નોકરિયાત લોકોનાં જીવનમાં સ્વાસ્થ્યપ્રદ ખોરાક આપવાનો પ્રયાસ એટલે FitGo

0

આપણાના મોટાભાગના લોકો શાળા કે કોલેજના જીવન દરમિયાન ખેલકૂદની પ્રવૃત્તિમાં સામેલ થતા હતા. કેટલાક લોકો તે સ્પર્ધાને ગંભીર માનતા હતા તો કેટલાક લોકો મસ્તી ખાતર ભાગ લેતા હતા. જ્યારે આપણે લોકો કામમાં વ્યસ્ત થઈ જઇએ છીએ ત્યારે આ પ્રકારની શારીરિક પ્રવૃત્તિઓ એકદમ અટકી જાય છે. આવી સ્થિતિ બિટ્સ પિલાનીના ભૂતપૂર્વ વિદ્યાર્થી અનુરાગ ગર્ગ, અંકિત અગ્રવાલ અને નરેન્દ્રધીરણ એસ. એ ઓલા, માઇવાશમાં કામ કરતાં પોતાની સાથે પણ અનુભવી. તેમને લાગ્યું કે તેઓ મોટાભાગનો સમય કમ્પ્યૂટરની સામે બેસી રહે છે. ગમે તે સમયે કામ કરે છે અને મોટાભાગે બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાય છે. તેમને પણ એવું લાગવા માંડ્યું કે અન્ય નોકરિયાતોની જેમ તેમનું પણ વજન વધવા લાગ્યું છે. જે બીમારીઓને ખુલ્લું આમંત્રણ છે. અનુપમે ગત વર્ષે આહારની યોજના પણ બનાવી કે જેથી કરીને પોતાનાં વજન ઉપર કાબૂ મેળવી શકે. જોકે તેના માટે કેટલીક વસ્તુ બહારથી ખરીદવી પડતી હતી અને રોજ છ વખત ભોજન બનાવવું પડતું હતું આ કોશિશ કંટાળાજનક અને થકવી નાખનારી હતી.

તેના કારણે જ તેઓ એ વિચાર સાથે આવ્યા કે જે લોકો કડકપણે સંતુલિત આહાર કાર્યક્રમનું પાલન કરે છે તેમની સમસ્યાને ઉકેલવી જોઇએ. આ વિચારના કારણે જ FitGo નો જન્મ થયો. FitGo એવા નોકરિયાતોની મદદ કરે છે કે જેઓ જીવનશૈલીના વિકાર સામે ઝઝૂમી રહ્યા છે. આવા લોકોની જરૂરીયાત અનુસારનું ટેલરમેડ ફૂડ FitGo લોકોના ઘર સુધી પહોંચાડે છે.

થોડા રિસર્ચ દરમિયાન તેમને જણાયું કે બેંગલુરુમાં 10માંથી 4 લોકો મેદસ્વીતાના શિકાર છે. લગભગ 70 ટકા લોકો વધારે વજન ધરાવે છે. 27 વર્ષીય અનુપમના જણાવ્યા અનુસાર,

"બેંગલુરુના 26 ટકા કરતાં વધારે લોકો ડાયાબિટિસના દર્દી છે. જ્યારે 4માંથી 3ને હૃદયની બીમારીનું જોખમ રહેલું છે. તેના માટે ખરાબ જીવનશૈલી અને બિનઆરોગ્યપ્રદ ખાવાનું જવાબદાર છે."

ત્રણેય વિસ્તારના ડૉક્ટર્સ અને વિખ્યાત આહાર વિશેષજ્ઞો સાથે વાતચીત કરી હતી. તેમણે જોયું કે વિશેષજ્ઞો દ્વારા ભલામણ કરવામાં આવતા ભોજનની માગ અને પુરવઠા વચ્ચે મોટું અંતર છે. ડૉક્ટર અને પ્રમાણિત આહાર વિશેષજ્ઞોની મદદથી ટીમે પોષણ પ્લાન રેડી ટુ કન્ઝ્યુમ ફોર્મેટમાં તૈયાર કર્યો. અનુપમ કહે છે,

"પ્લાન્ડ મિલ પેકેજની પાછળ એ તર્ક છે કે આ આહાર વિજ્ઞાનના તર્કનો ઉપયોગ કરીને વિવિધ આરોગ્યની જરૂરીયાત અનુસાર નિયંત્રણ અને બેલેન્સ કરે છે."

વિભિન્ન પ્લાન અંગે કામ

અનુપમ કહે છે,

"સ્ટ્રેસ મેનેજમેન્ટ પ્લાન આરામદાયક ભોજન આપે છે. જે મગજના કોષોને શાંત કરે છે અને કોર્ટિસોલ અને એન્ડ્રોલાઇનના સ્તરોને ઘટાડે છે. રોગપ્રતિકારક શક્તિને વધારતો પ્લાન વિટામિનથી ભરપૂર ભોજન આપે છે કે જે શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવાની સાથે શરીરને રોગો તેમજ ચેપની સામે સંવેદનશીલ કરે છે."

