તમારી અંદર રહેલા ‘બેવકૂફ’ને બહાર લાવશે આ ‘Comedy Queens’!

તમારી અંદર રહેલા ‘બેવકૂફ’ને બહાર લાવશે આ ‘Comedy Queens’!

Thursday November 19, 2015,

7 min Read

“હે ભગવાન!તુ એક સ્ત્રી છે અને તું કેવી રીતે બીજાને હસાવી શકે છે?” લોકોની કંઇક આવી જ પ્રતિક્રિયાઓ સાંભળીને ભારતની બે ઉભરતી યુવા હાસ્ય કલાકર ઋચા કપૂર અને સુમુખીએ આજે આ પુરુષ પ્રધાન સમાજમાં પોતાની એક અલગ ઓળખ બનાવી છે.

“એ વિચારીને ખૂબ જ સારું લાગે છે કે મહિલાઓ માત્ર રસોઈ જ નથી બનાવતી પણ લોકોને હસાવી પણ શકે છે.”

“તું એટલી મજાકિયા સ્વભાવની છે કે તને હું કૉફી પર જ ના બોલાવી શક્યો! અને હવે તને હસાવવાની જવાબદારી મારી છે?”

આ કેટલીક એવી વાતો છે જે ઋચા અને સુમુખીને સાંભળવા મળતી હોય છે. જોકે, સુમુખીને તો મેટ્રીમોનિયલ પ્રોફાઈલથી એક મેસેજ પણ મળ્યો કે જેમાં લખ્યું હતું કે તે પોતાના પરિવારમાં એક એવી વ્યક્તિ ઈચ્છશે જે સૌનું મનોરંજન કરી શકે.

image


તેમની આ સફર જાણવા માટે ઉત્સાહિત મહિલાઓને તે જણાવે છે કે આ એક એવો રસ્તો છે જ્યાં મહિલાઓના પગલા ભાગ્યે જ પડ્યા છે, લોકોને લાગે છે કે મહિલાઓ લોકોને હસાવી શકતી નથી. બસ, આ જ ધારણા તોડવા માટે તેમણે આ રસ્તા પર આગળ જવાનું નક્કી કર્યું. આ દરમિયાન કેટલાક એવા લોકો મળ્યા જે ઘણાં અલગ હતા, પરંતુ તેમનમાં કંઇક અલગ પ્રકારની સમાનતાઓ હતી.

કેવી રીતે થઇ ઋચા અને સુમુખીની મુલાકાત?

ઋચા અને સુમુખીની મુલાકાત એક કેન્દ્રિય મંચ ‘ધ ઇમ્પ્રૂવ’ના એક સામાન્ય કૉમેડી શોમાં થઇ હતી. સુમુખી જ્યારે આ મંચ સાથે જોડાઇ ત્યારે ઋચાને આ શોમાં બે વર્ષ થઇ ગયા હતાં. સુમુખી જણાવે છે, “અમે સાથે મળીને તેમાં ઘણાં સુધારા કરવાની કોશિશ કરી અને ત્યારે અમને લાગ્યું કે અમે બંને એકબીજાથી ઘણા અલગ છીએ પણ ઘણી વાતોમાં સમાન છીએ.” જ્યારે ઋચા જણાવે છે, “આ મંચ ઉપર અમે અમારી સૌથી મોટી તાકતનો અનુભવ કર્યો, જે અમને એક જેવા અનુભવ દ્વારા મળી હતી.”

જ્યારે સુમુખી, ઋચાને મળી ત્યારે તે બાળકો માટે થિયેટર અને અનુભવ કાર્યશાળાઓનું આયોજન કરવાની યોજના બનાવી રહી હતી. સુમુખીએ તેની પ્રથમ કાર્યશાળાનું આયોજન કરવામાં મદદ કરી. સુમુખી જણાવે છે, “આ આયોજન દ્વારા અમને એ સમજાયું કે એક ટીમની જેમ અમે સારી રીતે કાર્ય કરી શકીએ છીએ. અમે અમારા મિત્રો કૈનેથ સેબ્સ્ટિયન અને પ્રતીક પ્રજોશના ખૂબ જ આભારી છીએ કે જેમણે ફંડ એકઠું કરવામાં અમારી મદદ કરી, અને ત્યારબાદ અમે અમારા હાસ્ય નાટક જાતે જ લખવાની અને તેને રંગમંચ પર રજૂ કરવાનું નક્કી કર્યું.” ઘણાં નાટક કર્યા પછી તેમણે સત્તાવાર રીતે યૂ-ટ્યૂબ પર ‘Sketch In The City’ નામથી એક ચેનલની શરૂઆત કરી.

