શું તમે એક વર્ષની રજા લઇ બાઈક પર વર્લ્ડ ટૂર કરવા માગો છો? આ કપલ તમને જણાવે છે કેવી રીતે...

શું તમે એક વર્ષની રજા લઇ બાઈક પર વર્લ્ડ ટૂર કરવા માગો છો? આ કપલ તમને જણાવે છે કેવી રીતે...

Wednesday February 10, 2016,

4 min Read

image


એક યુગલ કે જેણે પોતાના બાઈક પર વિશ્વનો પ્રવાસ કર્યો તે જણાવે છે કે કેવી રીતે તમે પણ પ્રવાસ કરી શકો અને તેમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી શકે!

વેડિંગ ફોટોગ્રાફર તરીકે કામ કરતા મોનિકા મોઘે અને શારિક વર્મા તેમના ડ્રિમ વેકેશન પર હતા. ખરેખર જોવા જઈએ તો ઘણા લાંબા વેકેશન ઉપર. તેઓ દુનિયાના દરેક સ્થળો તેમના બાઈક ઉપર જ ફર્યા છે. આમ જોવા જઈએ તો ખરેખર સારો વિચાર લાગે પણ તેમને આ પ્રવાસોનું આયોજન કરવામાં, ફરવામાં અને મોટી બચત કરવામાં પાંચ વર્ષ લાગ્યા. તમે પણ આવું કંઈક વિચારી રહ્યા હોવ તો તમને પણ મદદ મળી શકે તેમ છે. આમ જોવા જાઓ તો તમે દર વખતે તમારા ફેસબુક સ્ટેટસમાં ફેરફાર કરતા રહો પણ તેનાથી તમારા ખિસ્સા પર પણ ભાર પડે. આ યુગલ જણાવે છે કે, એક વર્ષનું આયોજન કરેવી રીતે કરવું અને આર્થિક રીતે કેવી રીતે મેળ બેસાડી શકાય.

મોનિકા જણાવે છે,

"અમે પાંચ વર્ષથી આ ટૂરનું પ્લાનિંગ કરતા હતા. આ કોઈ ક્ષણિક નિર્ણય નહોતો. મોટાભાગના લોકો ખાસ કરીને ભારતમાં તેમના રોજિંદા કામમાં રચ્યા-પચ્યાં હોય છે, તેઓ ઈન્ફોટેઈન્મેન્ટ ચેનલ્સ પર કેટલાક ટ્રાવેલ પેકેજ અને ટ્રાવેલ શો જોતા હોય છે પણ આવા એડવેન્ચર પર જવાનું વિચારતા નથી કે જઈ શકતા નથી. તમે જ્યારે ઓનલાઈન પોર્ટલ દ્વારા બુક કરાવેલી હોટેલમાં રહેતા હોવ ત્યારે તમને સાચા સ્થળ જોવા મળતા નથી."
image


વિશ્વનો પ્રવાસ કરવો ખૂબ જ મહેનત માગી લેનારું કામ છે, ખાસ કરીને જ્યારે બાઈક પર જવાનું હોય. મોનિકા અને શારિક તેમના ટ્રાયમ્ફ ટાઈગર 800એક્સસી પર વિશ્વમાં ફર્યા અને તેમને વિશ્વાસ હતો કે આ બાઈક તેમને, તેમના સામાનને લઈને બધે જ જઈ શકશે. તેમણે બાઈકની બંને તરફ સોફ્ટ સેડલ બેગ્સ લગાવી હતી અને તેને ડ્રાય બેગ્સમાં રાખી હતી. અન્ય સામાનમાં અમારી પાસે પેલિકલ કેસ હતું. મોટાભાગે ફોટોગ્રાફર્સ અને સંગીતકારો દ્વારા તેમનો સામાન મુકવા માટે આવા કેસ વાપરવામાં આવે છે. આ સિવાયનો નાનો-મોટો સામાન ડફલ સ્ટાઈલની બેગમાં પેક કર્યો હતો જેને બંજી કોર્ડની મદદથી પેલિકન કેસ પર બાંધી દીધો હતો. આ સાહસ જિંદગીભરનું સંભારણું સાબિત થયું. આ યુગલ દરેકને જણાવે છે કે આવા સાહસમાં સુરક્ષા સાધનોનું ખાસ ધ્યાન રાખવું અને તેને હળવાશથી ન લેવું. આ કારણે જ તેમણે સારી ગુણવત્તાના હેલમેટ અને રાઈડિંગ ગીયર લીધા હતા.

તેમના માટે સૌથી મોટો પડકાર એક ખંડમાંથી બીજા ખંડમાં જવાનો અને ખાસ કરીને તેમની બાઈકને એર કાર્ગોમાં લઈ જવાનો હતો. મોટાભાગના દેશો આ માટે ‘કાર્નેટ ડિ પેસેજ’ જેવા કરાર માગતા હતા. તેનો અર્થ હતો કે ટ્રાવેલ માટે જે સાધન લાવવામાં આવે છે તે પરત લઈ જવામાં આવશે.

