પ્રોજેક્ટ ડેફીએ સાબિત કરી દીધું છે કે વિદ્યાર્થીઓ શિક્ષકો વિના પણ અભ્યાસ કરી શકે છે અને તેમની જિજ્ઞાસા જ શિક્ષણનો પાયો બની શકે છે
બેંગલુરુથી લગભગ એક કલાકની સફર ખેડો તો બંજારપાલ્યા નામનું નાનું ગામ આવે છે. અહીં બે વર્ષ અગાઉ પ્રોજેક્ટ ડેફી (ડિઝાઇન એજ્યુકેશન ફોર યૂ) શરૂ થયો હતો. ચોક્કસ, પ્રોજેક્ટ ડેફી એટલે એક એવી સ્કૂલ જેમાં કોઈ શિક્ષક નથી. તમને નવાઈ લાગશે કે સ્કૂલ છે, પણ શિક્ષકો નથી. પણ આ હકીકત છે. તે સંપૂર્ણપણે ઇન્ટરનેટ અને સ્થાનિક સ્વયંસેવકોની મદદથી ચાલે છે.
સુગતા મિત્રાની પ્રસિદ્ધ ‘હોલ ઇન ધ વોલ’ પહેલમાથી પ્રેરણા મેળવીને શરૂ થયેલા આ પ્રોજેક્ટમાં ગ્રામીણ યુવાનોને શિક્ષણ આપવામાં આવે છે. તેમાંથી ઘણાં યુવાનો ઇન્ટરનેટનો ઉપયોગ કેવી રીતે કરવોથી લઈને હાઇ-ટેક ઉત્પાદનો બનાવવાનું શીખ્યાં છે. પ્રોજેક્ટ ડેફીની સ્થાપક ટીમ છે – અભિજીત સિંહા, મેઘા ભગત, અરવિંદ બદરીનારાયણન. તેમનું માનવું છે કે શિક્ષક વિના સ્વતંત્ર શાળામાં વિદ્યાર્થીઓ વધુ મોકળાશ અનુભવે છે અને શિક્ષકો પણ કશું નવું શીખી શકે છે.
ડેફીના શરૂઆતના એક વિદ્યાર્થી કુશળ કુમાર છે. તેઓ અત્યારે કાગ્ગલીપુરા ગામમાં આવી જ સ્કૂલ ચલાવે છે. તેમણે હૈદરાબાદમાં ક્રાઉડ પ્રોડક્ટમાં વિદ્યાર્થીઓએ બનાવેલી ચીજવસ્તુઓ પ્રસ્તુત કરી હતી. તેમાં ટ્રેશ, અર્ડુઇનો બોર્ડ, વીડિયો ગેમ્સ, ઓછા ખર્ચના વોટર હિટર્સ, વેજીટેબલ કટર્સ, સોલર એન્જિન, એલઇડી ફ્લેશર્સ, સીક્યોરિટી સિસ્ટમ વગેરે સામેલ છે. હવે આ વિદ્યાર્થીઓ આરસી ઇલેક્ટ્રિક કાર, ક્વેડકોપ્ટર્સ અને એક્વાપોનિક્સની આસપાસના સોલ્યુશન જેવા ઉત્પાદનો બનાવવા આતુર છે.
પ્રોજેક્ટ ડેફી ચાલુ વર્ષે માટે કેટલાંક પ્રોજેક્ટ ધરાવે છે, જેમાં વધુ ગ્રામીણ સ્કૂલ શરૂ કરવી અને સમુદાયના મેનેજર્સ માટે તાલીમ કાર્યક્રમોનું આયોજનથી લઈને મોબાઇલ ટ્રક વિકસાવવાની યોજના સામેલ છે. ટીમ ઘાના, યુગાન્ડા અને કેન્યા જેવા દેશોમાં આવી જ સ્કૂલ શરૂ કરવાની શક્યતાઓ ચકાસે છે. આગામી છ મહિનાઓમાં આ લક્ષ્યાંકો પૂર્ણ કરવા પ્રોજેક્ટ ડેફીએ રૂ. 5 લાખનું ભંડોળ ઊભું કરવા (અંદાજે 7,350 ડોલર) ક્રાઉડ ફંડિંગ અભિયાન શરૂ કર્યું છે.
મારી પ્રોજેક્ટ ડેફીના 24 વર્ષીય સ્થાપક અને ડિરેક્ટર અભિજીત સિંહા સાથે મુલાકાત થઈ હતી. મેં તેમની પાસેથી સ્ટોરી સાંભળી હતી. અભિજીતનો જન્મ મુંબઈમાં થયો હતો. તેમને બહુ મોંઘી ન હોય તેવી શાળામાં અભ્યાસ માટે મૂકવામાં આવ્યાં હતાં, જ્યાં ધનિક અને ગરીબ એમ બંને પરિવારના બાળકો એકસાથે ભણતા હતા. તેમના શાળાના દિવસો તેનો સોનેરી સમય હતો, જ્યાં શિક્ષકો વિદ્યાર્થીઓને પ્રશ્રો પૂછવા અને વ્યવહારિક અનુભવ મેળવવા શાળાની બહાર લઈ જતાં હતાં.
