સમાજમાં સ્માઈલ ફેલાવતું અભિયાન ‘થૅંક યૂ ઈન્ડિયા’

0

તમે જો મુંબઈના પશ્ચિમ વિસ્તારોની ક્યારેક મુલાકાત લેશો તો ત્યાંના રહેવાસીઓ, નોકરીયાતો અને કામદારો દ્વારા છેલ્લાં એક વર્ષના વધુ સમયથી ચલાવાતા મૂક અભિયાનની અનુભૂતિ થશે. તે સબળ છતાં શાંત વિરોધ છે. હૃદયસ્પર્શી દેખાવો છે. તેમ છતાં એક વાત નક્કી છે કે તમામ પીડાઓ સામેનો તે જંગ છે. આ યુદ્ધ એવું છે જે માણસો દ્વારા માણસો સામે ચલાવવામાં આવ્યું છે. આ યુદ્ધ એવું છે જેમાં માણસની ઉત્ક્રાંતિથી લઈને આજ સુધીની સત્તા અને શક્તિની ભૂખ સામે લડવામાં આવી રહ્યું છે. આ યુદ્ધ એવા લોકો સામે છે જેમણે લાગણીઓ ગુમાવી દીધી છે. જેઓ સ્પર્શ કરી શકે છે પણ સંવેદાનાઓ ગુમાવી બેઠા છે.

વિચારો શું હશે આ યુદ્ધ?

થૅંક યૂ.’

મહત્વનો સવાલ

થૅંક યૂ ઈન્ડિયા, એક સામાજિક પ્રયોગ છે જે તે જ નામ ધરાવતી એક સંસ્થા દ્વારા શરૂ કરાયો છે જેના થકી તેઓ લોકોમાં રહેલી સારપ અને લાગણીઓને પુનઃજીવીત કરી રહ્યા છે.

તેના સ્થાપક હેમંત ગુપ્તા કે જેમણે આ લાગણીઓ ધબકતી કરવામાં મોટો ભાગ ભજવ્યો છે તે જણાવે છે કે સમાજને કેવી રીતે પાછું આપી શકાય. તે જણાવે છે,

“ઘણાં લાંબા સમયછી હું મારી જાતની દુનિયા સાથે સરખામણી કરતો અને તેને દુનિયા કરતા ઉપર જ સમજતો. ઓફિસમાં કામ કરવા દરમિયાન હું સતત મિટિંગમાં વ્યસ્ત રહેતો. તેમાં થતાં સંવાદોનું પરિણામ મળતું પણ તે ખૂબ જ થકવી દેતા. આંખો મળતી, હાથ મળતા પણ મન નહોતા મળથા. આ રીતે મારા જીવનમાં લગભગ 34 વર્ષ પસાર થઈ ગયા હતા. આખરે મેં નોકરી છોડીને સ્વની શોધ આરંભવાનું નક્કી કર્યું.”

તેઓ વધુમાં જણાવે છે,

“મેં શિલ્પ, વિજ્ઞાન, સાયકોલોજી અને ફિલોસોફિ દ્વારા માનવજાતને ઓળખવાનો પ્રયાસ આરંભ્યો. શરૂઆતના દિવસોમાં આ સંસોધને મને ખૂબ જ થકવી નાખ્યો, કારણ કે હું જેટલું સત્ય જાણતો ગયો તેટલું જ મારા જ્ઞાન અને અમલીકરણ વચ્ચેનું અંતર વધવા લાગ્યું. હું મારા રોજિંદા જીવનમાં આ સત્યોને અપનાવી શકતો નહોતો.”

આખરે જવાબ મળ્યો...

ઓગસ્ટ 2012, તેમના મતે તેમના જીવનનો તે ટર્નિંગ પોઈન્ટ હતો. વધુ ખુશ, સ્વસ્થ અને મદદગાર થવાની એક નવી જ સફરની શરૂઆત હતી. હેમંત જણાવે છે કે, આ બાબતને વધુ લોકો સાથે શેર કરવાનું અને જીવનને વધુ માણવાનું શીખવવા લાગ્યો.

