સામાજિક સંગઠનો માટે ફંડ ભેગું કરવાનું નવું માધ્યમ 'પાવર ફોર વન'

સામાજિક સંગઠનો માટે ફંડ ભેગું કરવાનું નવું માધ્યમ 'પાવર ફોર વન'

Friday April 22, 2016,

5 min Read

વર્તમાન સમયમાં સામાજિક અને પર્યાવરણ સંબંધિત મુદ્દા આપણા જીવનને મોટાપાયે અસર કરી રહ્યા છે અને તે તરફ ધ્યાન આપવાની પણ વધુ જરૂર છે. આવા સંજોગોમાં આ મુદ્દાને સકારાત્મક રીતે સામે લાવવા સાથે સમાજમાં જાગ્રતી લાવવાનું કામ કરતા તથા તેના માટે ભંડોળ ભેગું કરતા અનેક સંગઠનો આપણી આસપાસ છે. આ વિશેષ ધ્યેય સાથે કામ કરતા ફંડ રેઈઝિંગ મંચ એ વાતનું પ્રમાણ છે કે છેલ્લાં દાયકામાં ભારતમાં આવી સંસ્થાઓ અને મંચ વિકસી રહ્યા છે.

ગિવઈન્ડિયા, યૂનાઈટેડ વે અને મિલાપડૉટઓઆરજી તેના જીવંત ઉદાહરણ છે. 'પાવર ફોર વન' આ કડીમાં જોડાનારું નવું નામ છે જેની સ્થાપના થયે હજી બે મહિના જ થયા છે. તેમનું લક્ષ્ય દાન આપનારા અને લાભાર્થીઓને એકસૂત્રે સાંકળવાના કામને નવો દ્રષ્ટિકોણ પૂરો પાડવા સાથે તેને પ્રભાવી પણ બનાવવું.

image


'પાવર ફોર વન'નો સહસ્થાપક મિહિર લૂનિયા જણાવે છે,

"વર્ષ 2010માં કોલેજકાળમાં હું અને મારો મિત્ર ઈશાન સમાજમાં અમીરી અને ગરીબી વચ્ચેના અંતરને ઓછું કરવાના રસ્તા તૈયાર કરવા અંગે વિચાર કરતા હતા. અમે આ અંગે નક્કર કામ કરવાનું આ વર્ષે જાન્યુઆરીથી શરૂ કર્યું. આપણા દેશમાં એક તરફ ટીચ ફોર ઈન્ડિયા અને તેના જેવા મોટા સંગઠનો છે જે ખૂબ જ ઉચ્ચ સ્તરે સ્થાપિત હોવાની સાથે સાથે સારા નેટવર્ક અને સારી પ્રતિભાઓ ધરાવે છે તથા બીજી તરફ કેટલાકક એવા નાના સંગઠનો પણ છે જે પારિવારિક વ્યવસાયની જેમ ચાલે છે. આવા નાના સંગઠનો અંગે લોકોને ખાસ માહિતી હોતી નથી અને અમે આવા સંગઠનોને શોધીને તેની મદદ કરવાની પ્રક્રિયાનો ભાગ બનવા માગીએ છીએ."

પાવર ફોર વન દર મહિને કેટલાક નાના બિનનફાકારક સંગઠનો સાથે કરાર કરે છે અને પોતાની વેબસાઈટના માધ્યમથી દુનિયાને તેમના કાર્યો અંગે માહિતી પૂરી પાડે છે. તેમની પસંદગીની પ્રક્રિયા ખૂબ જ કઠિન હોય છે. તેઓ કોઈપણ સંસ્થાની પાશ્ચાદભૂમી અંગે પૂરી માહિતી મેળવવા ઉપરાંત તેમની ઉદ્દેશો અને સંચાલનનું પણ સંપૂર્ણ મૂલ્યાંકન કરે છે. એક વખત સંતુષ્ટ થયા પછી પાવર ફોર વન તેમને પોતાની સમસ્યાઓ, સમાધાનો અને અસર તથા ભંડોળના આદર્શ ઉપયોગ અંગે જાણકારી આપવા માટે પ્લેટફોર્મ પૂરું પાડે છે.

image


ત્યારબાદ આ સંસ્થાઓ માટે આવતું દાન પહેલાં પાવર ફોર વન પાસે આવે છે અને પછી અઠવાડિક કે માસિક ધોરણે લાભાર્થી સંસ્થાઓને એક નોડલ એકાઉન્ટ માધ્યમથી પહોંચાડવામાં આવતી. પ્રત્યેક દાનદાતાથી મળતા દાનમાંથી પાવર ફોર વન 800 થી 1000 રૂપિયા પોતાની પાસે રાખે છે.

આ કામનું સમર્થન કરવા માટે ફંડરેઝિંગને એક તક તરીકે પસંદ કરવા અંગે મિહિર જણાવે છે, 

"ખરેખર તો મોટાભાગની સંસ્થાઓને આ માટે જ સંઘર્ષ કરવો પડે છે અને હું જાતે જ તે સંઘર્ષ કરી લઉં છું. અમે અમારા યૂઝર્સને સોશિયલ મીડિયાના માધ્યમથી પણ યોગદાન આપવાનો વિકલ્પ આપીએ છીએ. દરેક શેરના બદલામાં 50 રૂપિયા મળે છે. આ બધું એટલા માટે શક્ય બને છે કે, અમે વિવિધ સામાજિક કાર્યોને પ્રાયોજિત કરનારી વિવિધ મોટી કંપનીઓ સાથે આ પ્રકારના કરાર કર્યા છે."

