સગા કાકા દ્વારા બળાત્કાર, માતા તેને વેચી દેશે તેવો ડર, પક્ષપાતી સમાજની વચ્ચે પણ હિંમત ના હારી પિન્કી

સગા કાકા દ્વારા બળાત્કાર, માતા તેને વેચી દેશે તેવો ડર, પક્ષપાતી સમાજની વચ્ચે પણ હિંમત ના હારી પિન્કી

Monday October 19, 2015,

8 min Read

'ક્રાંતિ'ના મુખ્યાલયમાં પિંકી શાંતિપૂર્વક આવે છે. તેના વાળ નાનાં છે. છોકરાના વાળ હોય એટલાં નાના. હમણાં થોડી જ વાર પહેલાંના એનાં લાંબા ઘટ્ટ વાળ મને યાદ છે, જે ચંદ્રમુખીનાં વાળની જેમ દેખાતાં હતાં. છતાંય તે તેના સુંવાળા વાળની લટો સાથે આવી પહોંચી છે, જેમાં તેની સુદ્રઢતા અને નિશ્ચયની ઝલક જોવા મળે છે. હું ભાગ્યે જ કોઈ એવી યુવતીને મળી છું, જે તેના ટૂંકા વાળ સાથે પણ એટલી જ સુંદર લાગતી હોય, જેટલી લાંબા વાળ સાથે લાગતી હતી. તે મારી સામે જુવે છે અને એક સ્મિત આપે છે. એવું સ્મિત, જે મારા મતે, માત્ર નસીબદાર તથા બળવાન શખ્સને જ પરવડે તેવું હતું. કારણ કે આવી સુંદરતાને તો સુરક્ષા વચ્ચે સંતાડીને રાખવી જોઈએ, નહીં તો તે લોકોના દિલ તોડી શકે છે.

image


'ક્રાંતિ' તેના માટે ઘર સમાન છે. જોકે જ્યારથી 5 વર્ષ પહેલાં તેઓ 'ક્રાંતિ' સાથે જોડાયા ત્યારથી આ તેમનું ચોથું ઘર છે. પણ હવે તે ઘણી ટેવાઈ ગઈ છે. મકાનમાલિક એમને ગમે તેવું બોલે છે, જેવું કોઈ પણ સભ્ય વ્યક્તિના મુખે તમે ક્યારેય ન સાંભળ્યું હોય એવું. પણ ઈતિહાસનું પુનરાવર્તન થાય છે અને તેઓ ફરી પોતાને નાના-મગજવાળા તથા સ્ત્રી જાતિ પ્રત્યે ઘૃણાં રાખતા લોકોના આશરા હેઠળ જીવવા માટે મજબૂર થઈ જાય છે. હા, સાંતાક્રૂઝનું આ ઘર તેમના માટે ઘર જેવું ભલે ન હોય પણ 'ક્રાંતિ' તેના માટે સર્વસ્વ છે; મનની ક્રાંતિ.

image


મનાલીના ટ્રેકિંગ પરથી પાછી ફરેલી તેની રૂમમેટ શ્રદ્ધાને તે મળે છે. તેમનું મિલન પણ ફિલ્મ DDLJ જેવું હતું કારણ કે તેઓ એક અઠવાડિયા સુધી અલગ રહ્યાં હતાં. પિંકી તેના ખોળામાં માથું મૂકીને આડી પડે છે. તેઓ ભેગા મળીને મનાલીના ટ્રેકના ફોટોઝ જુએ છે અને ટ્રિપ પર આવેલાં તમામ છોકરાના દેખાવના આધાર પર તેમને 1થી 10 ગુણ આપે છે. તેઓ વિચારે છે કે ટ્રિપ પર આવેલો કયો છોકરો શ્રદ્ધાને પસંદ કરતો હતો અને તેને ફરી મળવા આવશે. તે વિશે તેઓ વાતો કરતાં હતાં. તેઓ સવાર-સવારમાં તેમની વાતોમાં એટલા ખોવાઈ ગયાં હતાં કે તેઓ તદ્દન ભૂલી જ ગયાં હતાં કે હું પણ ત્યાં બેઠી છું અને તેમની વાતોને સાંભળી રહી છું. હું એમને દોષ નથી આપતી અને હું તેમને અધવચ્ચે રોકવા પણ નહોતી માંગતી. સાચી વાત તો એ છે કે, હું પણ એ ભૂલી ગઈ હતી કે, હું ત્યાં દુ:ખ, તકલીફ અને હાડમારીની વાર્તાને લખવા માટે આવી હતી. છેવટે, મેં અત્યાર સુધી ત્યાં જે જોયું તે દ્રશ્ય ખૂબ સામાન્ય હતું અને તેમાં ખુશી પણ હતી.

