પર્વતથી અડગ 'આસ્થા'ની સાહસિક સફર

પર્વતથી અડગ 'આસ્થા'ની સાહસિક સફર

Saturday January 23, 2016,

5 min Read

દિવસ રાત કામ કરતા ઉદ્યોગસાહસિકને પૂછવામાં આવે કે તેઓ રજાના દિવસો કેવી રીતે વિતવવા ઈચ્છે છે. તો મોટાભાગના લોકોનો જવાબ હશે કે તેઓ કોઈ એડવેન્ચર સ્પોર્ટસની મજા માણવા ઈચ્છશે. જેમ કે, પર્વતારોહણ, જમ્પિંગ, રાફ્ટીંગ, ટ્રેકિંગ કે પછી મેરેથોનમાં ભાગ લેવા ઈચ્છશે. પરંતુ સમયના અભાવના કારણે તેમજ સુરક્ષાના કારણે મોટાભાગના એડવેન્ચર સ્પોર્ટસ સપનામાં જ રહી જાય છે. પરંતુ હવે સ્થિતિ બદલાઈ છે. આ જ કારણ છે કે, અર્બન ક્લાઈમ્બર્સ જેવી સંસ્થાની સંસ્થાપક આસ્થા ચતુર્વેદી એડવેન્ચર સ્પોર્ટસને સંપૂર્ણ સુરક્ષા સાથે આયોજીત કરવા માટે એક મંચ તૈયાર કરી રહી છે. વાસ્તવમાં આજની પેઢી આઉટડોર ડેફિસિએટ ડિસઓર્ડર એટલે કે બહારના વિકારનો અભાવ અનુભવે છે. જે મોટાભાગે સમયના અભાવને કારણે વર્તાય છે. આસ્થાનો ઉદ્દેશ્ય લાઈફસ્ટાઈલ સાથે જોડાયેલી લોકોની મુશ્કેલીઓને દૂર કરવાનો છે. તેમની કંપની અર્બન ક્લાઈમ્બર્સ ગ્રાહકોને એડવેન્ચર સ્પોર્ટસનો અનુભવ કરાવવા માટે એક કદમ આગળ વધી, તેની પાસે જઈ તેમને સેવા પૂરી પાડે છે.

image


કેવી રીતે થઈ શરૂઆત?

આસ્થા એડવેન્ચરની દુનિયામાં નવી નથી. તે નાનપણથી જ ડોંગી ટ્રેકિંગ કરી રહી હતી. આસ્થા વર્ષ 2005થી વર્ષ 2009 સુધી યુએસમાં રહી, જ્યાં તેને પ્રથમ વખત અહેસાસ થયો કે ચઢાણ એટલે કે ક્લાઈબિંગને વ્યવસાય બનાવી શકાય છે. બસ ત્યારથી જ અર્બન ક્લાઈમ્બર્સનો વિચાર તેના મગજમાં ગૂંજયો.

વર્ષ 2012ના અંતમાં કંઈક એવું બન્યું કે આસ્થાએ ધ્યાન ભટકાવ્યા વિના પોતાની નોકરી પર ફોક્સ કરવાનું હતું, પરંતુ અર્બન ક્લાઈમ્બર્સનો વિચાર તેના મગજમાં હતો, તેથી તે પોતાની સારી એવી કોર્પોરેટ નોકરી છોડી આ ક્ષેત્રમાં આવી ગઈ, તે સમય હતો, ત્યારે આસ્થાને આ ક્ષેત્રમાં આગળ વધવાની ઈચ્છા સાતમા આસમાન પર હતી, અને આસ્થાએ આ દિશામાં કામ કરવાની શરૂઆત કરી દીધી. પરંતુ આસ્થા તે સમયે ખૂબ મોટો ઝટકો લાગ્યો કે જ્યારે એક મેરેથોન દોડની તૈયારી દરમિયાન તેના ઘુંટણની ઉપરનું હાડકું ભાંગી ગયું. આ ઘટનાને કારણે તે નિરાશામાં ધકેલાઈ ગઈ, પરંતુ તે ફરી ઉભી થઈ, અને કંઈક કરવાની વનાની મનમાં ગાંઠ વાળી લીધી. પોતાના ઘા સાથેના પગ સાથે જ તેણે મોટાભાગનો સમય બેડ પર પસાર કરતા કરતા જ અર્બન ક્લાઈમ્બર્સની રૂપરેખા તૈયાર કરી. તેની દ્ઢતા અને સંકલ્પની સાથે અર્બન ક્લાઈમ્બર્સને આખરે એપ્રિલ 2013માં અમલી બનાવી.

કેવી રીતે તૈયાર થયું કારોબારી મોડેલ?

અર્બન ક્લાઈમ્બર્સે પોતાના વિકાસ માટે એક બહુઆયામી રણનીતિ અપનાવી. કંપનીના મોટા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્સના લોકો અને સ્કૂલ્સ સાથે જોડી, તે ક્લબ્સ અને રિસોર્ટસમાં પણ સક્રિય છે, આસ્થાની કંપની મોટા કોર્પોરેટ સમૂહોને પોતાની સેવાઓ મામલે મદદ મળે છે. અમારો 'ઘ વોલ ઓફ લાઈફ નામનો એક કાર્યક્રમ છે, જ્યાં અમે ટ્રેઈનર્સની સાથે કામ કરવા આ કાર્યક્રમ દ્વારા મોટા કોર્પોરેટ સમૂહોને સેવાઓ આપીએ છીએ. આ ટીમ બિલ્ડિંગ સાથે જોડાયેલો પ્રોગ્રામ છે.

image


પડકારો

આસ્થા કહે છે,

“મહિલા હોવાને કારણે બિઝનેસ કરવો મુશ્કેલ નથી તો સરળ પણ નથી. તેના મુખ્ય પડકારોમાં વિક્રેતાઓનું સંચાલન પણ સામેલ છે. આ ક્લાસિક અનિયોજીત ક્ષેત્ર પુરુષોનો ગઢ છે. તમારુ કામ યોગ્ય રીતે થાય એ સુનિશ્ચિત કરવા માટે આ વિક્રેતાઓથી ડીલ કરતી સમયે સાવધાન રહેવું પડે છે.”

