હોમપ્રેન્યોર કે જેણે ઘરના રસોડાને જ ઓર્ગેનિક શોપની ફેક્ટરી બનાવી દીધું!

હોમપ્રેન્યોર કે જેણે ઘરના રસોડાને જ ઓર્ગેનિક શોપની ફેક્ટરી બનાવી દીધું!

Friday May 20, 2016,

3 min Read

સંશોધનોએ 40 વર્ષના રુચી કંવરને હોમપ્રેન્યોર બનાવી દીધા જે પોતાના રસોડામાં જ ઓર્ગેનિક સાબુ તૈયાર કરે છે.

image


હલ્દી-બેસન, નીમ અને એલોવેરા ઉપરાંત કોફી સોપ્સ પણ કંવર બનાવે છે. આ ક્ષેત્રમાં આગળ વધવા કંવરે પોતાની મીડિયા ઈન્ડસ્ટ્રીની જોબ છોડી દીધી અને આજે 100 પ્રકારના સ્કીન ફ્રેન્ડલી ઓર્ગેનિક સોપ્સ તૈયાર કરે છે. મોટાભાગના થોડા સમય પહેલાં નોઈડાના ડીએલએફ મોલ ખાતે યોજાયેલા ધ ક્રાફ્ટ ફેસ્ટિવલમાં જોવા મળ્યા હતા.

તે જણાવે છે , 

"માતૃત્વ જીવન પરિવર્તક અનુભવ હોય છે પણ તેમાં મારો મોટાભાગનો સમય જતો રહેતો હતો. આ કારણે મેં હોમપ્રેન્યોર બનવાનું નક્કી કર્યું અને મેં સોપ્સ મેકિંગ પર કેટલાક કોર્સ કર્યા અને બ્રાન્ડેડ સોપ્સ કેવી રીતે બને છે તેની મેં પૂરતી તાલિમ લઈ લીધી પણ હું મારી કૂકિંગ સ્કિલના આધારે ઓર્ગેનિક સોપ્સ બનાવવા માગતી હતી. આપણે સ્કિનકેર પ્રોડક્ટ પર હજારો રૂપિયા ખર્ચ કરીએ છીએ. સમગ્ર વિશ્વમાં બધું ઓર્ગેનિક થવા તરફ વધી રહ્યું છે તો સાબુ કેમ નહીં. કૂકિંગમાં મને વધારે રસ હોવાથી મેં તેની આવડતના આધારે સાબુ બનાવ્યા. ભોજનમાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ફાયદાના આધારે મેં કિચનમાં જ તમામ સાબુ તૈયાર કર્યા."

ધ ક્રાફ્ટ ફેસ્ટિવલનું આયોજન ક્રાફ્ટલી દ્વારા થાય છે, જે ઓનલાઈન ખરીદ-વેચાણ કરતા લોકો, કંવર જેવા સાહસિકો, નાના ઉદ્યોગકારો, નાના રિટેલ વેપારીઓ, પ્રાસંગિક વેચાણ કરનારા અને કસ્ટમર ટુ કસ્ટમર વેચાણ કરનારા લોકોને પ્લેટફોર્મ પૂરું પાડે છે. આ રીતે તેઓ ઓનલાઈન અને ઓફલાઈન લોકો સાથે જોડાય છે. આ સાઈટ કોઈપણ વ્યક્તિને, હોબી સેલર્સ અને દુકાનદારોને તેમની પોતાની માઈક્રોબ્રાન્ડ શોપ ખોલવાની તક આપે છે, તેમની વિવિધ પ્રોડક્ટ વેચે છે અને પેમેન્ટ સ્વીકારે છે.

આ ફેસ્ટિવલમાં આ પ્રકારના 30 જેટલા સેલર્સ હતા જે કપડાં, શુઝ, બેગ, એસેસરિઝ, વેસ્ટમાંથી બેસ્ટ હેન્ડીક્રાફ્ટ વગેરે વસ્તુઓ વેચતા હતા. સોસાયટી ફોર ચાઈલ્ડ નામના એનજીઓના સભ્યો દ્વારા વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવામાં આવી હતી તેને પણ ઓનલાઈન સેલિંગ પ્લેટફોર્મ પર મૂકવામાં આવી હતી.

20 વર્ષની માર્કેટિંગ મેનેજનર છે તે જણાવે છે,

"અમે લોકો વેસ્ટમાંથી બેસ્ટ પ્રોડક્ટ બનાવીએ છીએ. અમે લોકો મંદિરોમાંથી ફુલો લઈને અગરબત્તી બનાવીએ છીએ, જૂની કેસેટમાંથી પેનહોલ્ડર અને ન્યૂઝપેપરમાંથી બેગ બનાવીએ છીએ. ક્રાફ્ટલી દ્વારા અમને મંચ પૂરું પાડવામાં આવ્યું છે જ્યાં અમે અમારી પ્રોડક્ટ સરળતાથી વેચી શકીએ છીએ."

ક્રાફ્ટલી મોબાઈલ એપ રીઅલ ટાઈમ કામ કરે છે અને અન્ય સેલિંગ પ્લેટફોર્મ કરતા વધારે સારી રીતે કામ કરે છે. તેના દ્વારા સાઈનઅપ કરીને એક-કે બે વસ્તુઓ પણ વેચી શકાય છે. ક્રાફ્ટલીના સહસ્થાપક અને સીઈઓ સાહિલ ગોયલ જણાવે છે,

"અમે લોકો એક જ વાત માનીએ છીએ કે કોઈ એક કે બે વસ્તુ પણ ઓનલાઈન વેચવા માગતી હોય તો તે અમારા એપ દ્વારા કરી શકે છે. આ મુદ્દે જ અમે અન્ય એપ કરતા વધારે સારી રીતે કામ કરી શકીએ છીએ. અમાર વચ્ચે આ જ મોટો તફાવત છે."

ડિજિટાઈઝેશન માટે પિટ્સબર્ગ ખાતેની પોતાની નોકરી છોડનાર ગોયલ જણાવે છે કે, તેને ડિજિટલ માર્કેટમાં ભારતની ક્ષમતા પર વિશ્વાસ છે. ગોયલ વધુમાં જણાવે છે કે, આવા ફેસ્ટિવલ કરવાનો આશય ગ્રાહકો સુધી સીધી રીતે પહોંચવાનો અને અમારી સેવાઓ પહોંચાડવાનો છે.

લેખક- PTI

ભાવાનુવાદ - રવિ ઈલા ભટ્ટ

વધુ હકારાત્મક સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો

આ સંબંધિત વધુ સ્ટોરીઝ વાંચો:

ગુજરાતની કિંજલનું ફૂડ સ્ટાર્ટઅપ ItsPotluck.com, US અને ઇન્ડિયાના ફૂડ બ્લોગર્સ, હોમ કૂક્સમાં બન્યું લોકપ્રિય

ભારતના પ્રાચીન અને છુપાં રહસ્યોને કેમેરામાં કંડારતા અનુ મલ્હોત્રા

રાસાયણિક પ્રોડક્ટ્સથી ખુદને બચાવો, ‘રસ્ટિક આર્ટ’ અપનાવો!