પણ અરે! ત્યાં એક વાર્તા હતી. તે માત્ર એક દુર્દશાની વાર્તા નહોતી, તેમાં વિજયગાથા પણ હતી. પ્રસ્તુત છે એક દુ:ખદ વાર્તા જે, પિંકી સાથે પહેલાં ઘટી ચૂકી છે અને આજે તે એ સ્થાન પર આવી પહોંચી છે, જ્યાં તે સહેજ પણ દુ:ખ કે સંકોચ વિના એ વાત કહી શકે છે. આ પિંકીની વાર્તા છે જે તેના જ શબ્દોમાં સાંભળીએ:

"મારો જન્મ કોલકાતામાં થયો હતો. મારી માતા પહેલાં એક સેક્સવર્કર હતી અને આજે પણ છે. હું કોલકાતા વધારે નથી જતી કારણ કે મારે ત્યાં નથી જવું. મને મારા પરિવારને નથી મળવું. હું તેમનાથી ઘણી ત્રાસી ગઈ છું. મારી માતા ત્યાં ઘણી વાર જાય છે. મારા કાકા-કાકી અને દાદા-દાદીની દેખરેખ માટે."

હું જ્યારે ત્યાં રહેતી હતી ત્યારે પાર્ક સરકસની ઉપર આવેલી એક ઝૂંપડપટ્ટીમાં થોડી જગ્યા હતી. તે એક વ્યવસ્થિત ઘર નહોતું. અમને બરાબર ખાવાનું પણ નહોતું મળતું. મારા પિતા પણ ગુજરી ગયાં હતાં. હું જ્યારે 6 વર્ષની હતી ત્યારે ઉકરડામાંથી કચરો ભેગો કરતી અને એમાંથી જે કંઈ પણ વેચી શકાય એવું હોય તેને વેચીને પૈસા કમાતી હતી જેથી મારા પરિવારનું પાલન-પોષણ કરી શકું.

પૈસા કમાવાના વિચાર સાથે મારી માતા મુંબઈ જવા માટે નીકળી ગઈ. તે મને અને મારા ભાઈને કોલકાતામાં જ મૂકીને ગઈ હતી.

ઝૂંપડપટ્ટીમાં રહેતા હતાં તેથી કુદરતી હાજત માટે અમે રેલ્વેના પાટા પાસે જતાં હતાં. મને કાનમાં કોઈ તકલીફ હતી જેના લીધે મારા કાનમાં હંમેશા ખંજવાળ આવતી અને તે હંમેશા ચેપગ્રસ્ત રહેતો હતો. એક રાતે, હું ત્યાં હંમેશ મુજબ મારું કામ કરવા ગઈ. એક રેલ ગાડી આવી રહી હતી. મને કંઈ સંભળાયું નહી. મારો ભાઈ જે પાસે જ હતો, તેણે જોયું કે શું ઘટી શકતું હતું અને તેણે મને બૂમ પાડી જેથી હું ચેતી જઉં પણ મને કંઈ ના સંભળાયું. તે મારી પાસે દોડીને આવ્યો અને મને જોરદાર તમાચો માર્યો. એ તમાચાથી મારા કાનનો પડદો ફાટી ગયો પણ તેણે મને છેલ્લી ઘડીએ ત્યાંથી હટાવી દીધી.

તેવો પણ સમય હતો જ્યારે અમારી માતા વર્ષો સુધી અમને મળવા નહોતી આવી. તેની રાહ જોઈને અને થાકી ગયાં હતાં. એટલે અમે નક્કી કર્યું કે અમે જાતે જ મુંબઈ જઈને તેને મળી લઈશું. પણ થયું એવું કે તે પોતે જ બીજે દિવસે સવારે ઘરે આવી પહોંચી.