બીજી તરફ મિલાપ તેની અલગ અવધારણા પર કામ કરે છે. મિહિર જણાવે છે કે, મિલાપ પોતાના યૂઝર્સને લોન આપવાની સુવિધા પૂરી પાડે છે જ્યારે અમે માત્ર ભંડોળ અને દાન ઉપલબ્ધ કરાવીએ છીએ.

image


પાવર ફોર વનનો દાવો છે કે, તેમની કામ કરવાની પદ્ધતિ લોન આપનારા પ્લેટફોર્મની સરખામણીએ વધારે પારદર્શક અને સ્પષ્ટ છે. તે જણાવે છે, 

"અહીં સામાજિક કાર્યો માટે લોન આપનારાને લોન લેનારની માહિતી આપવામાં આવતી નથી કે મુલાકાત પણ કરાવવામાં આવતી નથી. આ વ્યવસ્થામાં લોન લેનારા ખૂબ જ ઓછા વ્યાજે લોન મેળવે છે. આ રીતે જોઈએ તો અમેરિકામાં રહેનાર લાઓસમાં કોઈને દાન આપવા માગે તો સક્રિય રીતે શક્ય નહીં બને. આ પ્રક્રિયા એટલી જટીલ છે એટલે અમે તેનાથી દૂર છીએ. અમે અમારી રીતે ફંડ શોધનારા અને સામાજિક કાર્યો કરનારા લોકોને ભેગા કરવાનું કામ કરી છીએ જેથી ભંડોળની આપલે થઈ શકે."

'પાવર ફોર વન' દાન આપનારા અને તેમનું સમર્થન કરનારા સંગઠનો વચ્ચે સંયોજન સ્થાપિત કરવા માગે છે. આ સરળ કામ નથી. મિહિર જણાવે છે,

"આ એક સામાન્ય બાબત છે કે સમાજમાં જે લોકો સંપન્ન છે અને સારી સ્થિતિમાં છે તે જરૂરીયાતમંદોની મદદ કરવા માગે છે. અમે તેમાં માત્ર પ્રતિબદ્ધતાનો ભાવ ઉમેરવા માગીએ છીએ જે વેચાવો ખૂબ જ મુશ્કેલ છે. અમે આ લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે સોશિયલ મીડિયાની તાકાતનો પ્રયોગ કરવા માગીએ છીએ. અમે અમારા ઉપયોગકર્તાઓને કોઈપણ સંગઠન કે ઘટનાક્રમ તથા અહેવાલ અંગે અવગત કરાવવા ઈન્સ્ટાગ્રામ અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ."
image


પોતાની સ્થાપનાના માત્ર બે મહિનાની અંદર જ આ સંસ્થાએ દસથી વધારે એનજીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે અને આગામી સમયમાં તેમનું લક્ષ્ય 50 થી 60 એનજીઓને પોતાની સાથે જોડવાનું છે. હાલમાં આવા સૌથી સફળ માધ્યમો અને સ્ટાર્ટઅપ મોબાઈલ આધારિત રહ્યા છે તેથી પાવર ફોર વન પણ તે જ રસ્તે જણાવા પ્રયાસ કરી રહ્યા છે જેથી અન્ય પરંપરાગત માધ્યમોથી કંઈક અલગ કરી શકે. મિહિર જણાવે છે કે, અમે સામાજિક કાર્યો માટે ઈંધણનું કામ કરવા માગીએ છીએ. તે વધુમાં જણાવે છે કે, તેની ટીમને આ રીતે મળતી પ્રતિક્રિયાનો કોઈ મહાવરો નથી. તેમના માટે આ બધું શીખવાની પ્રક્રિયાનો એક ભાગ છે.

વિવિધ સામાજિક સંગઠનોના સકારાત્મક કાર્યોને દુનિયાની સામે લાવવાનું કામ છે પણ સાથે સાથે તેમના વ્યક્તિત્વને પણ નબળું નથી પડવા દેવાનું. આ ટીમ હવે ઈન્સ્ટાગ્રામ, ફેસબુક, ટ્વિટર અને વોટ્સએપ જેવા સોશિયલ મીડિયાનું મહત્વ સમજી ગયા છે અને હવે તેઓ પણ તેના પર જ ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા છે જેથી વિવિધ સામાજિક કાર્યોને પ્રોત્સાહન આપી શકાય.

લેખકઃ નિશાંત ગોએલ

ભાવાનુવાદઃ મેઘા નિલય શાહ 

વધુ હકારાત્મક અને સકારત્મક સ્ટોરીઝ વિશે જાણવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

વધુ સ્ટોરીઝ વાંચો:

હળીમળીને ખાતાં શીખવાડી રહ્યો છે, બેંકરમાંથી બનેલો 'ડબ્બાવાળો'!

પોતાના પગારમાંથી બચત કરીને વૃક્ષોનું જતન કરે છે તુલસીરામ

'ડોનેટ ફોર ડિગ્નિટી' સ્કૂલની છોકરીઓ માટે એક અનોખી ગિફ્ટ