એક વખત યેલાગિરીમાં ઈંડસ સ્કૂલ ઓફ લિડરશીપમાં ચઢાણ કે દિવાલ તૈયાર કરવાનું કહ્યું. જેમાં એક હિલ સ્ટેશનમાં દિવાલ ઉભી કરવી ખૂબ મોટો પડકાર હતો. આ દરમિયાન લોકોએ સામાનની સાથે 20 દોરડા પણ લાવવાના હતા. આસ્થા કહે છે,

“સમયનું મેનેજમેન્ટ કોઈપણ ઉદ્યમી માટે ખૂબ મોટો પડકાર છે. અચાનક આપને અનેક કામો પર ફોકસ કરવું પડે છે. આપને શું શું કામ કરવાનું છે. શું નથી કરવાનું. આ તમામની એક સૂચિ તૈયાર થાય છે. એક બીજો પડકાર યોગ્ય લોકોને પોતાની સાથે જોડવા અને તેમની સાથે જોડાયેલા રાખવા.”

ટ્રેઈનર્સની સંખ્યા ખૂબ વધુ અને સારી છે. પરંતુ તેમને પણ ટ્રેઈનિંગની જરૂરીયાત છે. બોલચાલની રીત અને વ્યવહારની કુશળતા. આસ્થાનું ફોકસ એવા યુવા ઇન્ટર્ન અને વિદ્યાર્થીઓની ભરતી કરવા પર છે. જે પોતાની જિંદગીમાં કંઈક અલગ અને રોમાંચક કરવા ઈચ્છી રહ્યા હોય. કુશળ ટ્રેઈનર્સ માટે તેમણે એક ટ્રેઈનર મેનેજમેન્ટ પ્રોગ્રામ શરૂ કર્યો છે.

અત્યાર સુધીની સફર

આસ્થા કહે છે કે, તેની આ સફર ખૂબ જ રોમાંચક રહી છે. જેણે તેને સમગ્ર સમય દરમિયાન સક્રિય રાખી. આ ઉપરાંત ઘણું બધું શીખવા પણ મળ્યું છે. આગળ તે કહે છે,

“ભારતમાં કોઈપણ વ્યવસાય માટે જગ્યા બનાવવી ખૂબ મોટો પડકાર છે. અર્બન ક્લાઈમ્બર્સએ એક બ્લિડિંગના બેકાર ભાગને સારી રીતે ઉપયોગમાં લીધો, અને સમસ્યાનું સમાધાન મેળવ્યું. ચઢાણ માટેની જગ્યા તૈયાર કરવા માટે અમને થોડા પૈસા, સમય અને મહેનત લાગી.”

આ એક સાચી દિશામાં યોગ્ય પગલું કદમ સાબિત થયું. અને તેણે અમારા ભવિષ્યના દરવાજા ખોલી દીધા.

image


કંપનીને અનેક લોકો પાસેથી મદદ મળી, જેમાં આસ્થાના મિત્રો પણ સામેલ છે. સાથે જ ચઢાણ કરવાવાળા, કંપનીને ઓળખનારાઓ, અને ભારતની બહાર રહેલા લોકો પણ. જેણે આસ્થાના કામને જાણ્યું અને સમજ્યું.

ભવિષ્યની યોજનાઓ

અત્યાર સુધીમાં કંપની 10 દિવાલો તૈયાર કરી ચૂકી છે, અને ભવિષ્યમાં ઘણું બધું કરવાની યોજના છે. હાલ અર્બન ક્લાઈમ્બર્સ સ્કૂલ્સ સાથે કામ કરી રહી છે અને તેનું હવે પછીનું લક્ષ્ય ચઢાણ ચઢનારા ઝાબાંઝો માટે મંચ તૈયાર કરી તમામને સંગઠીત કરવાનું છે.

અર્બન ક્લાઈમ્બર્સ પાસે પોતાના ગ્રાહકોની જરૂરીયાત અને ખર્ચ કરવાની ક્ષમતા અનુસાર ઉત્પાદન અને સેવાઓ છે. જે તેને અન્યથી અલગ બનાવે છે. આસ્થા કહે છે કે, જો કોઈ ગ્રાહક દિવાલ ખરીદવા ઈચ્છે તો અમારી પાસે એવા જાણકારો છે કે જે દિવાલ તૈયાર કરી આપે, અને જો ગ્રાહકોની સંખ્યા વધુ હોય તો અમારી પાસે તેમના માટે અલગ અલગ મોડેલ્સ પણ છે.

આગળ તે કહે છે કે, અમારી કંપનીમાં 2 કરોડ રૂપિયાનું રોકાણ થવાની આશા છે. પરંતુ હાલ અમે રોકાણકારોની ઈચ્છા અનુસાર જ અમારી યોજના તૈયાર કરી રહ્યા છીએ.

એક ડેનિશ કહેવત અનુસાર, સૌથી મુશ્કેલ બાબત, પહાડ પર ચઢાણ કરવાને માનવામાં આવે છે. તો તમે રાહ શેની જોઈ રહ્યા છો? તૈયાર થઈ જાઓ અને શરૂ કરી દો ચઢાણ.

વેબસાઈટ


લેખક- તન્વી દુબે

અનુવાદક- YS ટીમ ગુજરાતી