અમે માતા સાથે મુંબઈ ગયાં અને ત્યાં ગ્રાન્ટ રોડ પર આવેલાં એક રેડલાઈટ વિસ્તારમાં પહોંચી ગયાં. તે સમયે હું 12 વર્ષની હતી. હું એ વિસ્તારમાં વધુ સમય ન રહી. મારી મમ્મી મને ત્યાં રહેવા નહોતી દેતી.

મેં તરત જ એક NGOમાં રહેવાનું શરૂ કરી દીધું હતું કારણ કે, ઘરમાં જગ્યાં જ નહોતી. મમ્મી રોજ રાત્રે જતી રહેતી અને હું રાત્રિ શાળામાં ભણવા જતી હતી.

શરૂઆતમાં મને સમજ નહોતી પડતી કે તે શું કરી રહી છે અને મારા મનમાં એ કામ માટે સન્માન પણ નહોતું. એક દિવસ તેણે મને તમાચો માર્યો અને કહ્યું કે હું આ બધું આપણાં માટે જ કરી રહી છું અને હવેથી હું મારા કામથી જ કામ રાખું.


image


હું જ્યોતિ કૈલાશ નામના એક NGOમાં રહેતી હતી. ત્યાંની શિક્ષિકા મને અને મારા ભાઈને ઘણો પ્રેમ કરતી હતી. NGOની પરિસ્થિતિ સારી ન હોવા છતાં તે શિક્ષિકા મારી ખૂબ કાળજી કરતી. તે મારું અને મારા ભાઈનું માન પણ જાળવતી.

થોડાક જ સમયમાં મારી મમ્મી અમને ઘરે લઈ આવી. તે મને લાંબા સમય સુધી ક્યાંય રહેવા નહોતી દેતી તેથી મને વિચાર થતો કે તે આવું કેમ કરતી હશે.

મને ઘણી આશાઓ હતી પણ હું ક્યારેય ભણવાની બહુ ચાહક નહોતી. મારો ભાઈ તેનું ઘણું સમર્થન કરતો. હું એના લીધે જ અંગ્રેજી ભાષા શીખી શકી છું. એકવાર, મેં મારા ભાઈને કહ્યું કે મારે જીવનમાં કંઈક બનવું છે.

મારા સપનાઓ વિશે જાણ્યાં બાદ, તે એક દિવસ ‘ક્રાંતિ’ વિશે માહિતી લઈને આવ્યો. પછી, મારી મમ્મી અને હું, રૉબિન દીદીને મળ્યાં. મેં એક પીળો કુરતો પહેર્યો હતો અને મારા વાળ ઘણાં લાંબા હતાં. દીદીએ મને કહ્યું કે હું ઘણી ‘ક્યૂટ’ લાગતી હતી.

છેવટ, હું ક્રાંતિ સાથે જોડાઈ. અને આ વખતે, મેં મારી માતાને અમારું સરનામું નહીં જણાવવાનો નિર્ણય લીધો. હું દર 6 મહીના પછી મારી માતાને મળવા પોતે જ જઉં છું.

કારણ કે મને ડર છે કે મારી માતા મને વેચી દેશે. મને ખરેખર ઘણો ડર લાગે છે.

“કારણ કે, મને ખબર છે કે એવી પરિસ્થિતિમાં કેવું મહેસૂસ થાય છે. ચાર વર્ષ પહેલાં જ્યારે હું 14 વર્ષની હતી ત્યારે, મારા પિતાના ભાઈએ મારા પર બળાત્કાર ગુજાર્યો હતો. હું ગર્ભવતી થઈ ગઈ હતી. મારા પેટમાં બાળકનો વિકાસ થવા લાગ્યો હતો અને છેવટે મારે બધાને કહેવું પડ્યું જેથી હું ગર્ભપાત કરાવી શકું. મેં જ્યારે મારા પિતાને આ વાત જણાવી ત્યારે તેમણે એ કાકાને ઘણો માર માર્યો હતો અને તેને જેલ મોકલી આપ્યો હતો. તે કાકા જેલમાં પણ ગયાં અને હવે તો મરી પણ ગયાં. તેઓ લીવર કેન્સરના કારણે, ઘણી દુ:ખદ રીતે મૃત્યુ પામ્યાં."