અનુપમના જણાવ્યા અનુસાર તેમણે ગ્રાહકોની વિવિધ જરૂરીયાતોને આવરી લેવાની કોશિશ કરી છે. તેમની સાથે ઇકોસિસ્ટમના સહભાગી જેમ કે જિમખાના, ફિટનેસ સ્ટુડિયો, ડાયલેક્ટાલોજિસ્ટ, અલગ અલગ જગ્યાએ કામ કરતાં ડૉક્ટર્સ તેમજ નોકરીયાતો કે જે તેમની સેવા કરનારા અંતિમ ગ્રાહકો છે તે જોડાયા છે.

અનુપમ જણાવે છે કે આ જરૂરિયાતો અનુસાર સ્ટાર્ટઅપે બે પ્રકારની ફરજો રજૂ કરી છે

1. સભ્યપદ માટે જનરલ પ્લાન ઉપલબ્ધ

આ પ્લાનની કિંમત રૂ. 299 પ્રતિ દિનની છે. અને આ પ્લાન માંસપેશીના વિકાસ વજનનું નિયંત્રણ, તણાવનું નિયંત્રણ, રોગપ્રતિકારકશક્તિમાં વધારો, અને નીચા કોલસ્ટરોલ માટે ખરીદી શકાય છે.

2 ખાસ માર્ગદર્શન પ્રમાણેની યોજના

વધારે ગંભીર સમસ્યા કે જેમાં વધારે નિકટથી ધ્યાન આપવાની જરૂર હોય તેના માટે ગ્રાહક નિષ્ણાતોને મળીને ડાયેટ પ્લાન બનાવી શકે છે. તે પોતાના મેડિકલ રિપોર્ટ જોઇને જાતે પ્લાન તૈયાર કરી શકે છે.

ડાયટપ્લાન અને રસોઈ FitGo ના રસોડામાં અનુભવી રસોઇયાઓ બનાવે છે. ટીમની સામે સૌથી મોટો પડકાર ત્યારે આવ્યો કે જ્યારે સ્વચ્છ, સુઘડ અને અવરોધ વિનાની સપ્લાય ચેઇન તૈયાર કરવાની હતી. તેની સાથે ટીમે ક્વોલિટી ચેકનું પણ સંપૂર્ણ ધ્યાન રાખવાનું હતું.

ભવિષ્યની યોજના

અનુપમના જણાવ્યા અનુસાર છેલ્લા 3 મહિનામાં કંપનીની પાસે 2000 ગ્રાહકો આવ્યા છે. હાલમાં કંપની 5000 એક્ઝિક્યુટિવ્સને ભોજન આપી રહી છે. તમામ સેવા બેંગલુરુમાં આપવામાં આવી રહી છે. કંપનીનું કહેવું છે કે ફરીથી આવેલા ગ્રાહકોની સંખ્યા 50 ટકાની છે. નવી કંપનીનું કહેવું છે કે તેમની આવક અમુક લાખ રૂપિયાની જ છે.

યોરસ્ટોરીની દૃષ્ટિએ...

FitGo નો આઇડિયા આવશ્યકરૂપે હાલનાં આરોગ્ય અને ભોજનની શૈલીને એક મંચ ઉપર લઈને આવે છે. જોકે, ટીમે જે રીતે અમને આંકડાઓ દર્શાવ્યા તેના ઉપરથી લાગે છે કે કંપની ધીમી ગતિએ આગળ વધી રહી છે. એ તો આવનારો સમય જ દર્શાવશે કે કંપની વધારે ઓર્ડર સંભાળી શકે છે કે નહીં. ખાદ્ય અને આરોગ્ય અંગે એવું જોવા મળ્યું છે કે બેંગલુરુ જેવાં ટિઅર 1 શહેરોમાં સ્ટાર્ટઅપને તેની જરૂરીયાત અનુસારનો વેપાર મળી રહે છે. પરંતુ સ્ટાર્ટઅપ જ્યારે વિસ્તરણ કરે ત્યારે તેને તકલીફ પડવા લાગે છે.

લેખક- સિંધુ કશ્યપ

અનુવાદક- મનીષા જોશી

સ્ટાર્ટઅપ્સને લગતી વિવિધ માહિતી મેળવવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

સમાજસેવાના આશય સાથે 'રૉકિંગ' નવનીત મિશ્રા કોલ્ડ પ્રેસ્ડ જ્યુસ બનાવે છે!

હોમપ્રેન્યોર કે જેણે ઘરના રસોડાને જ ઓર્ગેનિક શોપની ફેક્ટરી બનાવી દીધું!

4 અભણ આદિવાસી મહીલાઓએ જંગલથી સીતાફળ લાવીને વેચવાનું શરૂ કર્યુ, કંપની બનાવી, ટર્નઓવર કરોડોમાં પહોંચ્યું!