પૈસા કમાવાની લાલચમાં ન છોડ્યો શોખનો સાથ, આજે એ જ શોખે બનાવી સફળ ઉદ્યોગસાહસિક, 'રચના'ત્મકતાની સુખદ સફર!

0

‘ઈતની શિદ્દત સે મૈંને તુજે પાને કી કોશિશ કી હૈ, કિ હર ઝર્રેને મુજે તુજસે મિલાને કી સાજિશ કી હૈ.’ એક ફિલ્મમાં જાણીતા અભિનેતા શાહરુખ ખાન દ્વારા બોલાયેલી આ પંક્તિઓ ખરેખર એ સમજાવવા પ્રયોગમાં લેવાય છે કે જો તમારી અંદર કોઈ વસ્તુ માટે ઝનુન હોય તો સમગ્ર દુનિયા તે વસ્તુને તમારા સુધી લાવવા માટે કંઈપણ કરી શકે છે.

વાસ્તવિક જીવનમાં પણ આ સિદ્ધાંત લાગુ થાય છે અને રચના પ્રભુ તેનું જીવંત ઉદાહરણ છે.

એક ઉદ્યોગસાહસિક અને 'ડૂડલ ડૂ'ના સ્થાપક રચના પ્રભુ તે સમયથી ડ્રોઈંગ કરતા આવ્યા છે જ્યારે તે પેન્સિલ પકડી પણ શકતા નહોતા. ડ્રોઈંગ અંગે તે પોતાના અત્યાર સુધીના સફર અંગે જણાવે છે, 

"મેં ક્યારેય તેના માટે કોઈ ઔપચારિક તાલિમ નથી લીધી. સ્કૂલમાં હતી ત્યારે હું ખાવાની વસ્તુઓના બદલે મિત્રો માટે ડ્રોઈંગ કરવા ઉપરાંત મારા પુસ્તકોમાં ડૂડલ પણ બનાવતી હતી. મારા માતા-પિતાએ હું નાની હતી ત્યારથી હંમેશા મને પ્રોત્સાહન આપ્યું છે. આટલા વર્ષો દરમિયાન મેં અલગ અલગ શૈલીઓનો પ્રયોગ કર્યો છે. ઉંમરના 20મા વર્ષે પહોંચ્યા પછી મને ખ્યાલ આવ્યો કે હું ચિત્રોની એવી કળા પ્રાપ્ત કરી શકી છું જે મારા માટે સાવ નવી હતી અને ત્યાર બાદ મેં તેને કાયમી રીતે અપનાવી લીધી."

તેમનો એક ઓનલાઈન સ્ટોર છે. તે ઉપરાંત તેઓ બજારમાં પોતાના ગ્રાહકોને સીધા જ મળવાનું પસંદ કરે છે. તેઓ જણાવે છે કે, તેના ફળ સ્વરૂપે તેમને વેચાણ મુદ્દે સારા પરિણામ જોવા મળે છે.

કુર્ગ સાથે જોડાયેલી આ 29 વર્ષીય મહિલા મૈસૂરના પોતાના ઘરના જ સ્ટૂડિયોમાં કામ કરે છે. તેમના માતા-પિતા કરેળમાં રહેતા હતા અને તેમણે પોતાના પ્રારંભિક વર્ષો ઉટીની એક બોર્ડિંગ સ્કૂલમાં પસાર કર્યા હતા. બે વર્ષ પછી તેમના લગ્ન થઈ ગયા અને તે મૈસૂર આવી ગઈ.

રચનાએ બિઝનેસ મેનેજમેન્ટમાં સ્નાતકની ડિગ્રી મેળવ્યા ઉપરાંત બેંગ્લુરુમાં માસ કોમ્યુનિકેશનનો પણ અભ્યાસ કર્યો છે. તે જણાવે છે,

"જર્નાલિઝમના અભ્યાસ દરમિયાન એક દિવસ મારા પ્રોફેસરે મને પૂછ્યું કે, શું હું કોલેજની માસિક પત્રિકામાં કેટલીક વાર્તાઓનું ઈલસ્ટ્રેશન બનાવી શકીશ? ત્યાર પછી સ્થિતિ બદલાઈ ગઈ અને મને એ વાતનો અનુભવ થયો કે હું પોતાના ઈલસ્ટ્રેશન સાથે બીજું ઘણું કરી શકું છું."