ભલે તેઓ મૃત્યુ પામ્યાં છે, પણ તેનો ક્લોઝર રિપોર્ટ મને થોડા સમય પહેલાં જ મળ્યો. હું વિચારતી રહી કે મારી સાથે જ કેમ આવું થયું, ભગવાને મને જ કેમ સજા આપી? શું મેં કોઈ પાપ કર્યું હતું ? મેં મરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, દુ:ખનો અહેસાસ ઓછો થાય તે માટે પીવા લાગી હતી. હું માનસિક રીતે અસ્વસ્થ થઈ ગઈ હતી. પણ 'ક્રાંતિ'માં, હું એક થેરાપિસ્ટને મળી અને ત્યારપછીથી હવે મને સારું લાગે છે.

પણ સમાજ તમને ક્યારેય તમારો ભૂતકાળ ભૂલવા નહીં દે. અમે જ્યારે કાંદિવલીમાં રહેતાં હતાં ત્યારે અમે ટૂંકા કપડા પહેરતા હતાં અને લોકો અમને અપશબ્દો કહેતાં હતાં. તેઓને ખબર હતી કે અમે સેક્સવર્કર્સની દિકરીઓ છીએ, એટલે તેઓ અમને પણ એવી જ સમજતા હતાં. અમારા નવાં વિસ્તારમાં પણ પુરુષો અમને પૂછે છે કે, અમે ટૂંકા કપડા કેમ પહેરીએ છીએ? હું એમને કહું છું કે, ‘તમે તમારા કામથી જ કામ રાખો. મને જે પહેરવું હશે, તે હું પહેરીશ. અને મને લાગે છે કે, હું જે કંઈ પણ પહેરું છું એમાં સારી લાગું છું’.

'ક્રાંતિ'માં હું પોતાને ખૂબ જ મજબૂત અનુભવું છું. મને વિશ્વાસ નથી થતો કે આ મારું પાંચમું વર્ષ છે. મને ડિસ્લેક્સિઆ છે, તેથી ગમે તેટલી મહેનત કરવા છતાં હું સ્કૂલમાં વારંવાર નાપાસ થતી. હું આજે પણ પ્રયત્ન કરું છું. મારે જાનવરોની કાઉન્સેલર બનવું છે. મને પ્રાણીઓ ખૂબ ગમે છે. કદાચ હું ગાયક કે ડાન્સર પણ બનું.

હું જ્યારે પણ મારા થેરાપિસ્ટ પાસે જઉં છું ત્યારે હું એમને પૂછું છું કે તેઓ શું કરે છે અને કેવી રીતે કરે છે? હું એમની આંખો કેવી ફરે છે તે જોઉ છું, તેમને ઉઠતા-બેસતા અને વાતો કરતા જોઉ છું. તેમણે મને સમજાવ્યું કે તેઓ તેમના ક્લાયન્ટ્સ વિશે ક્યારેય કોઈ મત નથી બાંધતાં અને તેમને સહાનુભૂતિપૂર્વક સાંભળે છે જેથી તેમને સકારાત્મક ઉર્જા આપી શકે.

પિંકી પહેલાંથી જ ક્રાંતિઘરમાં તેની સકારાત્મકતા ફેલાવી રહી છે. પીળા કુર્તાવાળી ‘ક્યૂટ’ યુવતીએ તેના ગીત તથા તેના સ્મિત દ્વારા, ક્રાંતિના ઘરને અજવાળાથી ભરી દીધું છે. મેં તેને પૂછયું કે, તે કેવી રીતે આખો સમય ગેલમાં આવીને નાચતી-કુદતી રહે છે. તો તેણે મને કહ્યું કે તેને એવું લાગે છે જાણે આટલાં વર્ષો પછી આખરે તેને તેના ભાગની ખુશીઓ મળી ગઈ છે.