એક એવા શિક્ષક જે દરરોજ તરીને સ્કૂલ જાય છે અને રજા પણ રાખતા નથી!

3

બાળકો માટે અભ્યાસ સૌથી મહત્વનો છે. આ માટે બે લોકોની ભૂમિકા સૌથી મહત્વની હોય છે. એક તો માતા-પિતા જે અભ્યાસ માટે પોતાના સંતાનોને પ્રોત્સાહિત કરે છે અને બીજી શિક્ષક કે જે બાળકોમાં અભ્યાસ માટે રસ ઉત્પન્ન કરે છે. સ્વાભાવિક છે કે બંનેમાંથી કોઈપણ પક્ષે જો ઉપરનીચે થયું તો પરિણામ સરખું જ આવવાનું છે કે, બાળકનું ભવિષ્ય જોખમાશે. આ પ્રેરણાને આત્મસાત કરી છે કેરળના મલ્લાપુરમ્ના પટિડટ્ટુમારીના મુસ્લિમ લોઅર પ્રાઈમરી સ્કૂલના ગણિતના 42 વર્ષીય શિક્ષક અબ્દુલ મલિકે. છેલ્લાં 20 વર્ષથી તેઓ તરીને સ્કૂલે જાય છે. તેમની પાસે બીજો એક વિકલ્પ છે સડકમાર્ગે જવાનો પણ 24 કિમીનો પ્રવાસ કરવાનો સમય બરબાદ કરવામાં તેઓ માનતા નથી. આ કારણે જ અબ્દુલ દરરોજ પોતાના ઘરેથી સ્કૂલ અને સ્કૂલથી પાછા ઘરે જવા નદીનો ઉપયોગ કરે છે. સૌથી મોટી વાત એ છે કે આજ સુધી તેમણે ક્યારેય રજા નથી લીધી.

તેઓ તરીને જાય છે તેનો સૌથી મોટો ફાયદો એ થાય છે કે લાંબી સડકયાત્રામાં થતો સમય બચી જાય છે અને ત્રણ બસો બદલવાની મથામણમાંથી બચી જવાય છે. આ તમામ કામગીરીમાં ખૂબ જ સમય બરબાદ થાય છે. ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું,

"હું શરૂઆતમાં સડકમાર્ગે જ જતો હતો. મારા એક સાથીની સલાહ બાદ મેં નદી તરીને આવવાનું શરૂ કર્યું. મારી સ્કૂલ ત્રણ તરફથી પાણીથી ઘેરાયેલી છે અને તેથી પરિવહનના અન્ય સાધનોનો ઉપયોગ કરવા કરતા તરીને જવું વધારે સરળ રહેતું હતું."

તે પોતાના કપડાં અને પુસ્તકોને એક પ્લાસ્ટિકની થેલીમાં નાખીને લઈ જતા. એક વખત નદી પાર કરીને તેઓ પોતાના કોરા કપડાં પહેરી લેતા અને સ્કૂલે જતાં.

આ ઉપરાંત અબ્દુલ પર્યાવરણપ્રેમી પણ છે. તે છેલ્લાં કેટલાક સમયથી નદીમાં થઈ રહેલી ગંદકીથી વિચલિત છે. તે હંમેશા પોતાના છાત્રોને તરવા માટે લઈ જતા અને વિદ્યાર્થીઓ પણ પોતાના આ શિક્ષકને ખૂબ જ પ્રેમ કરતા. નદી કિનારે પહોંચીને તેઓ પ્લાસ્ટિકની થેલીઓ, કચરો, તથા નદીની સપાટી પર વહેતો કચરો દૂર કરવાનું કામ કરતા. તે જણાવે છે, "આપણે આપણી નદીઓને પ્રદુષણની બચાવવી જોઈએ કારણ કે પ્રકૃતિ એ ઈશ્વરે ધરતીને આપેલી અમૂલ્ય ભેટ છે."


અનુવાદક- એકતા રવિ ભટ્ટ

Related Stories

Stories by YS TeamGujarati