ઋચા અને સુમુખી બંનેને વાતો કરવાનો ખૂબ જ શોખ હતો. ઘણી વાર આખા દિવસનું કામ ખતમ કરીને તેઓ સાંજે ફોન પર વાતો કરતા કરતા અનેક આઇડિયાઝ એકબીજા સાથે શેર કરે છે અને તેના પર ચર્ચા પણ કરે છે. તેઓ એક ખાસ અંદાજમાં જણાવે છે કે, “દિવસ દરમિયાન સમય બચાવવા માટે અમે સપના દ્વારા એકબીજા સાથે જોડાવવાની કોશિશ કરીએ છીએ.”

બદલાઇ રહી છે ધારણા!

ઋચા અને સુમુખીને એ વાત પર બહુ ગુસ્સો આવે છે જ્યારે લોકો આશ્ચર્ય વ્યક્ત કરે છે કે બે મહિલાઓ લોકોને કેવી રીતે હસાવી શકે છે? શું ખરેખર આ છોકરીઓમાં એ કલા છે? જ્યારે તેઓ લોકોની આવી વિચારધારાને ખોટી સાબિત કરવા માટે પોતાના દરેક શો માં વધારે સારું પર્ફોર્મન્સ આપે છે. એવી રીતે પોતાની કલા રજૂ કરે છે જાણે કે એ જ તેમનો છેલ્લો શો હોય.

શરૂઆતમાં તેઓ પ્રસંગ, હાસ્ય શૈલી અને દરેક પ્રકારના દર્શકને દરેક જગ્યાએ હસાવી શકશે કે નહીં તે બાબત અંગે ચિંતિંત હતાં. હાર અને જીત બંને માટે તેઓ પોતાની જાતને પહેલેથી જ તૈયાર કરીને મંચ પર ઉતરતી હતી. છતાં પણ કહેવાય છે ને કે કેટલીક ચેલેન્જીસ તો હંમેશાં રહેતી જ હોય છે, જેમ કે મોડે સુધી અભ્યાસ કરવો, લોકોનો સામનો કરવો અને એક અલગ છાપ ઊભી કરવી. પરંતુ આ ચેલેન્જનો સામનો તેઓ માત્ર પોતાના ટેલેન્ટ દ્વારા જ કરવા માગતા હતાં.

તેઓ જણાવે છે, “જે બાબત અમારા માટે અપમાનજનક હતી. અમે તેને પણ પ્રેમની નજરે જોઇ, જ્યારે અમારી મજાક થતી ત્યારે અમે પણ તે વાતનો આનંદ લેતા હતાં! આ બધી વસ્તુઓ પર મગજ દોડવા કરતા કામ પર ધ્યાન આપવું અમારા માટે વધારે મહત્વનું હતું. અમે રસ્તા પર ઝાડું વેચનાર, રસ્તાઓ પર કટાક્ષ કરનાર તથા સમારહો સુધી લોકોને ખૂબ જ હસાવ્યા.

એક ઝલક તેમના જીવન પર

નાગપુરમાં મોટી થયેલી સુમુખીને સ્કૂલમાં બધા જાડી કહીને ચીડવતા હતાં. ઘરમાં તે બધા કરતા નાની હતી. તે જણાવે છે કે તેમના જીવનની કોઇ પણ એવી યાદગાર રાત નથી જેને તે યાદ રાખી શકે. વર્ષ 2006માં થિયેટર કરનાર સુમુખીએ પહેલી વાર ચેન્નઇમાં ગ્રેજ્યુએશનની સ્ટડી દરમિયાન પોતાની પ્રતિભા સાથે પ્રયોગ કરવાની શરૂઆત કરી. કૉમેડીમાં તેમના સફરની શરૂઆત એક સારા અને ટ્રેઇન્ડ કલાકારના રૂપમાં થઇ, પછી સ્કેચ કૉમેડીના રૂપમાં અને પછી સ્ટેન્ડઅપ કૉમેડીના રૂપમાં.

કોલેજની એક ઇવેન્ટમાં 5 મિનિટના એકાલાપથી લઇને પોતાના પહેલા કોમર્શિયલ પ્લે સ્ત્યજીત રે અને ઇસ્મત ચુગતાઇની 6 લઘુ કથાઓના સંકલન ‘રેટેલ’ સુધી, જેમાં તેમણે એક 80 વર્ષની વિચિત્ર અફઘાની યાત્રીની ભૂમિકા ભજવી હતી. ત્યારથી સુમુખીને એ વાતનો એહસાસ થઇ ગયો હતો કે તે કોઇ પણ રોલ અજીબ હોતો નથી અને તે એક હાસ્ય અભિનેતાના રૂપમાં પણ કામ કરી શકે છે.

image


સુમુખી માટે તેમના પિતા જ તેના હીરો રહ્યાં, જેમનો સ્વભાવ ખૂબ જ મજાકિયો હતો અને તેઓ સુમુખીને હંમેશાં આગળ વધવાની પ્રેરણા આપતા. તેમણે સુમુખીને હિંમત આપવામાં ક્યારેય કસર છોડી ન હતી અને તેને આઇનો બતાવવામાં પણ સંકોચ ના કર્યો જ્યારે તે સફળતના પંથ પર હતી.

