દવા કંપનીઓના સેલ્સમેન માટે વરદાન છે 'swaas system'

0

આજે પણ દવા બનાવનારી કંપનીઓ, એ જ જૂની રીત મુજબ જ ડોકટર્સને મળવા માણસો મોકલે છે, પોતાની દવાઓ બતાવે છે અને માલ વેચે છે. આ બધું વર્ષોથી એક જ બીબાઢાળ પદ્ધતિથી ચાલ્યું આવે છે જેને બદલવાનો હવે સમય પાકી ગયો છે!

SWaaS system કંપનીએ આ પરંપરાગત શૈલીને પડકારવાનો નિર્ણય કર્યો છે. SWaaS દ્વારા મેડીકલ ઉદ્યોગો માટે CRMની કાર્યપદ્ધતિ વિકસાવી છે. જેના સંસ્થાપક આનંદ નટરાજને જ્યારે આ પરેશાનીનો અનુભવ કર્યો ત્યારે તેઓ એક દવાકંપનીમાં consultant હતા. આથી જાતે અનુભવેલી મુશ્કેલીઓ નિવારવા માટે કામ કરવાનો નિર્ણય લીધો. અને તેમને તેના ઉત્પાદ પર કામ કરી તે જ લઈને બજારમાં ઉતર્યા. તેમના પ્રથમ ઉત્પાદ 'hiDoctor' દ્વારા માર્કેટિંગના પ્રતિનિધિઓને કંપનીની વેબસાઈટ પર ઓનલાઈન રીપોર્ટ નોંધાવવામાં મદદ કરી. જેનાથી સમયની બચત થઇ અને રોજ મળનારા લોકો તેમજ ઉત્પાદોના વર્ણનની કાગજી કાર્યવાહી બાબતે પણ ઘણી સરળતા થઇ.

આનંદ કહે છે, " દવા કંપનીઓ મોટેભાગે સેલ્સમેનથી ભરચક હોય છે. જેમાં 85%થી પણ વધારે કર્મચારીઓ માર્કેટમાં જ કાર્યરત હોય છે. માર્કેટનો અને માર્કેટિંગના જ્ઞાનનો ઉપયોગ જ સંસ્થાને ચલાવતો રહે છે. અને તેને પ્રસિદ્ધિ પણ તે જ લોકો અપાવે છે. પણ આ નવી સિસ્ટમ આ ક્ષેત્રમાં ખૂબ સફળ રહી. ખાસ કરીને માત્ર દૂર દૂરના અંતર મીટાવવામાં નહીં, પણ આંકડાઓ તેમજ વિશ્લેષણ સંબંધી કાર્યોમાં પણ ખૂબ લાભ થયો.

ઉત્પાદ સીધા જ ગ્રાહકોને મળે અને તેના સ્થળ પર જવાને બદલે આનંદે આ કામ SaaS દ્વારા કરવાનો નિશ્ચય કર્યો. HiDoctorને બજારમાં ઉતારીને 18 મહિનામાં 30 ગ્રાહક બનાવી લીધા. આજે તેમની સાથે લગભગ 80 દવા કંપનીઓ અને 30,000 વિક્રેતાઓ જોડાયા છે, અને સૌ આ ઉત્પાદને ઉપયોગમાં લઇ રહ્યા છે.

આનંદ કહે છે, "આ સિસ્ટમથી વિશ્લેષણ સરળ થયું, વ્યાપક રૂપે થયું, કંપની મેનેજમેન્ટને પણ મદદ મળી અને માર્કેટમાં ફરનારા કર્મચારીઓ તેમજ દવાની કંપનીઓ માટે મોટું પરિવર્તન સાબિત થયું. કેમકે પહેલાં મોટાભાગના ઉત્પાદોનું વિશ્લેષણ મેનેજમેન્ટને જ અપાતું હતું. ઓફલાઈન હોવાથી વિશ્લેષણનો પ્રવાહ લગાતાર બધા પાસે નહતો. જ્યારે HiDoctorમાં બધું જ માર્કેટિંગ કરતા કરતા મળી આવતું હતું. આથી નિર્ણય લેવાની જે પ્રક્રિયાઓમાં પહેલાં કંપનીઓને 45 દિવસો લાગી જતા, તે હવે માત્ર એક અઠવાડિયામાં થવા લાગી.

તે પછી તેઓ 'Wide Angle' નામે ઉત્પાદ લાવ્યા. જે ડીજીટલ ફોરમેટમાં એક બ્રોશર જ હતું! આ એપ્લિકેશન દ્વારા સેલ્સમેન પોતાની કંપનીના ઉત્પાદો ટેબ પર બતાવતા અને ડોક્ટર્સ પાસેથી ઓર્ડર મેળવતા. આમ થવાથી ડોકટર્સે જાતે કરવાના વિશ્લેષણમાં જે સમય જતો તેમાં બચત થવા લાગી.

તે પછી કંપનીએ એક ત્રીજી સીસ્ટમ ‘kangle’ના નામે આપી. જે કંપનીઓ માટે જ્ઞાનનો આધાર બની કામ કરે છે. અને ડોક્યુમેન્ટ તેમજ ડેટા સુરક્ષિત રાખવાનું કામ કરે છે.

આજે તેમનું સૌથી વધુ માર્કેટિંગ cold calling અને street research દ્વારા કરવામાં આવે છે. તેઓ માર્કેટિંગ પર બજેટ ના 5% ખર્ચ કરે છે. હવે કંપની મધ્ય પૂર્વના દેશો, ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પોતાનો વ્યાપાર ફેલાવવા માગે છે. અને આ વર્ષમાં series Bને વધારવાની યોજના બનાવી રહ્યા છે.

Related Stories