જોકે પછી તેમને એન્જિનિયરિંગ કોલેજમાં સંપૂર્ણપણે વિપરીત અનુભવ થયો હતો. અહીં કોઈ પ્રશ્રો પૂછતાં જ નહોતા. તેમના કહેવા મુજબ, તેઓ અતિ નિર્ભર હતા અને તેમના પર ઘણાં નિયંત્રણો હતા. છેવટે અભિજીતે 31 ડિસેમ્બર, 2013માં યુનિવર્સિટી છોડી દીધી.
પછી અભિજીત બંજારપાલ્યા ગામમાં આવ્યાં હતાં અને સામાજિક સંગઠન સાથે કામગીરી શરૂ કરી હતી. તેમને કેટલાંક કમ્પ્યુટર આપવામાં આવ્યાં હતાં અને તેમણે બાળકોને તેમાં ગેમ રમવાનું કહ્યું હતું. તેમણે ગેમ કેવી રીતે રમવી એ વિશે જણાવ્યું નહોતું. પણ ટૂંક સમયમાં દરેક બાળકને ગેમ રમતા આવડી ગઈ હતી. પછી તેમને અહેસાસ થયો હતો કે આ બાળકોને અંગ્રેજી આવડતું નથી કે તેમણે ક્યારેય કમ્પ્યુટરનો ઉપયોગ કર્યો નહોતો. તેમનો ઉત્સાહ જ નવી બાબતો શીખવામાં મદદરૂપ છે.
પછી તેઓ વધુ સાધનો લઈ આવ્યાં હતાં – સ્ક્રૂડ્રાઇવર્સ, એલઇડી, હથોડી વગેરે. તેમાંથી વિદ્યાર્થીઓએ રોબોટ અને કૂતરાંઓ માટે બોલ ફેંકવાના મશીનો જેવી ચીજવસ્તુઓ બનાવી હતી. તેમણે વિદ્યાર્થીઓનો ઇન્ટરનેટનો ઉપયોગ કરવાનું અને પોતાની રીતે રસની સામગ્રી શોધવાનું શીખવ્યું હતું. પછી તેમણે તેમની હાજરી વિના સ્કૂલને વિદ્યાર્થીઓને ભરોસે ચાલવા દેવાનો નવતર પ્રયોગ કર્યો હતો. અત્યારે લગભગ એક વર્ષ પછી સ્કૂલમાં કોઈ શિક્ષક નથી અને સ્કૂલ ચાલે છે.
પ્રોજેક્ટ ડેફીની પહેલ અને વિસ્તરણ યોજના દુનિયાને પરંપરાગત શિક્ષણનો શ્રેષ્ઠ વિકલ્પ આપવા ઇચ્છે છે. વળી તેઓ સાબિત કરવા માગે છે કે શિક્ષકો વિના પણ વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી શકે છે. તેઓ 'શિક્ષકો વિનાની સ્કૂલ'ના આ મોડલને સમગ્ર ગ્રામીણ ભારતમાં લાગુ કરવા ઇચ્છે છે. તેઓ દુનિયાના અન્ય વિકાસશીલ દેશોમાં પણ તેનો અમલ કરવા ઇચ્છે છે. તમે અભિજીતને ક્રાઉડફંડિંગ કરીને મદદ કરી શકો છો.
લેખક પરિચય- વિનય ડોરા
વિનય ડોરા ડિજિટલ બિઝનેસ, ઓપન સોર્સ, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ અને ક્રાઉડફંડિંગમાં બેકગ્રાઉન્ડ ધરાવે છે. તેઓ સ્ટાર્ટઅપ અને યાહૂ જેવા કોર્પોરેશન સાથે કામ કરે છે. વિનય ભારત, ચીન, યુરોપ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં રહે છે. નવરાશની પળોમાં તેઓ સ્કવોશ રમે છે.
અનુવાદક- કેયૂર કોટક
વધુ હકારાત્મક અને પ્રેરણાદાયક સ્ટોરીઝ વિશે Facebook પર અમારી સાથે સંપર્કમાં રહો
આ સંબંધિત સ્ટોરીઝ વાંચો:
ગરીબ અને અસહાય વિદ્યાર્થીઓનો સહારો ‘સુપર 30’ આનંદકુમાર
ફક્ત 13 વર્ષનો ‘અમન’ પોતાની જ ઉંમરના બાળકોના જીવનમાં ‘શિક્ષણ’થી લાવી રહ્યો છે પરિવર્તન!
Related Stories
March 14, 2017
March 14, 2017
March 14, 2017
March 14, 2017
March 14, 2017
March 14, 2017
Stories by YS TeamGujarati