કોલેજના ત્રીજા વર્ષથી જ 30 લાખની કમાણી શરૂ કરી દીધી!

કોલેજના ત્રીજા વર્ષથી જ 30 લાખની કમાણી શરૂ કરી દીધી!

Monday October 12, 2015,

5 min Read

MVP કોલેજમાંથી ઘણી સારી પ્રોડક્ટ અને બિઝનેસ આઈડિયાનો જન્મ થયો છે. બેંગલુરું ખાતેની ‘જોબસ્પાયર’એ આ બાબત સિદ્ધ કરી છે અને સાથે સાથે 2,62,000 અમેરિકી ડોલરનું ભંડોળ મેળવીને પોતાની ક્ષમતા પણ સિદ્ધ કરી આપી છે. વરુણ માયા, કાર્તિક સિંહ, સંદેશ કિનિ અને મોહલ ઢિંગરા મનિપાલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજીના સાતમા સેમેસ્ટરમાં હતા ત્યારે જ આ કંપનીનો વિચાર તેમને સ્ફુર્યો હતો. કંપનીના સ્થાપકોએ તે સમયે જ નક્કી કરી નાખ્યું હતું કે, એક દિવસ ગુણવત્તાસભર પ્રોડક્ટ બનાવવી છે. માર્ચ 2015માં જ કંપનીની બિટા પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવી હતી.

વર્તમાન સમયમાં મોટાપાયે ભંડોળ મળ્યા બાદ ‘જોબસ્પાયર’ દ્વારા એવું પ્લેટફોર્મ વિચકાવવામાં આવ્યું જેની મદદથી ભારતીય સ્ટાર્ટઅપ કંપનીઓને રિક્રુટિંગની સમસ્યાઓનું સરળતાથી નિવારણ લાવી શકાય. YourStory દ્વારા ‘જોબસ્પાયર’ની ટીમ સાથે ચર્ચા કરવામાં આવી જેથી તેમની શરૂઆત, સફર અને ભાવિ આયોજન અંગે માહિતી મળી શકે.

કોલેજના ત્રીજા વર્ષમાં 30 લાખ!

કોડિંગના સારા જાણકાર કાર્તિક અને વરુણે કોલેજના બીજા વર્ષ દરમિયાન જ તેમની સેવાઓ ઓનલાઈન ‘oDesk’ દ્વારા આપવાની શરૂ કરી અને ટૂંક સમયાં જ તેમને વિશાળ મંચ મળી ગયું. તેઓ કોલેજના ત્રીજા વર્ષમાં જ 30 લાખની કમાણી કરવા લાગ્યા. આ દરમિયાન વરુણ અને કાર્તિક ‘જોબસ્પાયર’ના કોન્સેપ્ટ પર પણ કામ કરી રહ્યા હતા. વરુણ તેની સાથે ભણતા મોહક અને સંદેશને પણ લઈ આવ્યો જેથી તેઓ સેલ્સ અને પ્રોડક્ટની બાકીની કામગીરી સંભાળી શકે. મોહક જણાવે છે, “અમારો બાહ્ય અભિગમ જ અમને વધારાના લાભ આપે તેમ છે પણ સાથે સાથે અમે છેલ્લાં આઠ મહિનાથી બજારને સારી રીતે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.”

image


‘જોબસ્પાયર’ કેમ ?

મોહકના મતે મોટાભાગની કંપનીઓ જે જોબ રિક્રૂટમેન્ટ કરે છે તેઓ ચોક્કસ અલગોરિધમ પર કામ કરે છે પણ તેઓ કંઈક અલગ કરવા માગતા હતા કારણ કે તેમની પ્રોડક્ટ હજી સામાન્ય હતી અને તેમણે ગુણવત્તાનું સ્તર એકદમ ઉંચું રાખ્યું હતું. વરુણે જણાવ્યું, “અમે ચારેય સહસ્થાપકો કંપની દ્વારા રિક્રૂટમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં કંઈક અલગ અને ઉત્તેજનાત્મક કરવા માગતા હતા.”

અમે લોકોએ પહેલાં ફિન-ટેક અને ફૂટ-ટેક એપ દ્વારા લોકોની સામાન્ય જરૂરિયાતોને પૂરી કરવાનું શરૂ કર્યું પણ જોબસ્પાયર અમારા માટે એક એવી તક હતી જેના દ્વારા અમે જાણી શકીએ કે વ્યક્તિ પોતાના વાર્ષિક આયોજન પાછળ એક-એક દિવસ કેવી રીતે ખર્ચે છે.

