ગરીબ મોચીઓને 'ટ્રેન્ડસૅટર્સ' બનાવતું 'દેસી હૅન્ગોવર' સ્ટાર્ટઅપ

ગરીબ મોચીઓને 'ટ્રેન્ડસૅટર્સ' બનાવતું 'દેસી હૅન્ગોવર' સ્ટાર્ટઅપ

Friday October 16, 2015,

6 min Read

ઈજીપ્તમાં કોલ્હાપુરી ચપ્પલને મળેલાં પ્રતિસાદથી પ્રેરાઈને હિતેશ કેન્જલીએ ભારતનાં ગરીબ મોચીઓ સાથે મળીને શરૂ કર્યું 'દેસી હૅન્ગોવર'

કોલ્હાપુરીથી મોટા સપનાઓ સુધી

ત્રણ વર્ષ પહેલાં, હિતેશ કેન્જલી ઈજીપ્તના પ્રવાસ પર કોલ્હાપુરી ચપ્પલ પહેરીને ગયાં. મધ્ય-પૂર્વના રણના તપતાં સૂરજના તાપમાં, આ મહારાષ્ટ્રિયન ચપ્પલને તેના પ્રશંસકો મળ્યાં. આ વાર્તા છે, 'દેસી હૅન્ગોવર' શરૂ થવાની.

મલ્ટીનેશનલ કંપનીના ઉચ્ચ પગારવાળી નોકરી છોડી હિતેશ પરત ભારત આવી ગયાં. અહીં આવ્યા પછી, તેમણે આભા અગ્રવાલ તથા તેમના મિત્ર ઓમકાર પન્ઢારકર સાથે પાર્ટનરશિપ કરી, જેઓ 'દેસી હૅન્ગોવર'ના કો-ફાઉન્ડર તથા CMO છે. ઈજીપ્તમાં હિતેશના ઓળખીતા તથા ચંદીગઢ નિવાસી લક્ષ્ય અરોડ઼ા ઉત્તર ભારતમાં 'દેસી હૅન્ગોવર'નું માર્કેટિંગ સંભાળે છે.

હિતેશ, ઓમકાર અને આભા

હિતેશ, ઓમકાર અને આભા


લક્ષ્ય

લક્ષ્ય


અહીં એન્જીનિયરીંગ, માર્કેટિંગ તથા ઈકોનોમિક્સના સ્નાતકો ભેગાં મળીને ઉત્તમ શ્રેણીના ચામડાંના પગરખાં બનાવે છે. ઓમકાર કહે છે, "એકવાર અમે ડિઝાઈન કરવાનું શરૂ કર્યું, પછી અમે ઉત્તમ ચામડું મેળવવાના પ્રયાસ કર્યાં." તેમની આ યાત્રા, તેમને કર્ણાટકના એક નાના ગામમાં લઈ ગઈ જ્યાં મોટા ભાગે મોચીઓ જ વસવાટ કરે છે.

બેલગામથી 100 કિ.મી દૂર આવેલું આ ઘણું નાનું ગામ છે જ્યાં કલાકારો પૈસા કમાવવા માટે ભેગા થાય છે. ઓમકાર કહે છે, "તે ગામ વિષે ભાગ્યે જ કોઈને માહિતી પણ છે." 'દેસી હૅન્ગોવર'ની શરૂઆત થઇ તે પહેલા ગ્લોબલાઈઝ્ડ માસ પ્રોડક્શનના ધસારા સાથે મોચીઓ પણ સસ્તી વસ્તુ બનાવવાના દબાણમાં હતાં, જેમાં તેઓ મહીને માત્ર રૂપિયા ૨ હજારથી 3 હજાર કમાતા હતાં. આ આંતરિયાળ ગામમાં માત્ર એક કાચું મંદિર હતું જેમાં વિદ્યાર્થીઓ માટે, બેન્ચ વગરની સ્કૂલ પણ ચલાવવામાં આવતી હતી. ગામમાં ઉદ્યોગની શરૂઆત બાદ તેમણે તરત જ અહીંયા ઉત્પાદનનું એક નાનું યુનિટ બનાવી દીધું. ટીમના સભ્યો, તેમના વ્યવસાયને સામાજીક બનાવવા માંગતાં હોવાથી તેમણે તેમના કારીગરોના બેન્કમાં ખાતા ખોલાવ્યાં, તેમને સ્વાસ્થ્ય સુવિધાઓ અપાવી તથા તેમને માઈક્રો ફાઈનાન્સ વિશે સમજાવવા માટે, વિવિધ સેમિનાર્સ પણ ગોઠવ્યાં. દેસી હૅન્ગોવરે, તે નાના ગામની એકમાત્ર સ્કૂલ પણ, તેમના જ એક પ્રોગ્રામ 'અડોપ્ટ અ સ્કૂલ' અંતર્ગત દત્તક લીધી. ઓમકાર કહે છે, "જેટલી શક્ય હોય તેટલી રકમ સ્કૂલની સુવિધાઓ વધારવા માટે ભેગી કરીએ છીએ. અમે સ્કૂલના બાળકો માટે કમ્પ્યુટર્સ પણ લાવ્યા છીએ. અને અમે આ જગ્યાને ભણવા માટે વધુ સારી બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છીએ. અમારા વ્યવસાયના સામાજીક કલ્યાણના ભાગરૂપે આ કાર્ય અમે કરીએ છીએ."