માનવજાતને જાણવાની તેની જિજ્ઞાસાએ તેને ભારત, અમેરિકા અને બ્રિટનના મોચી, રિક્ષાચાલક, કોર્પોરેટ લીડર, સ્પોર્ટ્સ સાઈકોલોજિસ્ટ, ફિટનેસ ટ્રેઈનર અને સાયકોલોજિસ્ટ જેવા 1200 લોકો સાથે મુલાકાત કરાવી.

દરરોજ થતાં નાનકડાં કામ આ તફાવત દર્શાવે છે!

રોજિંદા જીવનમાં એવા ઘણાં નાના નાના કામ છે જે કરવાથી આપણે વધુ ખુશ, સ્વસ્થ અને મદદગાર બની શકીએ છીએ.

જો કે આ અભિયાનના ઘણા તબક્કા હતા. આ કામગીરીમાં એક સૌથી મોટી બાબત હતી સોશિયલ થિયરી જે આપણા વર્તન સાથે જોડાયેલી છે. સામાન્ય રીતે આપણું વર્તન અન્ય લોકોના વર્તનના આધારે જ પ્રેરાયેલું હોય છે. આ કેસમાં આપણે એવું માનીએ છીએ કે આપણે ઘણા બધા લોકોને બદલવા છે, તેઓ એવું માને છે કે સમાજમાં તે પહેલાં થવું જોઈએ. તેનો સીધો અર્થ છે કે કેટલાક લોકો માને છે કે, તેમના દ્વારા તેની શરૂઆત થવી જોઈએ જેથી દેશની સામાજિક મૂડીમાં વધારો થાય.

તેનો અર્થ છે કે, દરેક કામ સરળ, પારિવારિક રીતે અને લોકોની ભાગીદારી દ્વારા કરી શકાય છે.

“અમે આ કામ શરૂ કર્યું માત્ર 'થેંક યૂ' કહીને. ‘થેંક યૂ એટલે શું?’ એક એવી બાબત છે જે વ્યક્તિને તાત્કાલિક ખુશ કરી દે છે અને સંબંધોને મજબૂત બનાવે છે. તેમાં સર્જનાત્મકતા અને સહકાર જોડાયેલા છે. થેંક યૂ ઈન્ડિયા અમારો પહેલો સામાજિક પ્રયોગ હતો.” 

હેમંત જણાવે છે.

હેમંત ગુપ્તાએ આ પ્રયોગની શરૂઆત હુઝેફા કાપડિયા સાથે કરી જે દેશના જાણીતા ડાયરેક્ટર છે. તેની સાથે જોડાઈને જ થેંક યૂ ઈન્ડિયાની સ્થાપના થઈ. કેવિન કોન્ડાબાથીની કે જે મેરેથોન દોડવીર અને રીબોક ટ્રેનર છે તેમણે આવા અભિયાનની જાણ થતાની સાથે જ આ બંનેનો સંપર્ક કર્યો અને તેમની કૉર ટીમમાં જોડાઈ ગયા જ્યારે તે માત્ર પ્રારંભિત તબક્કામાં હતું. તેમણે સાથે મળીને એક એવી ટીમ બનાવી જેમાં ફોટોગ્રાફર, લાઈફ કૉચ, ટ્રાવેલ કંપની મેનેજર, સાયકોલોજી સ્ટુડન્ટ, ટીવી સિરિયલના સેટ બનાવનાર, નેશનલ કિક બોક્સિંગ પ્લેયર, મહારાષ્ટ્ર ચેસ બોક્સિંગ એશોશિયેસનના પ્રમુખ અને ઘણા લોકોનો સમાવેશ થાય છે.