જ્યારે બીજી તરફ ઋચાને નાનપણથી જ દેશ-દુનિયામાં ફરવાનો અને અનેક નવા લોકોને મળતા રહેવાનો અવસર મળ્યો છે. ઇન્ટર-સ્કૂલ નાટકોત્સવની સાથે તેણે થિયેટરમાં પોતાનું પ્રથમ પગથિયું માંડ્યું. ઋચા કહે છે, “આ કોમ્પિટિશને મને મારા એવા વ્યક્તિત્વ સાથે ઓળખ કરાવી જે એક ટેલેન્ટ બનીને મંચ પર ઊભરી આવ્યું. આ જ એ સમય હતો જ્યારે મને એહેસાસ થયો કે મંચ પર ઊભા રહેવું એ કોઇ વરદાનથી ઓછું નથી.”

image


ઋચા અંગ્રેજીની શિક્ષિકા છે અને તે સાહિત્યમાં પરાસ્નાતક કરી રહી છે, જેના પછી તે ફરીથી શિક્ષણનું કાર્ય કરશે. પરંતુ તે જણાવે છે, “સ્ટેજ મને હંમેશાં પ્રિય રહેશે.”

ઋચાએ જિંદગીમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા માટે હાસ્ય કલાનો ઉપયોગ કર્યો છે. ત્યારબાદ હસવું અને હસાવું એ તેમની એક આદત જ બની ગઇ. ઋચા કહે છે, “મને ઘણાં લોકોએ કહ્યું છે કે મારો કઠોર સ્વભાવ મને કંઈ પણ નહીં કરવા દે. પરંતુ મેં જ્યારે મારી આ ઉણપને હજારો લોકોની સામે રજૂ કરી ત્યારે તેમણે તેને એક ટેલેન્ટની રીતે સ્વીકારી.”

ઋચાએ પોતાની આરામદાયક જિંદગીમાંથી બહાર આવવા માટે કાર્યશાળાઓમાં ભાગ લીધો. જે વાત તેને ચેલેન્જ જેવી લાગતી તેના પર ચર્ચા કરવા લાગી. “હું આ પ્રક્રિયામાં હજી પણ જીવું છું અને મને લાગે છે કે દરેક જોખમમાંથી હું કંઇક નવું શીખું છું. અજાણ્યું કોઇ દર્દ છે જેને મહેસૂસ કરવામાં હું મારી પૂરેપૂરી તાકત લગાવી દઉં છું.”

ઋચાને તેના પરિવાર અને મિત્રો દ્વારા પણ હંમેશા સપોર્ટ મળ્યો છે. આપણા દેશમાં લોકો એટલું નથી હસતાં જેટલું હસવું જોઇએ અને પોતાની જાત પર તો બિલકુલ પણ નથી હસતાં.

સુમુખીના કહેવા પ્રમાણે લોકો હસી તો રહ્યાં છે, પરંતુ વધારે પડતા લોકોનું હસવાનું કારણ એવા જોક્સ છે કે જે સામાન્ય રીતે પત્નીઓ, મહિલાઓ, મહિલાઓ સાથે જોડાયેલી વાતો અથવા પ્રેમિકા અને કપડાંને લઇને હોય છે એથવા તો સેક્સને લઇને હોય છે. તે વધુમાં કહે છે, “આ બધી બાબતોને રોકવાની જરૂરિયાત છે. તેણે એક નાનકડી શરૂઆત કરી છે. અમને આશા છે કે અમે તેમાં આગળ વધીશું.”

આ રીતે કરી ડરની છુટ્ટી!!!

ઋચા કહે છે કે આગળ વધો અને તમારી અંદર રહેલા બેવકૂફને બહાર કાઢો. પોતાની જાતને સમજાવો કે “અત્યારે નહીં તો ક્યારે પણ નહીં.” જ્યારે સુમુખી કહે છે, “સ્ટેજ પર ડર લાગવો એ કોઇ પણ કલાકાર માટે ખૂબ જ સારી વાત છે, તમારો ડર તમને સ્ટેજ પર બાંધી રાખે છે. પોતાના પર વિશ્વાસ રાખો કે તમારામાં લોકોને હસાવવા માટેનું ટેલેન્ટ છે.”

ઋચા તેમની જોડી માટે ગીત ગાતા સંદેશ આપી રહી છે, “જ્યાં સુધી આપણે આપણાં લક્ષ્ય પ્રત્યે સચોટ છીએ, દુશ્વારિયા નબળી પડવા લાગે છે. આવા સમયે જ તમારી અંદરની તાકત બહાર નીકળીને આવે છે. દરેક વખતે તમારે તમારી જાતને જ તમારું સૌથી મોટું હથિયાર બનાવવું પડશે, તમારી તાકત તમારે પોતે જ બનવું પડશે!”

લેખક- તન્વી દુબે

અનુવાદક- શેફાલી કે. કલેર