દેસી હૅન્ગોવર દ્વારા દત્તક લેવાયેલી સ્કૂલ

દેસી હૅન્ગોવર દ્વારા દત્તક લેવાયેલી સ્કૂલ


ઉદ્યોગ શરૂ કરતા પહેલાં દેસી હૅન્ગોવરે દુનિયાના કેટલાક દેશોના માર્કેટનો સર્વે કર્યો. જ્યારે તેમની બાકીની ટીમે ઉત્તર ભારતનો પ્રવાસ કર્યો, ત્યારે ઓમકાર કેનેડા, ઑસ્ટ્રેલિયા અને રોમાનિયા ગયા. જ્યાં જઈને તેમણે એમના પ્રોડક્ટને કેવો પ્રતિસાદ મળશે એના પર અધ્યયન કર્યું. "ઑસ્ટ્રેલિયામાં પરિવહન તથા ત્યાંની સરકાર દ્વારા ચામડાંના ઈમ્પોર્ટ પર લદાયેલી મર્યાદાઓનો અર્થ દેસી હૅન્ગોવર માટે ધુંધળો વ્યાપાર. અને કમનસીબે કેનેડાની ઠંડી પણ ચામડાં માટે સારી નથી. તે કારણો વ્યાપારને સંપૂર્ણપણે નષ્ટ કરી દેશે". ઓમકારે જણાવ્યું.

દેસી હૅન્ગોવર ફરી ત્યાં પહોંચ્યું જ્યાં તે અંગેનો સૌપ્રથમ વાર વિચાર આવ્યો હતો: ઈજીપ્ત. ઓમકાર કહે છે, "આ જગ્યા અમારા હૃદયમાં વસેલી છે. અમે ઈજીપ્તમાં ઘણાં બધાં સંપર્ક બનાવ્યાં છે, અને ઘણાં બધાં ડિસ્ટ્રીબ્યૂટર્સને પણ મળ્યાં છીએ. શરૂઆત ઘણી સરળ હતી અને અમને ઝડપથી ખબર પડી ગઈ હતી કે આવી વસ્તુ અહીંયા સારી રીતે સ્વીકારી લેવામાં આવશે”. મધ્ય પૂર્વના દેશો, 'દેસી હૅન્ગોવર'ની પ્રોડક્ટ્સ માટે કુદરતી ઘર છે. આ એ વિસ્તાર છે જ્યાંના સૅન્ડલ ખૂબ પ્રખ્યાત છે અને તેમને બનાવનાર કારીગરોની જાતિ પરથી પગરખાંની સ્ટાઈલને નામ આપવામાં આવે છે. આની માંગ ઘણી વધારે છે અને સ્પર્ધા પણ બહુ છે. ભારતીય ચામડું, તેના સમકક્ષ ચામડાં જેમ કે, ‘મદસ અબૌ અંતલ’, ટર્કી, યેમેની, સાઉદી મદસ શર્કી અથવા મોંઘા ચામડાં ઝૂબૈરી અને બીજા ઘણાં ચામડાંઓ વચ્ચે આરામથી ફાવી જશે. ઓમકાર કહે છે, “તેઓ જે બનાવે છે એ બહુ સારું લાગે છે. અમે પણ નેધરલેન્ડમાં અમારા વિકલ્પો શોધીએ છે કે અમારી પ્રોડક્ટ ત્યાં ચાલશે કે નહીં."