કેમ્પેઈન ખૂબ જ સરળ હતું. હેમંત જણાવે છે,

“અમે બોરિવલી, મુંબઈ ખાતે આવેલા નેશનલ પાર્ક ખાતેથી 16 ઓક્ટોબર 2014ને 6 વાગ્યે કામગીરી શરૂ કરી. અમે લોકો પાસે જતાં અને તેમને આભાર માનતા. જે લોકો નિયમો પાળતા તેનો આભાર માનતા. જે લોકો નિયમ નહોતા પાળતા તેનો પણ એવું કહીને આભાર માનતા કે તેઓ ભવિષ્યમાં ધ્યાન રાખશે.”

તેમણે મુંબઈ ટ્રાફિક પોલીસ સાથે જોડાણ કર્યું અને લોકોને ગુડ ટિકિટ આપવાનું અભિયાન હાથ ધર્યું. તેણે 35,000થી વધુ ગુડ ટિકિટનું વિતરણ કરવાનું આયોજન કર્યું.

વધુમાં હેમંત જણાવે છે,

“અમારી તે 100 દિવસની કામગીરી ખૂબ જ આનંદદાયક હતી. અમારા વિચારો અમારા કાર્યો દ્વારા વધારે મજબૂત થયા હતા. લોકોમાં વિવિધ તબક્કે સભાનતા આવતી જતી હતી. લોકો થોડા વધારાના વિચાર, ધ્યાન અને જીવનના મૂલ્યો સાથે સંઘર્ષ કરીને સારા-નરસાનું, સારા-ખોટાનું, વર્તમાન-ભવિષ્યનું અને હું તથા આપણે વચ્ચેનો તફાવત જાણતા ગયા.”

બે કેસ જેણે આ બધું પરિવર્તિત કર્યું

જીવનમાં એવા ઘણાં તબક્કા આવે છે જ્યારે લોકો અન્ય સામે શંકાની ચોક્કસ નજરે જોતા હોય છે, તેમના અનુભવોના આધારે મુલ્યાંકન કરતા હોય છે અને જ્યારે તેમનો આભાર માનવામાં આવે છે ત્યારે તે ભાંગી પડે છે. આવા જ બે કેસ તેમણે જોયા હતા.

“અમે લોકો બોરિવલી ખાતે લોકોનો આભાર માનતા હતા. તે સમયે અમે દૂર ઉભેલા એક ટ્રાફિક પોલીસને જોયા જેમણે જીવનના 50 વર્ષ પોલીસ સેવામાં પસાર કર્યા હતા. અમે તેમની પાસે ગયા, ગુલાબ આપ્યું અને તેમને ભેટ્યા. તેમણે મારો હાથ બે મિનિટ સુધી પકડી રાખ્યો અને તે દરમિયાન બંને વચ્ચે માત્ર મૌન પથરાયેલું હતું. તેમની આંખોની ખૂણા ભિંજાઈ ગયા. તેમણે એક બાળકની જેમ બોલવાનું શરૂ કરી દીધું.”

તેઓ બોલ્યા,

“હું એક ભ્રષ્ટ કર્મચારી છું. જો હું જાહેરમાં તેની કબૂલાત કરીશ તો લોકો મને મારી નાખશે અને મારો પરિવાર વેરવિખેર થઈ જશે. હું નથી જાણતો મારે શું કરવું.”

અમે કંઈપણ બોલ્યા વગર એકબીજાની સામે જોઈ રહ્યા. તેમણે તે સમયથી ભ્રષ્ટાચાર ન કરવાના શપથ લીધા.

બીજો એક કિસ્સો વહેલી સવારે બન્યો હતો. કેટલાક કર્મચારીઓ રસ્તો સાફ કરી રહ્યા હતા. તે લોકો કામમાં એટલા વ્યસ્ત હતા કે આસપાસ પસાર થતા લોકોની સામે પણ જોતા નહોતા. અમે લોકો જ્યારે તેમને મળ્યા ત્યારે તેમણે કહ્યું કે એક સ્વીપર તરીકે રસ્તો વાળનાર તરીકે કામ કરવાનું કેટલું શરમજનક છે અને લોકો તેમની સામે એવી રીતે જોતા હોય છે કે, અમે તેમની સામે પણ જોઈ નથી શકતા. અમે લોકો માત્ર સ્વમાનના ભૂખ્યા છીએ. અમે તેમનો આભાર માન્યો અને લગભગ 15 મિનિટ તેમની સાથે પસાર કરી અને સાથે ચા પણ પીધી. તેમને મળીને અમારું હૃદય પરિવર્તન થઈ ગયું અને પછી અમે પ્રસંગોપાત તેમને મળવા લાગ્યા.