મોહક અને અન્ય સહસ્થાપકોએ સીવી (કરિક્યુલમ વિટે) જેવી બાબતોને ગૌણ બનાવી દીધી અને ભારતીય બજારમાં ઉપલબ્ધ 22 પ્રકારની નોકરીઓની યાદી તૈયાર કરી. દરેક નોકરી માટે પાંચ મિનિટની એક સબજેક્ટિવ ટેસ્ટ રાખી જેના દ્વારા વ્યક્તિ પોતાની કામગીરી અંગે નિર્ણય લઈ શકે. આ દ્વારા તેઓ દરેક ઉમેદવારને ચોક્કસ રીતે રજૂ કરતા જેથી નોકરી આપનાર કંપની કે સંસ્થા ઉમેદવારને જાણી શકે. તેમણે ઈન્ટરવ્યૂના પહેલા રાઉન્ડ માટે ઓડિયો વેરિફિકેશન સિસ્ટમ પણ બનાવી હતી જેથી ઉમેદવારોને સરળતા રહે.

તે કેવી રીતે કામ કરે છે ?

કેટલીક કંપનીઓ ‘જોબસ્પાયર’ના સૂત્રોનો ઉપયોગ કરે છે, તો કેટલીક કંપનીઓએ તેમની સેવાઓ અને વેબપેજ બદલીને ‘જોબસ્પાયર’ના પેજની પસંદગી શરૂ કરી. નાની કંપનીઓએ ‘જોબસ્પાયર’ને જ એક મંચ બનાવી દીધું જેના દ્વારા તેમની જરૂરિયાત પ્રમાણેના કર્મચારીઓ શોધી શકાય.

જોબસ્પાયર ટેક્નોલોજી અને HR બંને માધ્યમથી કંપનીઓને આધુનિક જનરેશનના કર્મચારીઓની પસંદગી કરવામાં મદદ કરે છે. ‘જોબસ્પાયર’ જણાવે છે કે તેમણે એક એવી પદ્ધતિ વિકસાવી છે જેમાં તેઓ ‘મેન્યુઅલ અને અલગોરિધમ’ એમ બંને રીતે કામ કરે છે. અ રીતે તેઓ કંપની અને ઉમેદવારની જરૂરિયાતના DNAની સરખામણી કરે છે જેથી ઉત્તમ ઉમેદવારોને ઉત્તમ કંપનીઓમાં જ મોકલી શકાય.

ટોચના પાંચ ટકા ઉમેદવારોને જ ડેટાબેઝ દ્વારા ‘પ્રિમિયમ ટેલેન્ટ’ તરીકે ઇન્વાઈટ કે રેફરલ આપવામાં આવે છે. ઉમેદવાર નોકરી મેળવવામાં સફળ થાય તો ત્યારે તેણે તેના સીટીસીના ત્રણ ટકા ચૂકવવાના હોય છે.

‘જોબસ્પાયર’ દરેક ઉમેદવારની પસંદગીના આધારે પેમેન્ટ લેવા અંગે પણ પ્રયોગો કરી રહી છે. મોહક જણાવે છે કે, અત્યાર સુધી ચાલ્યા આવતા પરંપરાગત માર્ગ પર કામ કરવું સરળ છે પણ જ્યારે દરેક ઉમેદવારની પસંદગી બાદ પેમેન્ટ (સિસ્ટમ દ્વારા દરેક કર્મચારીની વેલ્યુ નક્કી કરવી) લેવાનું આવે છે ત્યારે મોટો પડકાર સામે આવે છે.

મોહક જણાવે છે, “લિન્ક્ડઈન, હાયરી (પહેલાં માય નોટિસ પિરિયડ હતું), ઈન્સ્ટાહાયરી, નોકરી અને મોનસ્ટર તેમના કટ્ટર પ્રતિસ્પર્ધી છે. અમે લોકો પ્રોડક્ટને અને ઉમેદવારને અમારા માધ્યમો દ્વારા ખૂબ જ ઝડપથી ચકાસી લઈએ છીએ તથા ગ્રાહકોની પ્રતિક્રિયા દ્વારા માપદંડો નક્કી કરીએ છીએ. તેથી અમારી ગ્રાહકો લેવાની પદ્ધતિ બધા કરતા સાવ અલગ છે.”