ત્યારબાદ તેમણે બેંગ્લુરુની એક પીઆર કંપની સાથે પોતાની પહેલી નોકરીની શરૂઆત કરી અને તે દરમિયાન તેઓ ધીમે રહીને સ્થાનિક પ્રકાશકોને એ આશાએ ઈમેલ કરતા રહેતા કે તેમને બાળકોના મેગેઝિન માટે એક ઈલસ્ટ્રેટર તરીકે કામ મળી જાય. હું આ બાબતે ઘણી નસીબદાર હતી કે દેખાડો કરવા માટે કલાના કોઈ પોર્ટફોલિયો ન હોવા છતાં એક પ્રકાશકે મારા કામ અને મારી આવડતમાં રસ દાખવ્યો. ત્યારપછી મેં ક્યારેય પાછું વાળીને જોયું નથી.

સમયની સાથે ટેકનિક દ્વારા કામ કરવાની પ્રક્રિયા અને તેના સાધનોમાં ફેરફાર લાવી દીધો. હવે તેમને પોતાનું કામ ડિજિટલ રીતે કરવાનું કહેવામાં આવ્યું. સખત મહેનતથી પ્રાપ્ત થતી સફળતાથી ગૌરવ અનુભવતા રચના જણાવે છે,

"એ વાત સાચી છે કે તે સમયે હું કોઈપણ સોફ્ટવેર પર કામ કરવાનું નહોતી જાણતી અને એવામાં મેં યૂટ્યૂબની મદદથી ફોટોશોપ શીખવાનું પસંદ કર્યું અને એક ઈલસ્ટ્રેટર તરીકે હું રાતપાલીની નોકરી કરવા લાગી અને તે વર્ષે મેં બાળકોના ત્રણ પુસ્તકોના ઈલસ્ટ્રેશન તૈયાર કર્યા. ત્યાર પછી મને ક્યારેય મુશ્કેલી નડી નથી. ઈન્ટરનેટ મારા માટે શીખવાનું સૌથી મોટું સાધન હતું પણ જેટલું હું જાણતી હતી જેટલું હું જાતે શીખી છું તેનું મારી સફળતામાં વધારે યોગદાન છે."

રચના પોતાની નોકરીઓ બદલતા રહ્યા હતા અને તેમણે એક સિન્ડિકેશન ફર્મ સાથે કામ કરવાનું શરૂ કરી દીધું અને ત્યારપછી તેઓ એક આઈટી ફર્મ સાથે કોર્પોરેટ કોમ્યુનિકેશન પ્રોફેશનલ તરીકે જોડાયા. તેમણે ડ્રોઈંગનો સાથ છોડ્યો નહોતો. આ દરમિયાન તેમણે 9 થી 5ની નોકરી ઉપરાંત ડ્રોઈંગ કરવાની સાથે કમિશનનું કામ કરતા હતા. બે વર્ષ પહેલાં સુધી તેઓ એક ઈલસ્ટ્રેટર તરીકે રાતે અને વિકેન્ડમાં કામ કરતા હતા.

લગ્ન અને તેમના પતિએ તેમની આ સ્થિતિ બદલી નાખી. તેઓ જણાવે છે,

"હું તેના માટે મારા મદદગાર પતિને ખૂબ જ અભિનંદન આપું છું કે, હું એક ફુલટાઈમ ફ્રિલાન્સર ઈલસ્ટ્રેટર તરીકે પોતાની જાતને વિકસાવવા ઉપરાંત ડૂડલ ડૂની સ્થાપના કરી શકી. આ મારા જીવનનો અત્યાર સુધીનો સૌથી સારો નિર્ણય હતો."

હાલમાં રચના એકલા જ ડૂડલ ડૂનું સંચાલન કરે છે. આર્ટવર્ક તૈયાર કરવાથી માંડીને ઈમેલના જવાબ આપવા, ઓનલાઈન ઓર્ડર પર નજર રાખવી અને ઉત્પાદનોનું પેકેજિંગથી માંડીને તેને ગ્રાહકો સુધી પહોંચડાવાનું કામ રચનાની દેખરેખ હેઠળ જ થાય છે. તેમને કોઈપણ ઈલસ્ટ્રેશન તૈયાર કરવામાં એક કલાકથી માંડીને કેટલાક દિવસો પણ લાગી જાય છે.