આ સમાજસેવા નહીં, સામાજિક પ્રયોગ છે!

હેમંત એક વાતનું ખાસ ધ્યાન રાખતા કે તેમના કાર્યને કોઈ સમાજ સેવા ન કહે કારણ કે તે આર્થિક રીતે સાતત્યતા ધરાવતું માળખું હતું. આજે આપણી પાસે તે માનવાનું કારણ છે. તેમને સુનિલ ઘોરાવત કે જે અર્થ વોટર ગ્રૂપના સ્થાપક છે, સેન્ચ્યુરી લોજિસ્ટિકના ગગન ગોયલ અને સીએલએસએ પ્રાઈવેટ ઈક્વિટી ઈન્ડિયાના એડવાઈઝર નિમિર મહેતા નામના ત્રણ રોકાણકારો દ્વારા ભંડોળ મળ્યું.

આ અંગે હેમંત કહે છે,

“આપણી સામાજિક મૂડીમાં વધારો કરવાની ખૂબ જ જરૂર છે. આપણે એવું માનીએ છીએ કે, સામાજિક મૂડીનો વિકાસ વિખરાયેલી આર્થિક સ્થિતિ કરતા વધારે સારી અને મોટી હોય છે. અમે સભાન રીતે તેમાં વધારો કરવા પ્રયાસ કરીએ છીએ.”

વિશાળ ફલક

“અમે અમારું અસ્તિત્વ સારું કરવા અને લોકોને પ્રોત્સાહિત કરવા માટે સર્જાયું હોવાનું જણાવીએ છીએ. અમે રોજિંદા કામમાં સરળતા લાવીને તેને સાબિત કરીએ છીએ. અમે સામાજિક પ્રયોગો દ્વારા તેને લોકો સુધી પહોંચાડીએ છીએ.” 

હેમંત કહે છે.

તેઓ રસ્તા પર, કોલેજમાં અને કોર્પોરેટ વિશ્વમાં દરેક તબક્કે કામ કરીને તેમના આયોજનને લોકો સુધી પહોંચાડવા માગે છે.

અંતે તેઓ જણાવે છે,

“અમે ટ્રાફિક સાયકોલોજીનો પણ અભ્યાસ કરીએ છીએ. અમે મુંબઈ ટ્રાફિક પોલીસને રજૂઆત કરી છે કે તેઓ ભારતની પહેલી ટ્રાફિક સાયકોલોજી રિસર્ચ અને ડેવલપમેન્ટ સંસ્થા શરૂ કરે. અમે લોકો તેના માટે બ્રાન્ડની શોધમાં છીએ.”

લેખક- બિંજલ શાહ

અનુવાદક- YS ટીમ ગુજરાતી

વિવિધ સામાજિક પહેલને લગતી સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

રાહ જોઇને કંટાળેલા, રાજસ્થાનના ગ્રામવાસીઓએ પોતાના બાળકોને સ્કૂલે મોકલવા જાતે જ બસ ખરીદી! 

મુંબઈના 'કિંગ ઓફ બાન્દ્રા' સંદીપ બચ્ચેની વન્ડર ઓટોરિક્ષાની સવારી ચોક્કસ કરજો! યાદ રહી જશે!

અમેરિકાથી પરત આવી ઝુંપડામાં રહેતા બાળકોને આત્મનિર્ભર બનાવવા અભિજીતે બનાવ્યું ‘સ્લમસોકર’

Related Stories