જ્યાં સુધી ઓમકારની રોમેનિયાની મુલાકાતની વાત છે તો તે એક પ્રયોગ માત્ર હતો. તેઓ મજાક કરતાં જણાવે છે, “એક્સપોર્ટની બાબતે પશ્ચિમ યુરોપના ઘણાં નખરા છે, પણ પૂર્વ અને મધ્ય પૂર્વનો સકારાત્મક પ્રતિસાદ રહ્યો છે. આ એક દાવ માત્ર હતો જેનું સારું પરિણામ આવ્યું”.

સોઉલ (આત્મા) થી સોલ (બૂટના તળિયા) સુધી

ઓમકાર જણાવે છે, “અમારા પગરખાંની મોટી USP એ છે કે તે સંપૂર્ણ રીતે હાથથી બનાવવમાં આવે છે તથા તેમને બનાવવાં માટે, ભારતના સૌથી શ્રેષ્ઠ ચામડાંનો ઉપયોગ કરવામાં આવે છે.” ચેન્નઈમાં ચામડાંને બદલે 'રેક્ઝિન' નામનું સસ્તું તથા કૃત્રિમ ચામડું વાપરવામાં આવે છે, અને મોટેભાગે સૅન્ડલ બનાવવામાં ઉપયોગમાં લેવાય છે. ઓમકાર કહે છે કે, "ભારતમાં ચામડાંનું વ્યવસ્થિત માર્કેટ નથી. જ્યારે ચામડાંની હરાજી કરવામાં આવે છે ત્યારે નૈતિક રીતે મેળવવામાં આવેલા પ્રિમિયમ ચામડાંની ઘણી ઉણપ હોય છે. અમારું ધ્યેય છે કે જાનવરને મારવામાં ન આવે, પણ તેના જીવનચક્રને સમાપ્ત થવા દેવામાં આવે. અમારા બે મોટા માર્કેટ્સ છે: પ્રિમિયમ ચામડાંને પશ્ચિમ બંગાળના દુર્ગાપુરથી લાવવામાં આવે છે. બીજી જગ્યાં છે આગ્રા, જ્યાં ચામડાંનુ સારું માર્કેટ છે."

દેસી હૅન્ગોવર દ્વારા દરકાર કરવામાં આવતો, કારીગરોનો એક પરિવાર.

દેસી હૅન્ગોવર દ્વારા દરકાર કરવામાં આવતો, કારીગરોનો એક પરિવાર.


ભારતના લોકોની ભાવતાલ, ડિસ્કાઉન્ટ અને સસ્તી કિંમતની ઘેલછાને લીધે, ચામડાંના શરૂઆતી વ્યાપારીઓને બજેટનો ભાર વધુ લાગે છે. તે સાથે જ, તમે માર્કેટને કેટલી સારી રીતે ઓળખો છો એનો પણ પ્રભાવ પડે છે. "જો લોકો ડેનિમ જીન્સને 'ડીઝલ' તથા કોઈ ઑફ-બ્રાન્ડ જીન્સમાં ફરક બતાવવામાં પરિપક્વ છે, તો કોઈ તકલીફ નથી. આ બધું બ્રાન્ડની કવૉલિટીને પારખવાની વાત છે". પ્રોડક્ટનું અંતિમ રૂપ પણ તેના વિશે ઘણું ખરુ કહે છે. ઓમકાર કહે છે કે, તેઓ સારામાં સારા મશીન ખરીદે છે, ચામડું સારી કવૉલિટીનું હોય છે, એટલે પગરખાં પણ લાંબો સમય ચાલે છે. "હું તમને ત્રણ ફાયદા જણાવું છું: ઉત્તમ કક્ષાનું નૈતિક રીતે મેળવવામાં આવેલું ચામડું, હાથથી બનાવવામાં આવેલા પગરખાં, કારીગરો પણ ખરેખર નોકરીએ રાખવામાં આવેલા છે".