રચના માટે પ્રારંભિક સફર એટલી સરળ નહોતી કારણ કે તેમણે એક વ્યવસાય કેવી રીતે શરૂ કરવો અને તેનું સંચાલન કેવી રીતે કરવું તેનો અનુભવ કે માહિતી નહોતી. શરૂઆતમાં તેમના માટે એક વ્યવસાયને સ્થાપિત કરવાનું સૌથી કપરું હતું.

"હું પોતાના ઉત્પાદનોમાં ઉપયોગમાં લેવાનારા આર્ટવર્ક બાબતે પણ શંકાશીલ હતી કારણ કે મને તેનો કોઈ અંદાજ નહોતો કે સામાન્ય લોકો તેને કેવી રીતે સ્વીકારશે. એક વખત મારા દ્વારા આયોજિત કરવામાં આવેલા એક એક્ઝિબિશને મારા તમામ સવાલોનો જવાબ આપી દીધો અને મારી તમામ શંકાઓ સરી ગઈ. ગ્રાહકોના પ્રસન્ન ચહેરા અને તેમની સકારાત્મક પ્રતિક્રિયાઓ દ્વારા મને આભાસ થયો કે મારી શરૂઆત બરાબર છે. ઈન્ટરનેટ મારો સૌથી સારો મિત્ર સાબિત થયો અને સોશિયલ મીડિયા. ખાસ કરીને ફેસબુક દ્વારા મારો ઓનલાઈન સ્ટોર હવે એક વર્ષ પૂર્ણ કરી ચૂક્યો છે."

તે વધુમાં જણાવે છે,

"મને આશા છે કે કોઈપણ સાહસી અથવા ફ્રિલાન્સ કલાકાર માટે શરૂઆતના મહિના અથવા વર્ષો પડકાર ભરેલા હોય છે. સમય જતાં તમામ વસ્તુઓ પોતાનું સ્થાન નક્કી કરી જ લે છે અને મારી સાથે તો તેવું બન્યું જ છે. ત્યાર પછી એક એવું કામ થઈ જાય છે જેને તમે પ્રેમ કરવા લાગો છો."

રચના ખુશ અને સંતુષ્ટ છે અને તે પોતાના કામનો સંપૂર્ણ આનંદ માણી રહી છે. આવનારા નજીકના ભવિષ્યમાં તેમનું કહેવું છે,

"હું મારા ઓનલાઈન સ્ટોરમાં કંઈક નવા ઉત્પાદનોનો ઉમેરો કરવાની છે. તે ઉપરાંત હું કેટલાક નવા સહયોગીઓ અને સારા આર્ટિસ્ટની શોધમાં છું જે મારી સામે કલાકાર તરીકે નવો પડકાર ઉભો કરી શકે."

તેમને અત્યાર સુધી મળેલી સકારાત્મક પ્રતિક્રિયા તેમને પ્રેરિત કરે છે. તે તેમને આત્મવિશ્વાસ પ્રદાન કરતા આગળ વધવા માટે પ્રેરિત કરે છે. તે પોતાના જેવા અન્ય સાહસિઓને સલાહ આપતા જણાવે છે,

"મને માત્ર એ વાતનો પૂરો વિશ્વાસ છે કે, તમારે ખરેખર સખત મહેનત કરતા શાંત રહેવું જોઈએ કારણ કે તેના માટે એવા ગ્રાહકોનો આધાર તૈયાર કરવામાં સમય લાગે છે જેને તમારા ઉત્પાદનો પસંદ છે અને જે ખરેખર તમારા કામનું સમર્થન કરે છે."


લેખિકા- તન્વી દુબે

અનુવાદક- YS ટીમ ગુજરાતી

મહિલા ઉદ્યોગસાહસિકોને લગતી અન્ય સ્ટોરીઝ વાંચવા Facebook પર અમારી સાથે સંપર્ક રહો

Related Stories