બિઝનેસ સેન્સ

સામાન્ય રીતે રિક્રૂટર ઉમેદવારની પસંદગી માટે જે માપદંડો નક્કી કરે તેના આધારે જ ઈનહાઉસ પદ્ધતિ વિકસાવાઈ છે જેની મદદથી ઉમેદવારોને ડીક્લાઇન્ડ, વેરીફાઈડ અને પ્રીમિયમ એમ ત્રણ ભાગમાં વહેંચી શકાય. ‘જોબસ્પાયર’માં કંપનીઓ માટે ઉમેદવારની શોધનું ઈનબોક્સ ફ્રી રાખવામાં આવ્યું છે. રિક્રૂટર જ્યારે પણ ઉમેદવાર લેવામાં સફળ થાય ત્યારે તેમની પાસેથી પ્રીમિયમ સિલેક્ટ ડેટાબેઝના આધારે ચાર્જ વસૂલવામાં આવે છે.

‘જોબસ્પાયર’ની ટીમના મતે તેઓ દર અઠવાડિયે 18-20 ઈન્ટરવ્યૂ યોજતા હોય છે જ્યારે દરરોજ 30થી50 એક્ટિવ એપ્લિકેશન તેમને મળતી હોય છે. આ માધ્યમથી દરરોજ 1,000 કરતા વધારે એક્ટિવ સભ્યો કામગીરી કરતા હોય છે. 91 કંપનીઓ સાથે જોડાઈને 100 કરતા વધારે નોકરીઓ અંગે સાઈટ પર માહિતી આપવામાં આવી છે.

હ્યુમન મેટાડેટા ઈન્ડેક્સ ગ્રાફ

પૂર્વિ કેપિટલના રવિ શ્રીવાસ્તવે વિલફ્લા વેન્ચર્સ તથા જોબસ્પાયરની સાથે કામગીરી કરવા 2,62,000 અમેરિકી ડોલરનું રોકાણ કર્યું છે. તથા નિકુંજ જૈન (ફ્રેન્કલી ડોટ મી), ક્રિષ્ના ઝા (ટેલેન્ટ વેન્ચર્સ), સંજય બક્ષી (ઈમ્પલ્સ માર્કેટિંગ), કપિલ નૈયર (ઈન્ટરનેશનલ બિઝનેસ એડવાઈઝર) અને આર્ટિકા ટ્રસ્ટ જોડાયેલા છે.

‘જોબસ્પાયર’ પોતાની ટીમના માધ્યમથી નવા જ કોન્સેપ્ટ પર કામ કરી રહી છે જેમાં તેઓ હ્યુમન મેટાડેટા ઈન્ડેક્સ ગ્રાફ તૈયાર કરવા માગે છે. આ ફંડની મદદથી અરજીઓને ચોક્કસ માપદંડો દ્વારા અને રેફરલ પ્રીમિયમ રિક્રૂટિંગ ટૂલ્સ દ્વારા જુદી પાડીને બીટા સેગમેન્ટમાં માત્ર પ્રીમિયમ કેન્ડિડેટ રાખવાની કામગીરી કરવામાં આવી રહી છે. રોકાણકારો કહે છે કે ‘જોબસ્પાયર’ની ટીમ પાસે એ દ્રષ્ટિકોણ છે કે તેઓ કંપનીને કેવા ઉમેદવારો જોઈએ છે અને કંપની આગામી ત્રણ વર્ષમાં ક્યાં જશે તે જાણી શકે છે.

‘જોબસ્પાયર’ ખાતેની મહત્વાકાંક્ષાઓ

2017 સુધીમાં ‘જોબસ્પાયર’ પોતાના મંચ દ્વારા દસ લાખ લોકોને નોકરી આપવાની યોજના બનાવી રહી છે. તેની ટીમ જણાવે છે કે તેમને જે ભંડોળ મળ્યું છે તે 18થી20 મહિના ચાલે તેટલું જ છે, પણ તેઓ 8થી10 મહિનામાં તેમની કામગીરી દ્વારા 40થી 60લાખ અમેરિકી ડોલરનું સિરિઝ A ભંડોળ ભેગું કરવા પ્રયાસ કરી રહ્યા છે.

મોહક જણાવે છે, “આ ત્યારે જ શક્ય બનશે જ્યારે અમારા માધ્યમથી મોટાપાયે ભરતી થશે. અમે લોકો અમારા કરતા 10 વર્ષ મોટા લોકોને નોકરી અપાવી રહ્યા છીએ જેથી આગામી કેટલાક વર્ષોમાં તેમની જિંદગી થાળે પડે. તેના કરતા વધારે આત્મસંતોષ શું હોઈ શકે!”