"અમે ગામમાં તથા કારીગરોની પરિસ્થિતિમાં, તેમના જીવનમાં કેવાં સુધાર લાવ્યાં છે તે બતાવવા માટે એક નાનો વિડીયો પણ બનાવ્યો છે. તેઓને ઔપચારીક ટ્રેઇનિંગ આપવામાં આવી નથી, પણ તેમને તેમના પૂર્વજો પાસેથી આ કુશળતા વારસાગત રીતે જ મળી છે. તેઓ આ એકમાત્ર કૌશલ્ય ધરાવે છે".

image


ભવિષ્યની સફર

રોકાણકારોનો સાથ હોવાને લીધે ચંદિગઢમાં એક દુકાન, આંતરરાષ્ટ્રીય વેચાણ, 'કિત્શ મંડી' તથા 'સંડે સોઉલ સાન્ટે' જેવા માર્કેટમાં સફળતાના લીધે, દેસી હૅન્ગોવર માટે, 2015 ઘણું મહત્વપૂર્ણ વર્ષ છે. "અમારે એ વિચારવું પડશે કે, આવતાં બે-ત્રણ વર્ષમાં અમે ક્યાં હોઈશું. અમે સ્ટોર ખોલવા માંગીએ છીએ. ભલે ઈ-કોમર્સનો વિકાસ સારો હોય, પણ મારા બિઝનેસ માટે તે એટલું પૂરતું અને ઝડપી નથી જેટલું હું ઈચ્છું છું."

બીજી વાત એ છે કે, માત્ર વીસેક વર્ષના હોવાને લીધે, લોકો ઘણી વાર તેમને ગંભીરતાથી લેતાં નથી. દેસી હૅન્ગોવરનું નબળું પાંસુ છે સમય. ગયા વર્ષના અંતમાં, રોમેનિયામાં કડકડતી ઠંડી પડી હતી, જેની સીધી અસર બૂટના વેચાણ પર પડી હતી. તેવી જ રીતે, ચોમાસાનો સમય પણ આવા વ્યાપાર અને ઉદ્યોગસાહસિકો માટે અત્યંત મુશ્કેલીભર્યો હોય છે, કેમ કે આ સમયે વેચાણ લગભગ નહીંવત થઈ જાય છે. "આ માર્કેટમાં ઘણાં પડકારો છે. નવાં પ્રોડક્ટમાં હાથ નાંખતા પહેલા, સારામાં સારા કારીગરો શોધવાં, લોકોના ઈન્ટરવ્યું લેવા, પૅકેજીંગ તથા પરિવહન વગેરે. જોવા જઈએ તો અમે ઘણાં નાના છીએ, એટલે અમારી પાસે ફૂલપ્રૂફ પરિવહન સિસ્ટમ નથી. મુંબઈમાં તમે મને વિતરણ કરતો જોશો અને માસ પ્રોડક્શનથી અલગ, હાથથી બનાવેલા ચામડાંની પ્રિમિયમ પ્રોડક્ટ્સ બનાવવામાં ઘણો સમય માગી લે એવી કળા છે. અત્યારે, દેસી હૅન્ગોવર મહીને સરેરાશ 500 ફૂટવેર બનાવી લે છે, અને આ પ્રોસેસ માટે પહેલાં ચામડું લાવવું, વાપરતા પહેલાં તેને સૂકવી અને કાપવાનું રહે છે. આ એક એવી પ્રક્રિયા છે જેમાં ધીરજ ધરવી પડે છે. "અમારી સૌથી મોટી ચિંતા એ છે કે, શું અમે આ કામ કરી શકીશું? જો સંખ્યા 500 કરતાં વધારે થઈ ગઈ, તો અમે તેને નહીં સંભાળી શકીએ, અને અત્યારે અમે નવાં લોકોને કામ પર પણ નહીં રાખી શકીએ. જોકે આવા બધાં પડકારોની વચ્ચે પણ હું જ્યારે કોઈને અમારા ફૂટવેર પહેરેલા જોઉં છું ત્યારે તે એક અત્યંત યાદગાર પળ હોય છે."