આવા પ્રવાસમાં મુખ્ય વાત એ આવતી હતી કે તેમાં પૈસાનું આયોજન કેવી રીતે થતું હતું? મોનિકા જણાવે છે કે, અમે જાતે જ અમારી ટુરને ફાઈનાન્સ કરી હતી. તેના માટે અમે પાંચ વર્ષ બચત કરી હતી. પ્રામાણિકતાથી વાત કરીએ તો તેના માટે મોટા બલિદાનો આપવાની જરૂર નથી પણ નાની નાની બચતો કરવીની જરૂર છે. તમારે માત્ર યોગ્ય પસંદગી કરવાની હોય છે. મોટી રેસ્ટોરાં કે હોટેલમાં વારંવાર ખાવાનું છોડવામાં આવે તો ટર્કિની રિટર્ન ટિકિટ આરામથી નીકળી જાય છે. તેમાં તમારે માત્ર છ કે આઠ વખત નહીં જવાનું. આપણે માત્ર માનસિકતામાં ફરેફાર કરવાનો છએ. તેઓ લોકો સાથે રહીને હોટેલનો ખર્ચ ઘટાડતા હતા.

image


આ યુગલ 33,000 કિમીનો પ્રવાસ કરી આવ્યું છે. તેઓ સિઝન પ્રમાણે કામ કરતા હોવાથી દર ચાર પાંચ વર્ષના આયોજનમાં વધુને વધુ દેશોનો સમાવેશ થઈ શકતો હતો. મોનિકાએ જણાવ્યું કે, અમારી બાઈકનું સતત પોલ્યુશન ચેક કરાવતા અને તેને યોગ્ય ઝડપે જ ચલાવતા જેથી યોગ્ય માઈલેજ મળતી રહે. તેનાથી માત્ર આર્થિક લાભ થતો હતો તેમ નહોતું, સાથે સાથે ઓછું પેટ્રોલ બળવાથી ઓછું પ્રદુષણ પણ થતું હતું. અમે લોકો યુઝ એન્ડ થ્રો વાળી પાણીની બોટલ, ડિશ, વાડકા કે અન્ય સામગ્રીનો ઉપયોગ નહોતા કરતા. અમે લોકો વારંવાર અમારી વોટરબોટલ ભરી લેતા અને યોગ્ય પેટેકવાળા ફૂડ ખરીદતા. અમે રિચાર્જેબલ બેટરીનો ઉપયોગ કરતા હતા. અમે અમારી સાથે શક્ય એટલા ઓછા સાધનો રાખ્યા હતા. અમે જંગલો અને અન્ય સ્થળનું સન્માન કરતા તથા તે જગ્યા ખાલી કરતી સમયે તેને શક્ય એટલી પહેલાની જેમ જ રાખવાનો પ્રયાસ કરતા.

image


આવી કેટલીક કપરી સ્થિતિમાંથી પસાર થવા દરમિયાન અને ફરવા દરમિયાન તેમનો સંબંધ કેવો રહ્યો. આમ જોવા જઈએ તો કોઈપણ યુગલ 24 કલાક 7 દિવસ એકબીજાની સાથે હોતું નથી. શારિક જણાવે છે,

"અમે અમારા ટેન્ટમાં સૂતા હોઈએ, જમીન પર સૂતા હોઈએ, કોઈને ત્યાં હોઈએ કે મોટા બેડ પર સૂતા હોઈએ સવારે એકબીજાને પ્રેમથી બોલાવીને અભિવાદન કરતા હતા. આ બાબત સૌથી વધુ અસરકારક હતી. કોઈ રાતે અમારે કોઈ બાબતે વિવાદ કે અસહમતી સધાઈ હોય છતાં સવારે તેની અસર રહેતી નહીં. મોનિકા માટે એક જ બાબત ખરાબ હતી કે તેણે મોટરસાઈકલ પર બૂમો પાડીને શારિક સાથે વાત કરવી પડતી કારણ કે હવા અને બાઈકનો અવાજ વધારે આવતો."

મોનિકા તેના શ્રેષ્ઠ અનુભવને યાદ કરતા કરે છે કે એક દિવસ તેઓ નોર્વેમાં ફેરી ઓફિસના વેઈટિંગ રૂમમાં સૂઈ ગયા હતા. તે દિવસો આંખ સામે આવે છે ત્યારે ઉન્માદ આવી જાય છે.

તો એકંદરે તેઓ સફળ પ્રવાસી રહ્યા છે. તેમણે હજી ઘણા દેશો ફરવાના બાકી છે. તેમણે પોતાના પહેલી વર્લ્ડ ટૂર પૂરી કરી ત્યારે કેટલીક ટિપ્સ જાણવા જેવી છે, તમારા રોજિંદા કાર્યો કરો, તેને છોડીને જતા ન રહો, સખત મહેનત કરો અને આયોજન કરો. એકંદરે જીવનભરની યાદગીરી બની રહેતા સાહસો માટે પણ મહેનત જોઈએ છે.


લેખક- બહાર દત્ત

અનુવાદ- રવિ ઈલા ભટ્ટ