એ વાતને લઈને ઘણી ખુશ છું.”

આ સિવાય તેઓ કહે છે કે વ્યવસાયમાં નાની મોટી ઘણી બાબતો સામે આવે છે. તેમાં પણ ખાસ કરીને એક મહિલા માટે કામ થોડું વધુ અઘરું હોય છે. “મને યાદ છે કે ગુડગાંવની અમારી ફેકટરીમાં કામ કરતી વખતે એક કુરિયર બોયે મને કહ્યું કે તમારા બોસને જ હું કુરિયર આપીશ માટે બોસને બોલાવી લાવો અને તેણે મને કુરિયર ના આપ્યું તો ના જ આપ્યું. અને જ્યારે ચોકીદારે કંપનીની બોસ હું જ છું એમ જણાવ્યું ત્યારે તે થોડો નરમ પડ્યો.”

નિધી ‘કેલોગ્સ સ્કૂલ ફોર મેનેજમેન્ટ’થી MBAનું શિક્ષણ પ્રાપ્ત કરી ચૂકી છે અને CAનો પણ અભ્યાપૂર્ણ કરી ચુકી છે.

“મેં અત્યાર સુધી એક ક્ષણ પણ બરબાદ નથી કરી અને હંમેશાં પૂરી મહેનત સાથે કામ કર્યું છે. મારા જીવનની અત્યાર સુધીની સફરે મને વધુ સારી વ્યક્તિ બનાવવામાં મદદરૂપ નિવડી છે.”